Std 7 Science Chapter 2 Mcq Gujarati (ધોરણ 7 વિજ્ઞાન પાઠ 2 Mcq)

Spread the love

std 7 science chapter 2 mcq gujarati
Std 7 Science Chapter 2 Mcq Gujarati

Std 7 Science Chapter 2 Mcq Gujarati, ધોરણ 7 વિજ્ઞાન પાઠ 2 mcq, ધોરણ 7 વિજ્ઞાન પાઠ 2 MCQ, Std 7 Science Mcq Gujarati, Class 7 Science Chapter 2 Mcq Gujarati, Class 7 Science Mcq Gujarati, ધોરણ 7 વિજ્ઞાન Mcq.

નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ધોરણ 7 વિજ્ઞાન પાઠ 2 નાં MCQ પ્રશ્નો અને જવાબો વાંચી શકશો. તમારા અભ્યાસમાં આ Mcq પ્રશ્નો ઉપયોગી થશે.

ધોરણ :7
વિષય :વિજ્ઞાન
પ્રકરણ : 2પ્રાણીઓમાં પોષણ
સત્ર :પ્રથમ
MCQ :40
Std 7 Science Chapter 2 Mcq Gujarati

Std 7 Science Chapter 2 Mcq Gujarati (1 To 10)

(1) ખોરાકના જટિલ ઘટકોનું સરળ ઘટકોમાં રૂપાંતર થવાની ક્રિયાને શું કહે છે?

(A) પ્રકાશસંશ્લેષણ

(B) પાચન

(C) અંત:ગ્રહણ

(D) બાષ્પીભવન

જવાબ : (B) પાચન

(2) નીચેનામાંથી કયું પ્રાણી ખોરાકને ગળી જાય છે?

(A) મધમાખી

(B) અજગર

(C) કીંડી

(D) હમિંગ બર્ડ

જવાબ : (B) અજગર

(3) પંથભાઈ બગીચામાં પુષ્પ પરથી એક સજીવને પુષ્પરસ ચૂસતા જુએ છે તો તે નીચેનામાંથી કયો સજીવ હોઇ શકે?

(A) બાજ

(B) કબૂતર

(C) મધમાખી

(D) શાહમૃગ

જવાબ : (C) મધમાખી

(4) નીચેનામાંથી કોણ ખોરાક ગ્રહણ કરવાની પદ્ધતિને આધારે અલગ પડે છે?

(A) જૂ

(B) હમિંગ બર્ડ

(C) મચ્છર

(D) કીડી

જવાબ : (D) કીડી

(5) તારામાછલી કયા પદાર્થના બનેલા સખત કવચથી આવરિત હોય છે?

(A) એમોનિયમ કાર્બોનેટ

(B) સોડિયમ કાર્બોનેટ

(C) કેલ્શિયમ કાર્બોનેટ

(D) એકપણ નહિ

જવાબ : (C) કેલ્શિયમ કાર્બોનેટ

Play Quiz :

ધોરણ 7 વિજ્ઞાન એકમ : 2 MCQ QUIZ

(6) મનુષ્યમાં પાચનની શરૂઆત ક્યાંથી થાય છે?

(A) નાનું આંતરડું

(B) મોટું આંતરડું

(C) જઠર

(D) મુખગુહા 

જવાબ : (D) મુખગુહા 

(7) ખોરાકને શરીરની અંદર લેવાની પદ્ધતિને શું કહેવાય?

(A) વાગોળવું

(B) અભિશોષણ

(C) પ્રકાશસંશ્લેષણ

(D) અંત:ગ્રહણ

જવાબ : (D) અંત:ગ્રહણ

(8) નીચે આપેલ પૈકી પાચનનો સાચો માર્ગ કયો છે?

