Std 7 Social Science Chapter 8 Mcq In Gujarati (ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પાઠ 8 Mcq)

Spread the love

Std 7 Social Science Chapter 8 Mcq In Gujarati
Std 7 Social Science Chapter 8 Mcq In Gujarati

Std 7 Social Science Chapter 8 Mcq In Gujarati, ધોરણ 7 સામાજિક વિજ્ઞાન Mcq, Class 7 Social Science Chapter 8 Mcq Gujarati, Std 7 Social Science Mcq Gujarati, MCQ Questions for Class 7 Social Science PDF.

નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પાઠ 8 નાં MCQ પ્રશ્નો અને જવાબો વાંચી શકશો. તમારા અભ્યાસમાં આ Mcq પ્રશ્નો ઉપયોગી થશે.

ધોરણ :7
વિષય :સામાજિક વિજ્ઞાન
પ્રકરણ : 8પ્રાદેશિક સંસ્કૃતિનું ઘડતર
સત્ર :દ્વિતીય
MCQ :100
Std 7 Social Science Chapter 8 Mcq In Gujarati

Std 7 Social Science Chapter 8 Mcq In Gujarati (1 To 10)

(1) વિભિન્ન સમુદાયની જાણકારી આપણને શાના પરથી મળે છે?

(A) તેમની વિચારસરણી પરથી

(B) તેમની ભાષા પરથી

(C) તેમની પ્રગતિ પરથી

(D) તેમના રહેઠાણ પરથી

જવાબ : (B) તેમની ભાષા પરથી

(2) નવમી સદીમાં સ્થાપવામાં આવેલ મહોદયપુરમનું ચેર રાજ્ય હાલના કયા રાજ્યનો એક ભાગ હતું?

(A) આંધ્ર પ્રદેશનો

(B) તમિલનાડુનો

(C) કર્ણાટકનો

(D) કેરલનો

જવાબ : (D) કેરલનો

(3) કેરલની સંસ્કૃતિ કઈ સંસ્કૃતિ તરીકે ઓળખાય છે?

(A) મલયાલમ સંસ્કૃતિ

(B) તમિલ સંસ્કૃતિ

(C) તેલુગુ સંસ્કૃતિ

(D) કન્નડ સંસ્કૃતિ

જવાબ : (A) મલયાલમ સંસ્કૃતિ

(4) કેરલમાં બોલાતી મુખ્ય ભાષા કઈ છે?

(A) તેલુગુ

(B) કન્નડ

(C) તમિલ

(D) મલયાલમ

જવાબ : (D) મલયાલમ

(5) ચૌદમી સદીમાં વ્યાકરણ અને કાવ્યશાસ્ત્ર પરનો કયો ગ્રંથ મણિપ્રવાલમ્ શૈલીમાં લખાયો હતો?

(A) ‘મણિમેખલાઈ”

(B) ‘તોલકાપ્પિયમ્’

(C) ‘લીલાતિલકમ’

(D) ‘શીલપ્પતિકારમ્’

જવાબ : (C) ‘લીલાતિલકમ’

(6) ચૌદમી સદીમાં વ્યાકરણ અને કાવ્યશાસ્ત્ર પર લખાયેલ લીલાતિલકમ્ગ્રંથ કઈ શૈલીમાં લખાયો હતો?

(A) મણિપ્રવાલમ

(B) એત્તુંથોકઈમ

(C) તોલકાપ્પિયમ્

(D) પથ્થુપાતુમ્

જવાબ : (A) મણિપ્રવાલમ

(7) બંગાળી ભાષાનો ઉદ્દભવ કઇ ભાષામાંથી થયો હોવાનું મનાય છે?

(A) પર્શિયન

(B) સંસ્કૃત

(C) હિન્દી                   

(D) મલયાલમ

જવાબ : (B) સંસ્કૃત

(8) ગુજરાતી ભાષાની જનની કઈ છે?

(A) સંસ્કૃત

(B) પ્રાકૃત

(C) અપભ્રંશ

(D) અવધી

જવાબ : (C) અપભ્રંશ

(9) કયા વિદ્વાનના સમયથી અપભ્રંશ ભાષાની શરૂઆત થઈ?

(A) હેમચંદ્રાચાર્યના

(B) શંકરાચાર્યના

(C) વલ્લભાચાર્યના

(D) રામાનુજાચાર્યના

જવાબ : (A) હેમચંદ્રાચાર્યના

(10) કયા સાહિત્યકારની કલમે ગુજરાતી ભાષાનો ‘સાહિત્યયુગ’ શરૂ થયો?

