Std 7 Science Chapter 5 Mcq Gujarati, ધોરણ 7 વિજ્ઞાન પાઠ 5 mcq, ધોરણ 7 વિજ્ઞાન પાઠ 5 MCQ, Std 7 Science Mcq Gujarati, Class 7 Science Chapter 5 Mcq Gujarati, Class 7 Science Mcq Gujarati, ધોરણ 7 વિજ્ઞાન Mcq.
નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ધોરણ 7 વિજ્ઞાન પાઠ 5 નાં MCQ પ્રશ્નો અને જવાબો વાંચી શકશો. તમારા અભ્યાસમાં આ Mcq પ્રશ્નો ઉપયોગી થશે.
ધોરણ : | 7 |
વિષય : | વિજ્ઞાન |
પ્રકરણ : 5 | ભૌતિક અને રાસાયણિક ફેરફારો |
સત્ર : | પ્રથમ |
MCQ : | 35 |
Std 7 Science Chapter 5 Mcq Gujarati (1 To 10)
(1) કોલસાનું સળગવું એ કયા પ્રકારનો ફેરફાર છે?
(A) રાસાયણિક ફેરફાર
(B) ઉલટાવી શકાય તેવો ફેરફાર
(C) A અને B બંને
(D) આપેલ પૈકી એકપણ નહિ
જવાબ : (A) રાસાયણિક ફેરફાર
(2) ફટાકડાનું ફૂટવું એ ક્યા પ્રકારનો ફેરફાર છે?
(A) રાસાયણિક ફેરફાર
(B) ઉલટાવી શકાય તેવો ફેરફાર
(C) A અને B બંને
(D) આપેલ પૈકી એકપણ નહિ
જવાબ : (A) રાસાયણિક ફેરફાર
(3) વિનેગરમાં ભૂરું લિટમસ પેપર ડૂબાડતાં તે લાલ બને છે, આ ક્રિયા ક્યો ફેરફાર દર્શાવે છે?
(A) રાસાયણિક ફેરફાર
(B) ઉલટાવી ન શકાય તેવો ફેરફાર
(C) A અને B બંને
(D) આપેલ પૈકી એકપણ નહિ
જવાબ : (A) રાસાયણિક ફેરફાર
(4) નીચેના પૈકી ક્યો ભૌતિક ફેરફાર છે?
(A) ખાંડનું પાણીમાં ઓગળવું
(B) ચોકનો ભૂકો કરવો
(C) બરફનું પાણી થવું
(D) આપેલ તમામ
જવાબ : (D) આપેલ તમામ
(5) નીચેના પૈકી ક્યો રાસાયણિક ફેરફાર છે?
(A) દૂધનું ફાટી જવું
(B) બરફનું પીગળવું
(C) કાગળમાંથી હોડી બનાવવી
(D) આપેલ પૈકી એકપણ નહિ
જવાબ : (A) દૂધનું ફાટી જવું
Play Quiz :
ધોરણ 7 વિજ્ઞાન એકમ : 5 MCQ QUIZ
(6) નીચના પૈકી કઈ ક્રિયાએ ભૌતિક ફેરફારનું ઉદાહરણ છે?
(A) પ્રકાશસંશ્લેષણની ક્રિયા
(B) દૂધનું દહીં બનવાની ક્રિયા
(C) પાણીની વરાળ બનવાની ક્રિયા
(D) ખોરાકના પાચનની ક્રિયા
જવાબ : (C) પાણીની વરાળ બનવાની ક્રિયા
(7) 2Mg + O2 —-> 2MgO સમીકરણ એ ક્યા પ્રકારનો ફેરફાર સૂચવે છે?
(A) ભૌતિક ફેરફાર
(B) રાસાયણિક ફેરફાર
(C) A અને B બંને
(D) આપેલ પૈકી એકપણ નહિ
જવાબ : (B) રાસાયણિક ફેરફાર
(8) નીચેના બંને વિધાન માટે તમે શું કહેશો?
વિધાન-1. ચૂનાના જલીય દ્રાવણમાંથી નીતર્યું પાણી મેળવવું એ ભૌતિક ફેરફાર છે. |
વિધાન-2. ચૂનાના નીતર્યા પાણીમાં કાર્બન ડાયોક્સાઇડ ઉમેરતાં દૂધિયું બનવું એ રાસાયણિક ફેરફાર છે. |
(A) બંને વિધાન સાચાં છે.
