Std 7 Social Science Chapter 19 Mcq In Gujarati (ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પાઠ 19 Mcq)

Spread the love

Std 7 Social Science Chapter 19 Mcq In Gujarati
Std 7 Social Science Chapter 19 Mcq In Gujarati

Std 7 Social Science Chapter 19 Mcq In Gujarati, ધોરણ 7 સામાજિક વિજ્ઞાન Mcq, Class 7 Social Science Chapter 19 Mcq Gujarati, Std 7 Social Science Mcq Gujarati, MCQ Questions for Class 7 Social Science PDF.

નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પાઠ 19 નાં MCQ પ્રશ્નો અને જવાબો વાંચી શકશો. તમારા અભ્યાસમાં આ Mcq પ્રશ્નો ઉપયોગી થશે.

ધોરણ :7
વિષય :સામાજિક વિજ્ઞાન
પ્રકરણ : 19બજાર
સત્ર :દ્વિતીય
MCQ :40
Std 7 Social Science Chapter 19 Mcq In Gujarati

Std 7 Social Science Chapter 19 Mcq In Gujarati (1 To 10)

(1) જ્યાં ખરીદનાર અને વેચનાર ભેગા થતા હોય તે સ્થળને શું કહી શકાય?

(A) ચાર રસ્તા

(B) સટ્ટાબજાર

(C) દલાલ બજાર

(D) બજાર

જવાબ : (D) બજાર

(2) આપણે તેલ, મસાલા અને ગૃહવપરાશની વસ્તુઓ ક્યાંથી ખરીદીએ છીએ?

(A) કરિયાણાની દુકાનેથી

(B) ડેરીમાંથી

(C) રેંકડીઓમાંથી

(D) સ્ટેશનરીની દુકાનેથી

જવાબ : (A) કરિયાણાની દુકાનેથી

(3) કયા બજારની દુકાનો આપણા ઘરની આજુબાજુ જ હોય છે?

(A) ગુજરી બજારની

(B) શૉપિંગ કૉમ્પ્લેક્સની

(C) મહોલ્લા બજારની

(D) મોલની

જવાબ : (C) મહોલ્લા બજારની

(4) કયા બજારનો દુકાનદાર તેના નિયમિત ગ્રાહકોને ઉધારથી પણ વેચાણ કરે છે?

(A) શૉપિંગ કૉમ્પ્લેક્સનો

(B) નિયંત્રિત બજારનો

(C) સાપ્તાહિક બજારનો

(D) મહોલ્લા બજારનો

જવાબ : (D) મહોલ્લા બજારનો

(5) કયું બજાર કોઈ એક નિશ્ચિત દિવસે જ ભરાતું હોય છે?

(A) મોલ

(B) સાપ્તાહિક બજાર

(C) મહોલ્લા બજાર

(D) નિયંત્રિત બજાર

જવાબ : (B) સાપ્તાહિક બજાર

(6) કયા બજારમાં નાના વેપારીઓ અને કારીગરોને રોજગાર મળી રહે છે?

(A) સાપ્તાહિક બજારમાં

(B) મહોલ્લા બજારમાં

(C) શૉપિંગ કૉમ્પ્લેક્સમાં

(D) મોલમાં

જવાબ : (A) સાપ્તાહિક બજારમાં

(7) એક જ બિલ્ડિંગમાં એકસાથે કેટલીય અલગ-અલગ પ્રકારની દુકાનો હોય તેને શું કહે છે?

(A) મોલ

(B) શૉપિંગ કૉમ્પ્લેક્સ

(C) મહોલ્લા બજાર

(D) સાપ્તાહિક બજાર

જવાબ : (B) શૉપિંગ કૉમ્પ્લેક્સ

(8) આપણને નાની-મોટી કંપનીઓની બ્રાન્ડેડ અને બ્રાન્ડ વિનાની વસ્તુઓ ક્યાં મળે છે?

