Std 9 Social Science Chapter 14 Mcq Gujarati, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન MCQ, Class 9 Social Science Chapter 14 MCQ Gujarati, Std 9 Social Science MCQ Gujarati, MCQ Questions for Class 9 Social Science PDF.
નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ધોરણ 9 સામાજિક વિજ્ઞાન પાઠ 14 નાં MCQ પ્રશ્નો અને જવાબો વાંચી શકશો. તમારા અભ્યાસમાં આ MCQ પ્રશ્નો ઉપયોગી થશે.
ધોરણ : | 9 |
વિષય : | સામાજિક વિજ્ઞાન |
પ્રકરણ : 14 | ભારત : સ્થાન, ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ – 2 |
MCQ : | 70 |
Std 9 Social Science Chapter 14 Mcq Gujarati (1 To 10)
(1) વિશ્વનું સર્વોચ્ચ શિખર કયું છે?
(A) કાંચનજંગા
(B) માઉન્ટ એવરેસ્ટ
(C) K2
(D) ધવલગિરિ
જવાબ : (B) માઉન્ટ એવરેસ્ટ
(2) ભારતમાં આવેલું બૃહદ હિમાલયનું સર્વોચ્ચ શિખર કયું છે?
(A) કાંચનજંગા
(B) K2 (ગોડવિન ઑસ્ટિન)
(C) ધવલગિરિ
(D) માઉન્ટ એવરેસ્ટ
જવાબ : (B) K2 (ગોડવિન ઑસ્ટિન)
(3) પતકાઈ ટેકરીઓ : અરુણાચલ પ્રદેશ; લુશાઈ : …………………
(A) નાગાલૅન્ડ
(B) મણિપુર
(C) મિઝોરમ
(D) મેઘાલય
જવાબ : (C) મિઝોરમ
(4) સામાન્ય રીતે બે નદીઓની વચ્ચેની ભૂમિને શું કહે છે?
(A) બાંગર
(B) દોઆબ
(C) દ્વીપકલ્પ
(D) દૂન
જવાબ : (B) દોઆબ
(5) ઉત્તર ભારતના વિશાળ મેદાની પ્રદેશના જૂના કાંપને શું કહે છે?
(A) ભાબર
(B) ખદર
(C) તરાઈ
(D) બાંગર
જવાબ : (D) બાંગર
(6) ઉત્તર ભારતના વિશાળ મેદાની પ્રદેશનાં પૂરનાં મેદાનોના નવા કાંપને શું કહે છે?
(A) ખદર
(B) તરાઈ
(C) બાંગર
(D) ભાબર
જવાબ : (A) ખદર
(7) અરવલ્લી અને વિંધ્યાચળની વચ્ચે કયો ઉચ્ચપ્રદેશ આવેલો છે?
(A) છોટાનાગપુરનો
(B) માળવાનો
(C) દખ્ખણનો
(D) શિલોંગનો
જવાબ : (B) માળવાનો
(8) છોટાનાગપુરનો ઉચ્ચપ્રદેશ કયા રાજ્યમાં છે?
(A) બિહાર
(B) મધ્ય પ્રદેશ
(C) ઝારખંડ
(D) છત્તીસગઢ
જવાબ : (C) ઝારખંડ
(9) નીચેનાં વિધાનોમાંથી કયું વિધાન સાચું છે?
(A) પશ્ચિમઘાટ ઉત્તર ક્ષેત્રમાં વધુ ઊંચાઈ ધરાવે છે.
(B) કર્ણાટકમાં પશ્ચિમઘાટને નીલગિરિ કહે છે.
(C) પશ્ચિમઘાટ અરબ સાગરને કિનારે અવિછિન્નરૂપે ઉત્તર-દક્ષિણમાં વ્યાપ્ત છે.
(D) કેરલ અને તમિલનાડુની સીમા પર પશ્ચિમઘાટને સહ્યાદ્રિ કહે છે.
જવાબ : (C) પશ્ચિમઘાટ અરબ સાગરને કિનારે અવિછિન્નરૂપે ઉત્તર-દક્ષિણમાં વ્યાપ્ત છે.
(10) પશ્ચિમનું તટીય મેદાન ગોવાથી દક્ષિણે કયા નામે ઓળખાય છે?
