Std 7 Social Science Chapter 2 Mcq Gujarati (ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પાઠ 2 MCQ)

Spread the love

Std 7 Social Science Chapter 2 Mcq Gujarati
Std 7 Social Science Chapter 2 Mcq Gujarati

Std 7 Social Science Chapter 2 Mcq In Gujarati, ધોરણ 7 સામાજિક વિજ્ઞાન MCQ, Class 7 Social Science Chapter 2 Mcq Gujarati, Std 7 Social Science Mcq Gujarati, MCQ Questions for Class 7 Social Science PDF.

નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પાઠ 2 નાં MCQ પ્રશ્નો અને જવાબો વાંચી શકશો. તમારા અભ્યાસમાં આ Mcq પ્રશ્નો ઉપયોગી થશે.

ધોરણ :7
વિષય :સામાજિક વિજ્ઞાન
પ્રકરણ : 2દિલ્લી સલ્તનત
સત્ર :પ્રથમ
MCQ :75
Std 7 Social Science Chapter 2 Mcq Gujarati

Std 7 Social Science Chapter 2 Mcq Gujarati (1 To 10)

(1) પ્રાચીનકાળથી જ કયું શહેર ભારતીય રાજનીતિના કેન્દ્રમાં રહ્યું છે?

(A) લાહોર

(B) આગરા

(C) દિલ્લી

(D) શ્રીનગર

જવાબ : (C) દિલ્લી

(2) 12મી સદીમાં તોમર અને ચૌહાણ રાજપૂતોના સમયમાં કયું શહેર વેપાર-વાણિજ્યનું એક મહત્ત્વનું કેન્દ્ર હતું?

(A) તાંજોર

(B) વાતાપી

(C) જયપુર

(D) દિલ્લી

જવાબ : (D) દિલ્લી

(3) કઈ સદીની શરૂઆતમાં દિલ્લી સલ્તનતની સ્થાપના થઈ?

(A) 12મી

(B) 13મી

(C) 14મી

(D) 15મી

જવાબ : (B) 13મી

(4) સવા ત્રણ સો વર્ષ દરમિયાન દિલ્લી સલ્તનતમાં કુલ કેટલા વંશોએ સત્તા ભોગવી?

(A) ચાર

(B) સાત

(C) પાંચ

(D) છ

જવાબ : (C) પાંચ

(5) દિલ્લી સલ્તનતમાં જે વંશોએ સત્તા ભોગવી તેમાં કયા એક વંશનો સમાવેશ થતો નથી?

(A) મુઘલવંશનો

(B) ખલજીવંશનો

(C) લોદીવંશનો

(D) સૈયદવંશનો

જવાબ : (A) મુઘલવંશનો

Play Quiz :

ધોરણ 7 સામાજિક વિજ્ઞાન એકમ : 2 MCQ QUIZ ભાગ : 1

(6) દિલ્લી સલ્તનતમાં શાસન કરનાર વંશોમાં સૌપ્રથમ કયા વંશે શાસન કર્યું હતું?

(A) તુગલકવંશે

(B) સૈયદવંશે

(C) ખલજીવંશે

(D) ગુલામવંશે

જવાબ : (D) ગુલામવંશે

(7) ભારતમાં દિલ્લી સલ્તનતની સત્તાનો પાયો કોણે નાખ્યો હતો?

(A) મુહમ્મદ-બિન-તુગલકે

(B) અલાઉદીન ખલજીએ

(C) શિહાબુદ્દીન ઘોરીએ

(D) કુતુબુદ્દીન ઐબકે

જવાબ : (C) શિહાબુદ્દીન ઘોરીએ

(8) દિલ્લી સલ્તનતનો પ્રથમ સુલતાન કોણ હતો?

(A) શિહાબુદ્દીન ઘોરી

(B) ઇલ્તુત્મિશ

(C) કુતુબુદ્દીન ઐબક

(D) નાસિરુદ્દીન

જવાબ : (C) કુતુબુદ્દીન ઐબક

(9) કુતુબુદીન ઐબકે દિલ્લી સલ્તનતમાં કેટલાં વર્ષ શાસન કર્યું હતું?

