Std 9 Social Science Chapter 2 Mcq Gujarati, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન MCQ, Class 9 Social Science Chapter 2 MCQ Gujarati, Std 9 Social Science MCQ Gujarati, MCQ Questions for Class 9 Social Science PDF.
નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ધોરણ 9 સામાજિક વિજ્ઞાન પાઠ 2 નાં MCQ પ્રશ્નો અને જવાબો વાંચી શકશો. તમારા અભ્યાસમાં આ MCQ પ્રશ્નો ઉપયોગી થશે.
ધોરણ : | 9 |
વિષય : | સામાજિક વિજ્ઞાન |
પ્રકરણ : 2 | પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ |
MCQ : | 40 |
Std 9 Social Science Chapter 2 Mcq Gujarati (1 To 10)
(1) ઇંગ્લૅન્ડ અને ચીન વચ્ચે થયેલા……………..માં ચીનનો પરાજય થયો.
(A) અફીણ વિગ્રહો
(B) બંદર વિગ્રહો
(C) તમાકુ વિગ્રહો
(D) એકપણ નહી
જવાબ : (A) અફીણ વિગ્રહો
(2) 15મી સદીના અંત ભાગમાં બેલ્જિયમના રાજા……………..કૉંગોમાં સત્તા સ્થાપી.
(A) નિયોપૉલ્ડે
(B) કૈસર વિલિયમ બીજાએ
(C) લિયોપૉલ્ડે
(D) એકપણ નહી
જવાબ : (C) લિયોપૉલ્ડે
(3) આધુનિક વિશ્વની કેટલીક હૃદયદ્રાવક અને અવિસ્મરણીય ઘટનાઓમાં……………નો સમાવેશ થાય છે.
(A) 1857ના વિપ્લવ
(B) પ્રથમ વિશ્વયુદ્ધ
(C) અમેરિકન ક્રાંતિ
(D) એકપણ નહી
જવાબ : (B) પ્રથમ વિશ્વયુદ્ધ
(4) ઈ. સ. 1871ની…………..ની સંધિ પ્રથમ વિશ્વયુદ્ધનું કારણ બની.
(A) ફ્રેન્કફર્ટ
(B) વર્સેલ્સ
(C) પૅરિસ
(D) એકપણ નહી
જવાબ : (A) ફ્રેન્કફર્ટ
(5) જર્મન સમ્રાટ…………….ઉગ્ર રાષ્ટ્રવાદ અને સામ્રાજ્યવાદનો પ્રણેતા હતો.
(A) વુડ્રો વિલ્સન
(B) ઍડોલ્ફ હિટલર
(C) કૈસર વિલિયમ બીજો
(D) એકપણ નહી
જવાબ : (C) કૈસર વિલિયમ બીજો
Play Quiz :
ધોરણ 9 સામાજિક વિજ્ઞાન પાઠ : 2 MCQ QUIZ
(6) પ્રથમ વિશ્વયુદ્ધ માટે………….ને જવાબદાર ગણવામાં આવ્યું.
(A) ઑસ્ટ્રિયા
(B) જર્મની
(C) સ્પેન
(D) એકપણ નહી
જવાબ : (B) જર્મની
(7) રશિયામાં 22 જાન્યુઆરી, 1905ના દિવસને ઇતિહાસમાં…………….તરીકે ઓળખવામાં આવે છે.
(A) લોહિયાળ રવિવા૨
(B) બૉલ્શેવિક રવિવાર
(C) બ્લૅક સન્ડે
(D) એકપણ નહી
જવાબ : (A) લોહિયાળ રવિવા૨
(8) ઈ. સ. 1917ની રશિયન ક્રાંતિને……………..ક્રાંતિ કહે છે.
(A) સમાજવાદી બૉલ્શેવિક
(B) સ્વાતંત્ર્ય
(C) રક્તવિહીન
(D) એકપણ નહી
જવાબ : (A) સમાજવાદી બૉલ્શેવિક
(9) અમેરિકાના રાષ્ટ્રપતિ……………રાષ્ટ્રસંઘની સ્થાપનામાં વિશેષ યોગદાન આપ્યું હતું.
(A) જ્યૉર્જ વૉશિંગ્ટને
(B) અબ્રાહમ લિંકને
(C) વુડ્રો વિલ્સને
(D) એકપણ નહી
જવાબ : (C) વુડ્રો વિલ્સને
(10) છ દાયકા સુધી બિનયુરોપીય દેશોમાં સંસ્થાનો સ્થાપવાનો ઇજારો એકમાત્ર…………પાસે રહ્યો હતો.