(A) સાપ્તાહિક બજારમાં

(B) મહોલ્લા બજારમાં

(C) શૉપિંગ કૉમ્પ્લેક્સમાં

(D) મોલમાં

જવાબ : (D) મોલમાં

(9) ક્યા બજારના શો-રૂમોમાં ગ્રાહકને વસ્તુની છાપેલ કિંમત પર વિશેષ વળતર આપવામાં આવે છે?

(A) સાપ્તાહિક બજારના

(B) શૉપિંગ કૉમ્પ્લેક્સના

(C) મોલના

(D) મહોલ્લા બજારના

જવાબ : (C) મોલના

(10) કૃષિની સફળતામાં સારું ઉત્પાદન મેળવવા ઉપરાંત શું હોવું જરૂરી છે?

(A) સારી બૅન્કિંગ વ્યવસ્થા

(B) સારી દુકાનો

(C) સારી બજાર-વ્યવસ્થા

(D) સારા વેપારીઓ

જવાબ : (C) સારી બજાર-વ્યવસ્થા

Std 7 Social Science Chapter 19 Mcq In Gujarati (11 To 20)

(11) ખેતઉત્પાદનના વેચાણમાં ખેડૂતોનું શોષણ થતું અટકાવવા માટે સરકારે કઈ વ્યવસ્થા કરી?

(A) માર્કેટિંગ યાર્ડની

(B) કૃષિ મેળાની

(C) અદ્યતન ગોદામોની

(D) કૃષિ મંડળીઓની

જવાબ : (A) માર્કેટિંગ યાર્ડની

(12) કયા બજારમાં ખેડૂતોની ખેતપેદાશોનું જાહેર હરાજીથી વેચાણ કરવામાં આવે છે?

(A) ગુજરી બજારમાં

(B) મોલમાં

(C) નિયંત્રિત બજારમાં

(D) મહોલ્લા બજારમાં

જવાબ : (C) નિયંત્રિત બજારમાં

(13) કયા બજારમાંથી વેપારીઓને ચોખ્ખો અને સારો માલ એક જ જગ્યાએથી પૂરતા પ્રમાણમાં મળી રહે છે?

(A) મોલમાંથી

(B) નિયંત્રિત બજારમાંથી

(C) ગુજરી બજારમાંથી

(D) શૉપિંગ કૉમ્પ્લેક્સમાંથી

જવાબ : (B) નિયંત્રિત બજારમાંથી

(14) કયા બજારમાં ખેડૂતોને રાત્રિરોકાણ-નિવાસની સુવિધા, તેના પાકને સંગ્રહ કરવા ગોડાઉન વગેરેની સગવડ મળે છે?

(A) શૉપિંગ કૉમ્પ્લેક્સમાં

(B) ગુજરી બજારમાં

(C) મોલમાં

(D) નિયંત્રિત બજારમાં

જવાબ : (D) નિયંત્રિત બજારમાં

(15) કયા બજારમાંથી ખરીદેલી વસ્તુ ગ્રાહકના ઘર સુધી સીધી જ પહોંચી જાય છે?

(A) મોલમાંથી

(B) નિયંત્રિત બજારમાંથી

(C) ઑનલાઇન બજારમાંથી

(D) સાપ્તાહિક બજારમાંથી

જવાબ : (C) ઑનલાઇન બજારમાંથી

(16) જે વેપારી કારખાનામાં ઉત્પાદિત થતો માલસામાન મોટા પ્રમાણમાં ખરીદે તેને કયો વેપારી કહેવાય?

(A) જથ્થાબંધ વેપારી

(B) નાનો દુકાનદાર

(C) મોટો દુકાનદાર

(D) છૂટક વેપારી

જવાબ : (A) જથ્થાબંધ વેપારી

(17) ખેતપેદાશોનું વધુ ઉત્પાદન લેવા માટે ખેડૂત કયા ખાતરનો ઉપયોગ કરે છે?