(A) કોરોમંડલ
(B) કોંકણ
(C) મલબાર
(D) દક્ષિણ સરકાર
જવાબ : (C) મલબાર
Std 9 Social Science Chapter 14 Mcq Gujarati (11 To 20)
(11) ભારતનો કયો પ્રાકૃતિક વિભાગ ખનીજોનો ભંડાર છે?
(A) ઉત્તરના વિશાળ પર્વતો
(B) દ્વીપકલ્પીય ઉચ્ચપ્રદેશ
(C) ઉત્તરનું મેદાન
(D) દરિયાકિનારાનાં મેદાનો
જવાબ : (B) દ્વીપકલ્પીય ઉચ્ચપ્રદેશ
(12) નીચેનાંમાંથી એક જોડકું સાચું છે. તે શોધીને ઉત્તર લખો.
અ | બ |
1. પ્રસ્તર ખડક | a. ગ્રેનાઈટ |
2. રૂપાંતરિત ખડક | b. ચૂનાનો ખડક |
3. આગ્નેય ખડક | c. આરસપહાણ (માર્બલ) |
(A) (1 – b), (2 – c), (3 – a)
(В) (1 – a), (2 – c), (3 – b)
(C) (1 – c), (2 – b), (3 – a)
(D) (1-b), (2 – a), (3 – c)
જવાબ : (A) (1 – b), (2 – c), (3 – a)
(13) નીચેનાંમાંથી કયું વિધાન ખોટું છે? શોધો.
(A) કશીશ : સોનું, ચાંદી, પ્લૅટિનમ કીમતી ધાતુમય ખનીજો છે.
(B) કિન્ની : બૉક્સાઇટ, ટીટાનિયમ અને મૅગ્નેશિયમ વગેરે હલકી ધાતુમય ખનીજો છે.
(C) ધ્રુવી: ટંગસ્ટન, મેંગેનીઝ અને ક્રોમિયમ વગેરે અધાતુમય ખનીજો છે.
(D) નિધિ : સીસું, તાંબું અને લોખંડ વગેરે સામાન્ય ઉપયોગમાં લેવાતાં ખનીજો છે.
જવાબ : (C) ધ્રુવી: ટંગસ્ટન, મેંગેનીઝ અને ક્રોમિયમ વગેરે અધાતુમય ખનીજો છે.
(14) નીચેનામાંથી કયું ખનીજ અધાતુમય ખનીજ છે?
(A) તાંબું
(B) ફલોરસ્પાર
(C) મેંગેનીઝ
(D) બૉક્સાઇટ
જવાબ : (B) ફલોરસ્પાર
(15) ખેતી માટે મૂળભૂત સંસાધન કયું છે?
(A) વૃષ્ટિ
(B) જમીન
(C) ખાતર
(D) આબોહવા
જવાબ : (B) જમીન
(16) કઈ જમીન દ્વીપકલ્પીય ઉચ્ચપ્રદેશની ભેટ ગણાય છે?
(A) કાળી
(B) રાતી
(C) પડખાઉ
(D) કાંપની
જવાબ : (B) રાતી
(17) હિમાલય પર્વતીય પ્રદેશની ઉત્તર તરફની હારમાળા કયા નામે ઓળખાય છે?
(A) બૃહદ હિમાલય
(B) બાહ્ય હિમાલય
(C) મધ્ય હિમાલય
(D) ભારત-ચીન હિમાલય
જવાબ : (A) બૃહદ હિમાલય
(18) વિશ્વનો સૌથી ઊંચો પર્વત કયો છે?
(A) રૉકીઝ
(B) આલ્પ્સ
(C) ઍન્ડીઝ
(D) હિમાલય
જવાબ : (D) હિમાલય
(19) નીચેના પૈકી કયો ઘાટ બૃહદ હિમાલયમાં આવેલો છે?
(A) શિપ્કી લા
(B) થળઘાટ
(C) બોરઘાટ
(D) ખૈબરઘાટ
જવાબ : (A) શિપ્કી લા
(20) પવિત્ર યાત્રાધામ માનસરોવર ક્યાં આવેલું છે?
