Std 8 Social Science Chapter 11 Mcq Gujarati, ધોરણ 8 સામાજિક વિજ્ઞાન MCQ, Class 8 Social Science Chapter 11 Mcq Gujarati, Std 8 Social Science Mcq Gujarati, MCQ Questions for Class 8 Social Science PDF.
નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ધોરણ 8 સામાજિક વિજ્ઞાન પાઠ 11 નાં MCQ પ્રશ્નો અને જવાબો વાંચી શકશો. તમારા અભ્યાસમાં આ MCQ પ્રશ્નો ઉપયોગી થશે.
ધોરણ : | 8 |
વિષય : | સામાજિક વિજ્ઞાન |
પ્રકરણ : 11 | ખેતી |
સત્ર : | પ્રથમ |
MCQ : | 80 |
Std 8 Social Science Chapter 11 Mcq Gujarati (1 To 10)
(1) વિશ્વના આશરે કેટલા ટકા લોકો ખેતી પ્રવૃત્તિઓમાં રોકાયેલા છે?
(A) 75 %
(B) 60 %
(C) 50 %
(D) 45 %
જવાબ : (B) 60 %
(2) ભારતની અર્થવ્યવસ્થા મુખ્યત્વે કોની પર આધારિત છે?
(A) શિક્ષણ
(B) ખેતી
(C) પરિવહન
(D) ઉદ્યોગો
જવાબ : (B) ખેતી
(3) કૃષિતંત્રનાં અગત્યનાં રોકાણોમાં કયા એક રોકાણનો સમાવેશ થતો નથી?
(A) ૫શુઓ
(B) બિયારણો
(C) ખાતરો
(D) મશીનરી
જવાબ : (A) ૫શુઓ
(4) ગુજરાતમાં લગભગ 50 % કરતાં વધુ વિસ્તારમાં કઈ જમીનો જોવા મળે છે?
(A) કાળી
(B) રણપ્રકારની
(C) પડખાઉ
(D) કાંપની
જવાબ : (D) કાંપની
(5) ભારતની કયા પ્રકારની જમીનમાં ડાંગર, શેરડી, શણ, કપાસ, મકાઈ, તેલીબિયાં વગેરે પાક લેવાય છે?
(A) રાતી
(B) કાંપની
(C) પર્વતીય
(D) લેટેરાઇટ
જવાબ : (B) કાંપની
Play Quiz :
ધોરણ 8 સામાજિક વિજ્ઞાન પાઠ : 11 MCQ QUIZ
(6) કયા પ્રકારની જમીનની ભેજ-સંગ્રહણશક્તિ ઘણી વધુ હોય છે?
(A) કાળી
(B) કાંપની
(C) રાતી
(D) પર્વતીય
જવાબ : (A) કાળી
(7) કયા પ્રકારની જમીનને ‘કપાસની જમીન’ પણ કહે છે?
(A) કાંપની
(B) રાતી
(C) દલદલ કે પીટ પ્રકારની
(D) કાળી
જવાબ : (D) કાળી
(8) ભારતની ક્યા પ્રકારની જમીનમાં કપાસ, અળસી, સરસવ, મગફળી, તમાકુ અને અડદ જેવા કઠોળ વર્ગના પાક લેવામાં આવે છે?
(A) રાતી
(B) કાંપની
(C) કાળી
(D) પડખાઉ
જવાબ : (C) કાળી
(9) ક્યા પ્રકારની જમીન કપાસના પાક માટે વધુ અનુકૂળ છે?
(A) કાળી
(B) રાતી
(C) કાંપની
(D) પર્વતીય
જવાબ : (A) કાળી
(10) કયા પ્રકારની જમીન ‘રેગુર‘ નામે પણ ઓળખાય છે?
(A) કાંપની
(B) કાળી
(C) રાતી
(D) પડખાઉ
જવાબ : (B) કાળી
Std 8 Social Science Chapter 11 Mcq Gujarati (11 To 20)
(11) ભારતના આગ્નેય અને રૂપાંતરિત ખડકો ધરાવતાં ક્ષેત્રોમાં કયા પ્રકારની જમીન આવેલી છે?
