Std 8 Science Chapter 11 Mcq Gujarati (ધોરણ 8 વિજ્ઞાન પાઠ 11 Mcq)

Spread the love

Std 8 Science Chapter 11 Mcq Gujarati
Std 8 Science Chapter 11 Mcq Gujarati

Std 8 Science Chapter 11 Mcq Gujarati, ધોરણ 8 વિજ્ઞાન પાઠ 11 MCQ, ધોરણ 8 વિજ્ઞાન Mcq, Std 8 Science Mcq Gujarati, Class 8 Science Chapter 11 Mcq Gujarati, Class 8 Science Mcq Gujarati.

નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ધોરણ 8 વિજ્ઞાન પાઠ 11 નાં MCQ પ્રશ્નો અને જવાબો વાંચી શકશો. તમારા અભ્યાસમાં આ Mcq પ્રશ્નો ઉપયોગી થશે.

ધોરણ :8
વિષય :વિજ્ઞાન
પ્રકરણ : 11વિદ્યુતપ્રવાહની રાસાયણિક અસરો
સત્ર :દ્વિતીય
MCQ :40
Std 8 Science Chapter 11 Mcq Gujarati

Std 8 Science Chapter 11 Mcq Gujarati (1 To 10)

(1) જે પદાર્થોમાંથી વિદ્યુતપ્રવાહ પસાર થાય છે, તેવા પદાર્થો વિદ્યુતના ……………….છે.

(A) અવાહકો

(B) સુવાહકો

(C) મંદવાહકો

(D) અર્ધવાહકો

જવાબ : (B) સુવાહકો

(2) કોઈ પદાર્થ પોતાનામાંથી વિદ્યુતપ્રવાહ પસાર થવા દે છે કે નહિ તે જાણવા માટે ……………વપરાય છે.

(A) વાહકતાર

(B) સેલ

(C) ટેસ્ટર

(D) બલ્બ

જવાબ : (C) ટેસ્ટર

(3) નીચે પૈકી વિદ્યુતનો અવાહક પદાર્થ જણાવો.

(A) તાંબુ

(B) લોખંડ

(C) પ્લાસ્ટિક

(D) એલ્યુમિનિયમ

જવાબ : (C) પ્લાસ્ટિક

(4) નીચે પૈકી વિદ્યુતનો મંદવાહક પદાર્થ જણાવો.

(A) એસિટીક એસિડ

(B) નળનું પાણી

(C) લીંબુનો રસ

(D) એકપણ નહિ

જવાબ : (A) એસિટીક એસિડ

(5) બેટરીના ધન ધ્રુવ સાથે જોડાતા ઇલેકટ્રોડને…………અને ઋણધ્રુવ સાથે જોડાતા ઇલેકટ્રોડને…….….કહે છે.

(A) એનોડ, કેથોડ

(B) કેથોડ, એનોડ

(C) એનોડ, ડાયોડ

(D) કેથોડ, ડાયોડ

જવાબ : (A) એનોડ, કેથોડ

(6) કોઇ દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થવાને કારણે તેમાં ……… અસર ઉત્પન્ન થાય છે.

(A) ઉષ્મીય

(B) રાસાયણિક

(C) ચુંબકીય

(D) એકપણ નહિ

જવાબ : (B) રાસાયણિક

(7) આપેલ પ્રવાહી વિદ્યુતનું વહન કરી શકે છે કે નહી તેની ચકાસણી કરવા …………. વપરાય છે.

(A) ટોર્ચ-બલ્બ ટેસ્ટર

(B) LED ટેસ્ટર

(C) ઇલેક્ટ્રોમેગ્નેટિક ટેસ્ટર

(D) આપેલ તમામ

જવાબ : (C) ઇલેક્ટ્રોમેગ્નેટિક ટેસ્ટર

(8) વિદ્યુત પ્રવાહ દ્વારા કોઇ પદાર્થ પર જરૂરી ધાતુનું પડ ચઢાવવાની ક્રિયાને ……… કહે છે.