(A) શિવાલિકમાં
(B) પશ્ચિમઘાટમાં
(C) મધ્ય હિમાલયમાં
(D) બૃહદ હિમાલયમાં
જવાબ : (D) બૃહદ હિમાલયમાં
Std 9 Social Science Chapter 14 Mcq Gujarati (21 To 30)
(21) ગંગોત્રી, યમનોત્રી, બદરીનાથ, કેદારનાથ વગેરે ઉત્તર ભારતનાં પવિત્ર યાત્રાધામો કઈ પર્વતશ્રેણીમાં આવેલાં છે?
(A) મધ્ય હિમાલય
(B) બાહ્ય હિમાલય
(C) પૂર્વ હિમાલય
(D) બૃહદ હિમાલય
જવાબ : (A) મધ્ય હિમાલય
(22) શિવાલિક હારમાળામાં કંકર, પથ્થરો અને જાડા કાંપથી ઢંકાયેલી ખીણ રચનાને સ્થાનિક ભાષામાં શું કહે છે?
(A) દોઆબ
(B) દૂન (DUN)
(C) બાંગર
(D) ભાબર
જવાબ : (B) દૂન (DUN)
(23) ગંગાના મેદાનનું પ્રવેશદ્વાર કોને કહેવામાં આવે છે?
(A) દિલ્લીને
(B) ચંડીગઢને
(C) હરદ્વારને
(D) આગરાને
જવાબ : (A) દિલ્લીને
(24) કઈ ગિરિમાળા વિશ્વની પ્રાચીનતમ ગિરિમાળાઓ પૈકીની એક છે?
(A) વિંધ્યાચળ
(B) સહ્યાદ્રિ
(C) નીલગિરિ
(D) અરવલ્લી
જવાબ : (D) અરવલ્લી
(25) અરવલ્લી કયા પ્રકારનો પર્વત છે?
(A) ગેડ
(B) ખંડ
(C) અવશિષ્ટ
(D) જ્વાળામુખી
જવાબ : (A) ગેડ
(26) માઉન્ટ આબુ કઈ ગિરિમાળામાં આવેલું હવાખાવાનું સ્થળ છે?
(A) અરવલ્લી
(B) નીલગિરિ
(C) અન્નામલાઈ
(D) સહ્યાદ્રિ
જવાબ : (A) અરવલ્લી
(27) કૃષ્ણા, ગોદાવરી અને કાવેરી નદીઓ કઈ જળરાશિને મળે છે?
(A) અરબ સાગરને
(B) હિંદ મહાસાગરને
(C) ખંભાતના અખાતને
(D) બંગાળાની ખાડીને
જવાબ : (D) બંગાળાની ખાડીને
(28) લક્ષદ્વીપ ટાપુઓ ક્યાં આવેલા છે?
(A) ખંભાતના અખાતમાં
(B) અરબ સાગરમાં
(C) બંગાળાની ખાડીમાં
(D) હિંદ મહાસાગરમાં
જવાબ : (B) અરબ સાગરમાં
(29) અંદમાન-નિકોબાર ટાપુઓ ક્યાં આવેલા છે?
(A) અરબ સાગરમાં
(B) હિંદ મહાસાગરમાં
(C) મનારના અખાતમાં
(D) બંગાળાની ખાડીમાં
જવાબ : (D) બંગાળાની ખાડીમાં
(30) કયો પ્રાકૃતિક વિભાગ ભારતનો અન્નભંડાર છે?
(A) દખ્ખણનો ઉચ્ચપ્રદેશ
(B) મધ્યવર્તી ઉચ્ચભૂમિ
(C) તટીય મેદાનો
(D) ઉત્તરનું મેદાન
જવાબ : (D) ઉત્તરનું મેદાન
Std 9 Social Science Chapter 14 Mcq Gujarati (31 To 40)
(31) ભારતનો કયો પ્રાકૃતિક વિભાગ ખનીજોનો ભંડાર છે?
(A) ઉત્તરના વિશાળ પર્વતો
(B) દ્વીપકલ્પીય ઉચ્ચપ્રદેશ
(C) ઉત્તરનું મેદાન
(D) દરિયાકિનારાનાં મેદાનો
જવાબ : (B) દ્વીપકલ્પીય ઉચ્ચપ્રદેશ
(32) બેસાલ્ટ કયા પ્રકારનો ખડક છે?
(A) રૂપાંતરિત
(B) રાસાયણિક
(C) આગ્નેય
(D) પ્રસ્તર
જવાબ : (C) આગ્નેય
(33) લોખંડ, તાંબું, જસત, સોનું, ચાંદી વગેરે ખનીજો કયા ખડકમાંથી મળે છે?