(A) ઉમાશંકર જોશીની

(B) નરસિંહ મહેતાની

(C) નર્મદની

(D) નવલરામની

જવાબ : (B) નરસિંહ મહેતાની

Std 7 Social Science Chapter 8 Mcq In Gujarati (11 To 20)

(11) નીચેની કૃતિઓમાં કઈ કૃતિ નરસિંહ મહેતાની નથી?

(A) સુદામાચરિત્ર

(B) દાણલીલા

(C) શિવ-ભીલડી સંવાદ

(D) શામળદાસના વિવાહ

જવાબ : (C) શિવ-ભીલડી સંવાદ

(12) મીરાંબાઈએ કોને કેન્દ્રમાં રાખીને પદો રચ્યાં છે?

(A) કૃષ્ણભક્તિને

(B) શિવભક્તિને

(C) રામભક્તિને

(D) વિષ્ણુભક્તિને

જવાબ : (A) કૃષ્ણભક્તિને

(13) કયા સાહિત્યકારે પોતાની રચનાઓમાં ગુજરાતી ભાષા માટે ગુર્જર ભાખા’ની સંજ્ઞા આપી હતી?

(A) નરસિંહ મહેતાએ

(B) દયારામે

(C) પ્રેમાનંદે

(D) ભાલણે

જવાબ : (D) ભાલણે

(14) કયા સાહિત્યકારને આખ્યાનના પિતા તરીકે ઓળખવામાં આવે છે?

(A) પ્રેમાનંદને

(B) ભાલણને

(C) દયારામને

(D) શામળ ભટ્ટને

જવાબ : (B) ભાલણને

(15) નીચેની રચનાઓમાં કઈ રચના ભાલણની નથી?

(A) ધ્રુવાખ્યાન

(B) શિવ-ભીલડી સંવાદ

(C) મૃગી આખ્યાન

(D) પ્રેમાખ્યાન

જવાબ : (D) પ્રેમાખ્યાન

(16) જગન્નાથ સંપ્રદાય કયા રાજ્યમાં આવેલ છે?

(A) ઉત્તર પ્રદેશ

(B) ગુજરાત

(C) ઓડિશા

(D) બિહાર

જવાબ : (C) ઓડિશા

(17) બારમી સદીના ગંગવંશના રાજા અનંત વર્મને પુરીમાં કોનું મંદિર બંધાવવાનો નિર્ણય કર્યો હતો?

(A) જગન્નાથનું

(B) વિષ્ણુનું

(C) મહાદેવનું

(D) શ્રીકૃષ્ણનું

જવાબ : (A) જગન્નાથનું

(18) બારમી સદીના ગંગવંશના કયા રાજાએ પુરીમાં જગન્નાથ મંદિરના નિર્માણનો નિર્ણય કર્યો હતો?

(A) નરસિંહવર્મને

(B) કૃષ્ણદેવરાયે

(C) અનંતવર્મને

(D) અનંગભીમ ત્રીજાએ

જવાબ : (C) અનંતવર્મને

(19) ઈ. સ. 1930માં ક્યા રાજાએ પોતાનું રાજ્ય જગન્નાથને અર્પણ કરી પોતાને તેમના પ્રતિનિધિ તરીકે ઘોષિત કર્યા હતા?

(A) અનંગભીમ બીજાએ

(B) અનંગભીમ ત્રીજાએ

(C) અનંગભીમ પ્રથમ

(D) અનંતવર્મને

જવાબ : (B) અનંગભીમ ત્રીજાએ

(20) કયા તહેવારનું ઉત્તર ભારતમાં વિશેષ મહત્ત્વ છે?

(A) મકરસંક્રાંતિનું

(B) હોળીનું

(C) નવરાત્રીનું

(D) પોંગલનું

જવાબ : (B) હોળીનું

Std 7 Social Science Chapter 8 Mcq In Gujarati (21 To 30)

(21) હોળીનો તહેવાર કેટલા દિવસોનો હોય છે?

(A) ચાર

(B) ત્રણ

(C) બે

(D) એક

જવાબ : (C) બે

(22) બરસાના (ઉત્તર પ્રદેશ) માં ઉજવાતી હોળી કયા નામે ઓળખાય છે?

(A) ગધ્ધામાર હોળી’

(B) ‘લડ્ડુમાર હોળી’

(C) ‘જૂતામાર હોળી

(D) ‘લઠ્ઠમાર હોળી’

જવાબ : (D) ‘લઠ્ઠમાર હોળી’

(23) ઉત્તર પ્રદેશના કયા વિસ્તારમાં ‘લઠ્ઠમાર હોળી’ ઉજવાય છે?