(A) પાંચ

(B) છ

(C) સાત

(D) અગિયાર

જવાબ : (A) પાંચ

(10) કુતુબુદ્દીન ઐબકના અવસાન બાદ દિલ્લી સલ્તનતની ગાદીએ કોણ આવ્યું?

(A) અલાઉદ્દીન

(B) જલાલુદ્દીન

(C) રઝિયા સુલતાના

(D) ઇલ્તુત્મિશ

જવાબ : (D) ઇલ્તુત્મિશ

Std 7 Social Science Chapter 2 Mcq Gujarati (11 To 20)

(11) ચેહલગાન‘ (ચારગાન) એટલે શું?

(A) ચાર મંત્રીઓ

(B) 40 તુર્ક સૈનિકોનું દળ

(C) 40 અફઘાન સૈનિકોનું દળ

(D) 40 તુર્ક અમીરોનું દળ

જવાબ : (D) 40 તુર્ક અમીરોનું દળ

(12) સલ્તનતની રાજધાનીનું સ્થળાંતર લાહોરથી દિલ્લી કોણે કર્યું?

(A) શિહાબુદ્દીને

(B) કુતુબુદીને

(C) ઇલ્તુત્મિશે

(D) અલાઉદ્દીને

જવાબ : (C) ઇલ્તુત્મિશે

(13) ગુલામવંશનો સાચો સ્થાપક કોને માનવામાં આવે છે?

(A) કુતુબુદ્દીનને

(B) શિહાબુદ્દીનને

(C) બહાલોલને

(D) ઇલ્તુત્મિશને

જવાબ : (D) ઇલ્તુત્મિશને

(14) રઝિયા સુલતાનાના અવસાન પછી અમીરોએ કોને દિલ્લી સલ્તનતની ગાદીએ બેસાડ્યો?

(A) જલાલુદ્દીનને

(B) નાસિરુદ્દીનને

(C) ઇબ્રાહિમને

(D) ગ્યાસુદ્દીનને

જવાબ : (B) નાસિરુદ્દીનને

Play Quiz :

ધોરણ 7 સામાજિક વિજ્ઞાન એકમ : 2 MCQ QUIZ ભાગ : 2

(15) ક્યા સુલતાને ‘એહલગાનદળને વિખેરી નાખીને સુલતાનના પદને વધુ મજબૂત બનાવ્યું?

(A) નાસીરુદ્દીને

(B) ઇલ્તુત્મિશે

(C) ગ્યાંસુદ્દીને             

(D) જલાલુદ્દીને

જવાબ : (C) ગ્યાંસુદ્દીને

Std 7 Social Science Chapter 2 Mcq Gujarati
Std 7 Social Science Chapter 2 Mcq Gujarati

(16) ગુલામવંશના શાસન પછી દિલ્લી સલ્તનત પર ક્યા વંશના શાસનની શરૂઆત થઈ?

(A) લોદીવંશના

(B) સૈયદવંશના

(C) તુગલકવંશના

(D) ખલજીવંશના

જવાબ : (D) ખલજીવંશના

(17) ક્યા સુલતાનથી ખલજીવંશના શાસનની શરૂઆત થઈ?

(A) જલાલુદ્દીનથી

(B) અલાઉદીનથી

(C) નાસિરુદ્દીનથી

(D) ફિરોજશાહથી

જવાબ : (A) જલાલુદ્દીનથી

(18) જલાલુદીનના 6 વર્ષના શાસન પછી દિલ્લીની ગાદીએ કયો સુલતાન આવ્યો?

(A) શાહબુદ્દીન

(B) ફિરોજશાહ

(C) અલાઉદ્દીન

(D) ગ્યાસુદ્દીન

જવાબ : (C) અલાઉદ્દીન

(19) દિલ્લીમાં સ્થાયી સૈન્યની શરૂઆત ક્યા સુલતાને કરી હતી?

(A) ગ્યાસુદ્દીને

(B) જલાલુદ્દીને

(C) નાસિરુદીને

(D) અલાઉદ્દીને

જવાબ : (D) અલાઉદ્દીને

(20) કયા સુલતાને સૈન્યના ઘોડાઓ અને સૈનિકોની વિશિષ્ટ ઓળખ માટે ‘દાગ’ અને ‘ચહેરા’ પદ્ધતિની શરૂઆત કરી હતી?

