Std 9 Social Science Chapter 19 Mcq Gujarati, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન MCQ, Class 9 Social Science Chapter 19 MCQ Gujarati, Std 9 Social Science MCQ Gujarati, MCQ Questions for Class 9 Social Science PDF.
નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ધોરણ 9 સામાજિક વિજ્ઞાન પાઠ 19 નાં MCQ પ્રશ્નો અને જવાબો વાંચી શકશો. તમારા અભ્યાસમાં આ MCQ પ્રશ્નો ઉપયોગી થશે.
ધોરણ : | 9 |
વિષય : | સામાજિક વિજ્ઞાન |
પ્રકરણ : 19 | ભારત : લોકજીવન |
MCQ : | 60 |
Std 9 Social Science Chapter 19 Mcq Gujarati (1 To 10)
(1) કયા લોકોનો મુખ્ય ખોરાક ભાત અને માછલાં છે?
(A) પહાડી જંગલોમાં રહેતા લોકોનો
(B) નદીઓનાં મેદાનોમાં રહેતા લોકોનો
(C) રણપ્રદેશમાં રહેતા લોકોનો
(D) દરિયાકિનારે રહેતા લોકોનો
જવાબ : (D) દરિયાકિનારે રહેતા લોકોનો
(2) કેવા તાપમાનવાળા પ્રદેશના લોકોનો પહેરવેશ સુતરાઉ અને આછા રંગોવાળો હોય છે?
(A) વધુ
(B) ઓછું
(C) સમ
(D) વિષમ
જવાબ : (A) વધુ
(3) ગુજરાતની જાણીતી મીઠાઈ કઈ છે?
(A) લાડુ
(B) જલેબી
(C) સોનપાપડી
(D) કાજુકતરી
જવાબ : (B) જલેબી
(4) કયા રાજ્યની સ્ત્રીઓ ઘેરવાળો ચણિયો, કબજો અને ઓઢણી ઓઢે છે?
(A) મધ્ય પ્રદેશ
(B) રાજસ્થાન
(C) ગુજરાત
(D) મહારાષ્ટ્ર
જવાબ : (B) રાજસ્થાન
(5) ઊંટનાં ચામડાંમાંથી બનેલાં પગરખાં મુખ્યત્વે કયા રાજ્યના લોકો પહેરે છે?
(A) ગુજરાત
(B) રાજસ્થાન
(C) મહારાષ્ટ્ર
(D) ગોવા
જવાબ : (B) રાજસ્થાન
(6) ગોવામાં કઈ ભાષા બોલાય છે?
(A) મરાઠી
(B) હિન્દી
(C) ગુજરાતી
(D) કોંકણી
જવાબ : (D) કોંકણી
(7) કયા કવિએ કહ્યું છે કે મનુષ્યો ઉત્સવપ્રિય છે?
(A) ભવભૂતિએ
(B) ભારવિએ
(C) બાણભટ્ટે
(D) કાલિદાસે
જવાબ : (D) કાલિદાસે
(8) ગણગોર ક્યાં રાજ્યનો તહેવાર છે?
(A) મધ્ય પ્રદેશ
(B) રાજસ્થાન
(C) મહારાષ્ટ્ર
(D) ગોવા
જવાબ : (B) રાજસ્થાન
(9) રાજસ્થાનનું કયું લોકનૃત્ય ખૂબ જાણીતું છે?
(A) બિહુ
(B) લાવણી
(C) ઘુમ્મર
(D) ભાંગડા
જવાબ : (C) ઘુમ્મર
(10) કયા રાજ્યના રાસ-ગરબા દુનિયાભરમાં જાણીતા છે?
(A) મહારાષ્ટ્ર
(B) ગુજરાત
(C) ગોવા
(D) મધ્ય પ્રદેશ
જવાબ : (B) ગુજરાત
Std 9 Social Science Chapter 19 Mcq Gujarati (11 To 20)
(11) કયા રાજ્યમાં ગણેશચતુર્થીનો તહેવાર ખૂબ જ ઉત્સાહથી ઊજવવામાં આવે છે?