(A) કાંપની
(B) કાળી
(C) રાતી
(D) પડખાઉ
જવાબ : (C) રાતી
(12) ભારતમાં કયા પ્રકારની જમીન પ્રમાણમાં છિદ્રાળુ અને ઉપજાઉ હોય છે?
(A) રાતી
(B) કાંપની
(C) કાળી
(D) રણપ્રકારની
જવાબ : (A) રાતી
(13) ભારતમાં કયા પ્રકારની જમીનમાં બાજરી, કપાસ, ઘઉં, જુવાર, અળસી, મગફળી, બટાટા વગેરે પાક લેવાય છે?
(A) કાંપની
(B) પડખાઉ
(C) કાળી
(D) રાતી
જવાબ : (D) રાતી
(14) ભારતમાં વધુ વરસાદને કારણે તીવ્ર ધોવાણનાં ક્ષેત્રોમાં કયા પ્રકારની જમીન તૈયાર થાય છે?
(A) કાંપની
(B) પડખાઉ
(C) રાતી
(D) કાળી
જવાબ : (B) પડખાઉ
(15) પડખાઉ જમીનનું બીજું નામ શું છે?
(A) કાંપની જમીન
(B) લેટેરાઇટ જમીન
(C) કાળી જમીન
(D) રાતી જમીન
જવાબ : (B) લેટેરાઇટ જમીન
(16) ભારતમાં કયા પ્રકારની જમીનમાં ખાતરો નાખીને કપાસ, ડાંગર, રાગી, શેરડી, ચા, કૉફી, કાજુ વગેરે પાક લેવાય છે?
(A) રાતી
(B) કાળી
(C) કાંપની
(D) પડખાઉ
જવાબ : (D) પડખાઉ
(17) ભારતમાં પર્વતીય જમીન કયા પ્રકારના પર્વતના વિસ્તારમાં જોવા મળે છે?
(A) સહ્યાદ્રિ
(B) વિંધ્ય
(C) હિમાલય
(D) અરવલ્લી
જવાબ : (C) હિમાલય
(18) ભારતની કયા પ્રકારની જમીનનો સ્તર પાતળો અને અપરિપક્વ હોય છે?
(A) પર્વતીય
(B) કાંપની
(C) રણપ્રકારની
(D) પડખાઉ
જવાબ : (A) પર્વતીય
(19) ભારતમાં કયા પ્રકારની જમીન સૂકી અને અર્ધસૂકી આબોહવાવાળી પરિસ્થિતિમાં જોવા મળે છે?
(A) પડખાઉ
(B) રણપ્રકારની
(C) જંગલ પ્રકારની
(D) દલદલ કે પીટ પ્રકારની
જવાબ : (B) રણપ્રકારની
(20) ભારતમાં કયા પ્રકારની જમીનમાં સિંચાઈ વડે બાજરી અને જુવારનો પાક લેવાય છે?
(A) રણપ્રકારની
(B) પર્વતીય
(C) જંગલ પ્રકારની
(D) પડખાઉ
જવાબ : (A) રણપ્રકારની
Std 8 Social Science Chapter 11 Mcq Gujarati (21 To 30)
(21) ભારતમાં રાજસ્થાન, હરિયાણા અને દક્ષિણ પંજાબમાં કયા પ્રકારની જમીન જોવા મળે છે?
(A) પડખાઉ
(B) પર્વતીય
(C) કાંપની
(D) રણપ્રકારની
જવાબ : (D) રણપ્રકારની
(22) ગુજરાતમાં કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કયા પ્રકારની જમીન આવેલી છે?
(A) કાળી
(B) રાતી
(C) રણપ્રકારની
(D) પડખાઉ
જવાબ : (C) રણપ્રકારની
(23) વૃક્ષોનાં ખરેલાં પાંદડાંથી ભૂસપાટી ઢંકાયેલી હોય છે અને તે પાંદડાં સડવાથી સેન્દ્રિય દ્રવ્યોનું પ્રમાણ વધવાથી જમીનનો ઉપરનો ભાગ કાળો બનેલો હોય છે, તો તે જમીન કઈ?