(A) અલાઉદ્દીને

(B) જલાલુદીને

(C) મુહમ્મદ-બિન-તુગલકે

(D) ફિરોજશાહે

જવાબ : (A) અલાઉદ્દીને

Std 7 Social Science Chapter 2 Mcq Gujarati (21 To 30)

(21) અલાઉદીન ખલજીએ સૈન્યના ઘોડાઓ અને સૈનિકો માટે કઈ પદ્ધતિની શરૂઆત કરી હતી?

(A) ‘દાગ’ અને ‘ચહેરા’ પદ્ધતિની

(B) ‘દાગ’ અને ‘કાગ’ પદ્ધતિની

(C) ‘ચહેરા’ અને ‘મહોરા’ પદ્ધતિની

(D) ‘દાગ’ અને ‘ચેહલ’ પદ્ધતિની

જવાબ : (A) ‘દાગ’ અને ‘ચહેરા’ પદ્ધતિની

(22) ખલજીવંશના શાસન પછી દિલ્લી સલ્તનત પર કયા વંશના શાસનની શરૂઆત થઈ?

(A) સૈયદવંશની

(B) મુઘલવંશની

(C) તુગલકવંશની

(D) લોદી વંશની

જવાબ : (C) તુગલકવંશની

(23) અલાઉદ્દીન ખલજીના સમયમાં કયા પ્રસિદ્ધ કવિ થઈ ગયા?

(A) હઝરત નિઝામુદ્દીન ઓલિયા

(B) અમીર ખુશરો

(C) મુલ્લા દાઉદ    

(D) ઝીયાઉદીન બરની

જવાબ : (B) અમીર ખુશરો

(24) દિલ્હીની ગાદી ઉપર તુગલક શાસનની શરૂઆત કોણે કરી હતી?

(A) ગિયાસુદીન તુગલકે

(B) નિઝામુદીન તુગલકે

(C) ફિરોજશાહ તુગલકે

(D) ઝીયાઉદીન તુગલકે

જવાબ : (A) ગિયાસુદીન તુગલકે

(25) કયા સુલતાને રાજધાનીનું સ્થળાંતર દિલ્લીથી દોલતાબાદ કર્યું હતું?

(A) ગિયાસુદીન તુગલકે

(B) ફિરોજશાહ તુગલકે

(C) નાસિરુદ્દીન તુગલકે

(D) મુહમ્મદ-બિન-તુગલકે

જવાબ : (D) મુહમ્મદ-બિન-તુગલકે

(26) સુલતાન મુહમ્મદ-બિન-તુગલકના સમયમાં કયો આફ્રિકન મુસાફર ભારતની મુલાકાતે આવ્યો હતો?

(A) હારૂન-અલ-રશીદ

(B) ઇબ્નબતુતા

(C) અબ્દઅલા

(D) અબ્દુર ૨ઝાક

જવાબ : (B) ઇબ્નબતુતા

(27) સુલતાન મુહમ્મદ-બિન-તુગલક પછી દિલ્લી સલ્તનતની ગાદીએ કોણ આવ્યું હતું?

(A) નાસિરુદીન તુગલક

(B) ઝીયાઉદ્દીન તુગલક

(C) ફિરોજશાહ તુગલક

(D) ગિયાસુદીન તુગલક

જવાબ : (C) ફિરોજશાહ તુગલક

(28) ફિરોજશાહ તુગલકના અવસાન પછી દિલ્લી પર કોણે આક્રમણ કર્યું?

(A) ચિંગીઝખાને

(B) તૈમૂર લંગે

(C) બાબરે

(D) સિકંદરે

જવાબ : (B) તૈમૂર લંગે

(29) તુગલકવંશના શાસનના અંત પછી દિલ્લીની ગાદી ઉપર કયા વંશના શાસનની સ્થાપના થઈ?

(A) ખલજીવંશના

(B) મુઘલવંશના

(C) સૈયદવંશના

(D) લોદીવંશના

જવાબ : (C) સૈયદવંશના

(30) દિલ્હીની ગાદી ઉપર સૈયદવંશની સ્થાપના કોણે કરી?

(A) બહલોલે

(B) ઇબ્રાહીમે

(C) ફિરોજખાને

(D) ખિજ્રખાંએ

જવાબ : (D) ખિજ્રખાંએ

Std 7 Social Science Chapter 2 Mcq Gujarati (31 To 40)

(31) દિલ્હીની ગાદી ઉપર લોદીવંશની સ્થાપના કોણે કરી?