(A) રાજસ્થાન
(B) મધ્ય પ્રદેશ
(C) મહારાષ્ટ્ર
(D) ગુજરાત
જવાબ : (C) મહારાષ્ટ્ર
(12) પુષ્કરનો જાણીતો મેળો કયા રાજ્યનો છે?
(A) ગુજરાત
(B) રાજસ્થાન
(C) મધ્ય પ્રદેશ
(D) મહારાષ્ટ્ર
જવાબ : (B) રાજસ્થાન
(13) તરણેતરનો પ્રખ્યાત મેળો કયા રાજ્યનો છે?
(A) રાજસ્થાન
(B) ગુજરાત
(C) મહારાષ્ટ્ર
(D) મધ્ય પ્રદેશ
જવાબ : (B) ગુજરાત
(14) ગુજરાતમાં શિવરાત્રીનો મેળો ક્યાં ભરાય છે?
(A) જૂનાગઢ
(B) પાલિતાણા
(C) વાંકાનેર
(D) ભાવનગર
જવાબ : (A) જૂનાગઢ
(15) અર્ધકુંભમેળો ક્યાં ભરાય છે?
(A) પ્રયાગરાજમાં
(B) બનારસમાં
(C) ઉજ્જૈનમાં
(D) પટનામાં
જવાબ : (C) ઉજ્જૈનમાં
(16) કયું રાજ્ય પૃથ્વી પરનું સ્વર્ગ ગણાય છે?
(A) હિમાચલ પ્રદેશ
(B) ઉત્તર પ્રદેશ
(C) હરિયાણા
(D) જમ્મુ-કશ્મીર
જવાબ : (D) જમ્મુ-કશ્મીર
(17) ઉત્તરાખંડ કેવું ભૂપૃષ્ઠ ધરાવે છે?
(A) ફળદ્રુપ મેદાન
(B) પર્વતીય
(C) દરિયાકિનારો
(D) આપેલ પૈકી એક પણ નહિ
જવાબ : (B) પર્વતીય
(18) કયું શહેર ભારતની રાજધાની છે?
(A) દિલ્લી
(B) જયપુર
(C) ભોપાલ
(D) કોલકાતા
જવાબ : (A) દિલ્લી
(19) શહીદોનો મેળો કયા રાજ્યમાં ભરાય છે?
(A) પશ્ચિમ બંગાળ
(B) પંજાબ
(C) ઉત્તરાખંડ
(D) હિમાચલ પ્રદેશ
જવાબ : (B) પંજાબ
(20) માઘમેળો ક્યાં ભરાય છે?
(A) પુષ્કર
(B) નાશિક
(C) અલાહાબાદ
(D) ઉજજૈન
જવાબ : (C) અલાહાબાદ
Std 9 Social Science Chapter 19 Mcq Gujarati (21 To 30)
(21) કયા નામે ઓળખાતી દાળનો ઉપયોગ દક્ષિણ ભારતના લોકો કરે છે?
(A) સંદેશ
(B) ઈડલી
(C) કસમી
(D) રસમ
જવાબ : (D) રસમ
(22) કયા રાજ્યની સ્ત્રીઓ ફૂલોની વેણીની શોખીન છે?
(A) કેરલ
(B) ગુજરાત
(C) મધ્ય પ્રદેશ
(D) બિહાર
જવાબ : (A) કેરલ
(23) ભારતમાં કુંભમેળો ક્યાં ભરાય છે?
(A) પ્રયાગરાજમાં
(B) હરદ્વારમાં
(C) પુષ્કરમાં
(D) અમૃતસરમાં
જવાબ : (A) પ્રયાગરાજમાં
(24) આંધ્ર પ્રદેશ કયા નૃત્ય માટે જાણીતું છે?