(A) જંગલ પ્રકારની
(B) રણપ્રકારની
(C) દલદલ કે પીટ પ્રકારની
(D) પડખાઉ
જવાબ : (A) જંગલ પ્રકારની
(24) જે જમીન-તળમાં નીચેની તરફ જતાં ભૂરા કે લાલ રંગમાં ફેરવાય છે, તો તે જમીન કઈ?
(A) દલદલ કે પીટ પ્રકારની
(B) પડખાઉં
(C) કાળી
(D) જંગલ પ્રકારની
જવાબ : (D) જંગલ પ્રકારની
(25) કયા પ્રકારની જમીન ભેજવાળા વિસ્તારમાં જૈવિક પદાર્થોના સંગ્રહથી બને છે?
(A) રણપ્રકારની
(B) દલદલ કે પીટ પ્રકારની
(C) પર્વતીય
(D) જંગલ પ્રકારની
જવાબ : (B) દલદલ કે પીટ પ્રકારની
(26) કઈ જમીન વર્ષાઋતુ દરમિયાન પાણીમાં ડૂબેલી હોય છે અને પાણી ઓસરતાં તેમાં ડાંગરની ખેતી કરવામાં આવે છે?
(A) પડખાઉ
(B) જંગલ પ્રકારની
(C) પર્વતીય
(D) દલદલ કે પીટ પ્રકારની
જવાબ : (D) દલદલ કે પીટ પ્રકારની
(27) કઈ ખેતીને ‘ઝૂમ ખેતી‘ પણ કહે છે?
(A) જીવનનિર્વાહ ખેતીને
(B) સૂકી ખેતીને
(C) સ્થળાંતરિત ખેતીને
(D) બાગાયતી ખેતીને
જવાબ : (C) સ્થળાંતરિત ખેતીને
(28) કઈ ખેતી ભારતનાં પૂર્વોત્તર રાજ્યોમાં હાલ અલ્પ પ્રમાણમાં જોવા મળે છે?
(A) સ્થળાંતરિત ખેતી
(B) જીવનનિર્વાહ ખેતી
(C) સૂકી ખેતી
(D) આર્દ્ર ખેતી
જવાબ : (A) સ્થળાંતરિત ખેતી
(29) નીચેનામાંથી કઈ ખેતપદ્ધતિ આધુનિક ખેતપદ્ધતિ છે?
(A) જીવનનિર્વાહ ખેતી
(B) આર્દ્ર ખેતી
(C) બાગાયતી ખેતી
(D) સઘન ખેતી
જવાબ : (D) સઘન ખેતી
(30) કઈ ખેતીમાં રોકડિયા પાકોનું વાવેતર વધારે કરવામાં આવે છે?
(A) સ્થળાંતરિત ખેતીમાં
(B) સઘન ખેતીમાં
(C) આર્દ્ર ખેતીમાં
(D) જીવનનિર્વાહ ખેતીમાં
જવાબ : (B) સઘન ખેતીમાં
Std 8 Social Science Chapter 11 Mcq Gujarati (31 To 40)
(31) કઈ ખેતીને વ્યાપારી ખેતી પણ કહે છે?
(A) આર્દ્ર ખેતીને
(B) સઘન ખેતીને
(C) બાગાયતી ખેતીને
(D) સ્થળાંતરિત ખેતીને
જવાબ : (B) સઘન ખેતીને
(32) કઈ ખેતીમાં આર્થિક વળતરને વધુ મહત્ત્વ આપવામાં આવે છે?
(A) આર્દ્ર ખેતીમાં
(B) બાગાયતી ખેતીમાં
(C) જીવનનિર્વાહ ખેતીમાં
(D) સઘન ખેતીમાં
જવાબ : (D) સઘન ખેતીમાં
(33) ગુજરાતમાં સુરત, વલસાડ, આણંદ વગેરે જિલ્લાઓમાં કયા પ્રકારની ખેતી થાય છે?
(A) સઘન ખેતી
(B) સૂકી ખેતી
(C) સ્થળાંતરિત ખેતી
(D) આર્દ્ર ખેતી
જવાબ : (A) સઘન ખેતી
(34) કયા પ્રકારની ખેતીમાં જુવાર, બાજરી અને કઠોળ જેવા પાણીની ઓછી જરૂરિયાતવાળા પાકોની ખેતી થાય છે?