(A) રૂપાંતરિત
(B) આગ્નેય
(C) રાસાયણિક
(D) પ્રસ્તર
જવાબ : (B) આગ્નેય
(34) કોલસો, ખનીજ તેલ, કુદરતી વાયુ વગેરે કયા ખડકમાંથી મળે છે?
(A) રાસાયણિક
(B) રૂપાંતરિત
(C) આગ્નેય
(D) પ્રસ્તર
જવાબ : (D) પ્રસ્તર
(35) સ્લેટ, આરસપહાણ, હીરા વગેરે કયા ખડકમાંથી મળે છે?(D) પ્રસ્તર
(A) પ્રસ્તર
(B) રાસાયણિક
(C) રૂપાંતરિત
(D) આગ્નેય
જવાબ : (C) રૂપાંતરિત
(36) કાળી જમીન બીજા કયા નામે ઓળખાય છે?
(A) ખદર
(B) પડખાઉ
(C) રેગુર
(D) બાંગર
જવાબ : (C) રેગુર
(37) કઈ જમીન રેતાળ, છિદ્રાળુ અને જૈવિક દ્રવ્યોના અભાવવાળી હોય છે?
(A) કાળી
(B) રાતી
(C) પહાડી
(D) પડખાઉ
જવાબ : (C) પહાડી
(38) કઈ જમીન અપરિપક્વ અને ઓછા કસવાળી હોય છે?
(А) પહાડી
(B) રાતી
(C) કાળી
(D) પડખાઉ
જવાબ : (А) પહાડી
(39) કયા પ્રકારની જમીનમાં ક્ષારકણોની અધિકતા અને જૈવિક પદાર્થોની ઓછપ જોવા મળે છે?
(A) કાંપની
(B) રાતી
(C) કાળી
(D) રણપ્રકારની
જવાબ : (D) રણપ્રકારની
(40) નીચેનામાંથી કઈ ધાતુ વજનમાં હલકી છે?
(A) સીસું
(B) વેનેડિયમ
(C) પ્લેટિનમ
(D) ટીટાનિયમ
જવાબ : (D) ટીટાનિયમ
Std 9 Social Science Chapter 14 Mcq Gujarati (41 To 50)
(41) સંચાલનશક્તિ માટે ઉપયોગમાં લેવાતું ખનીજ કયું છે?
(A) યુરેનિયમ
(B) અબરખ
(C) મેંગેનીઝ
(D) નિકલ
જવાબ : (A) યુરેનિયમ
(42) પવિત્ર યાત્રાધામ માનસરોવર…………… હિમાલયમાં આવેલું છે.
(A) લઘુ
(B) બૃહદ
(C) બાહ્ય
(D) એકપણ નહીં
જવાબ : (B) બૃહદ
(43) માળવાના ઉચ્ચપ્રદેશના ઉત્તર-પશ્ચિમ ભાગમાં…………..ની ગિરિમાળા આવેલી છે.
(A) અસ્વલ્લી
(B) સહ્યાદ્રિ
(C) નીલગિરિ
(D) એકપણ નહીં
જવાબ : (A) અસ્વલ્લી
(44) બે નદીઓ વચ્ચેના ભૂમિભાગને…………….કહે છે.
(A) દૂન
(B) દોઆબ
(C) શિપ્કી લા
(D) એકપણ નહીં
જવાબ : (B) દોઆબ
(45) દક્ષિણ ભારતનો ઉચ્ચપ્રદેશ વિવિધ……………..સંપત્તિથી સમૃદ્ધ છે.
(A) ખનીજ
(B) જંગલ
(C) જળ
(D) એકપણ નહીં
જવાબ : (A) ખનીજ
(46) આબુ પર્વતનું સૌથી ઊંચું શિખર…………….છે.
(A) ધવલગિરિ
(B) મકાલુ
(C) ગુરુશિખર
(D) એકપણ નહીં
જવાબ : (C) ગુરુશિખર
(47) ખનીજ તેલ……………ખડકોમાંથી મળે છે.
