Std 8 Social Science Chapter 15 Mcq Gujarati, ધોરણ 8 સામાજિક વિજ્ઞાન MCQ, Class 8 Social Science Chapter 15 Mcq Gujarati, Std 8 Social Science Mcq Gujarati, MCQ Questions for Class 8 Social Science PDF.
નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ધોરણ 8 સામાજિક વિજ્ઞાન પાઠ 15 નાં MCQ પ્રશ્નો અને જવાબો વાંચી શકશો. તમારા અભ્યાસમાં આ MCQ પ્રશ્નો ઉપયોગી થશે.
ધોરણ : | 8 |
વિષય : | સામાજિક વિજ્ઞાન |
પ્રકરણ : 15 | ભારતીય બંધારણ |
સત્ર : | પ્રથમ |
MCQ : | 30 |
Std 8 Social Science Chapter 15 Mcq Gujarati (1 To 10)
(1) બંધારણસભામાં કુલ કેટલા સભ્યો હતા?
(A) 370
(B) 382
(C) 389
(D) 395
જવાબ : (C) 389
(2) બંધારણના ઘડતરની પ્રક્રિયા માટે વિવિધ વિષયોને સાંકળતી કેટલી સમિતિઓ રચવામાં આવી હતી?
(A) 23
(B) 13
(C) 18
(D) 25
જવાબ : (A) 23
(3) બંધારણસભાના અધ્યક્ષ તરીકે કોણ હતા?
(A) સરદાર વલ્લભભાઈ પટેલ
(B) શ્રી કનૈયાલાલ મુનશી
(C) ડૉ. ભીમરાવ આંબેડકર
(D) ડૉ. રાજેન્દ્રપ્રસાદ
જવાબ : (D) ડૉ. રાજેન્દ્રપ્રસાદ
(4) બંધારણની ખરડા (મુસદ્દા) સમિતિના અધ્યક્ષ તરીકે કોણ હતા?
(A) ડૉ. ભીમરાવ આંબેડકર
(B) ડૉ. રાજેન્દ્રપ્રસાદ
(C) ડૉ. રાધાકૃષ્ણન
(D) પંડિત જવાહરલાલ નેહરુ
જવાબ : (A) ડૉ. ભીમરાવ આંબેડકર
(5) બંધારણસભાની પ્રથમ બેઠક ક્યારે મળી હતી?
(A) 1 ડિસેમ્બર, 1946ના રોજ
(B) 9 ડિસેમ્બર, 1947ના રોજ
(C) 9 ડિસેમ્બર, 1946ના રોજ
(D) 26 જાન્યુઆરી, 1946ના રોજ
જવાબ : (C) 9 ડિસેમ્બર, 1946ના રોજ
Play Quiz :
ધોરણ 8 સામાજિક વિજ્ઞાન પાઠ : 15 MCQ QUIZ
(6) બંધારણના ઘડતરની પ્રક્રિયા કેટલી બેઠકોમાં પૂર્ણ થઈ હતી?
(A) 166
(B) 124
(C) 140
(D) 162
જવાબ : (A) 166
(7) ભારતદેશ ક્યારે સ્વતંત્ર થયો?
(A) 10 ઑગસ્ટ, 1947ના રોજ
(B) 15 ઑગસ્ટ, 1947ના રોજ
(C) 15 ઑગસ્ટ, 1948ના રોજ
(D) 26 જાન્યુઆરી, 1950ના રોજ
જવાબ : (B) 15 ઑગસ્ટ, 1947ના રોજ
(8) બંધારણના ઘડતરનું કાર્ય ક્યારે પૂર્ણ થયું?
(A) 26 જાન્યુઆરી, 1948ના રોજ
(B) 9 ડિસેમ્બર, 1948ના રોજ
(C) 15 ઑગસ્ટ, 1949ના રોજ
(D) 26 નવેમ્બર, 1949ના રોજ
જવાબ : (D) 26 નવેમ્બર, 1949ના રોજ
(9) બંધારણસભાએ ભારતનું બંધારણ ક્યારે અમલમાં મૂક્યું?