(A) સ્પેન
(B) જર્મની
(C) ફ્રાન્સ
(D) એકપણ નહી
જવાબ : (A) સ્પેન
Also Read :
ધોરણ 9 સામાજિક વિજ્ઞાન પાઠ 3 MCQ
Std 9 Social Science Chapter 2 Mcq Gujarati (11 To 20)
(11) 19મી સદીમાં……………એશિયા અને આફ્રિકામાં વિશાળ સામ્રાજ્ય જમાવ્યું હતું.
(A) રશિયાએ
(B) ઇંગ્લૅન્ડે
(C) જર્મનીએ
(D) એકપણ નહી
જવાબ : (B) ઇંગ્લૅન્ડે
(12) રશિયાના બધા જ……………રાજાઓ આપખુદ અને નિરંકુશ શાસન ભોગવતા હતા.
(A) ઝાર
(B) ગૅપોન
(C) બૉલ્શેવિક
(D) એકપણ નહી
જવાબ : (A) ઝાર
(13) 10 જાન્યુઆરી, ……………..ના દિવસે રાષ્ટ્રસંઘની રચના કરવામાં આવી હતી.
(A) 1918
(B) 1920
(C) 1924
(D) 1919
જવાબ : (B) 1920
(14) યુરોપમાં હવે…………..ની નીતિએ જોર પકડ્યું હતું.
(A) વિશ્વપ્રભુત્વ
(B) યુદ્ધ એ જ પવિત્ર કાર્ય
(C) યુદ્ધ એ જ કલ્યાણ
(D) એકપણ નહી
જવાબ : (C) યુદ્ધ એ જ કલ્યાણ
(15) ઑસ્ટ્રિયાના રાજકુમાર અને તેની પત્નીને ‘બ્લૅક હૅન્ડ’ નામની……………ની ઉગ્રવાદી સંસ્થાના સભ્યે ગોળી મારી હત્યા કરી.
(A) સર્બિયા
(B) જર્મની
(C) બૉસ્નિયા
(D) એકપણ નહી
જવાબ : (A) સર્બિયા
(16) નેધરલૅન્ડ્ઝ, બેલ્જિયમ અને લક્ઝમ્બર્ગ પર કયા રાષ્ટ્રની સત્તા હતી?
(A) ઇટાલીની
(B) સ્પેનની
(C) ઇંગ્લૅન્ડની
(D) જર્મનીની
જવાબ : (B) સ્પેનની
(17) શાના વેપારના કારણે ઇંગ્લૅન્ડ અને ચીન વચ્ચે યુદ્ધો થયાં હતાં?
(A) ચાના
(B) અફીણના
(C) ખનીજ તેલના
(D) શસ્ત્રોના
જવાબ : (B) અફીણના
(18) બેલ્જિયમના રાજા લિયોપૉલ્ડે આફ્રિકાના કયા પ્રદેશ પર પોતાની સત્તા સ્થાપી?
(A) મોરોક્કો
(B) નાતાલ
(C) ઇજિપ્ત
(D) કૉંગો
જવાબ : (D) કૉંગો
(19) આધુનિક વિશ્વની એક હૃદયદ્રાવક અને અવિસ્મરણીય ઘટના કઈ છે?
(A) પ્રથમ વિશ્વયુદ્ધ
(B) સંસ્થાનવાદ
(C) ઔદ્યોગિક ક્રાંતિ
(D) રશિયન ક્રાંતિ
જવાબ : (A) પ્રથમ વિશ્વયુદ્ધ
(20) ફ્રેન્કફર્ટની સંધિમાં ફ્રાન્સે કયા પ્રદેશો ગુમાવ્યા હતા?
(A) ડેન્ઝીંગ પ્રદેશો
(B) આલ્સેસ અને લૉરેન્સના પ્રદેશો
(C) પશ્ચિમ રશિયાના પ્રદેશો
(D) ઇંગ્લૅન્ડના પ્રદેશો
જવાબ : (B) આલ્સેસ અને લૉરેન્સના પ્રદેશો
Std 9 Social Science Chapter 2 Mcq Gujarati (21 To 30)
(21) પ્રથમ વિશ્વયુદ્ધનાં બીજ કઈ સંધિમાં વવાયાં હતાં?
(A) વર્સેલ્સની સંધિ
(B) ફ્રેન્કફર્ટની સંધિ
(C) ફ્રાન્સ અને બ્રિટનની સંધિ
(D) જર્મની અને હંગેરીની સંધિ
જવાબ : (B) ફ્રેન્કફર્ટની સંધિ
(22) કોનો ઉગ્ર રાષ્ટ્રવાદ અને સામ્રાજ્યવાદ પ્રથમ વિશ્વયુદ્ધ માટે જવાબદાર હતો?