(A) બહલોલે

(B) ઇબ્રાહીમે

(C) સિકંદરે

(D) મુબારકશાહે

જવાબ : (A) બહલોલે

(32) પાણીપતનું પ્રથમ યુદ્ધ કઈ સાલમાં થયું હતું?

(A) ઈ. સ. 1506માં

(B) ઈ. સ. 1526માં

(C) ઈ. સ. 1536માં

(D) ઈ. સ. 1556માં

જવાબ : (B) ઈ. સ. 1526માં

(33) પાણીપતના પ્રથમ યુદ્ધમાં ઇબ્રાહીમ લોદીનો કોની સામે પરાજય થયો?

(A) બાબરની

(B) હુમાયુની

(C) અકબરની

(D) જહાંગીરની

જવાબ : (A) બાબરની

(34) દિલ્હીની ગાદી ઉપર મુઘલ શાસનની સ્થાપના કોણે કરી?

(A) અકબરે

(B) જહાંગીરે

(C) હુમાયુએ

(D) બાબરે

જવાબ : (D) બાબરે

(35) દિલ્લી સલ્તનતના શાસનના કેન્દ્રમાં કોણ હતું?

(A) સેનાપતિ

(B) ઇક્તેદાર

(C) સુલતાન

(D) વજીર

જવાબ : (C) સુલતાન

Std 7 Social Science Chapter 2 Mcq Gujarati
Std 7 Social Science Chapter 2 Mcq Gujarati

(36) સલ્તનત શાસનવ્યવસ્થા કેટલા વિભાગોમાં વહેંચાયેલી હતી?

(A) ત્રણ

(B) ચાર

(C) પાંચ

(D) બે

જવાબ : (A) ત્રણ

(37) સલ્તનત શાસનવ્યવસ્થાના વિભાગોમાં કયા એક વિભાગનો સમાવેશ થતો નથી?

(A) સ્થાનિક

(B) કેન્દ્રીય

(C) સુલતાન

(D) પ્રાંતિક (પ્રાંતીય)

જવાબ : (C) સુલતાન

(38) સુલતાનનો પ્રધાનમંત્રી કયા નામે ઓળખાતો હતો?

(A) ખલીફા

(B) વજીર

(C) ઉમરાવ

(D) દીવાન

જવાબ : (B) વજીર

(39) સલ્તનતકાળમાં પ્રાંતીય શાસનમાં જિલ્લા અને તાલુકાને અનુક્રમે શું કહેવામાં આવતા?

(A) ‘શિક’ અને ‘પરગણા’

(B) ‘પરગણા’ અને ‘ઇક્તા’

(C) ‘શિક’ અને ‘ઇક્તા’

(D) ‘મંડલ’ અને ‘મહાલ’

જવાબ : (A) ‘શિક’ અને ‘પરગણા’

(40) કુતુબુદીન ઐબકે દિલ્લીમાં કઈ મસ્જિદનું નિર્માણ કર્યું હતું?

(A) કુંવત-ઉલ-ઇસ્લામ

(B) ચિરાગ-એ-દેહલી

(C) મોઠ કી મસ્જિદ

(D) કદમ-રસૂલ-મસ્જિદ

જવાબ : (A) કુંવત-ઉલ-ઇસ્લામ

Std 7 Social Science Chapter 2 Mcq Gujarati (41 To 50)

(41) કુતુબમિનારનું અપૂર્ણ રહેલું બાંધકામ કોણે પૂર્ણ કરાવ્યું હતું?

(A) બુતશિકને

(B) અલાઉદ્દીન ખલજીએ

(C) ઇલ્તુત્મિશે

(D) હુસેનશાહે

જવાબ : (C) ઇલ્તુત્મિશે

(42) અજમેરમાં ‘ઢાઈ દિનકા ઝોંપડા’ નામની મસ્જિદ કોણે બંધાવી હતી?

(A) ઇલ્તુત્મિશે

(B) સિકંદર લોદીએ

(C) ફિરોજશાહ તુગલકે

(D) કુતુબુદીન ઐબકે

જવાબ : (D) કુતુબુદીન ઐબકે

(43)ઢાઈ દિનકા ઝોંપડાનામની મસ્જિદ કયા શહેરમાં આવેલી છે?