(B) બંને વિધાન ખોટાં છે.
(C) વિધાન-1 સાચું છે.
(D) વિધાન-2 ખોટું છે.
જવાબ : (A) બંને વિધાન સાચાં છે.
(9) તમે લીંબુસોડા પીવા જાઓ છો ત્યારે લીંબુના રસમાં સોડા ઉમેરતાં તેમાં પરપોટા થઈ વાયુ મુક્ત થાય છે, આ કેવો ફેરફાર છે?
(A) ભૌતિક ફેરફાર
(B) રાસાયણિક ફેરફાર
(C) A અને B બંને
(D) ઉલટાવી શકાય તેવો ફેરફાર
જવાબ : (B) રાસાયણિક ફેરફાર
(10) MgO + …………… ==è Mg(OH)2
(A) Mg
(B) H2O
(C) CO2
(D) O2
જવાબ : (B) H2O
Std 7 Science Chapter 6 Mcq Gujarati (11 To 20)
(11) Fe + 02 + H20 =è ……………….
(A) Fe3O2
(B) Fe2O3
(C) CaCO3
(D) Ca(OH)2
જવાબ : (B) Fe2O3
(12) કેટલાક પદાર્થોને તેમના દ્રાવણમાંથી શુદ્ધ સ્ફટિક અવસ્થામાં મેળવવા માટે નીચેના પૈકી કઈ ક્રિયા અપનાવી શકાય?
(A) ગેલ્વેનાઈઝેશન
(B) કેમિકલ રિએક્શન
(C) ક્રિસ્ટલાઈઝેશન
(D) આપેલ તમામ
જવાબ : (C) ક્રિસ્ટલાઈઝેશન
(13) નીચેના વિધાનો પૈકી કયું વિધાન બીજા બધા વિધાન કરતાં જુદું પડે છે?
(A) પાણીમાં સાકર કે ખાંડનું ઓગળવું.
(B) દરિયાની સપાટી પરથી પાણીનું બાષ્પીભવન થવું.
(C) લાકડાને કાપીને તેના ટુકડા કરવા.
(D) આહારમાં લીધેલ ખોરાકનું પાચન થવું.
જવાબ : (D) આહારમાં લીધેલ ખોરાકનું પાચન થવું.
(14) લાકડાનું દહન થવું તથા લાકડાને ટુકડાઓમાં કાપવું બંનેમાં જોવા મળતો ફેરફાર કેવા પ્રકારનો છે?
(A) બંને ભૌતિક ફેરફાર
(B) બંને રાસાયણિક ફેરફાર
(C) અનુક્રમે રાસાયણિક અને ભૌતિક ફેરફાર
(D) અનુક્રમે ભૌતિક અને રાસાયણિક ફેરફાર
જવાબ : (C) અનુક્રમે રાસાયણિક અને ભૌતિક ફેરફાર
(15) કાટ લાગવા માટેની ક્રિયામાં…………….અને………………. ની હાજરી અનિવાર્ય છે.
(A) કાર્બન ડાયોક્સાઇડ અને પાણી
(B) ઑક્સિજન અને પાણી
(C) ચૂનો અને પાણી
(D) ઑક્સિજન અને ચૂનો
જવાબ : (B) ઑક્સિજન અને પાણી
(16) કાર્બન ડાયોક્સાઇડ + ચૂનાનું નીતર્યું પાણી ==è …………….. + પાણી
(A) કેલ્શિયમ કાર્બોનેટ
(B) સોડિયમ કાર્બોનેટ
(C) સોડિયમ હાઈડ્રોજન કાર્બોનેટ
(D) આયર્ન ઓકસાઈડ
જવાબ : (A) કેલ્શિયમ કાર્બોનેટ
(17) ભૌતિક ફેરફાર થવાથી નીચેના પૈકી શું નહીં જ થાય?
(A) તેના આકારમાં બદલાવ
(B) તેના રંગમાં બદલાવ
(C) નવા રાસાયણિક પદાર્થોનું નિર્માણ
(D) તેની અવસ્થામાં બદલાવ
જવાબ : (C) નવા રાસાયણિક પદાર્થોનું નિર્માણ
(18) ઘઉંમાંથી લોટ બનાવવો એ કેવા પ્રકારનો ફેરફાર કહી શકાય?