(A) બરસાનામાં

(B) વૃન્દાવનમાં

(C) પીલીભીતમાં

(D) બિજનૌરમાં

જવાબ : (A) બરસાનામાં

(24) બરસાના કોનું જન્મસ્થાન છે?

(A) સહજાનંદ સ્વામીનું

(B) રામાનંદનું

(C) શ્રીકૃષ્ણનું

(D) રાધાજીનું

જવાબ : (D) રાધાજીનું

(25) નીચેના પૈકી કયો તહેવાર પંજાબના લોકો ઊજવે છે?

(A) લોહડી

(B) પોંગલ

(C) ઓણમ

(D) થાઈ

જવાબ : (A) લોહડી

(26) લોહડી તહેવાર ક્યારે ઊજવવામાં આવે છે?

(A) 16 જાન્યુઆરીના રોજ

(B) 26 જાન્યુઆરીના રોજ

(C) 13 જાન્યુઆરીના રોજ

(D) 10 જાન્યુઆરીના રોજ

જવાબ : (C) 13 જાન્યુઆરીના રોજ

(27) કયા તહેવારમાં રાત્રે અગ્નિ પ્રગટાવી તેનું પૂજન અને પ્રદક્ષિણા કરી તેમાં મીઠાઈઓ પધરાવવામાં આવે છે?

(A) ઓણમમાં

(B) લોહડીમાં

(C) પોંગલમાં

(D) હોળીમાં

જવાબ : (B) લોહડીમાં

(28) તમિલનાડુ રાજ્યના મુખ્ય તહેવાર કયો છે?

(A) લોહડી

(B) હોળી

(C) ઓણમ

(D) પોંગલ

જવાબ : (D) પોંગલ

(29) કેરલમાં કયો તહેવાર ઉજવાય છે?

(A) પોંગલ

(B) હોળી

(C) લોહડી

(D) ઓણમ

જવાબ : (D) ઓણમ

(30) પોંગલ એ કયા રાજ્યના મુખ્ય તહેવાર છે?

(A) તમિલનાડુનો

(B) કેરલનો

(C) કર્ણાટકનો

(D) આંધ્ર પ્રદેશનો

જવાબ : (A) તમિલનાડુનો

Std 7 Social Science Chapter 8 Mcq In Gujarati (31 To 40)

(31) ઓણમ (ઓનમ) એ કયા રાજ્યનો મુખ્ય તહેવાર છે?

(A) આંધ્ર પ્રદેશનો

(B) તમિલનાડુનો

(C) કેરલનો

(D) કર્ણાટકનો

જવાબ : (C) કેરલનો

(32) કેરલમાં ઓણમ (ઓનમ) નો તહેવાર કેટલા દિવસ સુધી ઉજવાય છે?

(A) 5 દિવસ સુધી

(B) 10 દિવસ સુધી

(C) 2 દિવસ સુધી

(D) 3 દિવસ સુધી

જવાબ : (B) 10 દિવસ સુધી

(33) કેરલમાં ઓણમ (ઓનમ) ના તહેવાર દરમિયાન યોજાતી નૌકાસ્પર્ધા કયા નામે ઓળખાય છે?

(A) એત્તુથમાલી

(B) મલ્લમપાલી

(C) ઓજપાલી

(D) વલ્લમકાલી

જવાબ : (D) વલ્લમકાલી

(34) ભારતના કયા રાજ્યમાં દુર્ગાપૂજાનું વિશેષ મહત્ત્વ છે?

(A) પશ્ચિમ બંગાળમાં

(B) રાજસ્થાનમાં

(C) પંજાબમાં

(D) કેરલમાં

જવાબ : (A) પશ્ચિમ બંગાળમાં

(35) ઈસુ ખ્રિસ્તનો જન્મદિવસ કયો છે?

(A) 10 ડિસેમ્બર

(B) 20 ડિસેમ્બર

(C) 1 જાન્યુઆરી

(D) 25 ડિસેમ્બર

જવાબ : (D) 25 ડિસેમ્બર

(36) મુસ્લિમો કયા દિવસને શોકદિવસ તરીકે ઊજવે છે અને તે દિવસે તાજિયા કાઢે છે?

(A) રમજાન ઈદના દિવસને

(B) ઈદ-ઉલ-અઝહાના દિવસને

(C) મોહરમના દિવસને

(D) બકરી ઈદના દિવસને

જવાબ : (C) મોહરમના દિવસને

(37) ઈદ-ઉલ-ફિત્રને કઈ ઈદ તરીકે ઓળખવામાં આવે છે?