(A) કુચીપુડી
(B) ભરતનાટ્યમ્
(C) બિહુ
(D) કથકલી
જવાબ : (A) કુચીપુડી
(25) કથકલી કયા રાજ્યનું પ્રસિદ્ધ નૃત્ય છે?
(A) કર્ણાટક
(B) કેરલ
(C) તમિલનાડુ
(D) આંધ્ર પ્રદેશ
જવાબ : (B) કેરલ
(26) તમિલનાડુનું જાણીતું નૃત્ય કયું છે?
(A) બિહુ
(B) ભરતનાટ્યમ્
(C) કૂચીપુડી
(D) કથક
જવાબ : (B) ભરતનાટ્યમ્
(27) ‘પોંગલ‘ કયા રાજ્યનો મુખ્ય તહેવાર છે?
(A) આંધ્ર પ્રદેશ
(B) તમિલનાડુ
(C) મેઘાલય
(D) સિક્કિમ
જવાબ : (B) તમિલનાડુ
(28) કેરલનો મુખ્ય તહેવાર કયો છે?
(A) બિહુ
(B) ઓણમ
(C) વૈશાખી
(D) ગણેશચતુર્થી
જવાબ : (B) ઓણમ
(29) ‘રસગુલ્લાં‘ અને ‘સંદેશ‘ કયા લોકોની પ્રિય મીઠાઈઓ છે?
(A) કશ્મીરી
(B) પંજાબી
(C) બંગાળી
(D) ગુજરાતી
જવાબ : (C) બંગાળી
(30) બિહુ કયા રાજ્યનું પ્રસિદ્ધ નૃત્ય છે?
(A) આંધ્ર પ્રદેશ
(B) તમિલનાડુ
(C) કેરલ
(D) અસમ
જવાબ : (D) અસમ
Std 9 Social Science Chapter 19 Mcq Gujarati (31 To 40)
(31) કયા શહેરની રથયાત્રા દુનિયાભરમાં પ્રસિદ્ધ છે?
(A) પુરી (જગન્નાથપુરી)
(B) ભુવનેશ્વર
(C) બલાંગીર
(D) તિરુપતિ
જવાબ : (A) પુરી (જગન્નાથપુરી)
(32) કયા રાજ્યમાં દુર્ગાપૂજાનો તહેવાર ભવ્ય રીતે ઊજવાય છે?
(A) ઉત્તર પ્રદેશ
(B) ગુજરાત
(C) પશ્ચિમ બંગાળ
(D) બિહાર
જવાબ : (C) પશ્ચિમ બંગાળ
(33) કયો પ્રદેશ પાંચ નદીઓના પ્રદેશ તરીકે ઓળખાય છે?
(A) જમ્મુ-કશ્મીર
(B) હરિયાણા
(C) પંજાબ
(D) હિમાચલ પ્રદેશ
જવાબ : (C) પંજાબ
(34) કયા રાજ્યના લોકો જાતજાતના પરોઠા આરોગે છે?
(A) જમ્મુ-કશ્મીર
(B) તમિલનાડુ
(C) અસમ
(D) પંજાબ
જવાબ : (D) પંજાબ
(35) કયા રાજ્યનાં મકાનોની બનાવટમાં લાકડાંનો ઉપયોગ વિશેષ થાય છે?
(A) પંજાબ
(B) હરિયાણા
(C) જમ્મુ-કશ્મીર
(D) ઉત્તર પ્રદેશ
જવાબ : (C) જમ્મુ-કશ્મીર
(36) કયા રાજ્યના લોકો લાકડાંનાં બે માળવાળાં મકાનોમાં રહે છે?
(A) હરિયાણા
(B) પંજાબ
(C) ઉત્તરાખંડ
(D) ગુજરાત
જવાબ : (C) ઉત્તરાખંડ
(37) ઉત્તર પ્રદેશનું જાણીતું નૃત્ય કયું છે?
(A) કથક
(B) કથકલી
(C) ભરતનાટ્યમ્
(D) બિહુ
જવાબ : (A) કથક
(38) રાજસ્થાની લોકોની મારવાડી……………નાસ્તા માટે જાણીતી છે.