(A) ભૌતિક ફેરફાર
(B) ઉલટાવી ન શકાય તેવો ફેરફાર
(C) A અને B બંને
(D) એકપણ નહિ
જવાબ : (C) A અને B બંને
(19) નીચેના પૈકી કઈ ક્રિયા ગેલ્વેનાઇઝેશન દર્શાવે છે?
(A) લોખંડ પર કાટ આવવાની
(B) ચૂનાનું નીતર્યું પાણી મેળવવાની
(C) લોખંડ પર જસતનું સ્તર ચડાવવાની
(D) કાપેલા સફરજન પર કથ્થાઇ રંગની સપાટી થવાની
જવાબ : (C) લોખંડ પર જસતનું સ્તર ચડાવવાની
(20) મેગ્નેશિયમ ઓકસાઈડ ભીના………………..લિટમસપત્રને………….બનાવે છે.
(A) હળદરના, ભૂરું
(B) જાસૂદના, લાલ
(C) ભૂરું, લાલ
(D) લાલ, ભૂરું
જવાબ : (D) લાલ, ભૂરું
Std 7 Science Chapter 5 Mcq Gujarati (21 To 30)
(21) વિધાન-1. કોપર સલ્ફેટનું દ્રાવણ લીલા રંગનું હોય છે.
વિધાન-2. આયર્ન સલ્ફેટનું દ્રાવણ વાદળી રંગનું હોય છે.
(A) ફક્ત વિધાન 1 સાચું છે.
(B) ફક્ત વિધાન 2 સાચું છે.
(C) વિધાન 1 અને 2 બંને સાચાં છે.
(D) વિધાન 1 અને 2 બંને ખોટાં છે.
જવાબ : (D) વિધાન 1 અને 2 બંને ખોટાં છે.
(22) વિદ્યાન-1. કેલ્શિયમ કાર્બોનેટ પાણીમાં અદ્રાવ્ય છે.
વિધાન-2. મેગ્નેશિયમ ઓકસાઈડ પાણીમાં અલ્પદ્રાવ્ય
(A) ફક્ત વિધાન 1 સાચું છે.
(B) ફક્ત વિધાન 2 સાચું છે.
(C) વિધાન 1 અને 2 બંને સાચાં છે.
(D) વિધાન 1 અને 2 બંને ખોટાં છે.
જવાબ : (C) વિધાન 1 અને 2 બંને સાચાં છે.
(23) સ્ટેઇનલેસ સ્ટીલ બનાવવા માટે લોખંડમાં કઈ ધાતુઓ ભેળવવામાં આવે છે?
(A) ક્રોમિયમ, સોડિયમ, કલોરિન
(B) કાર્બન, ઑક્સિજન, મેંગેનીઝ
(C) કાર્બન, સલ્ફર, નિકલ
(D) ક્રોમિયમ, નિકલ, મેંગેનીઝ
જવાબ : (D) ક્રોમિયમ, નિકલ, મેંગેનીઝ
(24) ભાવિકા રસોઈ બનાવવા વિનેગરનો ઉપયોગ કરે છે તો તે કયા ઍસિડનો ઉપયોગ કરે છે?
(A) એમિનો ઍસિડ
(B) એસિટિક ઍસિડ
(C) ઑક્ઝેલિક ઍસિડ
(D) સલ્ફ્યુરિક ઍસિડ
જવાબ : (B) એસિટિક ઍસિડ
(25) કીડી કરડવાથી હેતના હાથ પર સોજો અને ખંજવાળ આવે છે. આમ થવા માટે કેવો ફેરફાર જવાબદાર છે?
(A) રાસાયણિક ફેરફાર
(B) ભૌતિક ફેરફાર
(C) ઉલટાવી શકાય તેવો ફેરફાર
(D) ઉલટાવી ન શકાય તેવો ફેરફાર
જવાબ : (A) રાસાયણિક ફેરફાર
(26) ખાવાના સોડા અને એસિટિક ઍસિડ મિશ્ર કરતાં કયો વાયુ ઉત્પન્ન થાય છે?
(A) ઑક્સિજન
(B) કાર્બન ડાયોક્સાઇડ
(C) હાઈડ્રોજન
(D) નાઈટ્રોજન
જવાબ : (B) કાર્બન ડાયોક્સાઇડ
(27) કરણ મીણબત્તી સળગાવે છે તો તે પીગળવા લાગે છે, અર્જુન આ જ પીગળેલી મીણનો ઉપયોગ કરીને નવી મીણબત્તી બનાવે છે તો આ બંને ક્રિયામાં જોવા મળતો ફેરફાર જણાવો.