(A) રમજાન ઈદ તરીકે

(B) બકરી ઈદ તરીકે

(C) ઈદ-એ-મિલાદ તરીકે

(D) મોહરમની ઈદ તરીકે

જવાબ : (A) રમજાન ઈદ તરીકે

(38) પારસીઓનો મુખ્ય તહેવાર કયો છે?

(A) ઓણમ

(B) ગૂડીપડવો

(C) ગુરુપર્વ

(D) પતેતી

જવાબ : (D) પતેતી

(39) પારસી લોકોનો પવિત્ર ધર્મગ્રંથ કયો છે?

(A) ગુરુ ગ્રંથસાહિબ

(B) અવેસ્તા

(C) ત્રિપિટક

(D) બાઇબલ

જવાબ : (B) અવેસ્તા

(40) પારસી લોકો પતેતીના બીજા દિવસને કયા દિવસ તરીકે ઊજવે છે?

(A) ક્રિસ્ટ્રમસ

(B) બૈશાખી

(C) નવરોજ

(D) ઓણમ

જવાબ : (C) નવરોજ

Std 7 Social Science Chapter 8 Mcq In Gujarati (41 To 50)

(41) સિંધી ભાઈ-બહેનોનો તહેવાર કયો છે?

(A) ચેટીચાંદ

(B) રામનવમી

(C) નવરોજ

(D) ગુરુ પર્વ

જવાબ : (A) ચેટીચાંદ

(42) ગુજરાતની આગવી ઓળખ કઈ છે?

(A) મેળો

(B) ગરબા

(C) ભવાઈ

(D) રાસ

જવાબ : (B) ગરબા

(43) ઉત્તરાયણને બીજા કયા નામે ઓળખવામાં આવે છે?

(A) રક્ષાબંધન

(B) જન્માષ્ટમી

(C) મહાશિવરાત્રિ

(D) મકરસંક્રાંતિ

જવાબ : (D) મકરસંક્રાંતિ

(44) કઈ વિધિ કર્યા પછી રથયાત્રાનો આરંભ કરવામાં આવે છે?

(A) ઘુમ્મરવિધિ

(B) પહિંદવિધિ

(C) કુનીવિધિ

(D) પુકુરવિધિ

જવાબ : (B) પહિંદવિધિ

(45) તરણેતરનો મેળો કયા જિલ્લામાં યોજાય છે?

(A) સુરેન્દ્રનગરમાં

(B) જૂનાગઢમાં

(C) પોરબંદરમાં

(D) ગાંધીનગરમાં

જવાબ : (A) સુરેન્દ્રનગરમાં

(46) વૌઠાનો મેળો કયા જિલ્લામાં યોજાય છે?

(A) ભાવનગરમાં

(B) જૂનાગઢમાં

(C) અમદાવાદમાં

(D) મહેસાણામાં

જવાબ : (C) અમદાવાદમાં

(47) ભવનાથનો મેળો કયા જિલ્લામાં યોજાય છે?

(A) વલસાડમાં

(B) સાબરકાંઠામાં

(C) અમરેલીમાં

(D) જૂનાગઢમાં

જવાબ : (D) જૂનાગઢમાં

(48) શામળાજી – ગદાધરનો મેળો કયા જિલ્લામાં યોજાય છે?

(A) માધવપુર, પોરબંદરમાં

(B) રૂપાલ, ગાંધીનગરમાં

(C) શામળાજી, અરવલ્લીમાં

(D) ઉનાવા, મહેસાણામાં

જવાબ : (C) શામળાજી, અરવલ્લીમાં

(49) પલ્લીનો મેળો કયા જિલ્લામાં યોજાય છે?

(A) રૂપાલ, ગાંધીનગરમાં

(B) અંબાજી, બનાસકાંઠામાં

(C) ગરબાડા, દાહોદમાં

(D) ઉનાવા, મહેસાણામાં

જવાબ : (A) રૂપાલ, ગાંધીનગરમાં

(50) ભાદરવી પૂનમનો મેળો કયા જિલ્લામાં યોજાય છે?

(A) માધવપુર, પોરબંદરમાં

(B) અંબાજી, બનાસકાંઠામાં

(C) શામળાજી, અરવલ્લીમાં

(D) ગરબાડા, દાહોદમાં

જવાબ : (B) અંબાજી, બનાસકાંઠામાં

Std 7 Social Science Chapter 8 Mcq In Gujarati (51 To 60)

(51) સરખેજનો મેળો કયા જિલ્લામાં યોજાય છે?

(A) સુરેન્દ્રનગરમાં

(B) જૂનાગઢમાં

(C) સાબરકાંઠામાં

(D) અમદાવાદમાં

જવાબ : (D) અમદાવાદમાં

(52) ગોળ-ગધેડાનો મેળો કયા જિલ્લામાં યોજાય છે?