(A) કમ્પોસ્ટ ખાતર

(B) રાસાયણિક ખાતર

(C) છાણિયું ખાતર

(D) અળસિયાનું ખાતર

જવાબ : (B) રાસાયણિક ખાતર

(18) નાણાં આપીને ચીજવસ્તુ કે સેવા ખરીદનારને શું કહી શકાય?

(A) મોટો વેપારી

(B) છૂટક વેપારી

(C) નાનો વેપારી

(D) ગ્રાહક

જવાબ : (D) ગ્રાહક

(19) વિશ્વમાં સૌથી વધુ ગ્રાહકો કયા દેશમાં છે?

(A) યૂ.એસ.એ.માં

(B) ગ્રેટ બ્રિટનમાં

(C) ભારતમાં

(D) જાપાનમાં

જવાબ : (C) ભારતમાં

(20) કયો દેશ દુનિયાનું સૌથી મોટું બજાર ગણાય છે?

(A) ભારત

(B) ચીન

(C) યૂ.એસ.એ.

(D) ગ્રેટ બ્રિટન

જવાબ : (A) ભારત

Std 7 Social Science Chapter 19 Mcq In Gujarati (21 To 30)

(21) કોઈ પણ વસ્તુની ખરીદીના સમયે કયા બિલનો ચોક્કસ આગ્રહ રાખવો જોઈએ?

(A) ક્રેડિટ કાર્ડના બિલનો

(B) છાપેલા બિલનો

(C) ડેબિટ કાર્ડના બિલનો

(D) જી.એસ.ટી.વાળા બિલનો

જવાબ : (D) જી.એસ.ટી.વાળા બિલનો

(22) ઘરવપરાશની અને ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ ક્યા માર્કાની ખરીદવી જોઈએ?

(A) હોલમાર્કની

(B) આઈ.એસ.આઈ. માર્કાની

(C) એગમાર્કની

(D) એફ.એસ.એસ.એ.આઈ. માર્કાની

જવાબ : (B) આઈ.એસ.આઈ. માર્કાની

(23) સોના-ચાંદીના દાગીના કયા માર્કાનાં ખરીદવા જોઈએ?

(A) એગમાર્કના

(B) વૂલમાર્કના

(C) હોલમાર્કના

(D) આઈ.એસ.આઈ. માર્કાનાં

જવાબ : (C) હોલમાર્કના

(24) ઊનની બનાવટો પર કર્યો માર્કો લગાડવામાં આવે છે?

(A) આઈ.એસ.આઈ.

(B) આઈ.એસ.ઓ.

(C) એગમાર્ક

(D) વૂલમાર્ક

જવાબ : (D) વૂલમાર્ક

(25) ખાદ્યપદાર્થોની બનાવટો પર ક્યો માર્કો લગાડવામાં આવે છે?

(A) એગમાર્ક

(B) આઈ.એસ.આઈ.

(C) વૂલમાર્ક

(D) બી.એસ.આઈ.

જવાબ : (A) એગમાર્ક

(26) ભારત સરકારે ગ્રાહક સુરક્ષા અધિનિયમ ક્યારે અમલમાં મૂક્યો છે?

(A) ઈ. સ. 1986માં

(B) ઈ. સ. 1970માં

(C) ઈ. સ. 1968માં

(D) ઈ. સ. 1972માં

જવાબ : (A) ઈ. સ. 1986માં

(27) શું બનાવવા માટે કપાસ એ કાચો માલ છે?

(A) પ્લાસ્ટિક

(B) કાપડ

(C) ફટાકડા

(D) દૂધ

જવાબ : (B) કાપડ

(28) તમે દુકાનેથી પેન ખરીદો છો, તો તમે શું કહેવાઓ?

(A) ગ્રાહક

(B) વેપારી

(C) દુકાનદાર

(D) વેચનાર

જવાબ : (A) ગ્રાહક

(29) તમે ખેડૂત છો, તો તમે તમારું ઉત્પાદન વેચવા ક્યાં જશો?

