Std 9 Social Science Chapter 16 Mcq Gujarati, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન MCQ, Class 9 Social Science Chapter 16 MCQ Gujarati, Std 9 Social Science MCQ Gujarati, MCQ Questions for Class 9 Social Science PDF.
નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ધોરણ 9 સામાજિક વિજ્ઞાન પાઠ 16 નાં MCQ પ્રશ્નો અને જવાબો વાંચી શકશો. તમારા અભ્યાસમાં આ MCQ પ્રશ્નો ઉપયોગી થશે.
ધોરણ : | 9 |
વિષય : | સામાજિક વિજ્ઞાન |
પ્રકરણ : 16 | આબોહવા |
MCQ : | 60 |
Std 9 Social Science Chapter 16 Mcq Gujarati (1 To 10)
(1) વાતાવરણની લાંબા સમયગાળાની સરેરાશ પરિસ્થિતિને શું કહેવાય?
(A) વ્યાપારી પવનો
(B) આબોહવા
(C) હવામાન
(D) ભાદરવી તાપ
જવાબ : (B) આબોહવા
(2) વાતાવરણની ટૂંકા સમયગાળાની સરેરાશ પરિસ્થિતિને શું કહેવાય?
(A) મોસમ
(B) ઘનીભવન
(C) આબોહવા
(D) હવામાન
જવાબ : (D) હવામાન
(3) પૃથ્વી પોતાની ધરી પર કેટલા અંશનો ખૂણો બનાવે છે?
(A) 23.5° નો
(B) 90° નો
(C) 66.5° નો
(D) 45.5° નો
જવાબ : (A) 23.5° નો
(4) પૃથ્વી તેની કક્ષાની સપાટી સાથે કેટલા અંશનો ખૂણો બનાવે છે?
(A) 45.5° નો
(B) 66.5° નો
(C) 23.5° નો
(D) 90° નો
જવાબ : (B) 66.5° નો
(5) કર્કવૃત્ત પર સૂર્યનાં કિરણો સીધાં પડે ત્યારે ભારતમાં કઈ ઋતુ અનુભવાય છે?
(A) શીતઋતુ
(B) ઉષ્ણઋતુ
(C) વર્ષાઋતુ
(D) નિવર્તન ઋતુ
જવાબ : (B) ઉષ્ણઋતુ
(6) સામાન્ય પરિસ્થિતિમાં પૃથ્વીની સપાટીથી કેટલા મીટર ઊંચે જતાં 1 °સે તાપમાન ઘટે છે?
(A) 210
(B) 195
(C) 145
(D) 165
જવાબ : (D) 165
(7) ચેરાપુંજીની બાજુમાં આવેલ કયું સ્થળ વધુ વરસાદ માટે પ્રચલિત છે?
(A) શિલોંગ
(B) ગુવાહાટી
(C) ઈમ્ફાલ
(D) મૌસિનરમ
જવાબ : (D) મૌસિનરમ
(8) પાછા ફરતા મોસમી પવનોની ઋતુ ભારતમાં ક્યારે હોય છે?
(A) માર્ચ-મે
(B) ઑક્ટોબર-નવેમ્બર
(C) જાન્યુઆરી-ફેબ્રુઆરી
(D) જુલાઈ-ઑગસ્ટ
જવાબ : (B) ઑક્ટોબર-નવેમ્બર
(9) શિયાળામાં ગુજરાત અને રાજસ્થાનમાં ઠંડીનું મોજું ફરી વળવા માટે હિમાલય સંદર્ભે હવામાનની કઈ ઘટના વધુ અસર કરે છે?
(A) હિમવર્ષા
(B) ધૂળ-ડમરી
(C) જલવર્ષા
(D) ભેખડ પડવી
જવાબ : (A) હિમવર્ષા
(10) નીચેનામાંથી કયું વિધાન સાચું છે?
(A) શિયાળામાં દિવસો લાંબા અને રાત્રિ ટૂંકી હોય છે.
(B) ઉનાળામાં દિવસો ટૂંકા અને રાત્રિ ટૂંકી હોય છે.
(C) શિયાળામાં દિવસો ટૂંકા અને રાત્રિ લાંબી હોય છે.
(D) ઉનાળામાં દિવસો ટૂંકા અને રાત્રિ લાંબી હોય છે.
