Std 7 Social Science Chapter 6 Mcq In Gujarati (ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પાઠ 6 Mcq)

Std 7 Social Science Chapter 6 Mcq In Gujarati
Std 7 Social Science Chapter 6 Mcq In Gujarati

Std 7 Social Science Chapter 6 Mcq In Gujarati, ધોરણ 7 સામાજિક વિજ્ઞાન Mcq, Class 7 Social Science Chapter 6 Mcq Gujarati, Std 7 Social Science Mcq Gujarati, MCQ Questions for Class 7 Social Science PDF.

નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પાઠ 6 નાં MCQ પ્રશ્નો અને જવાબો વાંચી શકશો. તમારા અભ્યાસમાં આ Mcq પ્રશ્નો ઉપયોગી થશે.

ધોરણ :7
વિષય :સામાજિક વિજ્ઞાન
પ્રકરણ : 6વિચરતી અને વિમુક્ત જાતિઓ
સત્ર :દ્વિતીય
MCQ :40
Std 7 Social Science Chapter 6 Mcq In Gujarati

Std 7 Social Science Chapter 6 Mcq In Gujarati (1 To 10)

(1) ભારત કેવો વારસો ધરાવતો દેશ છે?

(A) વૈવિધ્યપૂર્ણ સાંસ્કૃતિક વારસો

(B) વૈવિધ્યપૂર્ણ ધાર્મિક વારસો

(C) વૈવિધ્યપૂર્ણ સામાજિક વારસો

(D) વૈવિધ્યપૂર્ણ ઐતિહાસિક વારસો

જવાબ : (A) વૈવિધ્યપૂર્ણ સાંસ્કૃતિક વારસો

(2) 1857ના સંગ્રામમાં કઈ જાતિઓએ સ્વાતંત્ર્ય સેનાનીઓને મદદ કરી હતી?

(A) ગુરખાઓએ

(B) શીખોએ

(C) વિચરતી અને વિમુક્ત જાતિઓએ

(D) આપેલ પૈકી એક પણ નહિ

જવાબ : (C) વિચરતી અને વિમુક્ત જાતિઓએ

(3) વિચરતી અને વિમુક્ત જાતિઓને અન્ય સમુદાયથી અલગ કરવા અંગ્રેજ સરકારે કયો કાયદો બનાવ્યો?

(A) ‘કોસ્ક્રિપ્શન ટ્રાઇબ્ઝ ઍક્ટ’ – 1875

(B) ‘ક્રિમિનલ ટ્રાઇબ્ઝ ઍક્ટ’ – 1871

(C) ‘કરપ્શન ટ્રાઇબ્ઝ ઍક્ટ’ – 1876

(D) ‘કન્વિક્શને ટ્રાઇબ્ઝ ઍક્ટ’ – 1878

જવાબ : (B) ‘ક્રિમિનલ ટ્રાઇબ્ઝ ઍક્ટ’ – 1871

(4) ભારત સરકારે વિચરતી અને વિમુક્ત જાતિઓને અંગ્રેજોના કાળા કાયદાથી ક્યારે મુક્ત કરી?

(A) ઈ. સ. 1952માં

(B) ઈ. સ. 1955માં

(C) ઈ. સ. 1961માં

(D) ઈ. સ. 1962માં

જવાબ : (A) ઈ. સ. 1952માં

(5) ભારત સરકારે ઈ. સ. 1952માં કઈ જાતિઓને અંગ્રેજોના કાળા કાયદાથી મુક્ત કરી હતી?

(A) અનુસૂચિત જાતિઓને

(B) વિહરતી જાતિઓને

(C) અનુસૂચિત જનજાતિઓને

(D) વિચરતી અને વિમુક્ત જાતિઓને

જવાબ : (D) વિચરતી અને વિમુક્ત જાતિઓને

(6) વિચરતી અને વિમુક્ત જાતિઓનું જીવન કોના પર આધારિત હતું?

(A) સ્થળાંતરિત ખેતી પર

(B) લોકોના મનોરંજન પર

(C) વન્ય પેદાશોના વેચાણ પર

(D) વન્ય સંસાધન અને પશુપાલન પર

જવાબ : (D) વન્ય સંસાધન અને પશુપાલન પર

(7) કયા અહેવાલના આધારે વિચરતી અને વિમુક્ત જાતિઓને બંધારણીય રીતે માનવ અધિકાર આપ્યો છે?

