Std 8 Social Science Chapter 9 Mcq Gujarati (ધોરણ 8 સામાજિક વિજ્ઞાન પાઠ 9 MCQ)

Std 8 Social Science Chapter 9 Mcq Gujarati
Std 8 Social Science Chapter 9 Mcq Gujarati

Std 8 Social Science Chapter 9 Mcq Gujarati, ધોરણ 8 સામાજિક વિજ્ઞાન MCQ, Class 8 Social Science Chapter 9 Mcq Gujarati, Std 8 Social Science Mcq Gujarati, MCQ Questions for Class 8 Social Science PDF.

નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ધોરણ 8 સામાજિક વિજ્ઞાન પાઠ 9 નાં MCQ પ્રશ્નો અને જવાબો વાંચી શકશો. તમારા અભ્યાસમાં આ MCQ પ્રશ્નો ઉપયોગી થશે.

ધોરણ :8
વિષય :સામાજિક વિજ્ઞાન
પ્રકરણ : 9સંસાધન
સત્ર :પ્રથમ
MCQ :40
Std 8 Social Science Chapter 9 Mcq Gujarati

Std 8 Social Science Chapter 9 Mcq Gujarati (1 To 10)

(1) કોના દ્વારા આપણી જરૂરિયાતો સંતોષી શકાય છે?

(A) વિજ્ઞાન        

(B) સંસાધન

(C) ટેક્નોલૉજી           

(D) ખનીજ તેલ

જવાબ : (B) સંસાધન

(2) સંસાધનનો ગુણધર્મ કયો છે?

(A) ઉપયોગિતા                 

(B) સંરક્ષણ

(C) ઊર્જાનો ઉપયોગ            

(D) અછત

જવાબ : (A) ઉપયોગિતા       

(3) હવા, પાણી, જમીન, ખનીજો અને ઊર્જા સ્રોતો વગેરે કયા પ્રકારનાં સંસાધનો છે?

(A) કુદરતી        

(B) માનવસર્જિત

(C) વિરલ                

(D) એકલ

જવાબ : (A) કુદરતી   

(4) વાતાવરણમાં રહેલા ઑક્સિજન અને નાઇટ્રોજન જેવા વાયુઓ ક્યા પ્રકારનું સંસાધન છે?

(A) સામાન્ય સુલભ             

(B) એકલ

(C) વિરલ                             

(D) સર્વસુલભ

જવાબ : (D) સર્વસુલભ

(5) નીચેનાં પૈકી કયું સંસાધન વિરલ સંસાધન છે?

(A) જળ                  

(B) ગોચર ભૂમિ

(C) કોલસો               

(D) ક્રાયોલાઇટ

જવાબ : (C) કોલસો

Play Quiz :

ધોરણ 8 સામાજિક વિજ્ઞાન પાઠ : 9 MCQ QUIZ  

(6) નીચેનાં પૈકી કયાં સંસાધનો સર્વસુલભ સંસાધનો છે?

(A) ઑક્સિજન અને નાઇટ્રોજન વાયુઓ

(B) જળ અને ગોચર ભૂમિ

(C) કોલસો અને ખનીજ તેલ

(D) યુરેનિયમ અને ક્રાયોલાઇટ

જવાબ : (A) ઑક્સિજન અને નાઇટ્રોજન વાયુઓ

(7) નીચેના પૈકી કયાં સંસાધનો સામાન્ય સુલભ સંસાધનો છે?

(A) ક્રાયોલાઇટ અને યુરેનિયમ

(B) કોલસો અને ખનીજ તેલ

(C) જળ, ગોચર ભૂમિ વગેરે

(D) ઑક્સિજન અને નાઇટ્રોજન વાયુઓ

જવાબ : (C) જળ, ગોચર ભૂમિ વગેરે

(8) નીચેનાં પૈકી કયું સંસાધન વિરલ સંસાધન છે?

(A) ક્રાયોલાઇટ           

(B) જળ

(C) ઑક્સિજન           

(D) યુરેનિયમ

જવાબ : (D) યુરેનિયમ

(9) નીચેનાં પૈકી કયું સંસાધન એકલ સંસાધન છે?