(A) જલેબી
(B) કચોરી
(C) રબડી
(D) એકપણ નહીં
જવાબ : (B) કચોરી
(39) ગુજરાતમાં થાનગઢ પાસેનો………….નો મેળો જાણીતો છે.
(A) તરણેતર
(B) ભવનાથ
(C) વૌઠા
(D) એકપણ નહીં
જવાબ : (A) તરણેતર
(40) હિમાચલ પ્રદેશ……………તરીકે ઓળખાતો પર્વતીય પ્રદેશ છે.
(A) રંગીન ભૂમિ
(B) પવિત્ર ભૂમિ
(C) દેવભૂમિ
(D) એકપણ નહીં
જવાબ : (C) દેવભૂમિ
Std 9 Social Science Chapter 19 Mcq Gujarati (41 To 50)
(41) દક્ષિણ ભારત ભૂપૃષ્ઠની દષ્ટિએ……………છે.
(A) દ્વીપકલ્પ
(B) ઉચ્ચપ્રદેશ
(C) પર્વતીય
(D) એકપણ નહીં
જવાબ : (A) દ્વીપકલ્પ
(42) આંધ્ર પ્રદેશનું…………..નૃત્ય પ્રસિદ્ધ છે.
(A) બિહુ
(B) કૂચીપુડી
(C) કથકલી
(D) એકપણ નહીં
જવાબ : (B) કૂચીપુડી
(43) ……………….માં શહીદોનો મેળો ભરાય છે.
(A) પંજાબ
(B) રાજસ્થાન
(C) બિહાર
(D) એકપણ નહીં
જવાબ : (A) પંજાબ
(44) …………………તમિલનાડુનો મુખ્ય તહેવાર છે.
(A) વૈશાખી
(B) વિશાખા
(C) પોંગલ
(D) એકપણ નહીં
જવાબ : (C) પોંગલ
(45) ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવાના દરિયાકિનારે વસતા લોકોનો મુખ્ય ખોરાક…………..છે.
(A) ઈડલી, ડોસા
(B) ભાત-માછલાં
(C) ભાત-કઠોળ
(D) એકપણ નહીં
જવાબ : (B) ભાત-માછલાં
(46) રાજસ્થાનમાં મોટા ભાગનાં મકાનો……………..હોય છે.
(A) લાકડાનાં
(B) સુવિધાઓ વાળા
(C) ધાબાવાળાં
(D) એકપણ નહીં
જવાબ : (C) ધાબાવાળાં
(47) મધ્ય પ્રદેશની મુખ્ય ભાષા…………….છે.
(A) હિન્દી
(B) મધ્ય પ્રદેશી
(C) ઉર્દૂ
(D) એકપણ નહીં
જવાબ : (A) હિન્દી
(48) મહાકવિ……………..કહ્યું છે કે મનુષ્યો ઉત્સવપ્રિય છે.
(A) ભારવિએ
(B) માઘે
(C) કાલિદાસે
(D) એકપણ નહીં
જવાબ : (C) કાલિદાસે
(49) મહારાષ્ટ્રમાં………………નો તહેવાર ભવ્ય રીતે ઊજવવામાં આવે છે.
(A) નાતાલ
(B) ગણેશચતુર્થી
(C) નવરાત્રી
(D) એકપણ નહીં
જવાબ : (B) ગણેશચતુર્થી
(50) જમ્મુ-કશ્મીર પ્રાકૃતિક સૌંદર્યને કારણે………………ગણાય છે.
(A) પૃથ્વીનું સ્વર્ગ
(B) સ્વર્ગભૂમિ
(C) દેવભૂમિ
(D) એકપણ નહીં
જવાબ : (A) પૃથ્વીનું સ્વર્ગ
Std 9 Social Science Chapter 19 Mcq Gujarati (51 To 60)
(51) હિમાચલ પ્રદેશની ભાષા………….છે.