(A) મુખગુહા – અન્નનળી – નાનું આંતરડું – જઠર – મોટું આંતરડું

(B) મુખગુહા – અન્નનળી – નાનું આંતરડું – મોટું આંતરડું – જઠર

(C) મુખગુહા – અન્નનળી – જઠર – નાનું આંતરડું – મોટું આંતરડું

(D) મુખગુહા – અન્નનળી – જઠર – મોટું આંતરડું – નાનું આંતરડું

જવાબ : (C) મુખગુહા – અન્નનળી – જઠર – નાનું આંતરડું – મોટું આંતરડું

(9) વેદાંશીના પ્રથમ સમૂહના દાંત પડવાની શરૂઆત થઇ ચૂકી છે તો તેની અંદાજિત ઉંમર કેટલી હશે?

(A) 3 થી 4 વર્ષ

(B) 5 થી 6 વર્ષ

(C) 4 થી 5 વર્ષ

(D) 6 થી 8 વર્ષ

જવાબ : (D) 6 થી 8 વર્ષ

(10) શૈશવકાળ દરમિયાન વિકાસ પામતા દાંતને શું કહેવાય?

(A) દૂધિયા દાંત

(B) કાયમી દાંત

(C) છેદક દાંત

(D) રાક્ષી દાંત

જવાબ : (A) દૂધિયા દાંત

Std 7 Science Chapter 2 Mcq Gujarati (11 To 20)

(11) તમે સફરજનના ટુકડાને બચકું ભરવા માટે કયા દાંતનો ઉપયોગ કરશો?

(A) દાઢ

(B) અગ્ર દાઢ

(C) છેદક દાંત

(D) રાક્ષી દાંત

જવાબ : (C) છેદક દાંત

(12) કોકીલા દાતણને ચાવે છે અને ત્યારબાદ ચીરે છે, તો તેણે અનુક્રમે કયા-કયા દાંતનો ઉપયોગ કર્યો હશે?

(A) દાઢ અને રાક્ષી દાંત

(B) રાક્ષી દાંત અને દાઢ

(C) છેદક દાંત અને દાઢ

(D) અગ્ર દાઢ અને દાઢ

જવાબ : (A) દાઢ અને રાક્ષી દાંત

(13) ચાવવા અને ભરડવા માટે કયા દાંતનો ઉપયોગ થાય છે?

(A) દૂધિયા દાંત

(B) દાઢ

(C) રાક્ષી દાંત

(D) છેદક દાંત

જવાબ : (B) દાઢ

(14) નીચેનામાંથી કોને દાંત હોતા નથી?

(A) સાપ

(B) ઉંદર

(C) હાથી

(D) પક્ષી

જવાબ : (D) પક્ષી

(15) યોગ્ય જોડકાં જોડી સાચો વિકલ્પ પસંદ કરો.

(P) છેદક દાંત(W) ચીરવાનું અને ફાડવાનું
(Q) રાક્ષી દાંત (X) કાપવાનું અને બટકું ભરવાનું
(R) અગ્ર દાઢ(Y) ભરડવાનું
(S) દાઢ(Z) ચાવવાનું
Std 7 Science Chapter 2 Mcq Gujarati

(A) P-X, Q-W, R-Z, S-Y

(B) P-Y, Q-Z, R-W, S-X

(C) P-W, Q-X, R-Y, S-Z

(D) P-Z, Q-X, R-W, S-Y

જવાબ : (A) P-X, Q-W, R-Z, S-Y

(16) દાંતનો સડો કરતા બેક્ટેરિયા શું મુકત કરે છે?

(A) શર્કરા

(B) બેઈઝ

(C) ઍસિડ

(D) ક્ષાર

જવાબ : (C) ઍસિડ

(17) શિક્ષકે ગોપીના દાંત ચકાસતાં તેમાં સડો જોવા મળ્યો, તો ગોપીએ આહારમાં શાનો વધુ ઉપયોગ કર્યો હશે?

(A) ઠંડા પીણા

(B) મીઠાઈ

(C) ચોકલેટ

(D) આપેલ તમામ

જવાબ : (D) આપેલ તમામ

(18) આપણે દિવસમાં ઓછામાં ઓછું કેટલી વખત બ્રશ કે દાતણ કરવું જોઈએ?