(A) ઇલેક્ટ્રોડ                    

(B) ઇલેક્ટ્રોપ્લેટિંગ

(C) ઇલેક્ટ્રોન                   

(D) એનોડ

જવાબ : (B) ઇલેક્ટ્રોપ્લેટિંગ

(9) કોની ગતિના કારણે વિદ્યુત દ્રાવણમાં વિદ્યુતનું વહન થાય છે?

(A) અણુઓ

(B) પરમાણુઓ

(C) આયનો

(D) ઇલેક્ટ્રોન

જવાબ : (C) આયનો

(10) ઇલેક્ટ્રોપ્લેટિંગની પ્રક્રિયા એ વિદ્યુતપ્રવાહની…………..અસર છે.

(A) ઉષ્મીય

(B) ચુંબકીય

(C) ભૌતિક

(D) રાસાયણિક

જવાબ : (D) રાસાયણિક

Std 8 Science Chapter 11 Mcq Gujarati (11 To 20)

(11) કોઇ પદાર્થ પર ઇલેક્ટ્રોપ્લેટિંગ કર્યા બાદ તેનું દળ………છે.

(A) પહેલાં કરતાં વધી જાય છે.

(B) પહેલાં કરતાં ઘટી જાય છે.

(C) પહેલાંના જેટલું જ રહે છે.

(D) ચોક્કસ કહી ન શકાય.

જવાબ : (A) પહેલાં કરતાં વધી જાય છે.

(12) ખાદ્યપદાર્થના સંગ્રહ માટે ઉપયોગમાં લેવાતા ડબ્બાઓ પર શાનું આવરણ ચઢાવવામાં આવે છે?

(A) લોખંડ

(B) ટિન

(C) કૉપર

(D) એલ્યુમિનિયમ

જવાબ : (B) ટિન

(13) જે પદાર્થ પર ઇલેક્ટ્રોપ્લેટિંગ કરવાનું હોય તેને……… તરીકે લેવામાં આવે છે.

(A) એનોડ

(B) કેથોડ

(C) એનોડ કે કેથોડ

(D) આપેલ તમામ

જવાબ : (B) કેથોડ

(14) પાણીના વિદ્યુત પૃથ્થકરણમાં ઓક્સિજન વાયુ ……….પાસે મળે છે.

(A) એનોડ

(B) કેથોડ

(C) એનોડ કે કેથોડ

(D) એકપણ નહીં

જવાબ : (A) એનોડ

(15) નીચેના પૈકી કયો પદાર્થ વિદ્યુતનો અવાહક છે?

(A) લોખંડ

(B) કૉપર

(C) ગ્રેફાઇટ

(D) લાકડું

જવાબ : (D) લાકડું

(16) નીચેનામાંથી કયું દ્રાવણ વિદ્યુત દ્રાવણ નથી?

(A) કૉપર સલ્ફેટ

(B) હાઇડ્રોક્લોરિક એસિડ

(C) આલ્કોહોલ

(D) સિલ્વર નાઇટ્રેટ

જવાબ : (C) આલ્કોહોલ

(17) વિદ્યુતનું વહન કરવાવાળા મોટા ભાગના પ્રવાહીઓ ………ના દ્રાવણો હોય છે.

(A) એસિડિક

(B) બેઝિક

(C) ક્ષારયુકત

(D) આપેલ તમામ

જવાબ : (D) આપેલ તમામ

(18) જો ઇલેકટ્રોડ્સ પાણીમાં ડૂબેલાં હોય અને વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો ઓક્સિજન અને હાઇડ્રોજનના પરપોટા ઉત્પન્ન થાય છે, આ માહિતી કોણે આપી હતી?

(A) ઓસ્ટ્રેડે

(B) નિકોલસે

(C) થોમસ આલ્વાએડિસને

(D) કેલ્વિને

જવાબ : (B) નિકોલસે

(19) જો કૉપર સલ્ફેટના દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો કૉપર એ બેટરીના………. છેડા પાસે જોડેલી પ્લેટ પર જમા થાય છે.