જવાબ : (C) શિયાળામાં દિવસો ટૂંકા અને રાત્રિ લાંબી હોય છે.
Std 9 Social Science Chapter 16 Mcq Gujarati (11 To 20)
(11) મે માસમાં મલબાર કિનારે થતો થોડો વરસાદ કયા નામે ઓળખાય છે?
(A) અનારવર્ષા
(B) બનાનાવર્ષા
(C) આમ્રવર્ષા
(D) હિમવર્ષા
જવાબ : (C) આમ્રવર્ષા
(12) ભારત માટે કઈ ઋતુ મહત્ત્વની ગણાય છે?
(A) ઉનાળાની
(B) શિયાળાની
(C) ચોમાસાની
(D) શિશિરની
જવાબ : (C) ચોમાસાની
(13) ભારતની લગભગ મધ્યમાંથી કયું વૃત્ત પસાર થાય છે?
(A) કર્કવૃત્ત
(B) મકરવૃત્ત
(C) વિષુવવૃત્ત
(D) ધ્રુવવૃત્ત
જવાબ : (A) કર્કવૃત્ત
(14) ઋતુ પ્રમાણે દિશા બદલતા પવનોને શું કહેવાય?
(A) મોસમી પવનો
(B) પ્રતિવ્યાપારી પવનો
(C) વ્યાપારી પવનો
(D) પાછા ફરતા મોસમી પવનો
જવાબ : (A) મોસમી પવનો
(15) નીચેના પૈકી કયો દેશ મોસમી આબોહવા ધરાવતો દેશ છે?
(A) રશિયા
(B) વિયેતનામ
(C) ભારત
(D) ઇઝરાયલ
જવાબ : (C) ભારત
(16) 22 ડિસેમ્બરે સૂર્યનાં કિરણો કયા વૃત્ત પર લંબ પડે છે?
(A) વિષુવવૃત્ત પર
(B) મકરવૃત્ત પર
(C) કર્કવૃત્ત પર
(D) દક્ષિણ ધ્રુવવૃત્ત પર
જવાબ : (B) મકરવૃત્ત પર
(17) 21 જૂને સૂર્યનાં કિરણો કયા વૃત્ત પર લંબ પડે છે?
(A) મકરવૃત્ત પર
(B) ઉત્તર ધ્રુવવૃત્ત પર
(C) વિષુવવૃત્ત પર
(D) કર્કવૃત્ત પર
જવાબ : (D) કર્કવૃત્ત પર
(18) ભારત કયા પ્રકારના પવનોનો દેશ છે?
(A) પશ્ચિમિયા
(B) વ્યાપારી
(C) મોસમી
(D) નૈઋત્યના
જવાબ : (C) મોસમી
(19) શિયાળાની રાત્રિઓમાં લેહ અને દ્રાસનું તાપમાન કેટલું નીચું ઊતરી જાય છે?
(A) – 45° સે
(B) – 18.6° સે
(C) – 22.8° સે
(D) – 51° સે
જવાબ : (A) – 45° સે
(20) નૈઋત્યકોણીય મોસમી પવનોની અરબ સાગરની શાખા કયા પ્રદેશમાં 10 સેમી કરતાં ઓછો વરસાદ આપે છે?
(A) મધ્ય પ્રદેશ
(B) ઉત્તર પ્રદેશ
(C) રાજસ્થાન
(D) મહારાષ્ટ્ર
જવાબ : (C) રાજસ્થાન
Std 9 Social Science Chapter 16 Mcq Gujarati (21 To 30)
(21) શ્રીગંગાનગર અને અલવરનું ઉનાળાનું તાપમાન કેટલું ઊંચું નોંધાયેલ છે?
(A) 42° સે
(B) 51° સે
(C) 45° સે
(D) 48° સે
જવાબ : (B) 51° સે
(22) બે અક્ષાંશો વચ્ચે આશરે કેટલા કિલોમીટરનું અંતર હોય છે?
(A) 170 કિલોમીટર
(B) 111 કિલોમીટર
(C) 141 કિલોમીટર
(D) 78 કિલોમીટર
જવાબ : (B) 111 કિલોમીટર
(23) મુંબઈની આબોહવા સમ છે, કારણ કે…
(A) તે વિષુવવૃત્ત પર આવેલું છે.
