Std 9 Social Science Chapter 20 Mcq Gujarati (ધોરણ 9 સામાજિક વિજ્ઞાન પાઠ 20 MCQ)

Std 9 Social Science Chapter 20 Mcq Gujarati
Std 9 Social Science Chapter 20 Mcq Gujarati

Std 9 Social Science Chapter 20 Mcq Gujarati, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન MCQ, Class 9 Social Science Chapter 20 MCQ Gujarati, Std 9 Social Science MCQ Gujarati, MCQ Questions for Class 9 Social Science PDF.

નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ધોરણ 9 સામાજિક વિજ્ઞાન પાઠ 20 નાં MCQ પ્રશ્નો અને જવાબો વાંચી શકશો. તમારા અભ્યાસમાં આ MCQ પ્રશ્નો ઉપયોગી થશે.

ધોરણ :9
વિષય :સામાજિક વિજ્ઞાન
પ્રકરણ : 20આપત્તિ-વ્યવસ્થાપન
MCQ :40
Std 9 Social Science Chapter 20 Mcq Gujarati

Std 9 Social Science Chapter 20 Mcq Gujarati (1 To 10)

(1) નીચેનામાંથી કઈ આપત્તિ માનવસર્જિત છે?

(A) ભૂકંપ

(B) ચક્રવાત

(C) પૂર

(D) હુલ્લડ

જવાબ : (D) હુલ્લડ

(2) મોટે ભાગે લોકો પૂરની ઘટનાને શેની સાથે જોડે છે?

(A) નદી

(B) મહાસાગર

(C) પર્વત

(D) ટાપુ

જવાબ : (A) નદી

(3) પૂર ઓસર્યા બાદ પીવા માટે કેવું પાણી વાપરશો?

(A) બે વાર ગાળેલું

(B) વહેતા પ્રવાહનું

(C) ચોખ્ખું દેખાતું

(D) ઉકાળેલું

જવાબ : (D) ઉકાળેલું

(4) વાતાવરણના વિક્ષોભથી રચાતા તોફાની પવનો ભારતીય ઉપમહાદ્વીપમાં કયા નામે ઓળખાય છે?

(A) ટાઈફૂન

(B) ચક્રવાત

(C) હરિકેન

(D) ટૉર્નેડો

જવાબ : (B) ચક્રવાત

(5) વાતાવરણના વિક્ષોભથી રચાતા તોફાની પવનો સંયુક્ત રાજ્ય અમેરિકામાં કયા નામે ઓળખાય છે?

(A) ટાઈફૂન

(B) હોનાવર

(C) વિલિ-વિલિ

(D) ટૉર્નેડો

જવાબ : (D) ટૉર્નેડો

(6) પૂરની ઘટના…………સાથે જોડાયેલી છે.

(A) પર્વત

(B) નદી

(C) ભૂકંપ

(D) એકપણ નહીં

જવાબ : (B) નદી

(7) વાતાવરણના વિક્ષોભથી રચાતા તોફાની પવનો જાપાનમાં કયા નામે ઓળખાય છે?

(A) ટૉર્નેડો

(B) હરિકેન

(C) ટાઈફૂન

(D) ટેરેઝિના

જવાબ : (C) ટાઈફૂન

(8) ત્સુનામી શબ્દનો અર્થ જાપાનીઝ ભાષામાં……

(A) ભરતી મોજાં

(B) ભમ્મરિયાં મોજાં

(C) વિનાશક મોજાં

(D) ભૂકંપીય મોજાં

જવાબ : (C) વિનાશક મોજાં

(9) ત્સુનામીની ઉત્પત્તિ મોટે ભાગે…….

(A) સમુદ્રતળના ભૂકંપો દ્વારા જ થાય છે.

(B) સમુદ્રી ટાપુ ડૂબી જવાથી જ થાય છે.

(C) ધોધમાર વર્ષાથી જ થાય છે.

(D) પ્રચંડ વાતાવરણીય તોફાનો દ્વારા જ થાય છે.