(A) ઈ. સ. 2005ના અહેવાલના આધારે

(B) ઈ. સ. 2008ના અહેવાલના આધારે

(C) ઈ. સ. 2012ના અહેવાલના આધારે

(D) ઈ. સ. 2018ના અહેવાલના આધારે

જવાબ : (B) ઈ. સ. 2008ના અહેવાલના આધારે

(8) ભારતની વિચરતી જાતિઓમાં કઈ એક જાતિનો સમાવેશ થતો નથી?

(A) બજાણિયા જાતિનો

(B) બહુરૂપી જાતિનો

(C) વણજારા જાતિનો

(D) ભામટા જાતિનો

જવાબ : (A) બજાણિયા જાતિનો

(9) ગુજરાતની વિચરતી જાતિઓમાં કઈ એક જાતિનો સમાવેશ થતો નથી?

(A) ચિતોડીયા જાતિનો

(B) કાંગસિયા જાતિનો

(C) વાંસફોડા જાતિનો

(D) સલાટ જાતિનો

જવાબ : (A) ચિતોડીયા જાતિનો

(10) ગુજરાતની વિમુક્ત જાતિઓમાં કઈ એક જાતિનો સમાવેશ થતો નથી?

(A) મિયાણા જાતિનો

(B) દેવીપૂજક જાતિનો

(C) ડફેર જાતિનો

(D) ભવૈયા જાતિનો

જવાબ : (D) ભવૈયા જાતિનો

Std 7 Social Science Chapter 6 Mcq In Gujarati (11 To 20)

(11) વિચરતી અને વિમુક્ત જાતિઓનાં બાળકોના શિક્ષણ માટે સરકારે શાની સ્થાપના કરી છે?

(A) ફરતી શાળાઓની

(B) અદ્યતન શાળાઓ અને છાત્રાલયોની

(C) માન્ય ઓપન શાળાઓ અને છાત્રાલયોની

(D) આશ્રમશાળાઓ અને છાત્રાલયોની

જવાબ : (D) આશ્રમશાળાઓ અને છાત્રાલયોની

(12) ગુજરાતમાં વિમુક્ત જાતિઓ પૈકી કઈ જાતિ મોટા ભાગના વિસ્તારોમાં જોવા મળે છે?

(A) દેવીપૂજક જાતિ

(B) ડફેર જાતિ

(C) મિયાણા જાતિ

(D) છારા જાતિ

જવાબ : (A) દેવીપૂજક જાતિ

(13) શાકભાજીના ઉત્પાદન અને વેપાર ઉપરાંત, કેટલાક પરંપરાગત વ્યવસાયોમાં ગુજરાતની કઈ વિમુક્ત જાતિ સંકળાયેલી છે?

(A) વાઘેર જાતિ

(B) મિયાણા જાતિ

(C) દેવીપૂજક જાતિ

(D) સંધિ જાતિ

જવાબ : (C) દેવીપૂજક જાતિ

(14) દેવીપૂજક સમાજની કૌટુંબિક સમસ્યાઓ ઉકેલવામાં લવાદની મુખ્ય ભૂમિકા કોણ ભજવે છે?

(A) સગા-સંબંધીઓ                  

(B) જ્ઞાતિપંચ

(C) જ્ઞાતિના વડીલો                  

(D) લોકઅદાલત

જવાબ : (B) જ્ઞાતિપંચ

(15) કઈ વિમુક્ત જાતિના આંતરિક પ્રશ્નોના મુકદમા (કેસો) અદાલતોમાં ભાગ્યે જ જોવા મળે છે?

(A) વણજારા જાતિના

(B) નટ જાતિના

(C) માલધારી જાતિના

(D) દેવીપૂજક જાતિના

જવાબ : (D) દેવીપૂજક જાતિના

(16) ભારતની વિચરતી-વિમુક્ત જાતિઓમાં કઈ જાતિનું સ્થાન મહત્ત્વનું હતું?

(A) વણજારા જાતિનું

(B) મિયાણા જાતિનું

(C) માલધારી જાતિનું

(D) પારધી જાતિનું

જવાબ : (A) વણજારા જાતિનું

(17) પ્રાચીન કાળથી ભારતીય સમાજવ્યવસ્થામાં કઈ વિચરતી-વિમુક્ત જાતિનું નામ જાણીતું છે?

(A) ઈરાની જાતિનું

(B) વણજારા જાતિનું

(C) બહુરૂપી જાતિનું

(D) જાતિગર જાતિનું

જવાબ : (B) વણજારા જાતિનું

(18) વણજારાઓ મુખ્યત્વે શું લાવવા-લઈ જવાનું કાર્ય કરતા હતા?

(A) અધિકારીઓને

(B) જૈન સાધુઓને

(C) રાજસેવકોને             

(D) વેપારી પોઠોને

જવાબ : (D) વેપારી પોઠોને

(19) વણજારાઓની પોઠનો સમૂહ શું કહેવાતો?