(B) તે દરિયાથી દૂર છે.
(C) તે દરિયાકિનારે છે.
(D) તે કર્કવૃત્ત પર આવેલું છે.
જવાબ : (C) તે દરિયાકિનારે છે.
(24) દિલ્લીની આબોહવા વિષમ છે, કારણ કે…
(A) તે યમુના નદીના કિનારે આવેલું છે.
(B) તે પહાડી પ્રદેશમાં આવેલું છે.
(C) તે દરિયાની નજીક છે.
(D) તે દરિયાથી દૂર છે.
જવાબ : (D) તે દરિયાથી દૂર છે.
(25) ભારતની દક્ષિણે કયો મહાસાગર આવેલો છે?
(A) પૅસિફિક મહાસાગર
(B) ઍટલૅટિક મહાસાગર
(C) હિંદ મહાસાગર
(D) આર્કટીક મહાસાગર
જવાબ : (C) હિંદ મહાસાગર
(26) ભારતમાં પરંપરાગત રીતે કેટલી ઋતુઓ ગણવામાં આવે છે?
(A) ચાર
(B) પાંચ
(C) છ
(D) આઠ
જવાબ : (C) છ
(27) ભારતના હવામાન ખાતાની મુખ્ય કચેરી કયા શહેરમાં આવેલી છે?
(A) દિલ્લી
(B) પુણે
(C) મુંબઈ
(D) દેહરાદૂન
જવાબ : (A) દિલ્લી
(28) ભારતમાં શિયાળો કયા મહિનાઓ દરમિયાન હોય છે?
(A) નવેમ્બરથી ફેબ્રુઆરી
(B) માર્ચથી મે
(C) ડિસેમ્બરથી ફેબ્રુઆરી
(D) ડિસેમ્બરથી માર્ચ
જવાબ : (C) ડિસેમ્બરથી ફેબ્રુઆરી
(29) ભારતમાં ઉનાળો કયા મહિનાઓ દરમિયાન હોય છે?
(A) માર્ચથી એપ્રિલ
(B) એપ્રિલથી જુલાઈ
(C) જૂનથી સપ્ટેમ્બર
(D) માર્ચથી મે
જવાબ : (D) માર્ચથી મે
(30) ભારતમાં વર્ષાઋતુ કયા મહિનાઓ દરમિયાન હોય છે?
(A) મેથી સપ્ટેમ્બર
(B) જૂનથી સપ્ટેમ્બર
(C) જૂનથી ઑગસ્ટ
(D) જુલાઈથી સપ્ટેમ્બર
જવાબ : (B) જૂનથી સપ્ટેમ્બર
Std 9 Social Science Chapter 16 Mcq Gujarati (31 To 40)
(31) સામાન્ય રીતે ભારતમાં વર્ષાઋતુનો આરંભ કયા મહિનાથી થાય છે?
(A) માર્ચથી
(B) જૂનથી
(C) ઑગસ્ટથી
(D) ઑક્ટોબરથી
જવાબ : (B) જૂનથી
(32) ભારતના પશ્ચિમ કિનારે પડતો ભારે વરસાદ મુખ્યત્વે શાને આભારી છે?
(A) સમુદ્રની નિકટતા
(B) ઓછા અક્ષાંશોમાં સ્થાન
(C) દ્વીપકલ્પીય આકાર
(D) પશ્ચિમઘાટની વાતાભિમુખ બાજુએ સ્થાન
જવાબ : (B) ઓછા અક્ષાંશોમાં સ્થાન
(33) ભારતમાં કયા પવનોને લીધે વરસાદ પડે છે?
(A) વ્યાપારી
(B) મોસમી
(C) ચક્રવાતી
(D) પ્રતિવ્યાપારી
જવાબ : (B) મોસમી
(34) મોસમી પવનોનું મુખ્ય લક્ષણ કયું છે?
(A) અનિયમિતતા
(B) અસમાનતા
(C) વિલંબિતતા
(D) ક્રમભંગતા
જવાબ : (A) અનિયમિતતા
(35) પૃથ્વીના ધરી નમનને કારણે શું થાય છે?