(A) પંજાબી
(B) પહાડી
(C) ગઢવાલી
(D) એકપણ નહીં
જવાબ : (B) પહાડી
(52) ઉત્તર પ્રદેશનો મુખ્ય તહેવાર……………છે.
(A) હોળી
(B) મકરસંક્રાંતિ
(C) શિવરાત્રી
(D) એકપણ નહીં
જવાબ : (A) હોળી
(53) દક્ષિણ ભારતમાં બોલાતી ભાષાઓ…………….કુળની ભાષાઓ તરીકે ઓળખાય છે.
(A) તમિલ
(B) કન્નડ
(C) દ્રવિડ
(D) એકપણ નહીં
જવાબ : (C) દ્રવિડ
(54) ……………..એ કેરલનું જાણીતું નૃત્ય છે.
(A) ભરતનાટ્યમ્
(B) કથકલી
(C) કથક
(D) એકપણ નહીં
જવાબ : (B) કથકલી
(55) ………………એ તમિલનાડુનું જાણીતું નૃત્ય છે.
(A) કૂચીપુડી
(B) કથકલી
(C) ભરતનાટ્યમ્
(D) એકપણ નહીં
જવાબ : (C) ભરતનાટ્યમ્
(56) ……………..અને…………….બંગાળી લોકોની પ્રિય વાનગીઓ છે.
(A) પરોઠા, રસમ
(B) રસગુલ્લાં, સંદેશ
(C) રસગુલ્લાં, જલેબી
(D) એકપણ નહીં
જવાબ : (B) રસગુલ્લાં, સંદેશ
(57) જગન્નાથપુરીની…………….દુનિયાભરમાં પ્રસિદ્ધ છે.
(A) દુર્ગાયાત્રા
(B) કુંભયાત્રા
(C) રથયાત્રા
(D) એકપણ નહીં
જવાબ : (C) રથયાત્રા
(58) પશ્ચિમ ભારતનાં મુખ્ય રાજ્યોનો સાચો ક્રમ કયો છે?
(A) રાજસ્થાન, ગુજરાત, કર્ણાટક, પંજાબ
(B) પંજાબ, કેરલ, જમ્મુ-કશ્મીર, મહારાષ્ટ્ર
(C) ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, રાજસ્થાન
(D) મધ્ય પ્રદેશ, હિમાચલ પ્રદેશ, આંધ્ર પ્રદેશ, મેઘાલય
જવાબ : (C) ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, રાજસ્થાન
(59) ઉત્તર ભારતનાં મુખ્ય રાજ્યોનો સાચો ક્રમ કયો છે?
(A) પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ
(B) પંજાબ, રાજસ્થાન, કર્ણાટક, મણિપુર
(C) આંધ્ર પ્રદેશ, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કશ્મીર, કેરલ
(D) છત્તીસગઢ, ઝારખંડ, ઉત્તર પ્રદેશ, પંજાબ
જવાબ : (A) પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ
(60) દક્ષિણ ભારતનાં રાજ્યોનો સાચો ક્રમ કયો છે?
(A) તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, કેરલ, બિહાર
(B) હરિયાણા, અરુણાચલ પ્રદેશ, કર્ણાટક, બિહાર
(C) મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, કર્ણાટક, કેરલis
(D) આંધ્ર પ્રદેશ, કર્ણાટક, તમિલનાડુ, કેરલ
જવાબ : (D) આંધ્ર પ્રદેશ, કર્ણાટક, તમિલનાડુ, કેરલ
Also Read :
ધોરણ 9 સામાજિક વિજ્ઞાન પાઠ 20 MCQ
ધોરણ 9 સામાજિક વિજ્ઞાન પાઠ 18 MCQ
ધોરણ 9 સામાજિક વિજ્ઞાન MCQ |
ધોરણ 8 સામાજિક વિજ્ઞાન MCQ |
ધોરણ 10 સામાજિક વિજ્ઞાન MCQ |