(A) આર્દ્ર ખેતીમાં
(B) બાગાયતી ખેતીમાં
(C) સૂકી ખેતીમાં
(D) સ્થળાંતરિત ખેતીમાં
જવાબ : (C) સૂકી ખેતીમાં
(35) ગુજરાતનો કયો પ્રદેશ ઘઉંના ઉત્પાદન માટે જાણીતો છે?
(A) કાનમ
(B) ભાલ
(C) ચરોતર
(D) નળકાંઠા
જવાબ : (B) ભાલ
(36) નીચેનામાંથી કયો પાક બાગાયતી પાક નથી?
(A) કૉફી
(B) રબર
(C) ચા
(D) શણ
જવાબ : (D) શણ
(37) ચા, કૉફી, કોકો, રબર વગેરે કયા પ્રકારની ખેતીના પાકો છે?
(A) સઘન ખેતીના
(B) બાગાયતી ખેતીના
(C) આર્દ્ર ખેતીના
(D) સ્થળાંતરિત ખેતીના
જવાબ : (B) બાગાયતી ખેતીના
(38) ભારતમાં ખેતીની પ્રચલિત પદ્ધતિઓમાં નીચેની કઈ એક પદ્ધતિનો સમાવેશ થતો નથી?
(A) સઘન ખેતીનો
(B) સૂકી ખેતીનો
(C) જીવનનિર્વાહ ખેતીનો
(D) પોષણક્ષમ ખેતીનો
જવાબ : (D) પોષણક્ષમ ખેતીનો
(39) વિશ્વમાં અને ભારતમાં અનાજનો સૌથી વધુ મહત્ત્વનો અને મુખ્ય પાક કયો છે?
(A) ડાંગર
(B) ઘઉં
(C) જુવાર
(D) બાજરી
જવાબ : (A) ડાંગર
(40) નીચેનામાંથી કયો પાક મુખ્યત્વે પાણીથી ભરાયેલાં ખેતરોમાં થાય છે?
(A) કપાસ
(B) દિવેલા
(C) ડાંગર
(D) ઘઉં
જવાબ : (C) ડાંગર
Std 8 Social Science Chapter 11 Mcq Gujarati (41 To 50)
(41) કયા પાકની ખેતી માટે વધુ માણસોની જરૂર છે?
(A) ઘઉંની
(B) ડાંગરની
(C) કપાસની
(D) મગફળીની
જવાબ : (B) ડાંગરની
(42) ડાંગરના ઉત્પાદનમાં વિશ્વમાં પ્રથમ સ્થાને કયો દેશ છે?
(A) યુ.એસ.એ.
(B) ભારત
(C) જાપાન
(D) ચીન
જવાબ : (D) ચીન
(43) ગુજરાતમાં ડાંગર પકવતા જિલ્લાઓમાં કયા એક જિલ્લાનો સમાવેશ થતો નથી?
(A) બનાસકાંઠાનો
(B) ખેડાનો
(C) અમદાવાદનો
(D) સુરતનો
જવાબ : (A) બનાસકાંઠાનો
(44) વિશ્વમાં ડાંગરના ઉત્પાદક દેશોમાં કયા એક દેશનો સમાવેશ થતો નથી?
(A) ભારતનો
(B) જાપાનનો
(C) રશિયાનો
(D) શ્રીલંકાનો
જવાબ : (C) રશિયાનો
(45) ડાંગર પછી આપણા દેશનો મહત્ત્વનો ધાન્ય પાક કયો છે?
(A) ઘઉં
(B) બાજરી
(C) જુવાર
(D) મકાઈ
જવાબ : (A) ઘઉં
(46) ભારતના કયા રાજ્યમાં ઘઉંનું મબલખ ઉત્પાદન થાય છે?
(A) મધ્ય પ્રદેશમાં
(B) મહારાષ્ટ્રમાં
(C) પંજાબમાં
(D) ગુજરાતમાં
જવાબ : (C) પંજાબમાં
(47) ગુજરાતના અમદાવાદ, ભાવનગર અને સુરેન્દ્રનગર જિલ્લાઓમાં કયા પાકની ખેતી સારી થાય છે?