(A) 1

(B) 2

(C) 3

(D) 4

જવાબ : (B) 2

(19) નીચે આપેલ પૈકી દાંત સ્વચ્છ કરવા શાનો ઉપયોગ કરી શકાય?

(A) દાતણ

(B) દંત બાલ

(C) બ્રશ

(D) આપેલ તમામ

જવાબ : (D) આપેલ તમામ

(20) સ્વાદકલિકાઓ…………….પર આવેલી હોય છે.

(A) નાનું આંતરડું

(B) જીભ

(C) દાંત

(D) નાક

જવાબ : (B) જીભ

Std 7 Science Chapter 2 Mcq Gujarati (21 To 30)

(21) સ્ટાર્ચનું સરળ શર્કરામાં રૂપાંતરણ કરવાનું કાર્ય કોનું છે?

(A) અન્નનળી

(B) મુખગુહા

(C) લાળરસ

(D) રસાંકુરો

જવાબ : (C) લાળરસ

(22) હર્ષદ ભૂલથી કડવા લીમડાનાં પર્ણ ખાઈ ગયો તો તેનો સ્વાદ જીભના કયા ભાગ પર પરખાશે?

(A) આગળ

(B) પાછળ

(C) વચ્ચે

(D) ડાબી કે જમણી

જવાબ : (B) પાછળ

(23) જીભના સ્વાદ પારખવાના ગુણને આધારે જીભના અગ્રથી પદ્મ ભાગ તરફ જતાં સ્વાદનો સાચો ક્રમ કયો?

(A) ખારો – ખાટો – કડવો – ગળ્યો

(B) ગળ્યો – ખાટો – ખારો – કડવો

(C) ગળ્યો – ખારો – ખાટો – કડવો

(D) ખાટો – ગળ્યો – કડવો – ખારો

જવાબ : (C) ગળ્યો – ખારો – ખાટો – કડવો

(24) સજીવોની કઈ ક્રિયા માટે ખોરાકની જરૂરિયાત રહે છે?

(A) વૃદ્ધિ

(B) સમારકામ

(C) શરીરનાં કાર્યો

(D) આપેલ તમામ

જવાબ : (D) આપેલ તમામ

(25) જઠરનો આકાર અંગ્રેજીના કયા અક્ષર જેવો છે?

Std 7 Science Chapter 2 Mcq Gujarati
Std 7 Science Chapter 2 Mcq Gujarati

(A) V

(B) T

(C) U

(D) O

જવાબ : (C) U

(26) નીચેનામાંથી કયા અવયવમાં મંદ હાઈડ્રોક્લોરિક ઍસિડનો સ્રાવ થાય છે?

(A) અન્નનળી

(B) નાનુ આંતરડું

(C) મુખગુહા

(D) જઠર

જવાબ : (D) જઠર

(27) નાના આંતરડાની અંદરની દીવાલમાં જોવા મળતા પ્રવર્ધોને શું કહે છે?

(A) આંત્રપુચ્છ

(B) શ્વાસનળી

(C) રસાંકુરો

(D) અન્નનળી

જવાબ : (C) રસાંકુરો

(28) યકૃત ઉદરમાં કઈ બાજુએ આવેલ હોય છે?

(A) જમણી બાજુએ

(B) વચ્ચે

(C) ડાબી બાજુએ

(D) ઉપર

જવાબ : (A) જમણી બાજુએ

(29) હું મનુષ્યના પાચનતંત્રમાં આવેલો સૌથી લાંબો અવયવ છું.

(A) જઠર

(B) મોટું આંતરડું

(C) અન્નનળી

(D) નાનું આંતરડું

જવાબ : (D) નાનું આંતરડું

(30) અનુક્રમે નાના આંતરડાની અને મોટા આંતરડાની લંબાઈ જણાવો.