જવાબ : (A) સમુદ્રતળના ભૂકંપો દ્વારા જ થાય છે.

(10) 26 ડિસેમ્બર, 2004ના રોજ કયા મહાસાગરમાં આવેલા મહાવિનાશક ત્સુનામીએ આશરે 2 લાખથી વધારે લોકોનો ભોગ લીધો હતો?

(A) પૅસિફિક મહાસાગર

(B) હિંદ મહાસાગર

(C) ઉત્તર ઍટલૅટિક મહાસાગર

(D) દક્ષિણ ઍટલૅટિક મહાસાગર

જવાબ : (B) હિંદ મહાસાગર

Std 9 Social Science Chapter 20 Mcq Gujarati (11 To 20)

(11) પાણીના અભાવને લીધે કઈ પરિસ્થિતિ સર્જાય છે?

(A) અનાજના બગાડની

(B) અછતની

(C) છતની

(D) તબીબી સારવારની

જવાબ : (B) અછતની

(12) ભોપાલ ગૅસકાંડ કયા રાજ્યમાં બન્યો હતો?

(A) મહારાષ્ટ્ર

(B) ઉત્તર પ્રદેશ

(C) હરિયાણા

(D) મધ્ય પ્રદેશ

જવાબ : (D) મધ્ય પ્રદેશ

Std 9 Social Science Chapter 20 Mcq Gujarati
Std 9 Social Science Chapter 20 Mcq Gujarati

(13) ભોપાલ ગૅસકાંડમાં ગળતર થયેલો વાયુ………

(A) ઓઝોન

(B) મીક

(C) સલ્ફર ડાયૉક્સાઇડ

(D) મિથેન

જવાબ : (B) મીક

(14) નીચેનામાંથી કયો રોગ વિષાણુજન્ય રોગ નથી?

(A) ઇન્ફ્લુએન્ઝ

(B) ઇબોલા

(C) ડેન્ગ્યુ

(D) પ્લેગ

જવાબ : (D) પ્લેગ

(15) 11 સપ્ટેમ્બર, 2001ના રોજ કયા દેશમાં આતંકવાદી સંગઠન દ્વારા શ્રેણીબદ્ધ આત્મઘાતી હુમલાઓ થયા હતા?

(A) સંયુક્ત રાજ્ય અમેરિકામાં

(B) ગ્રેટબ્રિટનમાં

(C) ફ્રાન્સમાં

(D) ભારતમાં

જવાબ : (A) સંયુક્ત રાજ્ય અમેરિકામાં

(16) એક આતંકવાદી જૂથના 5 આતંકવાદીઓએ ભારતની સંસદ પર ક્યારે હુમલો કર્યો હતો?

(A) 13 ડિસેમ્બર, 2005ના રોજ

(B) 26 જાન્યુઆરી, 2001ના રોજ

(C) 26 નવેમ્બર, 2008ના રોજ

(D) 13 ડિસેમ્બર, 2001ના રોજ

જવાબ : (D) 13 ડિસેમ્બર, 2001ના રોજ

(17) નીચેનામાંથી કઈ આપત્તિ કુદરતી આપત્તિ છે?

(A) ટ્રાફિક-સમસ્યા

(B) ભૂકંપ

(C) હુલ્લડ

(D) આગ

જવાબ : (B) ભૂકંપ

(18) નીચેનામાંથી કઈ આપત્તિ કુદરતી આપત્તિ નથી?

(A) ત્સુનામી

(B) દાવાનળ

(C) જ્વાળામુખી

(D) ટ્રાફિક-સમસ્યા

જવાબ : (D) ટ્રાફિક-સમસ્યા

(19) પૂર ઓસર્યા પછી કયો ખોરાક ન ખાવો?

(A) ઉકાળેલા પાણીથી બનાવેલ

(B) ગાળેલા પાણીથી બનાવેલ

(C) પૂરના પાણીથી બનાવેલ

(D) ચોખ્ખા દેખાતા પાણીથી બનાવેલ

જવાબ : (C) પૂરના પાણીથી બનાવેલ

(20) ભારતમાં નીચેનામાંથી કયા પ્રદેશમાં ચક્રવાતની વિધ્વંસક અસરો અનુભવાય છે?

