Std 9 Social Science Chapter 1 Mcq Gujarati, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન MCQ, Class 9 Social Science Chapter 1 MCQ Gujarati, Std 9 Social Science MCQ Gujarati, MCQ Questions for Class 9 Social Science PDF.
નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ધોરણ 9 સામાજિક વિજ્ઞાન પાઠ 1 નાં MCQ પ્રશ્નો અને જવાબો વાંચી શકશો. તમારા અભ્યાસમાં આ MCQ પ્રશ્નો ઉપયોગી થશે.
ધોરણ : | 9 |
વિષય : | સામાજિક વિજ્ઞાન |
પ્રકરણ : 1 | ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય |
MCQ : | 40 |
Std 9 Social Science Chapter 1 Mcq Gujarati (1 To 10)
(1) ઈ. સ. 1453માં તુર્ક મુસ્લિમોએ……………જીતી લીધું.
(A) તહેરાન
(B) કંદહાર
(C) કૉન્સ્ટેન્ટિનોપલ
(D) એકપણ નહિ
જવાબ : (C) કૉન્સ્ટેન્ટિનોપલ
(2) વાસ્કો-દ-ગામાએ ઈ. સ………………. માં ભારત આવવાનો નવો જળમાર્ગ શોધ્યો.
(A) 1498
(B) 1492
(C) 1510
(D) 1499
જવાબ : (A) 1498
(3) ઈ. સ. 1773માં બ્રિટિશ પાર્લમેન્ટે…………….ધારો પસાર કર્યો.
(A) ખાલસા
(B) નિયામક
(C) સહાયકારી
(D) એકપણ નહિ
જવાબ : (B) નિયામક
(4) ભારતના ઇતિહાસમાં……………..‘મૈસૂરના વાઘ’ તરીકે જાણીતો છે.
(A) ટીપુ સુલતાન
(B) હૈદરઅલી
(C) નિઝામ
(D) એકપણ નહિ
જવાબ : (A) ટીપુ સુલતાન
(5) કૉર્નવોલિસ પછી……………ભારતનો ગવર્નર જનરલ બન્યો.
(A) ડેલહાઉસી
(B) વૉરન હેસ્ટિંગ્સ
(C) સર જ્હૉન શૉર
(D) એકપણ નહિ
જવાબ : (C) સર જ્હૉન શૉર
Play Quiz :
ધોરણ 9 સામાજિક વિજ્ઞાન પાઠ : 1 MCQ QUIZ
(6) સર જ્હૉન શૉરે અપનાવેલી……………ની નીતિને કારણે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રતિષ્ઠા ઘટી.
(A) તટસ્થતા
(B) ખાલસા
(C) સહાયકારી
(D) એકપણ નહિ
જવાબ : (A) તટસ્થતા
(7) ………………..યોજના ‘મીઠા ઝેર’ સમાન હતી.
(A) સામ્રાજ્યવાદી
(B) સહાયકારી
(C) તટસ્થતાની
(D) એકપણ નહિ
જવાબ : (B) સહાયકારી
(8) મુંબઈ, ચેન્નઈ અને કોલકાતામાં યુનિવર્સિટીઓની સ્થાપના માટે…………ભલામણ કરી.
(A) મેકોલેએ
(B) ચાર્લ્સ વુડે
(C) ડેલહાઉસીએ
(D) એકપણ નહિ
જવાબ : (B) ચાર્લ્સ વુડે
(9) પોર્ટુગીઝ નાવિક…………ભારત આવવાના નવા જળમાર્ગની શોધ કરી.
(A) કોલંબસે
(B) વાસ્કો-દ-ગામાએ
(C) લેવિંગ્ટને
(D) એકપણ નહિ
જવાબ : (B) વાસ્કો-દ-ગામાએ
(10) બંગાળના નવાબ……….…ના રાજ્યમાં તેના કેટલાક વિરોધીઓ હતા.
(A) સિરાજ-ઉદ્-દૌલા
(B) સુજા-ઉદ્-દૌલા
(C) શાહી-ઉદ્-દૌલા
(D) એકપણ નહિ
જવાબ : (A) સિરાજ-ઉદ્-દૌલા
Std 9 Social Science Chapter 1 Mcq Gujarati (11 To 20)
(11) વૉરનહેસ્ટિંગ્સ પછી……………ગવર્નર જનરલ તરીકે ભારત આવ્યો.