(A) વણજાર (મુંડી)

(B) વણજાર (ટાંડું)

(C) વણજાર (મંડી)

(D) વણજાર (ટાંડા)

જવાબ : (B) વણજાર (ટાંડું)

(20) દિલ્લી સલ્તનતનો ક્યો સુલતાન દિલ્લીનાં બજારો સુધી અનાજ અને ચીજવસ્તુઓ લાવવા-લઈ જવા માટે વણજારાઓનો ઉપયોગ કરતો હતો?

(A) જીયાઉદ્દીન

(B) જલાલુદ્દીન

(C) આબુઉદ્દીન

(D) અલાઉદ્દીન

જવાબ : (D) અલાઉદ્દીન

Std 7 Social Science Chapter 6 Mcq In Gujarati (21 To 30)

(21) કયા મુઘલ બાદશાહે વણજારા દ્વારા બળદો પર અનાજ લાદીને શહેરોમાં વેચવાના તેમના કાર્યનો ઉલ્લેખ કર્યો છે?

(A) બહાદુરશાહે

(B) ઓરંગઝેબે

(C) અકબરે

(D) જહાંગીરે

જવાબ : (D) જહાંગીરે

(22) યુદ્ધ દરમિયાન વણજારાઓ કોની પોઠ દ્વારા મુઘલ સેના માટે અનાજ અને ચીજવસ્તુઓ લાવતા હતા?

(A) ગધેડાં               

(B) બળદો

(C) ગાયો                

(D) ભેંસો

જવાબ : (B) બળદો

(23) વણજારાઓ કયા પ્રદેશથી અનેક ચીજવસ્તુઓ ભારતમાં લાવતા અને ભારતમાંથી બહાર લઈ જતા?

(A) મધ્ય એશિયાથી

(B) યુરોપથી

(C) ચીનથી

(D) રશિયાથી

જવાબ : (A) મધ્ય એશિયાથી

(24) વણજારા ભારત ઉપરાંત કયા દેશો સુધી જોવા મળે છે?

(A) પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સુધી

(B) પાકિસ્તાન અને બાંગ્લાદેશ સુધી

(C) પાકિસ્તાન અને મ્યાનમાર સુધી

(D) પાકિસ્તાન અને શ્રીલંકા સુધી

જવાબ : (A) પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સુધી

(25) અંગ્રેજ શાસન પછી ગરીબ વણજારા કઈ વસ્તુઓના વેપારી બન્યા?

(A) ઘાસની ચટાઈઓ અને મોટા થેલાના

(B) દોરડાં અને મોટા થેલાના

(C) બંગડીઓ અને કાંગસીઓના

(D) ચાદરો અને દોરડાંના

જવાબ : (C) બંગડીઓ અને કાંગસીઓના

(26) ગીર અને બરડા ડુંગરના જંગલમાં રહેતા માલધારીઓનો વસવાટ ક્યા નામે ઓળખાય છે?

(A) પાઇક

(B) બેરાદ

(C) ગડરિયો                  

(D) નેસ

જવાબ : (D) નેસ

(27) ગુજરાતમાં કયા વિસ્તારના માલધારીઓ – રબારીઓ ઉનાળામાં સ્થળાંતર કરે છે?

(A) ગીરના

(B) કચ્છના

(C) બરડાના

(D) આલેચના

જવાબ : (B) કચ્છના

(28) કઈ વિચરતી અને વિમુક્ત જાતિ અંગ કરતબની અનેક કલાઓ જાણે છે?

(A) નટ કે બજાણિયા

(B) દેવીપૂજક

(C) કાંગસિયા

(D) મદારી

જવાબ : (A) નટ કે બજાણિયા

(29) કાંગસિયા, મોડવા, મદારી, ડફેર વગેરે વિચરતી અને વિમુક્ત જાતિઓની જીવનશૈલી મોટે ભાગે કઈ પ્રથાની જોવા મળે છે?

(A) સમન્વયકારી

(B) સાંસ્કૃતિક

(C) કબીલાઈ

(D) વર્ણાશ્રમ

જવાબ : (C) કબીલાઈ

(30) સરકારે કોની સાથે સાંકળીને વિચરતી અને વિમુક્ત જાતિઓનો યથોચિત વિકાસ કરવાનો પ્રયત્ન કર્યો છે?