(A) જુવારની
(B) ઘઉની
(C) મકાઈની
(D) બાજરીની
જવાબ : (B) ઘઉની
(48) ભારતના કયા રાજ્યમાં બાજરીનું સૌથી વધુ ઉત્પાદન થાય છે?
(A) તમિલનાડુમાં
(B) ઓડિશામાં
(C) રાજસ્થાન
(D) ગુજરાતમાં
જવાબ : (C) રાજસ્થાન
(49) તેલીબિયાંના પાકોમાં કયો પાક મહત્ત્વનું સ્થાન ધરાવે છે?
(A) સરસવ
(B) મગફળી
(C) તલ
(D) દિવેલા
જવાબ : (B) મગફળી
(50) મગફળીના ઉત્પાદનમાં વિશ્વમાં ક્યો દેશ પ્રથમ ક્રમે છે?
(A) શ્રીલંકા
(B) ભારત
(C) ચીન
(D) યુ.એસ.એ.
જવાબ : (C) ચીન
Std 8 Social Science Chapter 11 Mcq Gujarati (51 To 60)
(51) મગફળીના ઉત્પાદનમાં વિશ્વમાં કયો દેશ દ્વિતીય ક્રમે છે?
(A) ભારત
(B) ચીન
(C) શ્રીલંકા
(D) રશિયા
જવાબ : (A) ભારત
(52) મગફળીના ઉત્પાદનમાં ભારતનું કયું રાજ્ય પ્રથમ ક્રમે છે?
(A) મહારાષ્ટ્ર
(B) ગુજરાત
(C) ઉત્તર પ્રદેશ
(D) પંજાબ
જવાબ : (B) ગુજરાત
(53) ગુજરાતમાં મગફળીનું સૌથી વધુ ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે?
(A) રાજકોટમાં
(B) પાટણમાં
(C) સુરેન્દ્રનગરમાં
(D) જૂનાગઢમાં
જવાબ : (D) જૂનાગઢમાં
(54) નીચેના પૈકી ક્યા પાકને તૈયાર થતાં 6 થી 8 મહિના જેટલો સમય લાગે છે?
(A) કપાસને
(B) ડાંગરને
(C) ઘઉંને
(D) બાજરીને
જવાબ : (A) કપાસને
(55) દિવેલાના ઉત્પાદનમાં વિશ્વમાં કયો દેશ દ્વિતીય ક્રમે છે?
(A) યૂ.એસ.એ.
(B) ભારત
(C) ચીન
(D) બ્રાઝિલ
જવાબ : (C) ચીન
(56) ભારતના કયા રાજ્યમાં દિવેલાનું સૌથી વધુ ઉત્પાદન થાય છે?
(A) રાજસ્થાનમાં
(B) ગુજરાતમાં
(C) બિહારમાં
(D) હરિયાણામાં
જવાબ : (B) ગુજરાતમાં
(57) ગુજરાતમાં દિવેલા પકવતા જિલ્લાઓમાં કયા એક જિલ્લાનો સમાવેશ થતો નથી?
(A) જૂનાગઢ
(B) અમરેલી
(C) કચ્છ
(D) બનાસકાંઠા
જવાબ : (C) કચ્છ
(58) કપાસના અગ્રણી ઉત્પાદક દેશોમાં કયા એક દેશનો સમાવેશ થતો નથી?
(A) ચીન
(B) યૂ.એસ.એ.
(C) ભારત
(D) જાપાન
જવાબ : (D) જાપાન
(59) ભારતમાં કપાસનાં મુખ્ય ઉત્પાદક રાજ્યોમાં કયા એક રાજ્યનો સમાવેશ થતો નથી?
(A) ઉત્તર પ્રદેશનો
(B) ગુજરાતનો
(C) મહારાષ્ટ્રનો
(D) કર્ણાટકનો
જવાબ : (A) ઉત્તર પ્રદેશનો
(60) ભારતમાં કપાસના ઉત્પાદનમાં કયું રાજ્ય પ્રથમ સ્થાન ધરાવે છે?