(A) 15 ઑગસ્ટ, 1947ના રોજ
(B) 26 નવેમ્બર, 1949ના રોજ
(C) 26 જાન્યુઆરી, 1950ના રોજ
(D) 9 નવેમ્બર, 1949ના રોજ
જવાબ : (C) 26 જાન્યુઆરી, 1950ના રોજ
(10) દર વર્ષે બંધારણ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે?
(A) 26 નવેમ્બરે
(B) 26 જાન્યુઆરીએ
(C) 26 ડિસેમ્બરે
(D) 15 ઑગસ્ટે
જવાબ : (A) 26 નવેમ્બરે
Std 8 Social Science Chapter 15 Mcq Gujarati (11 To 20)
(11) 26 નવેમ્બરના દિવસે કોને ખાસ યાદ કરવામાં આવે છે?
(A) ડૉ. ભીમરાવ આંબેડકરને
(B) સરદાર વલ્લભભાઈ પટેલને
(C) પંડિત જવાહરલાલ નેહરુને
(D) મહાત્મા ગાંધીને
જવાબ : (A) ડૉ. ભીમરાવ આંબેડકરને
(12) ભારતના બંધારણનો પ્રારંભ ક્યાંથી થાય છે?
(A) મૂળભૂત હકોથી
(B) મૂળભૂત ફરજોથી
(C) સ્વરાજના દસ્તાવેજથી
(D) આમુખથી
જવાબ : (D) આમુખથી
(13) આપણા દેશમાં દર કેટલાં વર્ષે સામાન્ય ચૂંટણીઓ યોજાય છે?
(A) છ
(B) ચાર
(C) પાંચ
(D) સાત
જવાબ : (C) પાંચ
(14) ભારતમાં નાગરિકના મતાધિકાર માટે કેટલાં વર્ષની ઉંમર નક્કી કરવામાં આવી છે?
(A) 15
(B) 18
(C) 17
(D) 16
જવાબ : (B) 18
(15) લોકશાહીનું મહત્ત્વનું પાસું કયું છે?
(A) સાંપ્રદાયિકતા
(B) સમાજવાદ
(C) રાષ્ટ્રીય એકતા
(D) સ્વતંત્રતા
જવાબ : (D) સ્વતંત્રતા
(16) ભારત ધર્મની દષ્ટિએ કેવું રાષ્ટ્ર છે?
(A) સાંસ્કૃતિક
(B) બિનસાંપ્રદાયિક
(C) સાંપ્રદાયિક
(D) બિનસાંસ્કૃતિક
જવાબ : (B) બિનસાંપ્રદાયિક
(17) આપણા બંધારણમાં દેશમાં કેવા શાસનવ્યવસ્થાની જોગવાઈ કરેલી છે?
(A) સંઘીય
(B) સમાજવાદી
(C) બિનસાંપ્રદાયિક
(D) બંધારણીય
જવાબ : (A) સંઘીય
(18) સંઘ સરકારને કઈ સરકાર તરીકે પણ ઓળખવામાં આવે છે?
(A) રાજ્ય
(B) ઘટક
(C) એકમ
(D) કેન્દ્ર
જવાબ : (D) કેન્દ્ર
(19) કેટલી ઉંમરનાં બાળકોને બાળમજૂરી કરાવવી એ શિક્ષાપાત્ર ગુનો ગણાય છે?
(A) 18 વર્ષથી નીચેનાં
(B) 14 વર્ષથી નીચેનાં
(C) 6થી 14 વર્ષનાં
(D) 21 વર્ષથી ઉપરનાં
જવાબ : (B) 14 વર્ષથી નીચેનાં
(20) કોણે બંધારણીય ઇલાજોના હકને ‘બંધારણના આત્મા સમાન‘ કહ્યો છે?