(A) કચ્છ-સૌરાષ્ટ્રના કિનારે

(B) મલબાર કિનારે

(C) કોંકણ કિનારે

(D) ખંભાતના અખાતમાં

જવાબ : (A) કચ્છ-સૌરાષ્ટ્રના કિનારે

Std 9 Social Science Chapter 20 Mcq Gujarati (21 To 30)

(21) આગાહી કરી શકાય તેવી આપત્તિ કઈ છે?

(A) દુકાળ

(B) ભૂકંપ

(C) દાવાનળ

(D) ઔદ્યોગિક અકસ્માત

જવાબ : (A) દુકાળ

(22) માનવસર્જિત આપત્તિ કઈ છે?

(A) પૂર

(B) બૉમ્બ વિસ્ફોટ

(C) દાવાનળ

(D) દુકાળ

જવાબ : (B) બૉમ્બ વિસ્ફોટ

(23) નીચેનામાંથી કયો રોગ વિષાણુજન્ય રોગ છે?

(A) સ્વાઈન ફ્લૂ

(B) મલેરિયા

(C) ટાઇફૉઇડ

(D) કૉલેરા

જવાબ : (A) સ્વાઈન ફ્લૂ

Std 9 Social Science Chapter 20 Mcq Gujarati
Std 9 Social Science Chapter 20 Mcq Gujarati

(24) વિષાણુજન્ય રોગોથી બચવાના ઉપાયોમાં એક ઉપાય સાચો નથી તે…

(A) રોગની ફાયરબ્રિગેડ અને પોલીસને જાણ કરવી.

(B) તેના માટેની રોગપ્રતિકારક રસી લેવી.

(C) ચેપ ન લાગે તેની સાવચેતી રાખવી.

(D) હૉસ્પિટલમાં દર્દીઓની સારવાર માટે અલાયદા (અલગ) વૉર્ડની વ્યવસ્થા કરવી.

જવાબ : (D) હૉસ્પિટલમાં દર્દીઓની સારવાર માટે અલાયદા (અલગ) વૉર્ડની વ્યવસ્થા કરવી.

(25) નીચેનામાંથી કઈ આપત્તિ કુદરતી આપત્તિ છે?

(A) ઔદ્યોગિક અકસ્માત

(B) જ્વાળામુખી

(C) હુલ્લડ

(D) આગ

જવાબ : (B) જ્વાળામુખી

(26) નીચેનામાંથી કઈ આપત્તિ માનવસર્જિત આપત્તિ છે?

(A) ત્સુનામી

(B) પૂર

(C) ઔદ્યોગિક અકસ્માત

(D) જ્વાળામુખી

જવાબ : (C) ઔદ્યોગિક અકસ્માત

(27) નીચેનામાંથી કઈ આપત્તિ કુદરતી આપત્તિ છે?

(A) આગ

(B) ટ્રાફિક-સમસ્યા

(C) ઔદ્યોગિક અકસ્માત

(D) દાવાનળ

જવાબ : (D) દાવાનળ

(28) ટ્રાફિકથી શાનો મોટી માત્રામાં વ્યય થાય છે?

(A) સમય અને સાધનોનો

(B) વાહનો અને સમયનો

(C) સમય અને ઈંધણનો

(D) ઈંધણ અને રસ્તાનો

જવાબ : (C) સમય અને ઈંધણનો

(29) વાવાઝોડું જાપાનમાં………….નામે ઓળખાય છે.

(A) હરિકેન

(B) ટૉર્નેડો

(C) ટાઇફૂન

(D) એકપણ નહીં

જવાબ : (C) ટાઇફૂન

(30) ભૂકંપથી બચવા માટે નવાં મકાનો ભૂકંપ………….. તરાહનાં બનાવવાં જોઈએ.