(A) હરિયાણા
(B) કર્ણાટક
(C) ગુજરાત
(D) આંધ્ર પ્રદેશ
જવાબ : (C) ગુજરાત
Std 8 Social Science Chapter 11 Mcq Gujarati (61 To 70)
(61) ભારતમાં કપાસના ઉત્પાદનમાં ગુજરાત કેટલામું સ્થાન ધરાવે છે?
(A) પ્રથમ
(B) દ્વિતીય
(C) ત્રીજું
(D) ચોથું
જવાબ : (A) પ્રથમ
(62) ગુજરાતનો ભરૂચ પાસે આવેલ કાનમ પ્રદેશ કયા પાકના ઉત્પાદન માટે જાણીતો છે?
(A) ડાંગરના
(B) દિવેલાના
(C) મગફળીના
(D) કપાસના
જવાબ : (D) કપાસના
(63) કઈ પદ્ધતિથી બાગાયતી પાકો માટે મુખ્યત્વે રોપા તૈયાર કરવામાં આવે છે?
(A) જૈવિક
(B) રાસાયણિક
(C) બાયોટેકનિક
(D) વાનસ્પતિક
જવાબ : (C) બાયોટેકનિક
(64) ખેતીમાં બે હરોળ વચ્ચે જગ્યા ધરાવતા પાકોમાં કઈ સિંચાઈ પદ્ધતિ વધુ ઉપયોગી છે?
(A) કૂવા-નીક સિંચાઈ પદ્ધતિ
(B) ફુવારા પિયત પદ્ધતિ
(C) નહેર-નીક સિંચાઈ પદ્ધતિ
(D) ટપક પિયત પદ્ધતિ
જવાબ : (D) ટપક પિયત પદ્ધતિ
(65) ખેતીમાં નીચેના પૈકી કઈ સિંચાઈ પદ્ધતિ સૌથી શ્રેષ્ઠ સિંચાઈ પદ્ધતિ છે?
(A) ફુવારા પિયત પદ્ધતિ
(B) નહેર-નીક સિંચાઈ પદ્ધતિ
(C) ટપક સિંચાઈ પદ્ધતિ
(D) કૂવા-નીક સિંચાઈ પદ્ધતિ
જવાબ : (C) ટપક સિંચાઈ પદ્ધતિ
(66) ટપક પિયત પદ્ધતિ દ્વારા કેટલા ટકા સુધી પાણીની બચત કરી શકાય છે?
(A) 40 %થી 60 %
(B) 20 %થી 30 %
(C) 30 %થી 40 %
(D) 25 %થી 35 %
જવાબ : (A) 40 %થી 60 %
(67) ટપક સિંચાઈ પદ્ધતિ દ્વારા કેટલા ટકા સુધી ખાતરની બચત થાય છે?
(A) 20 %થી 25 %
(B) 25 %થી 30 %
(C) 30 %થી 40 %
(D) 35 %થી 45 %
જવાબ : (B) 25 %થી 30 %
(68) ટપક સિંચાઈ પદ્ધતિ દ્વારા આશરે કેટલા ટકા સુધી વીજળીની બચત થાય છે?
(A) 30 %થી 35 %
(B) 35 %થી 40 %
(C) 40 %થી 45 %
(D) 45 %થી 50 %
જવાબ : (A) 30 %થી 35 %
(69) બાજરીના પાક માટે ક્યા પ્રકારની જમીન વધારે અનુકૂળ હોય છે?
(A) કાળી
(B) રેતાળ
(C) પર્વતીય
(D) કાંપ
જવાબ : (B) રેતાળ
(70) ગુજરાતમાં ઘઉં-ઉત્પાદન કરતો કયો પ્રદેશ જાણીતો છે?
(A) કાનમ પ્રદેશ
(B) ભાલ પ્રદેશ
(C) ચરોતર પ્રદેશ
(D) પંજાબ પ્રદેશ
જવાબ : (B) ભાલ પ્રદેશ
Std 8 Social Science Chapter 11 Mcq Gujarati (71 To 80)
(71) ક્યા પ્રકારની ખેતીમાં વૃક્ષોને કાપીને તથા સળગાવીને કે જમીન સાફ કરીને ખેતી કરવામાં આવે છે?