(A) પરંપરાગત વ્યવસાયો સાથે

(B) પ્રાકૃતિક સંસાધનો સાથે

(C) રીતરિવાજો અને ઉત્સવો સાથે                   

(D) વિજ્ઞાન અને ટેકનોલૉજી સાથે

જવાબ : (D) વિજ્ઞાન અને ટેકનોલૉજી સાથે

Std 7 Social Science Chapter 6 Mcq In Gujarati (31 To 40)

(31) વિચરતી અને વિમુક્ત જાતિઓમાં કઈ એક બાબતમાં સમાનતા હતી?

(A) ભાષા, ખોરાક અને વ્યવસાય

(B) ભાષા, વ્યવસાય અને કુટુંબપ્રથા

(C) ભાષા, ખોરાક અને પહેરવેશ

(D) ખોરાક, વ્યવસાય અને કુટુંબપ્રથા

જવાબ : (C) ભાષા, ખોરાક અને પહેરવેશ

(32) ભારતની વિચરતી જાતિઓમાં કઈ એક જાતિનો સમાવેશ થાય છે?

(A) ભવૈયા

(B) રાવળિયા

(C) કાંગસિયા

(D) વણજારા

જવાબ : (D) વણજારા

(33) ભારતની વિચરતી જાતિઓમાં કઈ એક જાતિનો સમાવેશ થતો નથી?

(A) દેવીપૂજક

(B) અઘોરી

(C) હેલવા

(D) બૈરાગી

જવાબ : (A) દેવીપૂજક

(34) ગુજરાતની વિચરતી જાતિઓમાં કઈ જાતિનો સમાવેશ થાય છે?

(A) ડફેર

(B) ગારુડી

(C) વાઘેર

(D) કામતી

જવાબ : (B) ગારુડી

(35) ગુજરાતની વિચરતી જાતિઓમાં કઈ એક જાતિનો સમાવેશ થતો નથી?

(A) ભવૈયા

(B) રાવળિયા

(C) મિયાણા

(D) ચામઠા

જવાબ : (C) મિયાણા

(36) ગુજરાતની વિમુક્ત જાતિઓમાં કઈ એક જાતિનો સમાવેશ થતો નથી?

(A) છારા

(B) ડફેર

(C) દેવીપૂજક

(D) પારધી

જવાબ : (D) પારધી

(37) વિચરતી અને વિમુક્ત જાતિઓ માટે નીચેનામાંથી કયું વિધાન બંધબેસતું નથી?

(A) તેઓ જીવનનિર્વાહ માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરતા.

(B) તેમનું જીવન પશુપાલન અને વન્ય સંસાધન પર આધારિત હતું.

(C) તેઓ ગળીકામ, રંગકામ, છાપકામ વગેરે વ્યવસાયો સાથે સંકળાયેલા હતા.

(D) તેઓ સ્થાયી ખેડૂતો (લોકો) સાથે વસ્તુઓનો વિનિમય કરતા.

જવાબ : (C) તેઓ ગળીકામ, રંગકામ, છાપકામ વગેરે વ્યવસાયો સાથે સંકળાયેલા હતા.

(38) નીચે આપેલ ચિત્ર કઈ વિચરતી અને વિમુક્ત જાતિના વ્યવસાયનું દર્શન કરાવે છે?

Std 7 Social Science Chapter 6 Mcq In Gujarati
Std 7 Social Science Chapter 6 Mcq In Gujarati

(A) વણજારા જાતિના વ્યવસાયનું          

(B) બહુરૂપી જાતિના વ્યવસાયનું

(C) કાંગસિયા જાતિના વ્યવસાયનું

(D) રાવળિયા જાતિના વ્યવસાયનું

જવાબ : (A) વણજારા જાતિના વ્યવસાયનું   

(39) ભારત કેવો વારસો ધરાવતો દેશ છે?

(A) વૈવિધ્યપૂર્ણ સાંસ્કૃતિક વારસો

(B) વૈવિધ્યપૂર્ણ ધાર્મિક વારસો

(C) વૈવિધ્યપૂર્ણ સામાજિક વારસો

(D) વૈવિધ્યપૂર્ણ ઐતિહાસિક વારસો

જવાબ : (A) વૈવિધ્યપૂર્ણ સાંસ્કૃતિક વારસો

(40) 1857ના સંગ્રામમાં કઈ જાતિઓએ સ્વાતંત્ર્ય સેનાનીઓને મદદ કરી હતી?

(A) ગુરખાઓએ

(B) શીખોએ

(C) વિચરતી અને વિમુક્ત જાતિઓએ

(D) આપેલ પૈકી એક પણ નહિ

જવાબ : (C) વિચરતી અને વિમુક્ત જાતિઓએ

Also Read :

ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પાઠ 14 Mcq

ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પાઠ 5 Mcq

error: Content is protected !!
Scroll to Top