(A) બિસ્માર્કનો
(B) જર્મન સમ્રાટ કૈસર વિલિયમ બીજાનો
(C) હિટલરનો
(D) મુસોલિનીનો
જવાબ : (B) જર્મન સમ્રાટ કૈસર વિલિયમ બીજાનો
(23) જર્મન સમ્રાટ કૈસર વિલિયમ બીજો કઈ નીતિમાં માનતો હતો?
(A) ‘યુદ્ધ એ જ કલ્યાણ’
(B) ‘વિશ્વપ્રભુત્વ’
(C) ‘શક્તિમાનને જ જીવવાનો હક છે.’
(D) ‘યુદ્ધ એ જ રાષ્ટ્રીય જરૂરિયાત છે.’
જવાબ : (B) ‘વિશ્વપ્રભુત્વ’
(24) ‘શક્તિમાનને જ જીવવાનો હક છે.‘ આ સિદ્ધાંત કયા જર્મન લેખકે પ્રચલિત કર્યો હતો?
(A) ટોલેદોએ
(B) સૅન્ટેડેરે
(C) નીત્સે
(D) ટ્રિટસ્કે
જવાબ : (D) ટ્રિટસ્કે
(25) પ્રથમ વિશ્વયુદ્ધને અંતે કઈ સંધિ કરવામાં આવી?
(A) વર્સેલ્સની સંધિ
(B) ગુપ્તસંધિ
(C) લેટર્નની સંધિ
(D) ફ્રેન્કફર્ટની સંધિ
જવાબ : (A) વર્સેલ્સની સંધિ
(26) કઈ ક્રાંતિ વિશ્વના ઇતિહાસની એક અગત્યની ઘટના ગણાય છે?
(A) જર્મન ક્રાંતિ
(B) રશિયન ક્રાંતિ
(C) અમેરિકન ક્રાંતિ
(D) ફ્રેંચ ક્રાંતિ
જવાબ : (B) રશિયન ક્રાંતિ
(27) ઈ. સ. 1917માં થયેલી રશિયન ક્રાંતિ કઈ ક્રાંતિ તરીકે ઓળખાઈ?
(A) ‘માર્ચ ક્રાંતિ’
(B) ‘વસંત ક્રાંતિ’
(C) ‘રક્તવિહીન ક્રાંતિ’
(D) ‘સમાજવાદી બૉલ્શેવિક ક્રાંતિ’
જવાબ : (D) ‘સમાજવાદી બૉલ્શેવિક ક્રાંતિ’
(28) ‘બ્લૅક હૅન્ડ’ નામની ઉગ્રવાદી સંસ્થા કયા દેશમાં સ્થપાઈ હતી?
(A) ઑસ્ટ્રિયામાં
(B) સર્બિયામાં
(C) બૉસ્નિયામાં
(D) બેલ્જિયમમાં
જવાબ : (B) સર્બિયામાં
(29) નીચેનામાંથી કયા રાષ્ટ્રને રાષ્ટ્રસંઘમાં સ્થાન મળ્યું નહોતું?
(A) ફ્રાન્સને
(B) અમેરિકાને
(C) રશિયાને
(D) જાપાનને
જવાબ : (C) રશિયાને
(30) નીચેનામાંથી કયું મોટું રાષ્ટ્ર રાષ્ટ્રસંઘમાં જોડાયું નહોતું?
(A) જાપાન
(B) ઇટાલી
(C) અમેરિકા
(D) ફ્રાન્સ
જવાબ : (C) અમેરિકા
Std 9 Social Science Chapter 2 Mcq Gujarati (31 To 40)
(31) 22 જાન્યુઆરી, 1905ના દિવસને રશિયાના ઇતિહાસમાં…………
(A) ‘ક્રાંતિકારી રવિવાર’ તરીકે ઓળખવામાં આવે છે.
(B) ‘કલંકિત રવિવાર’ તરીકે ઓળખવામાં આવે છે.
(C) ‘લોહિયાળ રવિવાર’ તરીકે ઓળખવામાં આવે છે.
(D) ‘સ્વાતંત્ર્ય રવિવાર’ તરીકે ઓળખવામાં આવે છે.
જવાબ : (C) ‘લોહિયાળ રવિવાર’ તરીકે ઓળખવામાં આવે છે.
(32) પ્રથમ વિશ્વયુદ્ધને અંતે રાષ્ટ્રસંઘની સ્થાપનામાં કોનું વિશેષ યોગદાન હતું?
(A) અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ વુડ્રો વિલ્સનનું
(B) અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જ્યૉર્જ વૉશિંગ્ટનનું
(C) બ્રિટનના વડા પ્રધાન વિન્સ્ટન ચર્ચિલનું
(D) અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ અબ્રાહમ લિંકનનું
જવાબ : (A) અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ વુડ્રો વિલ્સનનું
(33) લેનિન કાર્લ માર્ક્સની વિચારસરણી મુજબ કોના વર્ચસ્વમાં માનતો હતો?