(A) સઘન ખેતી
(B) સૂકી ખેતી
(C) આર્દ્ર ખેતી
(D) સ્થળાંતરિત ખેતી (ઝૂમ ખેતી)
જવાબ : (D) સ્થળાંતરિત ખેતી (ઝૂમ ખેતી)
(72) નીચેનામાંથી ક્યા પાક માટે ટપક સિંચાઈ પદ્ધતિ વધુ અનુકૂળ નથી?
(A) ટામેટા
(B) કપાસ
(C) ઘઉં
(D) પપૈયા
જવાબ : (C) ઘઉં
(73) નીચેનામાંથી કયું પરિબળ ખેતીના વિકાસને અસર કરતું નથી?
(A) ફુવારા પિયત પદ્ધતિનો ઉપયોગ
(B) સુધારેલાં બિયારણોનો ઉપયોગ
(C) કૃષિમેળાઓ દ્વારા ખેડૂતોને માર્ગદર્શન
(D) સિંચાઈનો સતત અને વધુ પડતો ઉપયોગ
જવાબ : (D) સિંચાઈનો સતત અને વધુ પડતો ઉપયોગ
(74) મોટા પ્રમાણમાં વધુ વસ્તી ધરાવતા વિકાસશીલ દેશો કયા પ્રકારની ખેતી કરે છે?
(A) જીવનનિર્વાહ ખેતી
(B) બાગાયતી ખેતી
(C) આર્દ્ર ખેતી
(D) સઘન ખેતી
જવાબ : (D) સઘન ખેતી
(75) નીચે આપેલી સિંચાઈની પદ્ધતિઓમાં કઈ સિંચાઈ પદ્ધતિ સૌથી વધુ અસરકારક રહે છે?
(A) નહેર સિંચાઈ પદ્ધતિ
(B) ટપક સિંચાઈ પદ્ધતિ
(C) કૂવા અને પાતાળ કૂવા (બોર) સિંચાઈ પદ્ધતિ
(D) ફુવારા સિંચાઈ પદ્ધતિ
જવાબ : (B) ટપક સિંચાઈ પદ્ધતિ
(76) નીચેનામાંથી કયા ખેતીના પ્રકારમાં ઉત્પાદન ઓછું હોય છે?
(A) બાગાયતી ખેતીમાં
(B) ઝૂમ ખેતીમાં
(C) સધન ખેતીમાં
(D) આર્દ્ર ખેતીમાં
જવાબ : (B) ઝૂમ ખેતીમાં
(77) વનસ્પતિજન્ય કીટનાશકોમાં કઈ વનસ્પતિનો ઉપયોગ થતો નથી?
(A) લીમડાનો
(B) કારેલાંનો
(C) તમાકુનો
(D) બિલાડીના ટોપનો
જવાબ : (D) બિલાડીના ટોપનો
(78) દિવેલા(એરંડા)નાં ઉત્પાદનમાં વિશ્વમાં કયો દેશ પ્રથમ ક્રમે છે?
(A) બ્રાઝિલ
(B) ભારત
(C) ચીન
(D) શ્રીલંકા
જવાબ : (B) ભારત
(79) ‘ઘઉંનો કોઠાર’ કયા રાજ્યને કહેવામાં આવે છે?
(A) પંજાબને
(B) ગુજરાતને
(C) હરિયાણાને
(D) ઉત્તર પ્રદેશને
જવાબ : (A) પંજાબને
(80) ગુજરાત કપાસ ઉત્પાદનમાં ભારતમાં……………સ્થાન ધરાવે છે.
(A) પ્રથમ
(B) દ્વિતીય
(C) તૃતીય
(D) ચતુર્થ
જવાબ : (A) પ્રથમ
Also Read :
ધોરણ 8 સામાજિક વિજ્ઞાન MCQ |
ધોરણ 7 સામાજિક વિજ્ઞાન MCQ |
ધોરણ 6 સામાજિક વિજ્ઞાન MCQ |