(A) ધન

(B) ઋણ

(C) ધન કે ઋણ

(D) એકપણ નહિ

જવાબ : (B) ઋણ

(20) નીચેનામાંથી ક્યું પ્રવાહી બેટરી અને ચુંબકીય સોય સાથે જોડતાં કોણાવર્તન દર્શાવે છે.

(A) નળનું પાણી

(B) લીંબુનું પાણી

(C) એસિટિક એસિડ

(D) આપેલ તમામ

જવાબ : (D) આપેલ તમામ

Std 8 Science Chapter 11 Mcq Gujarati (21 To 30)

(21) પાણીના વિદ્યુત પૃથ્થકરણમાં હાઇડ્રોજન વાયુ………..પાસે મળે છે.

(A) એનોડ

(B) કેથોડ

(C) એનોડ કે કેથોડ             

(D) એકપણ નહિ

જવાબ : (B) કેથોડ

(22) શુદ્ધ પાણીને વિદ્યુતનું વાહક બનાવવા માટે………….. ઉમેરવામાં આવે છે.

(A) એસિડ

(B) બેઇઝ

(C) ક્ષાર

(D) આપેલ તમામ

જવાબ : (D) આપેલ તમામ

(23) વિદ્યુત બલ્બ વિદ્યુતપ્રવાહની ……… અસરને લીધે પ્રકાશિત થાય છે.

(A) રાસાયણિક

(B) ચુંબકીય

(C) ઉષ્મીય

(D) એકપણ નહિ

જવાબ : (C) ઉષ્મીય

(24) નળનું પાણીએ વિદ્યુતનું ……… છે.

(A) સુવાહક              

(C) અવાહક

(C) મંદવાહક      

(D) એકપણ નહિ

જવાબ : (A) સુવાહક      

(25) નિસ્યંદિત પાણીએ વિદ્યુતનું ……….. છે.

(A) સુવાહક

(B) મંદવાહક

(C) અવાહક

(D) એકપણ નહિ

જવાબ : (B) મંદવાહક

(26) વિદ્યુત પરિપથમાં વહેતા નિર્બળ વિદ્યુતપ્રવાહની ભાળ મેળવવા માટે ટોર્ચ-બલ્બ ટેસ્ટરમાં ટોર્ચ-બલ્બના સ્થાને…………વાપરવામાં આવે છે.

(A) LED

(B) LEAD

(C) FUSE

(D) MCB

જવાબ : (A) LED

(27) વિદ્યુત સુવાહક દ્રવ્ય જણાવો.

(A) દૂધ

(B) મધ

(C) કેરોસીન

(D) સોડા

જવાબ : (D) સોડા

(28) વિદ્યુત અવાહક દ્રવ્ય જણાવો.

(A) દહીંનું પાણી

(B) તેલ

(C) વિનેગર

(D) લીંબુનો રસ

જવાબ : (B) તેલ

(29) તમારી આસપાસની કઈ વસ્તુઓ ઇલેક્ટ્રોપ્લેટિંગ કરેલી હોય છે?

(A) બાથરૂમનો નળ

(B) સાઇકલના હેન્ડલ

(C) ગેસ બર્નર

(D) આપેલ તમામ

જવાબ : (D) આપેલ તમામ

(30) ઇલેક્ટ્રોપ્લેટિંગનો ઉપયોગ શામાં થાય છે?

(A) વસ્તુને ચળકાટવાળી બનાવવા માટે

(B) વસ્તુને કાટ લાગતી અટકાવવા માટે

(C) સસ્તી ધાતુઓથી બનાવેલા આભૂષણો પર સોના – ચાંદીનું આવરણ ચઢાવી તેમને ભપકાદાર બનાવવા

(D) આપેલ તમામ

જવાબ : (D) આપેલ તમામ

Std 8 Science Chapter 11 Mcq Gujarati (31 To 40)

(31) કૉપરના શુદ્ધિકરણમાં અશુદ્ધ કૉપરનો સળિયો બેટરીના………ધ્રુવ સાથે તથા શુદ્ધ કૉપરની પ્લેટ બેટરીના……….ધ્રુવ સાથે જોડવામાં આવે છે.