(A) માર્કેટિંગ યાર્ડમાં

(B) જી.આઈ.ડી.સી.માં

(C) મોલમાં

(D) તમામ

જવાબ : (A) માર્કેટિંગ યાર્ડમાં

(30) શાકાહારી ખાદ્યસામગ્રી પર કયા રંગની નિશાની હોય છે?

(A) લાલ રંગની

(B) લીલા રંગની

(C) ભૂરા રંગની

(D) પીળા રંગની

જવાબ : (B) લીલા રંગની

Std 7 Social Science Chapter 19 Mcq In Gujarati (31 To 40)

(31) વસ્તુ ખરીદતી વખતે તમે શું ધ્યાન રાખશો?

(A) માર્કાને

(B) ઍક્સપાયરી ડેટને

(C) બિલ લેવું

(D) આપેલ તમામને

જવાબ : (D) આપેલ તમામને

(32) ગ્રાહક સુરક્ષા અધિનિયમ 1986 મુજબ ગ્રાહકને કેટલા હક મળેલા છે?

(A) પાંચ

(B) છ

(C) સાત

(D) આઠ

જવાબ : (B) છ

(33) કયા પ્રકારના બજારમાં વસ્તુ ખરીદવા માટે સ્થળ ઉપર જવું પડતું નથી?

(A) ગુજરી બજારમાં

(B) શૉપિંગ મોલમાં

(C) ઑનલાઇન બજારમાં

(D) મહોલ્લાની બજારમાં

જવાબ : (C) ઑનલાઇન બજારમાં

(34) કયું બજાર કોઈ એક નિશ્ચિત દિવસે જ ભરાતું હોય છે?

(A) સાપ્તાહિક બજાર

(B) મોલ

(C) નિયંત્રિત બજાર

(D) મહોલ્લાની બજાર

જવાબ : (A) સાપ્તાહિક બજાર

(35) ખેડૂતોનું શોષણ અટકાવવા સરકારે કઈ વ્યવસ્થા કરી છે?

(A) ખેતીવાડી સંરક્ષણ સમિતિ

(B) જમીન વિકાસ બૅન્ક

(C) ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ

(D) ડેરી વિકાસ બોર્ડ

જવાબ : (C) ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ

(36) માંસાહારી ખાદ્યસામગ્રી પર કયા રંગની નિશાની કરવામાં આવે છે?

(A) લીલા રંગની

(B) લાલ રંગની

(C) પીળા રંગની

(D) વાદળી રંગની

જવાબ : (B) લાલ રંગની

(37) તમે સોનાનો હાર ખરીદવા જશો ત્યારે કઈ નિશાની જોઈને ખરીદશો?

(A) આઈ.એસ.આઈ. માર્કાની

(B) વૂલમાર્કની

(C) હોલમાર્કની

(D) એગમાર્કની

જવાબ : (C) હોલમાર્કની

(38) જ્યાં ખરીદનાર અને વેચનાર ભેગા થતા હોય તે સ્થળને શું કહી શકાય?

(A) ચાર રસ્તા

(B) સટ્ટાબજાર

(C) દલાલ બજાર

(D) બજાર

જવાબ : (D) બજાર

(39) આપણે તેલ, મસાલા અને ગૃહવપરાશની વસ્તુઓ ક્યાંથી ખરીદીએ છીએ?

(A) કરિયાણાની દુકાનેથી

(B) ડેરીમાંથી

(C) રેંકડીઓમાંથી

(D) સ્ટેશનરીની દુકાનેથી

જવાબ : (A) કરિયાણાની દુકાનેથી

(40) કયા બજારની દુકાનો આપણા ઘરની આજુબાજુ જ હોય છે?

(A) ગુજરી બજારની

(B) શૉપિંગ કૉમ્પ્લેક્સની

(C) મહોલ્લા બજારની

(D) મોલની

જવાબ : (C) મહોલ્લા બજારની

Also Read :

ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પાઠ 7 Mcq

ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પાઠ 18 Mcq


Spread the love
error: Content is protected !!
Scroll to Top