(A) પંડિત જવાહરલાલ નેહરુએ
(B) સરદાર વલ્લભભાઈ પટેલે
(C) ડૉ. ભીમરાવ આંબેડકરે
(D) ડૉ. રાજેન્દ્રપ્રસાદે
જવાબ : (C) ડૉ. ભીમરાવ આંબેડકરે
Std 8 Social Science Chapter 15 Mcq Gujarati (21 To 30)
(21) બંધારણ ઘડતરની પ્રક્રિયા સાથે કઈ બાબત બંધબેસતી નથી?
(A) બંધારણસભાની પ્રથમ બેઠક 9 ડિસેમ્બર, 1946ના રોજ મળી હતી.
(B) 26 જાન્યુઆરી, 1949માં બંધારણ તૈયાર થયું હતું.
(C) બંધારણસભાની 2 વર્ષ, 11 માસ, 18 દિવસમાં કામગીરી પૂર્ણ કરી હતી.
(D) બંધારણસભામાં કુલ 389 સભ્યો હતા.
જવાબ : (B) 26 જાન્યુઆરી, 1949માં બંધારણ તૈયાર થયું હતું.
(22) કાયદાની દષ્ટિએ બધા નાગરિકો સમાન : સમાનતાનો હક : નાગરિકોને અભિવ્યક્તિની છૂટછાટ : ………..
(A) ધાર્મિક સ્વતંત્રતાનો હક
(B) બંધારણીય ઇલાજોનો હક
(C) સ્વતંત્રતાનો હક
(D) શોષણ સામે વિરોધનો હક
જવાબ : (C) સ્વતંત્રતાનો હક
(23) ………… દરેક દેશનો મૂળભૂત દસ્તાવેજ છે.
(A) બંધારણ
(B) ખરડા
(C) કાયદો
(D) એકપણ નહીં
જવાબ : (A) બંધારણ
(24) આપણાં દેશનું બંધારણ વિશ્વમાં સૌથી મોટું…………બંધારણ છે.
(A) મૌખિક
(B) લેખિત
(C) A અને B બંને
(D) એકપણ નહીં
જવાબ : (B) લેખિત
(25) ભારત દેશ ……….. ના રોજ સ્વતંત્ર થયો.
(A) 15 ઓગસ્ટ, 1948
(B) 15 ઓગસ્ટ, 1946
(C) 15 ઓગસ્ટ, 1947
(D) 15 ઓગસ્ટ, 1950
જવાબ : (C) 15 ઓગસ્ટ, 1947
(26) ભારતનું બંધારણ 26 જાન્યુઆરી, …………. ના દિવસે અમલમાં મૂકવામાં આવ્યું.
(A) 1947
(B) 1948
(C) 1949
(D) 1950
જવાબ : (D) 1950
(27) આપણાં દેશમાં દર વર્ષે…………બંધારણદિનની ઉજવણી કરવામાં આવે છે.
(A) 26 નવેમ્બરે
(B) 25 નવેમ્બરે
(C) 26 ડિસેમ્બરે
(D) 22 ડિસેમ્બરે
જવાબ : (A) 26 નવેમ્બરે
(28) …………… એ લોકશાહીનું મહત્વનું પાસું છે.
(A) સમાનતા
(B) સ્વતંત્રતા
(C) બિનસાંપ્રદાયિકતા
(D) બંધારણ
જવાબ : (B) સ્વતંત્રતા
(29) ભારત એક………….લોકશાહી દેશ છે.
(A) પ્રજાસતાક
(B) બિનસાંપ્રદાયિક
(C) ધર્મનિરપેક્ષ
(D) એકપણ નહીં
જવાબ : (A) પ્રજાસતાક
(30) ડો. ભીમરાવ આંબેડકરે………..ના હકને ‘બંધારણના આત્મા સામાન’ કહ્યો છે.
(A) સમાનતા
(B) સ્વતંત્રતા
(C) શોષણ સામે વિરોધ
(D) બંધારણીય ઈલાજો
જવાબ : (D) બંધારણીય ઈલાજો
Also Read :
ધોરણ 8 સામાજિક વિજ્ઞાન MCQ |
ધોરણ 7 સામાજિક વિજ્ઞાન MCQ |
ધોરણ 6 સામાજિક વિજ્ઞાન MCQ |