(A) ખનીજ તેલ                 

(B) ક્રાયોલાઇટ

(C) કુદરતી વાયુ         

(D) યુરેનિયમ

જવાબ : (B) ક્રાયોલાઇટ

(10) જેનાં પ્રાપ્તિસ્થાનો મર્યાદિત હોય તેવાં સંસાધનો કેવાં સંસાધનો કહેવાય?

(A) સર્વસુલભ                  

(B) સામાન્ય સુલભ

(C) એકલ                       

(D) વિરલ

જવાબ : (D) વિરલ

Std 8 Social Science Chapter 9 Mcq Gujarati (11 To 20)

(11) ક્રાયોલાઇટ નામનું ખનીજ યુરોપ ખંડના કયા પ્રદેશમાંથી પ્રાપ્ત થાય છે?

(A) નૉર્વે                 

(B) સ્વિડન

(C) ગ્રીનલૅન્ડ      

(D) નેધરલૅન્ડઝ

જવાબ : (C) ગ્રીનલૅન્ડ  

(12) દુનિયામાં એક કે બે સ્થળે જ મળતું સંસાધન….

(A) સર્વસુલભ સંસાધન         

(B) સામાન્ય સુલભ સંસાધન

(C) વિરલ સંસાધન             

(D) એકલ સંસાધન

જવાબ : (D) એકલ સંસાધન

(13) કયું સંસાધન નવીનીકરણીય સંસાધન છે?

(A) ખનીજ તેલ                 

(B) સૂર્યપ્રકાશ

(C) ખનીજ કોલસો       

(D) કુદરતી વાયુ

જવાબ : (B) સૂર્યપ્રકાશ

(14) કયું સંસાધન બિનનવીનીકરણીય સંસાધન છે?

(A) ખનીજ તેલ                 

(B) પવન

(C) પ્રાણીઓ             

(D) જંગલો

જવાબ : (A) ખનીજ તેલ   

(15) જંગલો, પશુ-પક્ષીઓ, સૂર્યપ્રકાશ વગેરે કેવાં સંસાધનો કહેવાય છે?

(A) બિનનવીનીકરણીય                

(B) પુનઃનિર્માણ

(C) નવીનીકરણીય                    

(D) માનવસર્જિત

જવાબ : (C) નવીનીકરણીય     

Std 8 Social Science Chapter 9 Mcq Gujarati
Std 8 Social Science Chapter 9 Mcq Gujarati

(16) ખનીજ કોલસો, ખનીજ તેલ, કુદરતી વાયુ વગેરે કેવા સંસાધનો કહેવાય છે?

(A) માનવ               

(B) બિનનવીનીકરણીય

(C) વૈજ્ઞાનિક       

(D) નવીનીકરણીય

જવાબ : (B) બિનનવીનીકરણીય

(17) જે સંસાધનો અખૂટ હોય છે તેને કેવાં સંસાધનો કહેવાય છે?

(A) અખૂટ                

(B) નવીનીકરણીય

(C) સંરક્ષિત       

(D) બિનનવીનીકરણીય

જવાબ : (B) નવીનીકરણીય

(18) જે સંસાધનો એક વાર વપરાયા પછી નજીકના સમયમાં તેનું ફરીથી નિર્માણ અશક્ય હોય તેને કેવાં સંસાધનો કહે છે?

(A) વૈજ્ઞાનિક                    

(B) મર્યાદિત

(C) બિનનવીનીકરણીય         

(D) નવીનીકરણીય

જવાબ : (C) બિનનવીનીકરણીય

(19) મકાનો, સડક, પુલો, બોગદાં વગેરે કેવાં સંસાધનો છે?

(A) માનવસર્જિત         

(B) ટેક્નોલૉજિકલ

(C) સશક્ત                     

(D) પુનઃનિર્માણ

જવાબ : (A) માનવસર્જિત    

(20) બધાં સંસાધનોમાં ઉપયોગિતાની દૃષ્ટિએ કયું સંસાધન મોખરાના સ્થાને છે?