(A) વેલેસ્લી
(B) કૉર્નવોલિસ
(C) રૉબર્ટ ક્લાઇવ
(D) એકપણ નહિ
જવાબ : (B) કૉર્નવોલિસ
(12) ગવર્નર જનરલ સર જ્હૉન શૉરના સમયમાં…………. વધુ શક્તિશાળી બન્યા.
(A) શીખો
(B) રજપૂતો
(C) મરાઠાઓ
(D) એકપણ નહિ
જવાબ : (C) મરાઠાઓ
(13) ગવર્નર જનરલ…………. ‘જીત, જપ્તી અને ખાલસાનીતિ’ અપનાવી.
(A) ડેલહાઉસીએ
(B) વેલેસ્લીએ
(C) હેસ્ટિંગ્સે
(D) એકપણ નહિ
જવાબ : (A) ડેલહાઉસીએ
(14) ડેલહાઉસી સામ્રાજ્યવાદીની સાથે……………પણ હતો.
(A) ઉદારમતવાદી
(B) લડાયક
(C) સુધારાવાદી
(D) એકપણ નહિ
જવાબ : (C) સુધારાવાદી
(15) ઈ. સ. 1853માં ભારતમાં સૌપ્રથમ રેલવે…………..વચ્ચે શરૂ થઈ.
(A) મુંબઈ-પુણે
(B) મુંબઈ-અમદાવાદ
(C) મુંબઈ-થાણા
(D) એકપણ નહિ
જવાબ : (C) મુંબઈ-થાણા
(16) ઈસ્ટ ઇન્ડિયા કંપનીની અન્યાયી…………….નીતિને લીધે ભારતનો ખેડૂત પાયમાલ થયો.
(A) મહેસૂલ
(B) કૃષિ
(C) જકાત
(D) એકપણ નહિ
જવાબ : (A) મહેસૂલ
(17) ………….. ના પ્રયત્નોથી ભારતમાં અંગ્રેજી શિક્ષણ આપવાની શરૂઆત થઈ.
(A) સર જ્હૉન શૉર
(B) મેકોલે
(C) ચાર્લ્સ વુડ
(D) એકપણ નહિ
જવાબ : (B) મેકોલે
(18) પ્રાચીન સમયથી ભારત અને યુરોપ વચ્ચેના વેપારમાર્ગનું મુખ્ય કેન્દ્ર કયું હતું?
(A) કૉન્સ્ટેન્ટિનોપલ
(B) જેરુસલેમ
(C) દમાસ્કસ
(D) તહેરાન
જવાબ : (A) કૉન્સ્ટેન્ટિનોપલ
(19) તુર્ક મુસ્લિમોએ કયું શહેર જીતી લેતાં યુરોપના લોકોને ભારત તરફ આવવાનો નવો જળમાર્ગ શોધવાની જરૂર પડી?
(A) તહેરાન
(B) દમાસ્કસ
(C) જેરુસલેમ
(D) કૉન્સ્ટેન્ટિનોપલ
જવાબ : (D) કૉન્સ્ટેન્ટિનોપલ
(20) ભારત આવવાનો જળમાર્ગ કોણે શોધ્યો?
(A) કોલંબસે
(B) પ્રિન્સ હેનરીએ
(C) વાસ્કો-દ-ગામાએ
(D) બાર્થોલોમ્યુ ડાયઝે
જવાબ : (C) વાસ્કો-દ-ગામાએ
Std 9 Social Science Chapter 1 Mcq Gujarati (21 To 30)
(21) નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?
(A) ઈ. સ. 1757માં પ્લાસીનું યુદ્ધ થયું.
(B) પ્લાસીના યુદ્ધથી કંપનીને બંગાળના ચોવીસ પરગણાની જાગીર મળી.
(C) પ્લાસીના યુદ્ધથી કંપનીને બંગાળ, બિહાર અને ઓડિશા(ઓરિસ્સા)ની દીવાની સત્તા મળી.
(D) બંગાળના નવાબ સિરાજ-ઉદ્-દૌલાએ પ્લાસીના યુદ્ધમાં ભાગ લીધો હતો.
જવાબ : (C) પ્લાસીના યુદ્ધથી કંપનીને બંગાળ, બિહાર અને ઓડિશા(ઓરિસ્સા)ની દીવાની સત્તા મળી.
