Std 6 Social Science Chapter 4 Mcq In Gujarati (ધોરણ 6 સામાજિક વિજ્ઞાન પાઠ 4 Mcq)

Std 6 Social Science Chapter 4 Mcq In Gujarati
Std 6 Social Science Chapter 4 Mcq In Gujarati

Std 6 Social Science Chapter 4 Mcq In Gujarati, ધોરણ 6 સામાજિક વિજ્ઞાન Mcq, Class 6 Social Science Chapter 4 Mcq Gujarati, Std 6 Social Science Mcq Gujarati, Mcq Questions for Class 6 Social Science With Answers pdf

નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ધોરણ 6 સામાજિક વિજ્ઞાન પાઠ 4 નાં MCQ પ્રશ્નો અને જવાબો વાંચી શકશો. તમારા અભ્યાસમાં આ Mcq પ્રશ્નો ઉપયોગી થશે.

ધોરણ :6
વિષય :સામાજિક વિજ્ઞાન
પ્રકરણ : 4ભારતની પ્રારંભિક રાજ્યવ્યવસ્થા
સત્ર :પ્રથમ
MCQ :45
Std 6 Social Science Chapter 4 Mcq In Gujarati

Std 6 Social Science Chapter 4 Mcq In Gujarati (1 TO 10)

(1) ભારતમાં રાજકીય વ્યવસ્થાની માહિતી કયા ગ્રંથમાંથી મળતી નથી?

(A) વેદમાંથી

(B) મહાકાવ્યોમાંથી

(C) ભગવદ્ગીતામાંથી

(D) બૌદ્ધગ્રંથોમાંથી

જવાબ : (C) ભગવદ્ગીતામાંથી

(2) વૈદિકકાળમાં રાજવ્યવસ્થાનું સ્વરૂપ કેવું હતું?

(A) પ્રમુખશાહી શાસનવ્યવસ્થાનું

(B) કબિલાઈ શાસનવ્યવસ્થાનું

(C) લોકશાહી શાસનવ્યવસ્થાનું

(D) ગણરાજ્ય શાસનવ્યવસ્થાનું

જવાબ : (B) કબિલાઈ શાસનવ્યવસ્થાનું

(3) ‘જનપદશબ્દ કયા અર્થમાં વપરાતો હતો?

(A) રાજ્યના

(B) જિલ્લાના

(C) પ્રદેશના

(D) હોદાના

જવાબ : (A) રાજ્યના

(4) ઈ. સ. પૂર્વે છઠ્ઠી સદીમાં ભારતમાં કેટલાં મહાજનપદો હતાં?

(A) 12

(B) 16

(C) 18

(D) 20

જવાબ : (B) 16

(5) પાલિ ભાષામાં લખાયેલા કયા ગ્રંથ અનુસાર અનુવૈદિકકાળમાં 16 જેટલાં મહાજનપદો હતાં?

(A) ‘સૂત્તપિટ્ટક’

(B) ‘વિનયપિટ્ટક”

(C) “અભિધમ્મપિટ્ટક’

(D) ‘અંગુત્તરનિકાય’

જવાબ : (D) ‘અંગુત્તરનિકાય’

Play Quiz :

ધોરણ 6 સામાજિક વિજ્ઞાન પાઠ : 4 MCQ QUIZ

(6) “મલ્લ’ મહાજનપદની રાજધાની કઈ હતી?

(A) ચંપા

(B) વૈશાલી

(C) કુશીનારા

(D) વારાણસી

જવાબ : (C) કુશીનારા

(7) ‘શ્રાવસ્તીકયા મહાજનપદની રાજધાની હતી?

(A) કાશી

(B) વત્સ

(C) કોસલ

(D) પાંચાલ

જવાબ : (C) કોસલ

(8) દિલ્લી અને મેરઠ આસપાસનો પ્રદેશ કયા મહાજનપદનો રાજ્યવિસ્તાર હતો?

(A) ચેદિનો

(B) કાશીનો

(C) અંગનો

(D) કૂરુનો

જવાબ : (D) કૂરુનો

(9) ગોદાવરી નદીના કિનારે કયા મહાજનપદનો રાજ્યવિસ્તાર આવેલો હતો?

(A) ચેદિનો

(B) મત્સ્યનો

(C) અશ્મકનો

(D) અવંતિનો

જવાબ : (C) અશ્મકનો

(10) ‘વિરાટનગરકયા મહાજનપદની રાજધાની હતી?

(A) કમ્બોજની

(B) મત્સ્યની

(C) અવંતિની

(D) ગાંધારની

જવાબ : (B) મત્સ્યની

Std 6 Social Science Chapter 4 Mcq In Gujarati (11 TO 20)

(11) રાજાશાહી રાજ્યવ્યવસ્થામાં કોને પ્રમુખ ગણવામાં આવતો?

(A) નાગરિકને

(B) પ્રધાનને

(C) સેનાપતિને

(D) રાજાને

જવાબ : (D) રાજાને

(12) નીચેના પૈકી કયું રાજ્ય રાજાશાહી રાજ્યવ્યવસ્થા ધરાવતું હતું?

(A) મગધ

(B) કુશીનારા

(C) મિથિલા

(D) વૈશાલી

જવાબ : (A) મગધ

(13) નીચેના પૈકી કયું રાજ્ય ગણરાજ્ય કહેવાતું હતું?