(A) રૂપાંતરિત
(B) પ્રસ્તર
(C) આગ્નેય
(D) એકપણ નહીં
જવાબ : (B) પ્રસ્તર
(48) ……………….એ કૃષિપ્રવૃત્તિ માટેનું મૂળભૂત સાધન છે.
(A) જમીન
(B) રાસાયણિક ખાતર
(C) વરસાદ
(D) એકપણ નહીં
જવાબ : (A) જમીન
(49) ……………..જમીનને ‘રેગુર‘ પણ કહેવાય છે.
(A) કાંપની
(B) લાલ
(C) કાળી
(D) એકપણ નહીં
જવાબ : (C) કાળી
(50) હિમાલયનું………………વિશ્વનું સર્વોચ્ચ શિખર છે.
(A) માઉન્ટ ગોડવિન ઑસ્ટિન
(B) માઉન્ટ એવરેસ્ટ
(C) ગુરુશિખર
(D) એકપણ નહીં
જવાબ : (B) માઉન્ટ એવરેસ્ટ
Std 9 Social Science Chapter 14 Mcq Gujarati (51 To 60)
(51) ……………..ભારતનું સર્વોચ્ચ શિખર છે.
(A) માઉન્ટ ગોડવિન ઑસ્ટિન (K2)
(B) ગુરુશિખર
(C) ધવલગિરિ
(D) એકપણ નહીં
જવાબ : (A) માઉન્ટ ગોડવિન ઑસ્ટિન (K2)
(52) માઉન્ટ એવરેસ્ટને તિબ્બતમાં…………કહે છે.
(A) સાગર મથ્થા
(B) માઉન્ટ સાગર
(C) સાગર શિખર
(D) એકપણ નહીં
જવાબ : (A) સાગર મથ્થા
(53) પતકાઈ નામની ટેકરી…………….માં આવેલી છે.
(A) મેઘાલય
(B) અસમ
(C) અરુણાચલ પ્રદેશ
(D) એકપણ નહીં
જવાબ : (C) અરુણાચલ પ્રદેશ
(54) લુશાઈ નામની ટેકરી………….માં આવેલી છે.
(A) મિઝોરમ
(B) અસમ
(C) મેઘાલય
(D) એકપણ નહીં
જવાબ : (A) મિઝોરમ
(55) ઉત્તર ભારતના વિશાળ મેદાની પ્રદેશની લંબાઈ આશરે………….કિમી છે.
(A) 2800
(Β) 3200
(C) 2400
(D) 3000
જવાબ : (C) 2400
(56) …………ને ગંગા નદીનું પ્રવેશદ્વાર કહેવામાં આવે છે.
(A) હરદ્વાર
(B) દિલ્લી
(C) પટના
(D) એકપણ નહીં
જવાબ : (B) દિલ્લી
(57) દખ્ખણના ઉચ્ચપ્રદેશના ઉત્તર-પશ્ચિમી ભાગો મુખ્યત્વે…………..થી બનેલા છે.
(A) કાર્બનિક ક્રિયા
(B) લાવા-નિક્ષેપો
(C) અકાર્બનિક ક્રિયા
(D) એકપણ નહીં
જવાબ : (B) લાવા-નિક્ષેપો
(58) પશ્ચિમનું તટીય મેદાન ગુજરાતથી…………….સુધી ફેલાયેલું છે.
(A) ગોવા
(B) કેરલ
(C) કર્ણાટક
(D) એકપણ નહીં
જવાબ : (B) કેરલ
(59) પશ્ચિમના તટીય મેદાનને ગોવાથી દક્ષિણમાં…………..કહે છે.
(A) મલબાર તટ
(B) કોરોમંડલ તટ
(C) ગોદાવરી તટ
(D) એકપણ નહીં
જવાબ : (A) મલબાર તટ
(60) દક્ષિણે આંધ્ર પ્રદેશ અને તમિલનાડુનો તટીય પ્રદેશ…………નાં નામથી જાણીતો છે.
(A) પૂર્વના તટીય મેદાન
(B) મલબાર તટ
(C) કોરોમંડલ તટ
(D) એકપણ નહીં
જવાબ : (C) કોરોમંડલ તટ
Std 9 Social Science Chapter 14 Mcq Gujarati (61 To 70)
(61) એક કે તેથી વધુ ખનીજોના બનેલા સંગઠિત પદાર્થને………તરીકે ઓળખવામાં આવે છે.