(22) ભારતમાં પ્રથમ ગવર્નર જનરલ તરીકે કોણ આવ્યો?
(A) વૉરન હેસ્ટિંગ્સ
(B) વેલેસ્લી
(C) ડેલહાઉસી
(D) કેનિંગ
જવાબ : (A) વૉરન હેસ્ટિંગ્સ
(23) ભારતના ઇતિહાસમાં ‘મૈસૂરના વાધ’ તરીકે કોણ ઓળખાય છે?
(A) હૈદરઅલી
(B) રણજિતસિંહ
(C) ટીપુ સુલતાન
(D) સુલતાન અલીખાન
જવાબ : (C) ટીપુ સુલતાન
(24) કઈ યોજના ‘મીઠા ઝેર’ સમાન હતી?
(A) તટસ્થતાની યોજના
(B) સહાયકારી યોજના
(C) ખાલસા યોજના
(D) માઉન્ટ બેટન યોજના
જવાબ : (B) સહાયકારી યોજના
(25) અંગ્રેજોએ ત્રીજો મૈસૂર વિગ્રહ કોની સાથે કર્યો?
(A) ટીપુ સુલતાન
(B) મરાઠા
(C) નિઝામ
(D) હૈદરઅલી
જવાબ : (A) ટીપુ સુલતાન
(26) ભારતમાં જાહેર બાંધકામ ખાતાની સ્થાપના કોના સમયમાં થઈ?
(A) વેલેસ્લીના
(B) ડેલહાઉસીના
(C) વૉરન હેસ્ટિંગ્સના
(D) વિલિયમ બેન્ટિકના
જવાબ : (B) ડેલહાઉસીના
(27) ભારતમાં સૌપ્રથમ યુનિવર્સિટીઓ ક્યાં શહેરોમાં શરૂ થઈ?
(A) મુંબઈ, દિલ્લી અને કોલકાતામાં
(B) મુંબઈ, દિલ્લી અને બેંગલૂરુમાં
(C) મુંબઈ, અમદાવાદ અને દિલ્લીમાં
(D) મુંબઈ, ચેન્નઈ અને કોલકાતામાં
જવાબ : (D) મુંબઈ, ચેન્નઈ અને કોલકાતામાં
(28) ભારતમાં મુંબઈ, ચેન્નઈ અને કોલકાતામાં યુનિવર્સિટીઓ કોની ભલામણથી શરૂ થઈ?
(A) મેયોની
(B) મિન્ટોની
(C) ચાર્લ્સ વુડની
(D) મેકોલેની
જવાબ : (C) ચાર્લ્સ વુડની
(29) ‘કૅપ ઑફ ગુડ હૉપ’ ભૂશિરની શોધ કોણે કરી?
(A) લિવિંગ્ટન ડેવિડે
(B) બાર્થોલોમ્યુ ડાયઝે
(C) બાર્થોલોમ્યુ ડેવિડે
(D) વાસ્કો-દ-ગામાએ
જવાબ : (B) બાર્થોલોમ્યુ ડાયઝે
(30) વાસ્કો-દ-ગામા કાલિકટ આવ્યો ત્યારે કાલિકટમાં કયા રાજાનું શાસન હતું?
(A) હૈદરઅલીનું
(B) ઝામોરિનનું
(C) ટીપુ સુલતાનનું
(D) બાજીરાવનું
જવાબ : (B) ઝામોરિનનું
Std 9 Social Science Chapter 1 Mcq Gujarati (31 To 40)
(31) અંગ્રેજોએ પ્લાસીના યુદ્ધ પછી કોને બંગાળનો નવાબ બનાવ્યો?
(A) શાહઆલમને
(B) મીરજાફરને
(C) મીરહસીમને
(D) મીરકાસીમને
જવાબ : (B) મીરજાફરને
(32) કૉર્નવોલિસ પછી ગવર્નર જનરલ તરીકે કોની નિમણૂક થઈ?
(A) વેલેસ્લીની
(B) ડેલહાઉસીની
(C) વિલિયમ બેન્ટિકની
(D) સર જ્હૉન શૉરની
જવાબ : (D) સર જ્હૉન શૉરની
(33) સર જ્હૉન શૉર પછી ગવર્નર જનરલ તરીકે કયા અંગ્રેજની નિમણૂક થઈ?