(A) દિલ્લીમાં

(B) અજમેરમાં

(C) જયપુરમાં

(D) ભોપાલમાં

જવાબ : (B) અજમેરમાં

(44) અલાઉદીન ખલજીએ ક્યો દરવાજો બંધાવ્યો હતો?

(A) બુલંદ

(B) ચિશ્તી

(C) સિકરી

(D) અલાઈ

જવાબ : (D) અલાઈ

(45) અલાઉદ્દીન ખલજીએ કયું નગર વસાવ્યું હતું?

(A) સીરી

(B) સિકરી

(C) ચાંપાનેર

(D) અલાહાબાદ

જવાબ : (A) સીરી

(46) તુગલક શાસન દરમિયાન બંધાયેલ નગરોમાં કયા એક નગરનો સમાવેશ થતો નથી?

(A) ફતેહપુર સિકરીનો

(B) તુગલકાબાદનો

(C) ફિરોઝાબાદનો

(D) ફતેહાબાદનો

જવાબ : (A) ફતેહપુર સિકરીનો

(47) બંદખાનનો ગુંબજ, બડા ગુંબજ, મોઠ કી મસ્જિદ, શિહાબુદીનનો મકબરો વગેરે બાંધકામો કયા વંશ દરમિયાન બંધાયાં હતાં?

(A) ખલજીવંશ અને સૈયદવંશ               

(B) ખલજીવંશ અને લોદી વંશ

(C) તુગલકવંશ અને સૈયદવંશ               

(D) સૈયદવંશ અને લોદીવંશ

જવાબ : (D) સૈયદવંશ અને લોદીવંશ

(48) વિજયનગરનું શરૂઆતનું નામ શું હતું?

(A) વલભીનગર

(B) વિદ્યાનગર

(C) હરિહરનગર

(D) જામનગર

જવાબ : (B) વિદ્યાનગર

(49) હરિહરરાય અને બુક્કારાય કયા વંશના હતા?

(A) તુલુવવંશના

(B) સાલુવવંશના

(C) સંગમવંશના

(D) અરવિંડુવંશના

જવાબ : (C) સંગમવંશના

(50) વિજયનગર સામ્રાજ્ય જે વંશોએ શાસન કર્યું હતું, તેમાં કયા એક વંશનો સમાવેશ થતો નથી?

(A) બાલુવવંશ

(B) સંગમવંશ

(C) સાલુવવંશ

(D) તુલુવવંશ

જવાબ : (A) બાલુવવંશ

Std 7 Social Science Chapter 2 Mcq Gujarati (51 To 60)

(51) વિજયનગર સામ્રાજ્ય પર સાલુવવંશના શાસન પછી કયા વંશની સ્થાપના થઈ?

(A) વિજુવવંશની

(B) તુલુવવંશની

(C) અરવિંડુવંશની

(D) સંગમવંશની

જવાબ : (B) તુલુવવંશની

(52) વિજયનગરની સ્થાપના કઈ નદીના કિનારે થઈ હતી?

(A) હગરી

(B) ભીમા

(C) તુંગભદ્રા

(D) કૃષ્ણા

જવાબ : (C) તુંગભદ્રા

(53) વિજયનગર સામ્રાજ્યના સર્વશ્રેષ્ઠ શાસક કોણ હતા?

(A) બુક્કારાય

(B) હરિહરરાય

(C) રામરાય

(D) કૃષ્ણદેવરાય

જવાબ : (D) કૃષ્ણદેવરાય

(54) કુષ્ણદેવરાયે વિજયનગરની પાસે કયું નવું નગર વસાવ્યું હતું?

(A) નાગલપુર

(B) સારંગપુર

(C) વિસલપુર

(D) દેશલપુર

જવાબ : (A) નાગલપુર

(55) કૃષ્ણદેવરાયે કઈ ભાષાઓમાં ગ્રંથો લખ્યા હતા?