(A) ગરમી
(B) ઠંડી
(C) ઋતુઓ
(D) વરસાદ
જવાબ : (C) ઋતુઓ
(36) ભારતમાં કઈ દિશામાંથી વાતા મોસમી પવનો મોટા ભાગે સૂકા અને ઠંડા હોય છે?
(A) નૈઋત્ય
(B) ઈશાન
(C) વાયવ્ય
(D) અગ્નિ
જવાબ : (B) ઈશાન
(37) નાગપુરમાં વિષમ આબોહવા અનુભવાય છે, કારણ કે…
(A) તે દરિયાથી દૂર છે.
(B) તે દરિયાથી નજીક છે.
(C) તે કર્કવૃત્ત પર આવેલું છે.
(D) તે સમુદ્રની સપાટીથી ખૂબ ઊંચે આવેલું છે.
જવાબ : (A) તે દરિયાથી દૂર છે.
(38) શિયાળામાં ઉત્તર ભારત પ્રમાણમાં વધુ ઠંડો રહે છે, કારણ કે…
(A) તે સમુદ્રની સપાટીથી ઘણો ઊંચો છે.
(B) તેનો મોટો ભાગ રણપ્રદેશ છે.
(C) તે સમુદ્રથી નજીક છે.
(D) તે સમુદ્રથી વધુ દૂર આવેલો છે.
જવાબ : (D) તે સમુદ્રથી વધુ દૂર આવેલો છે.
(39) ‘હિમ‘ પડવાથી કયા પાકને નુકસાન થાય છે?
(A) કપાસને
(B) બાજરીને
(C) તલને
(D) ચણાને
જવાબ : (A) કપાસને
(40) ગુજરાતમાં ‘ઑક્ટોબર હીટ’ની પરિસ્થિતિ કયા નામે જાણીતી છે?
(A) ભાદરવી તાપ
(B) આષાઢી તાપ
(C) વૈશાખી તાપ
(D) ચૈત્રી તાપ
જવાબ : (A) ભાદરવી તાપ
Std 9 Social Science Chapter 16 Mcq Gujarati (41 To 50)
(41) પૃથ્વીના ધરી નમનને કારણે……………..થાય છે.
(A) રાત-દિવસ
(B) ઋતુઓ
(C) ભરતી
(D) એકપણ નહીં
જવાબ : (B) ઋતુઓ
(42) ઉત્તર ભારતનો ઘણો ભાગ દરિયાથી દૂર હોવાથી ત્યાંની આબોહવા…………….છે.
(A) ખંડીય
(B) દરિયાઈ
(C) સમઘાત
(D) એકપણ નહીં
જવાબ : (A) ખંડીય
(43) દુનિયાનો સૌથી વધુ વાર્ષિક વરસાદ………………માં પડે છે.
(A) મુંબઈ
(B) ચેન્નઈ
(C) ચેરાપુંજી
(D) એકપણ નહીં
જવાબ : (C) ચેરાપુંજી
(44) ભારત સરકારની હવામાન વિભાગની મુખ્ય કચેરી ખાતે…………આવેલી છે.
(A) મુંબઈ
(B) ગાંધીનગર
(C) દિલ્લી
(D) એકપણ નહીં
જવાબ : (C) દિલ્લી
(45) શિયાળા દરમિયાન ક્યારેક થતી વર્ષા………….. પાકને ફાયદાકારક હોય છે.
(A) ખરીફ
(B) રવી
(C) જાયદ
(D) એકપણ નહીં
જવાબ : (B) રવી
(46) ……………….ભારતની મહત્ત્વની ઋતુ છે.
(A) ચોમાસું
(B) ઉનાળો
(C) શિયાળો
(D) એકપણ નહીં
જવાબ : (A) ચોમાસું
(47) ‘ઑક્ટોબર હીટ‘ ગુજરાતમાં………………નામે જાણીતી છે.
(A) ભાદરવી તાપ
(B) આષાઢી તાપ
(C) માગશરી તાપ
(D) એકપણ નહીં
જવાબ : (A) ભાદરવી તાપ
(48) ……………….પવનોનું મુખ્ય લક્ષણ તેની અનિયમિતતા છે.