(A) ગરબાડા, દાહોદમાં

(B) રૂપાલ, ગાંધીનગરમાં

(C) શામળાજી, અરવલ્લીમાં

(D) માધવપુર, પોરબંદરમાં

જવાબ : (A) ગરબાડા, દાહોદમાં

(53) ચિત્ર-વિચિત્રનો મેળો ક્યા જિલ્લામાં યોજાય છે?

(A) સુરેન્દ્રનગરમાં

(B) અમદાવાદમાં

(C) સાબરકાંઠામાં

(D) જૂનાગઢમાં

જવાબ : (C) સાબરકાંઠામાં

(54) મીરાદાતારનો ઉર્સ મુબારક મેળો ક્યા જિલ્લામાં યોજાય છે?

(A) ગરબાડા, દાહોદમાં

(B) માધવપુર, પોરબંદરમાં

(C) શામળાજી, અરવલ્લીમાં

(D) ઉનાવા, મહેસાણામાં

જવાબ : (D) ઉનાવા, મહેસાણામાં

(55) ‘કથન કરે સો કથક કહાવેઆ ઉક્તિ ક્યા નૃત્ય માટે જાણીતી છે?

(A) કથક

(B) ભરતનાટ્યમ્

(C) મણિપુરી

(D) કથકલી

જવાબ : (A) કથક

(56) કયા નૃત્યના વિષયોમાં રાધા અને શ્રીકૃષ્ણની કથાઓ (રાસલીલાઓ) નો સમાવેશ થતો હતો?

(A) ભરતનાટ્યમ્

(B) મણિપુરી

(C) કથકલી

(D) કથક

જવાબ : (D) કથક

(57) કથક ક્યા બે ઘરાનાઓમાં – પરંપરાઓમાં વહેંચાયેલું હતું?

(A) જયપુર અને આગરામાં

(B) જયપુર અને લખનઉમાં

(C) લખનઉ અને ભોપાલમાં

(D) ભોપાલ અને અવધમાં

જવાબ : (B) જયપુર અને લખનઉમાં

(58) 19મી સદીમાં અવધના નવાબ વાજિદઅલી શાહે કયા નૃત્યને પુનર્જીવન આપ્યું હતું?

(A) મણિપુરીને

(B) કથકલીને

(C) કથકને

(D) ભરતનાટ્યમને

જવાબ : (C) કથકને

(59) કથકલી એ કયા રાજ્યની નૃત્ય પરંપરા છે?

(A) કેરલની

(B) તમિલનાડુની

(C) આંધ્ર પ્રદેશની

(D) કર્ણાટકની

જવાબ : (A) કેરલની

(60) કયા નૃત્યમાં પાત્રો મુજબની વેશભૂષા હોય છે?

(A) ભરતનાટ્યમુમાં

(B) કુચીપુડીમાં

(C) કથકલીમાં

(D) કથકમાં

જવાબ : (C) કથકલીમાં

Std 7 Social Science Chapter 8 Mcq In Gujarati (61 To 70)

(61) કયા નૃત્યમાં અભિનય એ આત્મા ગણાય છે?

(A) કુચીપુડીમાં

(B) કથકલીમાં

(C) કથકમાં

(D) મણિપુરીમાં

જવાબ : (B) કથકલીમાં

(62) કયા નૃત્યમાં પાત્રો બોલતાં નથી, પરંતુ પોતાના હાવભાવથી જ અભિવ્યક્તિ કરે છે?

(A) કથકલીમાં

(B) ભરતનાટ્યમમાં

(C) કથકમાં

(D) કુચીપુડીમાં

જવાબ : (A) કથકલીમાં

(63) કયા નૃત્યમાં શરીરની ગતિ ધીમી હોવાથી તેને ભારતનાં અન્ય નૃત્યોથી અલગ માનવામાં આવે છે?

(A) ભરતનાટ્યમમાં

(B) કથકમાં

(C) કથકલીમાં

(D) મણિપુરીમાં

જવાબ : (D) મણિપુરીમાં

(64) કયા નૃત્યના લાસ્ય અને તાંડવ એમ બે પ્રકારો છે?

(A) ભરતનાટ્યમના

(B) મણિપુરીના

(C) કથકલીના

(D) કુચીપુડીના

જવાબ : (B) મણિપુરીના

(65) તમિલનાડુનો તાંજોર જિલ્લો કયા નૃત્યનું ઉદ્ભવસ્થાન ગણાય છે?