(A) ભૌતિક ફેરફાર
(B) ઉલટાવી શકાય તેવો ફેરફાર
(C) A અને B બંને
(D) ઉલટાવી ન શકાય તેવો ફેરફાર
જવાબ : (C) A અને B બંને
(28) મેગ્નેશિયમની પટ્ટીનું દહન થવાથી બનતી રાખ અને તે રાખ પાણી સાથે મિશ્ર કરતાં મેગ્નેશિયમ હાઈડ્રોક્સાઈડ બનવું, આ બંને ક્રિયા અનુક્રમે કેવા ફેરફાર દર્શાવે છે?
(A) ભૌતિક અને રાસાયણિક
(B) રાસાયણિક અને ભૌતિક
(C) ભૌતિક અને ભૌતિક
(D) રાસાયણિક અને રાસાયણિક
જવાબ : (D) રાસાયણિક અને રાસાયણિક
(29) ઍસિડ અને બેઇઝના તટસ્થીકરણની પ્રક્રિયા એ કેવો ફેરફાર છે?
(A) રાસાયણિક ફેરફાર
(B) ભૌતિક ફેરફાર
(C) કુદરતી ફેરફાર
(D) A અને B બંને
જવાબ : (A) રાસાયણિક ફેરફાર
(30) નીચેના પૈકી કઈ ક્રિયા રાસાયણિક ફેરફાર દ્વારા ન કરી શકાય?
(A) પ્લાસ્ટિકની ડોલ બનાવી શકાય
(B) દવાઓ બનાવી શકાય
(C) લાકડાની ખુરશી બનાવી શકાય
(D) ડિટરજન્ટ બનાવી શકાય
જવાબ : (C) લાકડાની ખુરશી બનાવી શકાય
Std 7 Science Chapter 5 Mcq Gujarati (31 To 35)
(31) બેકિંગ સોડાનું અણુસૂત્ર કયું છે?
(A) NaHCO3
(B) CaHCO3
(C) NaCO2
(D) CaCO3
જવાબ : (A) NaHCO3
(32) લોખંડને કાટ લાગતો બચાવવા નીચેના પૈકી શું કરી શકાય?
(A) રંગ કરવો
(B) ગેલ્વેનાઈઝેશન
(C) A અને B બંને
(D) સ્ફટિકીકરણ
જવાબ : (C) A અને B બંને
(33) દરેક વસ્તુના આકાર, પરિમાણ અને અવસ્થામાં થતો ફેરફાર એ કેવા પ્રકારનો ફેરફાર છે?
(A) ભૌતિક
(B) રાસાયણિક
(C) ઉલટાવી શકાય તેવો
(D) ઉલટાવી ન શકાય તેવો
જવાબ : (A) ભૌતિક
(34) જે ફેરફારમાં એક અથવા એક કરતાં વધુ નવા રાસાયણિક પદાર્થો બને તેવા ફેરફાર ને શું કહેવાય?
(A) ભૌતિક ફેરફા
(B) રાસાયણિક ફેરફાર
(C) A અને B બંને
(D) નિયમિત ફેરફાર
જવાબ : (B) રાસાયણિક ફેરફાર
(35) નીચે પૈકી કયું વિધાન ખોટું છે તે જણાવો.
(A) પ્રાણીજ કચરામાંથી બાયોગેસ બનવું એ રાસાયણિક ફેરફાર છે.
(B) બાયોગેસનું દહન થવું એ રાસાયણિક ફેરફાર છે.
(C) LPG નું સિલિન્ડરમાંથી વાયુ સ્વરૂપે બહાર નીકળવું તે રાસાયણિક ફેરફાર છે.
(D) LPG નું દહન થવું એ રાસાયણિક ફેરફાર છે.
જવાબ : (C) LPG નું સિલિન્ડરમાંથી વાયુ સ્વરૂપે બહાર નીકળવું તે રાસાયણિક ફેરફાર છે.
Also Read :
ધોરણ 7 વિજ્ઞાન પાઠ 6 MCQ |
ધોરણ 7 વિજ્ઞાન પાઠ 7 MCQ |
ધોરણ 7 વિજ્ઞાન પાઠ 8 MCQ |