(A) સંસ્કૃત અને મલયાલમ

(B) સંસ્કૃત અને તમિલ

(C) સંસ્કૃત અને તેલુગુ

(D) સંસ્કૃત અને કન્નડ

જવાબ : (C) સંસ્કૃત અને તેલુગુ

(56) સાહિત્ય અને કલાના ઉત્તેજનના કારણે કૃષ્ણદેવરાય કયા નામે ઓળખાયા?

(A) ‘આંધ્રના ભોજ’

(B) ‘દક્ષિણના ભોજ’

(C) ‘વિજયનગરના ભોજ’

(D) ‘કર્ણાટકના ભોજ’

જવાબ : (A) ‘આંધ્રના ભોજ’

(57) કયા યુદ્ધમાં મુસ્લિમ રાજ્યોના બનેલા સંઘની સામે વિજયનગરનો પરાજય થયો?

(A) પાણીપતના

(B) તાલીકોટાના

(C) હલદીઘાટના

(D) તરાઈના

જવાબ : (B) તાલીકોટાના

(58) તાલીકોટાનું યુદ્ધ ક્યારે થયું હતું?

(A) 12 ડિસેમ્બર, 1562ના રોજ

(B) 15 ઑક્ટોબર, 1580ના રોજ

(C) 23 માર્ચ, 1568ના રોજ

(D) 23 જાન્યુઆરી, 1565ના રોજ

જવાબ : (D) 23 જાન્યુઆરી, 1565ના રોજ

(59) ઝફરખાને કયું નામ ધારણ કરી બહમની રાજ્ય પર શાસન કર્યું હતું?

(A) ગ્યાસુદ્દીન બહમનશાહ

(B) જલાલુદ્દીન બહમનશાહ

(C) ફિરોજશાહ બહમનશાહ

(D) અલાઉદ્દીન બહમનશાહ

જવાબ : (D) અલાઉદ્દીન બહમનશાહ

(60) અલાઉદીન બહમનશાહે કયા શહેરને બહમની રાજ્યની રાજધાની બનાવી હતી?

(A) ગુલમર્ગને

(B) બીડરને

(C) દેવગિરિને

(D) અહમદનગરને

જવાબ : (A) ગુલમર્ગને

Std 7 Social Science Chapter 2 Mcq Gujarati (61 To 70)

(61) બહમની રાજ્યના શાસક મુહમ્મદશાહ ત્રીજાના વજીરનું નામ શું હતું?

(A) મહમૂદ શેરા

(B) મહમદ બહમની

(C) કાસિમ બરીદ

(D) મહમૂદ ગવાં

જવાબ : (D) મહમૂદ ગવાં

(62) બહમની રાજ્યના શાસક મહમૂદશાહ બહમની બીજાના વજીરનું નામ શું હતું?

(A) મહમૂદ ગવાં

(B) કાસિમ બરીદ

(C) કાસિમ દીવાં

(D) મહમદ શરીદ

જવાબ : (B) કાસિમ બરીદ

(63) કયા વજીરના સમયમાં બહમની સામ્રાજ્યનો અંત આવ્યો?

(A) મહમૂદ ગવાંના

(B) કાસિમ બહમનીના

(C) કાસિમ બરીદના

(D) મહમુદ ઝિકારના

જવાબ : (C) કાસિમ બરીદના

(64) બહમની સામ્રાજ્ય જે પાંચ રાજ્યોમાં વિભક્ત થઈ ગયું તેમાં કયા એક રાજ્યનો સમાવેશ થતો નથી?

(A) બીજાપુર

(B) વીજાપુર

(C) અહમદનગર

(D) ગોલકોંડા

જવાબ : (B) વીજાપુર

(65) દિલ્લી સલ્તનતના શાસકોના સમયકાળની દૃષ્ટિએ સાચો ક્રમ કયો છે?

(A) ગુલામવંશ, ખલજીવંશ, લોદી વંશ, સૈયદવંશ, તુગલકવંશ

(B) તુગલકવંશ, સૈયદવંશ, લોદી વંશ, ગુલામવંશ, ખલજીવંશ

(C) ગુલામ વંશ, ખલજીવંશ, તુગલકવંશ, સૈયદવંશ, લોદીવંશ

(D) ગુલામ વંશ, ખલજીવંશ, તુગલકવંશ, લોદી વંશ, સૈયદવંશ

જવાબ : (C) ગુલામ વંશ, ખલજીવંશ, તુગલકવંશ, સૈયદવંશ, લોદીવંશ

(66) કોના શાસન બાદ દિલ્હીની ગાદી ઉપર સુલતાન અલાઉદ્દીન આવ્યો?