(A) વેલેસ્લીની
(B) કૉર્નવોલિસની
(C) વિલિયમ બેન્ટિકની
(D) ડેલહાઉસીની
જવાબ : (A) વેલેસ્લીની
(34) ભારતમાં સૌપ્રથમ ક્યાં શહેરો વચ્ચે રેલમાર્ગ શરૂ થયો?
(A) મુંબઈ અને સાતારા વચ્ચે
(B) મુંબઈ અને પુણે વચ્ચે
(C) મુંબઈ અને સુરત વચ્ચે
(D) મુંબઈ અને થાણા વચ્ચે
જવાબ : (D) મુંબઈ અને થાણા વચ્ચે
(35) કયા ગવર્નર જનરલના સમયમાં બાળલગ્ન પ્રતિબંધક ધારો ઘડાયો?
(A) વેલેસ્લીના
(B) વિલિયમ બેન્ટિકના
(C) રિપનના
(D) ડેલહાઉસીના
જવાબ : (D) ડેલહાઉસીના
(36) કંપનીની કઈ નીતિથી ભારતનો ખેડૂત પાયમાલ અને દેવાદાર બન્યો?
(A) અન્યાયી જકાતનીતિથી
(B) અન્યાયી મહેસૂલનીતિથી
(C) અંગ્રેજી શિક્ષણનીતિથી
(D) ભેદભાવભરી નીતિથી
જવાબ : (B) અન્યાયી મહેસૂલનીતિથી
(37) બ્રિટિશ વહીવટ દરમિયાન કોના વિકાસથી ભારતીય પ્રજામાં વિચારસ્વાતંત્ર્ય અને વાણીસ્વાતંત્ર્યની ભાવના વિકસી?
(A) અંગ્રેજી શિક્ષણના
(B) ન્યાયતંત્રના
(C) સામાજિક સંસ્થાઓના
(D) વર્તમાનપત્રોના
જવાબ : (D) વર્તમાનપત્રોના
(38) કૉર્નવોલિસે ટીપુ સુલતાન સાથે કયો વિગ્રહ કર્યો?
(A) પહેલો મૈસૂર વિગ્રહ
(B) બીજો મૈસૂર વિગ્રહ
(C) ત્રીજો મૈસૂર વિગ્રહ
(D) ત્રીજો કર્ણાટક વિગ્રહ
જવાબ : (C) ત્રીજો મૈસૂર વિગ્રહ
(39) સમયાનુસાર બનાવોને યોગ્ય ક્રમમાં ગોઠવો.
(A) બંગાળના નવાબને ગવર્નર જનરલ બનાવવામાં આવ્યો. |
(B) ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સત્તાનો પાયો નંખાયો. |
(C) ટીપુ સુલતાન અંગ્રેજો સામે લડતાં લડતાં મૃત્યુ પામ્યો. |
(D) ઈસ્ટ ઇન્ડિયા કંપનીને બંગાળ, બિહાર અને ઓડિશાની દીવાની સત્તા મળી. |
(A) B, D, A, C
(B) B, A, C, D
(C) A, B, C, D
(D) C, D, A, B
જવાબ : (A) B, D, A, C
(40) સમયાનુસાર બનાવોને યોગ્ય ક્રમમાં ગોઠવો.
(A) બક્સરના યુદ્ધ સમયે દિલ્લીમાં મુઘલ શહેનશાહ શાહઆલમનું શાસન હતું. |
(B) પ્લાસીના યુદ્ધ સમયે બંગાળમાં સિરાજ-ઉદ્-દૌલાનું શાસન હતું. |
(C) ત્રીજા મૈસૂર વિગ્રહ સમયે મૈસૂરમાં ટીપુ સુલતાનનું શાસન હતું. |
(D) વાસ્કો-દ-ગામા કાલિકટ બંદરે આવ્યો ત્યારે કાલિકટમાં સામુદ્રિક(ઝામોરિન)નું શાસન હતું. |
(A) B, D, A, C
(B) D, B, A, C
(C) A, B, C, D
(D) C, D, A, B
જવાબ : (B) D, B, A, C
Also Read :
ધોરણ 9 સામાજિક વિજ્ઞાન MCQ |
ધોરણ 8 સામાજિક વિજ્ઞાન MCQ |
ધોરણ 7 સામાજિક વિજ્ઞાન MCQ |