(A) મધ્યમવર્ગના લોકોના
(B) શ્રમજીવીઓના
(C) અમીર વર્ગના લોકોના
(D) ગરીબ વર્ગના લોકોના
જવાબ : (B) શ્રમજીવીઓના
(34) પોર્ટુગલ દેશ સ્પેનના રાજા ફિબિટ્સ બીજાના હાથમાં આવી ગયો, કારણ કે……
(A) સ્પેને પોર્ટુગલ દેશને યુદ્ધમાં પરાજિત કર્યો હતો.
(B) સ્પેને પોર્ટુગલ દેશને પોતાનું સંસ્થાન બનાવ્યું હતું.
(C) સ્પેને વિસ્તારવાદી રાજનીતિ અપનાવી હતી.
(D) પોર્ટુગીઝ શાસક બિનવારસ મૃત્યુ પામ્યો હતો.
જવાબ : (D) પોર્ટુગીઝ શાસક બિનવારસ મૃત્યુ પામ્યો હતો.
(35) નીચેના બનાવોને સમયાનુસાર યોગ્ય ક્રમમાં ગોઠવો.
(A) ફ્રાન્સે જર્મની સાથે ફ્રેન્કફર્ટની સંધિ કરી. |
(B) સૌપ્રથમ ડચ પ્રજાએ આફ્રિકાના દક્ષિણ ભાગમાં સંસ્થાન સ્થાપ્યું. |
(C) ઇંગ્લેન્ડ અને ચીન વચ્ચે ‘અફીણ વિગ્રહો’ થયા. |
(D) મિત્રરાષ્ટ્રો અને ધરીરાષ્ટ્રો વચ્ચે પ્રથમ વિશ્વયુદ્ધ શરૂ થયું. |
(A) B, C, A, D
(B) A, B, C, D
(C) B, A, C, D
(D) B, C, D, A
જવાબ : (A) B, C, A, D
(36) નીચેના બનાવોને સમયાનુસાર યોગ્ય ક્રમમાં ગોઠવો.
(A) રશિયામાં સમાજવાદી બૉલ્શેવિક ક્રાંતિ થઈ. |
(B) જર્મની સાથે વર્સેલ્સની સંધિ કરવામાં આવી. |
(C) પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન અમેરિકા મિત્રરાષ્ટ્રોના પક્ષે યુદ્ધમાં જોડાયું. |
(D) જર્મન પ્રજાસત્તાકે મિત્રરાષ્ટ્રોની શરણાગતિ સ્વીકારી. |
(A) B, C, A, D
(B) C, A, D, B
(C) B, A, C, D
(D) B, C, D, A
જવાબ : (B) C, A, D, B
(37) નીચેના બનાવોને સમયાનુસાર યોગ્ય ક્રમમાં ગોઠવો.
(A) વિશ્વશાંતિ માટે રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી. |
(B) રશિયાના પેટ્રોગાર્ડના કચડાયેલા કામદારોએ હડતાલ પાડી. |
(C) રશિયા અને જાપાન વચ્ચે યુદ્ધ થયું. |
(D) જર્મનીએ રહાઇન નદી આંતરરાષ્ટ્રીય જળમાર્ગ માટે ખુલ્લી મૂકી. |
(A) B, C, A, D
(B) C, A, D, B
(C) C, B, D, A
(D) B, C, D, A
જવાબ : (C) C, B, D, A
(38) પ્રથમ વિશ્વયુદ્ધ માટે………….ને જવાબદાર ગણવામાં આવ્યું.
(A) ઑસ્ટ્રિયા
(B) જર્મની
(C) સ્પેન
(D) એકપણ નહી
જવાબ : (B) જર્મની
(39) રશિયાના બધા જ……………રાજાઓ આપખુદ અને નિરંકુશ શાસન ભોગવતા હતા.
(A) ઝાર
(B) ગૅપોન
(C) બૉલ્શેવિક
(D) એકપણ નહી
જવાબ : (A) ઝાર
(40) જર્મન સમ્રાટ કૈસર વિલિયમ બીજો કઈ નીતિમાં માનતો હતો?
(A) ‘યુદ્ધ એ જ કલ્યાણ’
(B) ‘વિશ્વપ્રભુત્વ’
(C) ‘શક્તિમાનને જ જીવવાનો હક છે.’
(D) ‘યુદ્ધ એ જ રાષ્ટ્રીય જરૂરિયાત છે.’
જવાબ : (B) ‘વિશ્વપ્રભુત્વ’
Also Read :
ધોરણ 9 સામાજિક વિજ્ઞાન MCQ |
ધોરણ 8 સામાજિક વિજ્ઞાન MCQ |
ધોરણ 7 સામાજિક વિજ્ઞાન MCQ |