(A) નાસિરુદ્દીનના

(B) જલાલુદ્દીનના

(C) કુતુબુદ્દીનના

(D) શિહાબુદ્દીનના

જવાબ : (B) જલાલુદ્દીનના

(67) આફ્રિકન મુસાફર ઇબ્નબતુતા કોના સમયમાં ભારતની મુલાકાતે આવેલો હતો?

(A) મુહમ્મદ તુગલકના

(B) ઇબ્રાહીમ લોદીના

(C) ગિયાસુદ્દીન તુગલકના

(D) અલાઉદ્દીન ખલજીના

જવાબ : (A) મુહમ્મદ તુગલકના

(68) સલ્તનતકાળમાં સુલતાનનો પ્રધાનમંત્રી કયા નામથી ઓળખાતો?

(A) બીરબલના

(B) ખલીફાના

(C) વજીરના

(D) મુનિમના

જવાબ : (C) વજીરના

(69) અલાઉદ્દીન ખલજીએ કરેલા સુધારાઓમાં કયા એક સુધારાનો સમાવેશ થતો નથી?

(A) ભાવનિયમન

(B) બજાર નિયંત્રણ

(C) સંગ્રહખોરી પર નિયમન

(D) ગ્રાહક સુરક્ષા નિયમન

જવાબ : (D) ગ્રાહક સુરક્ષા નિયમન

(70) ગુલામવંશના સુલતાનોમાં કયા એક સુલતાનનો સમાવેશ થતો નથી?

(A) કુતુબુદ્દીન ઐબક

(B) ઇલ્તુત્મિશ

(C) જલાલુદ્દીન

(D) નાસિરુદ્દીન

જવાબ : (C) જલાલુદ્દીન

Std 7 Social Science Chapter 2 Mcq Gujarati (71 To 75)

(71) શાસક અને વંશ મુજબ નીચેનામાંથી કઈ એક જોડી ખોટી છે?

(A) અલાઉદ્દીન – સૈયદવંશ

(B) ફિરોજશાહ – તુગલકવંશ

(C) ઇબ્રાહીમ – લોદીવંશ

(D) હરિહરરાય અને બુક્કારાય – સંગમવંશ

જવાબ : (A) અલાઉદ્દીન – સૈયદવંશ

(72) દિલ્લી સલ્તનતના ‘ચેહલગાન’ (ચારગાન) ની સ્થાપના કોણે કરી હતી?

(A) રઝિયા સુલતાનાએ

(B) કુતુબુદ્દીન ઐબકે

(C) બલ્બને

(D) ઇલ્તુત્મિશે

જવાબ : (D) ઇલ્તુત્મિશે

(73) દિલ્લી સલ્તનતનાં પ્રથમ મહિલા શાસક કોણ હતાં?

(A) રઝિયા સુલતાના

(B) નૂરજહાં

(C) અર્જમંદબાનુ

(D) મહેરુન્નીશા

જવાબ : (A) રઝિયા સુલતાના

(74) દિલ્લીના કયા શાસકની યોજના ‘તરંગી યોજનાતરીકે ઓળખાય છે?

(A) ઇલ્તુત્મિશની

(B) કુતુબુદ્દીન ઐબકની

(C) મુહમ્મદ તુગલકની

(D) ફિરોજશાહ તુગલકની

જવાબ : (C) મુહમ્મદ તુગલકની

(75) વિજયનગર સામ્રાજ્યની સ્થાપના કોણે કરી હતી?

(A) અહમદશાહે

(B) હરિહરરાયે અને બુક્કારાયે

(C) કૃષ્ણદેવરાયે

(D) ઝફરખાને

જવાબ : (B) હરિહરરાયે અને બુક્કારાયે

Also Read :

ધોરણ 7 સામાજિક વિજ્ઞાન MCQ
ધોરણ 8 સામાજિક વિજ્ઞાન MCQ
ધોરણ 9 સામાજિક વિજ્ઞાન MCQ
Std 7 Social Science Chapter 2 Mcq Gujarati

Spread the love
error: Content is protected !!
Scroll to Top