(A) કથકલીનું

(B) કુચીપુડીનું

(C) ભરતનાટ્યમનું

(D) મણિપુરીનું

જવાબ : (C) ભરતનાટ્યમનું

(66) ભરતનાટ્યમ્ નૃત્યના વિકાસ સાથે કયો પ્રદેશ સંકળાયેલ છે?

(A) ઓડિશા

(B) કર્ણાટક

(C) તમિલનાડુ

(D) આંધ્ર પ્રદેશ

જવાબ : (C) તમિલનાડુ

(67) નાટ્યશાસ્ત્રની રચના કોણે કરી છે?

(A) ભવભૂતિએ

(B) ભરતમુનિએ

(C) યાજ્ઞવલ્ક્ય મુનિએ

(D) મહાકવિ કાલિદાસે

જવાબ : (B) ભરતમુનિએ

(68) ભરતમુનિ રચિત ક્યો ગ્રંથ ભારતનાં શાસ્ત્રીય નૃત્યો પર લખાયેલ મહાન ગ્રંથ છે?

(A) સંગીત પારિજાત

(B) અભિનવ દર્પણ

(C) નાટ્યશાસ્ત્ર

(D) દૂતવાક્યમ્

જવાબ : (C) નાટ્યશાસ્ત્ર

(69) નન્દીકેશ્વરે ક્યો ગ્રંથ લખ્યો છે?

(A) નાટ્યસંગ્રામ

(B) અભિનય સૂત્રમ્

(C) અભિનય સમ્રાટ

(D) અભિનય દર્પણ

જવાબ : (D) અભિનય દર્પણ

(70) કુચીપુડી નૃત્યનો ઉદ્ભવ કયા પ્રદેશમાં થયો હતો?

(A) તમિલનાડુમાં

(B) કેરલમાં

(C) આંધ્ર પ્રદેશમાં

(D) કર્ણાટકમાં

જવાબ : (C) આંધ્ર પ્રદેશમાં

Std 7 Social Science Chapter 8 Mcq In Gujarati (71 To 80)

(71) કુચીપુડી નૃત્યની રચના કઈ સદીના અરસામાં થયેલ છે?

(A) 15મી

(B) 16મી

(C) 17મી

(D) 18મી

જવાબ : (C) 17મી

(72) કુચીપુડી નૃત્યના સ્થાપક કયા વૈષ્ણવ કવિ હતા?

(A) સિદ્ધેન્દ્ર યોગી

(B) વલ્લભ થોળ

(C) મહલાદ શર્મા

(D) બિરજુ મહારાજ

જવાબ : (A) સિદ્ધેન્દ્ર યોગી

(73) અસમ રાજ્યનું પ્રસિદ્ધ નૃત્ય કયું છે?

(A) ભરતનાટ્યમ્

(B) બિહુ

(C) કથકલી

(D) કુચીપુડી

જવાબ : (B) બિહુ

(74) ઉલ્લાસ વ્યક્ત કરવા માટે સ્ત્રી પુરુષોના સમૂહ દ્વારા પરંપરાગત પોશાક પહેરીને કયું નૃત્ય કરવામાં આવે છે?

(A) મણિપુરી

(B) કથકલી

(C) બિહુ

(D) ભરતનાટ્યમ્

જવાબ : (C) બિહુ

(75) કયા નૃત્યમાં હાથ-પગનું હલનચલન અને ગતિ તથા સમૂહનિર્માણ મહત્ત્વનો ભાગ ભજવે છે?

(A) ભરતનાટ્યમમાં

(B) બિહુમાં

(C) કુચીપુડીમાં

(D) કથકલીમાં

જવાબ : (B) બિહુમાં

(76) કયા નૃત્યમાં ઢોલ, પેપા (ભેંસના શિંગડાંમાંથી બનાવવામાં આવેલ એક વાદ્ય) અને વાંસળી જેવાં વાદ્યોનો ઉપયોગ કરવામાં આવે છે?

(A) બિહુમાં

(B) ભરતનાટ્યમમાં

(C) કથકલીમાં

(D) કથકમાં

જવાબ : (A) બિહુમાં

(77) કયાં રાજ્યોના જૈન ગ્રંથોમાં અનેક લઘુચિત્રો જોવા મળે છે?

(A) ગુજરાત અને મહારાષ્ટ્રના

(B) રાજસ્થાન અને મધ્ય પ્રદેશના

(C) પંજાબ અને હિમાચલ પ્રદેશના

(D) રાજસ્થાન અને ગુજરાતના

જવાબ : (D) રાજસ્થાન અને ગુજરાતના

(78) ગુજરાતમાં શાંતિનાથ ભંડારા કયા શહેરમાં આવેલ છે?