(A) પ્રતિરોધક

(B) પ્રતિશોધક

(C) નિરોધક

(D) એકપણ નહીં

જવાબ : (A) પ્રતિરોધક

Std 9 Social Science Chapter 20 Mcq Gujarati (31 To 40)

(31) ત્સુનામી શબ્દનો અર્થ જાપાનીઝ ભાષામાં……………થાય છે.

(A) તોફાની મોજાં

(B) વિનાશક મોજાં

(C) ઝડપી મોજાં

(D) એકપણ નહીં

જવાબ : (B) વિનાશક મોજાં

(32) જંગલોમાં લાગતી આગ……………કહેવાય છે.

(A) દાવાનળ

(B) જંગલી આગ

(C) જ્વલનશીલ આગ

(D) એકપણ નહીં

જવાબ : (A) દાવાનળ

(33) યુનિયન કાર્બાઇડ કારખાનામાં જંતુનાશક દવાઓના ઉત્પાદનની પ્રક્રિયામાં……..નામનો ઝેરી વાયુ વપરાતો હતો.

(A) નીક

(B) કાર્બન

(C) મીક

(D) એકપણ નહીં

જવાબ : (C) મીક

(34) 13 ડિસેમ્બર, 2001 ના રોજ 5 આતંકવાદીઓએ દિલ્લીમાં………..પર હુમલો કર્યો હતો.

(A) લાલ કિલ્લા

(B) ભારતીય સંસદ

(C) ગેઇટ વે ઑફ ઇન્ડિયા

(D) એકપણ નહીં

જવાબ : (B) ભારતીય સંસદ

(35) આપત્તિઓ પછીનું………………એક પડકારજનક કાર્ય છે.

(A) પુન:સ્થાપન

(B) વિસ્થાપન

(C) નિર્માણ

(D) એકપણ નહીં

જવાબ : (A) પુન:સ્થાપન

(36) અમેરિકામાં વાવાઝોડું………….. અને……………નામે ઓળખાય છે.

(A) હરિકેન, ટાઈફૂન

(B) હરિકેન, ટૉર્નેડો

(C) ટાઈફૂન, ટૉર્નેડો

(D) એકપણ નહીં

જવાબ : (B) હરિકેન, ટૉર્નેડો

(37) બહુધા પૃથ્વીના પેટાળમાં થતી……………..ક્રિયાઓને પરિણામે ભૂકંપો અનુભવાય છે.

(A) ભૂકંપીય

(B) ભૂકંપનીય

(C) ભૂગર્ભિક

(D) એકપણ નહીં

જવાબ : (C) ભૂગર્ભિક

(38) સમુદ્રમાં પેદા થતાં વિનાશક શક્તિશાળી મોજાંને………………કહે છે.

(A) ત્સુસુકી

(B) સુત્સુકી

(C) ત્સુનામી

(D) એકપણ નહીં

જવાબ : (C) ત્સુનામી

(39) …………ની પરિસ્થિતિ પાણીના અભાવને લીધે સર્જાય છે.

(A) ભૂખમરા

(B) અછત

(C) જાનહાનિ

(D) એકપણ નહીં

જવાબ : (B) અછત

(40) વધુ પડતા ટ્રાફિકથી…………..અને……………નો મોટી માત્રામાં બગાડ થાય છે.

(A) સમય, ઈંધણ

(B) સમય, નાણાં

(C) ઈંધણ, નાણાં

(D) એકપણ નહીં

જવાબ : (A) સમય, ઈંધણ

Also Read :

ધોરણ 9 સામાજિક વિજ્ઞાન પાઠ 19 MCQ

ધોરણ 9 સામાજિક વિજ્ઞાન પાઠ 18 MCQ

ધોરણ 9 સામાજિક વિજ્ઞાન MCQ
ધોરણ 8 સામાજિક વિજ્ઞાન MCQ
ધોરણ 10 સામાજિક વિજ્ઞાન MCQ
Std 9 Social Science Chapter 19 Mcq Gujarati


Leave a Reply