(A) ધન, ઋણ

(B) ઋણ, ધન

(C) ધન, ધન

(D) ઋણ, ઋણ

જવાબ : (A) ધન, ઋણ

(32) નળના પાણીમાં વિદ્યુતપ્રવાહ પસાર કરતાં તેનું વિઘટન થાય છે, જેને………….કહે છે.

(A) વિદ્યુતપ્લેટિંગ

(B) વિદ્યુત પૃથ્થકરણ

(C) ઇલેક્ટ્રોપ્લેટિંગ

(D) ડાયાલીસીસ

જવાબ : (B) વિદ્યુત પૃથ્થકરણ

(33) તાંબાની ચમચી પર ચાંદીનું આવરણ ચઢાવવા માટે ક્યા વિદ્યુત દ્રાવણનો ઉપયોગ કરવામાં આવે છે?

(A) કૉપર નાઇટ્રેટ

(B) સોડિયમ નાઇટ્રેટ

(C) સિલ્વર નાઇટ્રેટ

(D) એમોનિયમ નાઇટ્રેટ

જવાબ : (C) સિલ્વર નાઇટ્રેટ

(34) બાથરૂમના નળ અને સાઇકલના હેન્ડલને ચળકાટવાળા બનાવવા માટે તેના પર………... નું આવરણ ચઢાવવામાં આવે છે.

(A) કૉપર

(B) ટિન

(C) એલ્યુમિનિયમ

(D) ક્રોમિયમ

જવાબ : (D) ક્રોમિયમ

(35) જે બંધ માર્ગ પર વિદ્યુત પ્રવાહનું વહન થાય છે, તેને………… કહે છે.

(A) વિદ્યુત દ્રાવણ

(B) વિદ્યુત પરિપથ

(C) વિદ્યુત વાહક

(D) વિદ્યુત તાર

જવાબ : (B) વિદ્યુત પરિપથ

(36) પેટ્રોલ એ વિદ્યુતનું ……… છે.

(A) સુવાહક                                       

(B) અવાહક

(C) અર્ધવાહક                                   

(D) એકપણ નહિ

જવાબ : (B) અવાહક

(37) LED નું પુરૂ નામ જણાવો.

(A) Light Emerging Diode

(B) Lite Emitting Diode

(C) Light Emitting Diode

(D) Light Eminning Diode

જવાબ : (C) Light Emitting Diode

(38) પુલ બનાવવામાં વપરાતા લોખંડના ગર્ડર પર કયા દ્રવ્યનું આવરણ ચઢાવવામાં આવે છે?

(A) ટિન

(B) ઝિંક

(C) ક્રોમિયમ

(D) કૉપર

જવાબ : (B) ઝિંક

(39) ઇલેક્ટ્રોમેગ્નેટિક ટેસ્ટર વડે બટાટાના એક ટુકડામાં વિદ્યુતપ્રવાહ થોડા સમય માટે પસાર કરતાં એનોડની આસપાસ કયા રંગનો ડાઘ વિદ્યુતપ્રવાહની કઈ અસરના લીધે બનશે?

(A) લીલાશ પડતો ભૂરો, રાસાયણિક                   

(B) લીલા, રાસાયણિક

(C) ભૂરા, ચુંબકીય                                                                

(D) લીલા, ચુંબકીય

જવાબ : (A) લીલાશ પડતો ભૂરો, રાસાયણિક

(40) લોખંડની વસ્તુ પર કૉપરનું આવરણ ચઢાવવા માટે કયું વિદ્યુત દ્રાવણ વાપરવું જોઇએ?

(A) એમોનિયમ સલ્ફેટ

(B) કૉપર સલ્ફેટ

(C) સોડિયમ સલ્ફેટ

(D) એલ્યુમિનિયમ સલ્ફેટ

જવાબ : (B) કૉપર સલ્ફેટ

Also Read :

ધોરણ 8 વિજ્ઞાન પાઠ 10 MCQ
ધોરણ 8 વિજ્ઞાન પાઠ 12 MCQ
ધોરણ 8 વિજ્ઞાન પાઠ 13 MCQ
Std 8 Science Chapter 11 Mcq Gujarati

Spread the love
error: Content is protected !!
Scroll to Top