(A) વન           

(B) વન્ય જીવ

(C) ભૂમિ           

(D) ખનીજ

જવાબ : (C) ભૂમિ     

Std 8 Social Science Chapter 9 Mcq Gujarati (21 To 30)

(21) પૃથ્વીસપાટીના કુલ ક્ષેત્રફળના લગભગ કેટલા ટકા ભાગ પર ભૂમિ આવેલી છે?

(A) 32%                                

(B) 29%  

(C) 18%                                 

(D) 42%

જવાબ : (B) 29%  

(22) જળ એ કેવું સંસાધન છે?

(A) અખૂટ                

(B) અમર્યાદિત

(C) સશક્ત               

(D) કુદરતી

જવાબ : (D) કુદરતી

(23) નીચેના પૈકી કયા પ્રદેશમાં પીવાના પાણીની ભારે તંગી વર્તાઈ રહી છે?

(A) જાપાનમાં                  

(B) દક્ષિણ અમેરિકામાં

(C) રશિયામાં             

(D) ઉત્તર અમેરિકામાં

જવાબ : (B) દક્ષિણ અમેરિકામાં

(24) નીચેના પૈકી કયા પ્રદેશમાં પીવાના પાણીની ભારે તંગી વર્તાઈ રહી છે?

(A) ઉત્તર અમેરિકામાં                  

(B) યુરોપમાં

(C) ઑસ્ટ્રેલિયામાં               

(D) ફ્રાન્સમાં

જવાબ : (C) ઑસ્ટ્રેલિયામાં   

(25) ભારતમાં ગુજરાતનો કયો પ્રદેશ ઉનાળામાં પીવાના પાણીની તીવ્ર તંગી અનુભવે છે?

(A) સૌરાષ્ટ્ર        

(B) ઉત્તર ગુજરાત

(C) કચ્છ                 

(D) આપેલ તમામ પ્રદેશો

જવાબ : (D) આપેલ તમામ પ્રદેશો

Std 8 Social Science Chapter 9 Mcq Gujarati
Std 8 Social Science Chapter 9 Mcq Gujarati

(26) ભારતમાં રાજસ્થાનના કયા જિલ્લાઓ ઉનાળામાં પીવાના પાણીની તીવ્ર તંગી અનુભવે છે?

(A) જેસલમેર અને ભીલવાડા          

(B) ઉદયપુર અને બાડમેર

(C) અલવર અને પ્રતાપગઢ           

(D) જેસલમેર અને બાડમેર

જવાબ : (D) જેસલમેર અને બાડમેર

(27) નીચેના પૈકી કયું પરિબળ જળતંગી માટે જવાબદાર નથી?

(A) શહેરીકરણ                  

(B) વસ્તીવિસ્ફોટ

(C) નિર્વનીકરણ                

(D) ગ્રામ્ય જીવનશૈલી

જવાબ : (D) ગ્રામ્ય જીવનશૈલી

(28) કયા કારણે કુદરતી વનસ્પતિની સંરચના અને સ્વરૂપમાં વિવિધતા જોવા મળે છે?
(A) જળાશયો             

(B) વાતાવરણ
(C) સુદૃઢ આયોજન            

(D) સમુદ્રસપાટીથી સ્થળની ઊંચાઈ

જવાબ : (D) સમુદ્રસપાટીથી સ્થળની ઊંચાઈ

(29) વધુ પડતી (અતિશય) સિંચાઈથી જમીનની…..

(A) ઉત્પાદનશક્તિ વધે છે.

(B) ભેજસંગ્રહણશક્તિ ઘટે છે.

(C) ઉત્પાદનશક્તિ ઘટે છે.

(D) ઉત્પાદનશક્તિમાં કોઈ ફેરફાર થતો નથી.

જવાબ : (C) ઉત્પાદનશક્તિ ઘટે છે.

(30) જમીન અને જળસ્રોતોને કોણ પ્રદૂષિત કરે છે?