(A) પાટણમાં

(B) પાલનપુરમાં

(C) ખંભાતમાં                  

(D) ધોળકામાં

જવાબ : (C) ખંભાતમાં   

(79) શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનભંડાર કયા શહેરમાં આવેલ છે?

(A) પાટણમાં

(B) સિદ્ધપુરમાં

(C) વડનગરમાં

(D) વડોદરામાં

જવાબ : (A) પાટણમાં

(80) હિમાચલ પ્રદેશમાં વિકસેલી લઘુચિત્રકલાને કઈ ચિત્રશૈલી કહેવામાં આવે છે?

(A) જૈન

(B) રાજસ્થાની

(C) બસોહલી

(D) કાંગડા

જવાબ : (C) બસોહલી

Std 7 Social Science Chapter 8 Mcq In Gujarati (81 To 90)

(81) ભાનુદત્તના કયા પુસ્તકમાં વિશિષ્ટ લઘુચિત્રો જોવા મળે છે?

(A) ‘ગાંધર્વમંજરી’માં

(B) ‘રસમંજરી’માં

(C) ‘દીપકમંજરી’માં

(D) ‘દાસમંજરી’માં

જવાબ : (B) ‘રસમંજરી’માં

(82) કઈ ચિત્રશૈલીને પહાડી ચિત્રકલા પણ કહેવામાં આવે છે?

(A) કાંગડા શૈલીને

(B) રાજસ્થાન શેલીને

(C) જૈન શૈલીને

(D) રાજપૂત શૈલીને

જવાબ : (A) કાંગડા શૈલીને

(83) સૂફીના સિલસિલાના પીરના શિષ્યોને કયા નામે ઓળખવામાં આવતા?

(A) ઓલિયા

(B) મુરીદ

(C) ખ્વાજા

(D) શેખ

જવાબ : (B) મુરીદ

(84) ભારતીય મંદિર-સ્થાપત્યની શરૂઆત કયા સમયથી થઈ?

(A) સંક્રાંતિયુગથી

(B) ગુપ્તકાળથી

(C) દિલ્લી સલ્તનત યુગથી

(D) મૌર્યકાળથી

જવાબ : (B) ગુપ્તકાળથી

(85) કઈ શૈલીનાં મંદિરો સામાન્યતઃ પંચાયતન શૈલીનાં અને ઈંડાકાર શિખરવાળાં બનાવવામાં આવતાં?

(A) દ્રવિડ

(B) નાગર

(C) વેસર

(D) આર્ય

જવાબ : (B) નાગર

(86) નીચેનાં મંદિરો પૈકી કયા એક મંદિરનો નાગર શૈલીનાં મંદિરોમાં સમાવેશ થતો નથી?

(A) જગન્નાથ મંદિર (પુરી)

(B) ખજૂરાહોનું મહાદેવ મંદિર (મધ્ય પ્રદેશ)

(C) કોણાર્કનું સૂર્યમંદિર (ઓડિશા)

(D) સોમનાથનું મંદિર (ગુજરાત)

જવાબ : (D) સોમનાથનું મંદિર (ગુજરાત)

(87) દક્ષિણ ભારતમાં વિકસેલી સ્થાપત્ય શૈલીને કઈ શૈલી તરીકે ઓળખવામાં આવે છે?

(A) નાગર

(B) વેસર

(C) દ્રવિડ

(D) આર્ય

જવાબ : (C) દ્રવિડ

(88) નીચેનાં મંદિરો પૈકી કયા એક મંદિરનો સમાવેશ દ્રવિડ શૈલીનાં મંદિરોમાં થતો નથી?

(A) જગન્નાથ મંદિર (પુરી, ઓડિશા)

(B) બૃહદેશ્વર(રાજરાજેશ્વર)નું મંદિર (તમિલનાડુ)

(C) મીનાક્ષી મંદિર (મદુરાઈ)

(D) મહાબલિપુરમનું રથમંદિર (તમિલનાડુ)

જવાબ : (A) જગન્નાથ મંદિર (પુરી, ઓડિશા)

(89) કઈ સ્થાપત્ય શૈલીમાં નાગર અને દ્રવિડ શૈલીનું મિશ્રણ જોવા મળે છે?

(A) દ્રવિડ

(B) મેસર

(C) વેસર

(D) નાગર

જવાબ : (C) વેસર

(90) કઈ સ્થાપત્ય શૈલી કર્ણાટક શૈલી તરીકે પણ ઓળખાય છે?