(A) ખડક
(B) ભૂ-કવચ
(C) ખનીજ
(D) એકપણ નહીં
જવાબ : (A) ખડક
(62) નદીઓના નિક્ષેપણથી તૈયાર થયેલી નવા કાંપની જમીનને…………..તરીકે ઓળખવામાં આવે છે.
(A) બાંગર
(B) ખદર
(C) તટીય
(D) એકપણ નહીં
જવાબ : (B) ખદર
(63) નદી ખીણોના ઉપરવાસમાં આવેલી એકંદરે જૂનો કાંપ ધરાવતી જમીન……………તરીકે જાણીતી છે.
(A) બાંગર
(B) તટીય
(C) ખદર
(D) એકપણ નહીં
જવાબ : (A) બાંગર
(64) બાજુમાં આપેલા ભારતના વિભાગીય નકશામાં છાયાંકિત જમીનનો પ્રકાર જણાવો.
(A) કાંપની જમીન
(B) કાળી જમીન
(C) રાતી જમીન
(D) લેટેરાઈટ જમીન
જવાબ : (C) રાતી જમીન
(65) બાજુમાં આપેલા ભારતના વિભાગીય નકશામાં છાયાંકિત જમીનનો પ્રકાર જણાવો.
(A) રાતી જમીન
(B) પડખાઉ જમીન
(C) કાંપની જમીન
(D) કાળી જમીન
જવાબ : (D) કાળી જમીન
(66) ઉત્તરથી શરૂ કરી દક્ષિણ તરફ આવેલા પહાડોનો સાચો ક્રમ કયો છે?
(A) નીલગિરિ, અન્નામલાઈ, કાર્ડેમમ
(B) નીલગિરિ, કાર્ડેમમ, અન્નામલાઈ
(C) અન્નામલાઈ, નીલગિરિ, કાર્ડેમમ
(D) કાર્ડેમમ, નીલગિરિ, અન્નામલાઈ
જવાબ : (A) નીલગિરિ, અન્નામલાઈ, કાર્ડેમમ
(67) દક્ષિણથી શરૂ કરી ઉત્તર તરફ આવેલા પહાડોનો સાચો ક્રમ કયો છે?
(A) નીલગિરિ, સહ્યાદ્રિ, અન્નામલાઈ
(B) અન્નામલાઈ, સહ્યાદ્રિ, નીલગિરિ
(C) અન્નામલાઈ, નીલગિરિ, સહ્યાદ્રિ
(D) સહ્યાદ્રિ, અન્નામલાઈ, નીલિગિરિ
જવાબ : (C) અન્નામલાઈ, નીલગિરિ, સહ્યાદ્રિ
(68) કીમતી ધાતુમય ખનીજોનો સાચો ક્રમ કયો છે?
(A) લોખંડ, તાંબું, સીસું
(B) સોનું, રૂપું (ચાંદી), પ્લૅટિનમ
(C) મૅગ્નેશિયમ, બૉક્સાઇટ, ટીટાનિયમ
(D) ક્રોમિયમ, મેંગેનીઝ, ટંગસ્ટન
જવાબ : (B) સોનું, રૂપું (ચાંદી), પ્લૅટિનમ
(69) વિશ્વનું સર્વોચ્ચ શિખર કયું છે?
(A) કાંચનજંગા
(B) માઉન્ટ એવરેસ્ટ
(C) K2
(D) ધવલગિરિ
જવાબ : (B) માઉન્ટ એવરેસ્ટ
(70) ભારતમાં આવેલું બૃહદ હિમાલયનું સર્વોચ્ચ શિખર કયું છે?
(A) કાંચનજંગા
(B) K2 (ગોડવિન ઑસ્ટિન)
(C) ધવલગિરિ
(D) માઉન્ટ એવરેસ્ટ
જવાબ : (B) K2 (ગોડવિન ઑસ્ટિન)
Also Read :
ધોરણ 9 સામાજિક વિજ્ઞાન પાઠ 15 MCQ
ધોરણ 9 સામાજિક વિજ્ઞાન પાઠ 13 MCQ
ધોરણ 9 સામાજિક વિજ્ઞાન MCQ |
ધોરણ 8 સામાજિક વિજ્ઞાન MCQ |
ધોરણ 7 સામાજિક વિજ્ઞાન MCQ |