(A) બિયારણો            

(B) જંતુનાશકો

(C) છાણિયું ખાતર        

(D) સિંચાઈ

જવાબ : (B) જંતુનાશકો

Std 8 Social Science Chapter 9 Mcq Gujarati (31 To 40)

(31) નીચેનામાંથી કયું સંસાધન માનવસર્જિત નથી?

(A) મકાનો

(B) વિદ્યુત

(C) સિમેન્ટ

(D) ખનિજ તેલ

જવાબ : (D) ખનિજ તેલ

(32) જો તમે સૌર ઊર્જા, જળ ઊર્જા, જૈવ ઈંધણ, પવન ઊર્જા જેવી ઊર્જાનો ઉપયોગ કરો છો, તો તે કેવા પ્રકારનાં સંસાધનો છે?

(A) નવીનીકરણ

(B) બિનનવીનીકરણ

(C) નવીનીકરણ અને બિનનવીનીકરણ બંને

(D) આપેલ પૈકી એક પણ નહિ

જવાબ : (A) નવીનીકરણ

(33) હું સર્વસુલભ સંસાધન છું.

(A) ધાતુ

(B) ઑક્સિજન

(C) યુરેનિયમ

(D) ખનીજ તેલ

જવાબ : (B) ઑક્સિજન

(34) પૃથ્વી પર મીઠા પાણીનો જથ્થો કેટલા પ્રમાણમાં છે?

(A) 71 %

(B) 29%

(C) 2.7%

(D) 4.8%

જવાબ : (C) 2.7%

(35) નીચેનામાંથી કઈ પ્રવૃત્તિ સંસાધનોનું સંરક્ષણ કરતી નથી?

(A) છાણિયા ખાતરનો વપરાશ

(B) ટપક સિંચાઈ પદ્ધતિ અપનાવવી.

(C) રાસાયણિક ખાતરનો વધુ ઉપયોગ કરવો.

(D) ઘરમાં કિચનગાર્ડન બનાવવું.

જવાબ : (C) રાસાયણિક ખાતરનો વધુ ઉપયોગ કરવો.

(36) તમામ સંસાધનોમાં ઉપયોગિતાની દષ્ટિએ કયું સંસાધન સૌથી વધુ ઉપયોગી છે?

(A) ભૂમિ

(B) જળ

(C) ઊર્જા સ્ત્રોતો

(D) વનસ્પતિ

જવાબ : (A) ભૂમિ

(37) ખેતી માટે પાણીની સમસ્યા હલ કરવા શું કરવું જોઈએ?

(A) ખેતરની ચારે બાજુ પાળા બાંધવા

(B) ચેકડેમ બનાવવા

(C) ખેતરની ચારે બાજુ વૃક્ષો ઊગાડવાં

(D) નહેરો બાંધવી

જવાબ : (B) ચેકડેમ બનાવવા

(38) રાસાયણિક ખાતરોનો વપરાશ લાંબા ગાળે

(A) જમીનની ગુણવત્તા ઘટાડે છે.

(B) જમીનની ભેજસંગ્રહણશક્તિ વધારે છે.

(C) જમીનની ગુણવત્તા વધારે છે.

(D) જમીન પોચી બનાવે છે.

જવાબ : (A) જમીનની ગુણવત્તા ઘટાડે છે.

(39) નીચેનાંમાંથી કયું સંસાધન બિનનવીનીકરણીય છે?

(A) જંગલો               

(B) ખનીજ કોલસો

(C) પવન                

(D) સૂર્યપ્રકાશ

જવાબ : (B) ખનીજ કોલસો

(40) નીચેનાં પૈકી કયું સંસાધન વિરલ સંસાધન છે?

(A) જળ                        

(B) ખનીજ તેલ

(C) ઑક્સિજન                  

(D) ક્રાયોલાઇટ

જવાબ : (B) ખનીજ તેલ

Also Read :

ધોરણ 8 સામાજિક વિજ્ઞાન MCQ
ધોરણ 7 સામાજિક વિજ્ઞાન MCQ
ધોરણ 6 સામાજિક વિજ્ઞાન MCQ
Std 8 Social Science Chapter 9 Mcq Gujarati
error: Content is protected !!
Scroll to Top