(A) વ્યાપારી
(B) મોસમી
(C) પ્રતિવ્યાપારી
(D) એકપણ નહીં
જવાબ : (B) મોસમી
(49) સામાન્ય પરિસ્થિતિમાં પૃથ્વીની સપાટીથી ઊંચે તરફ જતાં…………….મીટરે 1 °સે અથવા સરેરાશ 1000 મીટરે ……………°સે તાપમાન ઘટે છે.
(A) 185, 6.5
(Β) 180, 6.8
(C) 165, 6.5
(D) એકપણ નહીં
જવાબ : (C) 165, 6.5
(50) મોસમ પ્રમાણે દિશા બદલતા પવનોને………………પવનો કહે છે.
(A) પ્રતિવ્યાપારી
(B) દરિયાઈ
(C) મોસમી
(D) એકપણ નહીં
જવાબ : (C) મોસમી
Std 9 Social Science Chapter 16 Mcq Gujarati (51 To 60)
(51) 22 ડિસેમ્બરે સૂર્યનાં કિરણો………………પર લંબ પડે છે.
(A) કર્કવૃત્ત
(B) મકરવૃત્ત
(C) ધ્રુવવૃત્ત
(D) એકપણ નહીં
જવાબ : (B) મકરવૃત્ત
(52) 21 જૂને સૂર્યનાં કિરણો…………….પર લંબ પડે છે.
(A) વિષુવવૃત્ત
(B) મકરવૃત્ત
(C) કર્કવૃત્ત
(D) એકપણ નહીં
જવાબ : (C) કર્કવૃત્ત
(53) બે અક્ષાંશો વચ્ચે આશરે…………….કિમીનું અંતર હોય છે.
(A) 111
(B) 105
(C) 121
(D) એકપણ નહીં
જવાબ : (A) 111
(54) ભારત ઉત્તર-પૂર્વી……………..પવનોવાળા ક્ષેત્રમાં આવે છે.
(A) વ્યાપારિક
(B) મોસમી
(C) પ્રતિવ્યાપારિક
(D) એકપણ નહીં
જવાબ : (A) વ્યાપારિક
(55) ભારતમાં પરંપરાગત રીતે…………………ઋતુઓ ગણવામાં આવે છે.
(A) ચાર
(B) છ
(C) બાર
(D) એકપણ નહીં
જવાબ : (B) છ
(56) ભારતમાં ડિસેમ્બરથી……………માસના સમયગાળાને શીતઋતુ કે શિયાળો ગણવામાં આવે છે.
(A) માર્ચ
(B) ફેબ્રુઆરી
(C) એપ્રિલ
(D) એકપણ નહીં
જવાબ : (B) ફેબ્રુઆરી
(57) ભારતમાં………….થી મે સુધીના સમયગાળાને ઉનાળો ગણવામાં આવે છે.
(A) માર્ચ
(B) એપ્રિલ
(C) ફેબ્રુઆરી
(D) એકપણ નહીં
જવાબ : (A) માર્ચ
(58) ભારતમાં જૂનથી…………… માસ સુધીના સમયગાળાને વર્ષાઋતુ ગણવામાં આવે છે.
(A) ઑગસ્ટ
(B) સપ્ટેમ્બર
(C) ઑક્ટોબર
(D) એકપણ નહીં
જવાબ : (B) સપ્ટેમ્બર
(59) વાતાવરણની લાંબા સમયગાળાની સરેરાશ પરિસ્થિતિને શું કહેવાય?
(A) વ્યાપારી પવનો
(B) આબોહવા
(C) હવામાન
(D) ભાદરવી તાપ
જવાબ : (B) આબોહવા
(60) વાતાવરણની ટૂંકા સમયગાળાની સરેરાશ પરિસ્થિતિને શું કહેવાય?
(A) મોસમ
(B) ઘનીભવન
(C) આબોહવા
(D) હવામાન
જવાબ : (D) હવામાન
Also Read :
ધોરણ 9 સામાજિક વિજ્ઞાન પાઠ 17 MCQ
ધોરણ 9 સામાજિક વિજ્ઞાન પાઠ 15 MCQ
ધોરણ 9 સામાજિક વિજ્ઞાન MCQ |
ધોરણ 8 સામાજિક વિજ્ઞાન MCQ |
ધોરણ 10 સામાજિક વિજ્ઞાન MCQ |