(A) 1.5 સેમી અને 7.5 સેમી

(B) 7.5 સેમી અને 1.5 સેમી

(C) 1.5 મીટર અને 7.5 મીટર

(D) 7.5 મીટર અને 1.5 મીટર

જવાબ : (D) 7.5 મીટર અને 1.5 મીટર

Std 7 Science Chapter 2 Mcq Gujarati (31 To 40)

(31) પિત્તરસ કયા ઘટકનું પાચન કરવામાં મહત્વનો ભાગ ભજવે છે?

(A) કાર્બોદિત

(B) પ્રોટીન

(C) ચરબી

(D) આપેલ તમામ

જવાબ : (C) ચરબી

(32) પિત્તરસનો સંગ્રહ કયાં થાય છે?

Std 7 Science Chapter 2 Mcq Gujarati
Std 7 Science Chapter 2 Mcq Gujarati

(A) સ્વાદુપિંડ

(B) યકૃત

(C) પિત્તાશય

(D) જઠર

જવાબ : (C) પિત્તાશય

(33) ચરબી : ફેટિઍસિડ :: પ્રોટીન : …………..

(A) ફેટિ ઍસિડ

(B) એમિનો ઍસિડ

(C) હાઈડ્રોક્લોરિક ઍસિડ

(D) સલ્ફયુરીક ઍસિડ

જવાબ : (B) એમિનો ઍસિડ

(34) દર્દીને ઝાડા થયા હોય તો કઈ પ્રાથમિક સારવાર આપી શકાય?

I. ઉકાળીને ઠંડા કરેલ પાણીમાં ખાંડ ઓગાળીને આપવું.
II. ઉકાળીને ઠંડા કરેલ પાણીમાં મીઠું ઓગાળીને આપવું.
III. ઉકાળીને ઠંડા કરેલ પાણીમાં ગ્લુકોઝ ઓગાળીને આપવું.
Std 7 Science Chapter 2 Mcq Gujarati

(A) માત્ર I

(B) માત્ર II

(C) માત્ર III

(D) I, II, III પૈકી કોઈપણ એક

જવાબ : (D) I, II, III પૈકી કોઈપણ એક

(35) નીચેનામાંથી કયો પાચનક્રિયાનો ભાગ નથી?

(A) શોષણ

(B) પાચન

(C) સ્વાંગીકરણ

(D) મળત્યાગ

જવાબ : (D) મળત્યાગ

(36) મનુષ્યના પાચનતંત્રમાં પાણીનું શોષણ કયા અંગમાં થાય છે?

(A) મુખગુહા

(B) મોટું આંતરડું

(C) નાનું આંતરડું

(D) જઠર

જવાબ : (B) મોટું આંતરડું

(37) બળદ ઘાસને ખૂબ ઝડપથી ખાઈને ગળી જાય છે તો તે ખોરાક…………..માં સંગ્રહ પામે છે.

(A) પકવાશય

(B) આમાશય

(C) જઠર

(D) સ્વાદુપિંડ

જવાબ : (B) આમાશય

(38) નીચે આપેલ પૈકી કયું પ્રાણી વાગોળનાર નથી?

(A) મનુષ્ય

(B) ગાય

(C) બળદ

(D) ભેંસ

જવાબ : (A) મનુષ્ય

(39) નીચે પૈકી કયા સજીવમાં ખોટાં પગ આવેલા હોય છે?

(A) અમીબા

(B) મનુષ્ય

(C) ગાય

(D) કીડી

જવાબ : (A) અમીબા

(40) અમીબામાં ખોરાકનું પાચન શામાં થાય છે?

(A) આમાશય

(B) અન્નધાની

(C) અન્નનળી

(D) કોષકેન્દ્ર

જવાબ : (B) અન્નધાની

Also Read :

ધોરણ 7 વિજ્ઞાન પાઠ 3 MCQ
ધોરણ 7 વિજ્ઞાન પાઠ 4 MCQ
ધોરણ 7 વિજ્ઞાન પાઠ 5 MCQ
Std 7 Science Chapter 2 Mcq Gujarati

Spread the love
error: Content is protected !!
Scroll to Top