(A) વેસર

(B) આર્ય

(C) દ્રવિડ

(D) મેસર

જવાબ : (A) વેસર

Std 7 Social Science Chapter 8 Mcq In Gujarati (91 To 100)

(91) હલેબીડુ, કર્ણાટકમાં આવેલ હોયસળેશ્વરનું મંદિર કઈ સ્થાપત્ય શૈલીમાં બંધાયેલ છે?

(A) વેસર

(B) નાગર

(C) દ્રવિડ

(D) આર્ય

જવાબ : (A) વેસર

(92) બેલૂર, કર્ણાટકમાં આવેલ ચેન્ના કેશવ મંદિર કઈ સ્થાપત્યશૈલીમાં બંધાયેલ છે?

(A) દ્રવિડ

(B) વેસર

(C) નાગર

(D) આર્ય

જવાબ : (B) વેસર

(93) મલયાલમ સંસ્કૃતિ સાથે જોડાયેલી મલયાલમ ભાષા ક્યા રાજ્યની મુખ્ય ભાષા છે?

(A) તમિલનાડુની

(B) કર્ણાટકની

(C) ગોવાની

(D) કેરલની

જવાબ : (D) કેરલની

(94) તહેવાર (ઉત્સવ) અને રાજ્યની કઈ જોડ ખોટી છે?

(A) પોંગલ – તમિલનાડુ

(B) ઓણમ – આંધ્ર પ્રદેશ

(C) દુર્ગાપૂજા – પશ્ચિમ બંગાળ

(D) લોહડી – પંજાબ

જવાબ : (B) ઓણમ – આંધ્ર પ્રદેશ

(95) ગુજરાતમાં યોજાતા મેળાઓની કઈ જોડ ખોટી છે?

(A) તરણેતરનો મેળો (સુરેન્દ્રનગર જિલ્લો)

(B) વૌઠાનો મેળો (અમદાવાદ જિલ્લો)

(C) અંબાજીનો મેળો (બનાસકાંઠા જિલ્લો)

(D) માધવપુરનો મેળો (જુનાગઢ જિલ્લો)

જવાબ : (D) માધવપુરનો મેળો (જુનાગઢ જિલ્લો)

(96) કથકલી એ કયા રાજ્યની નૃત્ય પરંપરા છે?

(A) ઉત્તર પ્રદેશની

(B) મણિપુરની

(C) કેરલની

(D) કર્ણાટકની

જવાબ : (C) કેરલની

(97) મંદિર સ્થાપત્ય શૈલીના મુખ્ય પ્રકારોમાં કોનો સમાવેશ થતો નથી?

(A) ગાંધાર શૈલીનો

(B) નાગર શૈલીનો

(C) દ્રવિડ શૈલીનો

(D) વેસર શૈલીનો

જવાબ : (A) ગાંધાર શૈલીનો

(98) ઓણમ (ઓનમ) તહેવારને કઈ બાબત લાગુ પડતી નથી?

(A) ફૂલોની સજાવટ

(B) નૃત્યોની રમઝટ

(C) અગ્નિનું પૂજન અને પ્રદક્ષિણા

(D) નૌકાસ્પર્ધા

જવાબ : (C) અગ્નિનું પૂજન અને પ્રદક્ષિણા

(99) દિવાળીના તહેવારની સાથે જોડાયેલા તહેવારોમાં નીચેનામાંથી કયો ક્રમ સાચો છે?

(A) દિવાળી, કાળીચૌદશ, ધનતેરસ, વાઘબારસ, નૂતનવર્ષ, ભાઈબીજ

(B) વાઘબારસ, ધનતેરશ, કાળીચૌદશ, દિવાળી, નૂતનવર્ષ, ભાઈબીજ

(C) નૂતનવર્ષ, ભાઈબીજ, દિવાળી, વાઘબારસ, ધનતેરશ, કાળીચૌદશ

(D) વાઘબારસ, કાળીચૌદશ, ધનતેરસ, દિવાળી, નૂતનવર્ષ, ભાઈબીજ

જવાબ : (B) વાઘબારસ, ધનતેરશ, કાળીચૌદશ, દિવાળી, નૂતનવર્ષ, ભાઈબીજ

(100) વિભિન્ન સમુદાયની જાણકારી આપણને શાના પરથી મળે છે?

(A) તેમની વિચારસરણી પરથી

(B) તેમની ભાષા પરથી

(C) તેમની પ્રગતિ પરથી

(D) તેમના રહેઠાણ પરથી

જવાબ : (B) તેમની ભાષા પરથી

Also Read :

ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પાઠ 9 Mcq

ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પાઠ 7 Mcq


Spread the love
error: Content is protected !!
Scroll to Top