(A) કોસલ

(B) વત્સ

(C) વૈશાલી

(D) અવંતિ

જવાબ : (C) વૈશાલી

(14) 16 જેટલાં મહાજનપદોમાં કયું રાજ્ય સૌથી વધુ શક્તિશાળી હતું?

(A) અવંતિ

(B) મગધ

(C) કોસલ

(D) કાશી

જવાબ : (B) મગધ

(15) હર્યકવંશની સ્થાપના કોણે કરી હતી?

(A) બિંદુસારે

(B) અજાતશત્રુએ

(C) શિશુનાગે

(D) બિંબિસારે

જવાબ : (D) બિંબિસારે

(16) કોના સમયમાં પાટલિપુત્ર (પટના) મગધની રાજધાની બની હતી?

(A) અશોકના

(B) અજાતશત્રુના

(C) બિંદુસારના

(D) બિંબિસારના

જવાબ : (B) અજાતશત્રુના

(17) નીચેનામાંથી કયો રાજા નાગવંશનો શાસક હતો?

(A) મહાપદ્મનંદ

(B) ધનનંદ

(C) શિશુનાગ

(D) પ્રસેનજિત

જવાબ : (C) શિશુનાગ

(18) ભારતમાં સૌપ્રથમ સામ્રાજ્યનું નિર્માણ કોણે કર્યું હતું?

(A) બિંબિસારે

(B) મહાપદ્મનંદે

(C) અજાતશત્રુએ

(D) ચંદ્રગુપ્ત મૌર્યે

જવાબ : (B) મહાપદ્મનંદે

(19) સિકંદરે ભારત પર આક્રમણ કર્યું ત્યારે મગધ પર ક્યો રાજા શાસન કરતો હતો?

(A) અશોક

(B) પોરસ

(C) બિંદુસાર

(D) ધનનંદ

જવાબ : (D) ધનનંદ

(20) ગણરાજ્યોની રાજ્યવ્યવસ્થા સંપૂર્ણપણે કોના પર આધારિત હતી?

(A) રાજા પર

(B) પ્રમુખ પર

(C) લોકો પર

(D) લશ્કર પર

જવાબ : (C) લોકો પર

Std 6 Social Science Chapter 4 Mcq In Gujarati (21 TO 30)

(21) ગણરાજ્ય રાજ્યવ્યવસ્થામાં પ્રત્યેક સભ્યને કયો દરજ્જો આપવામાં આવતો?

(A) ‘રાજા’નો

(B) ‘સામંત’નો

(C) ‘અમાત્ય’નો

(D) ‘સેનાપતિ’નો

જવાબ : (A) ‘રાજા’નો

(22) વજ્જીસંઘ ગણરાજ્યનું મુખ્ય સ્થાન કયું હતું?

(A) વારાણસી

(B) કૌશામ્બી

(C) મિથિલા

(D) વૈશાલી

જવાબ : (D) વૈશાલી

(23) વૈશાલીના વજ્જીસંઘમાં ક્યા રાજ્યનો સમાવેશ થતો નથી?

(A) મિથિલા

(B) વૈશાલી

(C) કોસલ

(D) કુશીનારા

જવાબ : (C) કોસલ

(24) ગણરાજ્યમાં રાજ્યની બધી સત્તા કોની પાસે રહેતી?

(A) પ્રમુખ પાસે

(B) રાજા પાસે

(C) સભ્યો પાસે

(D) મહાઅમાત્ય પાસે

જવાબ : (C) સભ્યો પાસે

(25) ગણસભાનું સભાસ્થળનું શું નામ હતું?

(A) સંથાગાર

(B) સચિવાલય

(C) રાજગૃહ

(D) રાજસભા

જવાબ : (A) સંથાગાર

(26) ગણરાજ્યોની રાજ્યવ્યવસ્થા કયા સ્વરૂપની હતી?

(A) રાજાશાહી

(B) સામંતશાહી

(C) લોકશાહી

(D) પ્રમુખશાહી

જવાબ : (C) લોકશાહી

(27) ગણરાજ્યમાં કઈ સમિતિ પ્રમુખને રાજ્યવહીવટમાં મદદ કરતી?

(A) સલાહકાર સમિતિ

(B) સલામતી સમિતિ

(C) સંધિવિગ્રહ સમિતિ

(D) કાર્યવાહક સમિતિ

જવાબ : (D) કાર્યવાહક સમિતિ

(28) મહાજનપદ સમયની શાસનવ્યવસ્થામાં ખેડૂતો ખેતીનો કેટલામો ભાગ રાજકોષમાં જમા કરાવતા?

(A) ચોથો

(B) છઠ્ઠો

(C) આઠમો

(D) ત્રીજો

જવાબ : (B) છઠ્ઠો

(29) ગણરાજ્યની રાજ્યવ્યવસ્થામાં પશુપાલકો કરના ભાગરૂપે શું આપતા?

(A) દૂધ

(B) ચામડાં

(C) ઘી

(D) પશુઓ

જવાબ : (D) પશુઓ

(30) યમુના અને નર્મદા વચ્ચેનો વર્તમાન પ્રદેશ ક્યા મહાજનપદનો સીમાવિસ્તાર હતો?

(A) કોસલનો

(B) સૂરસેનનો

(C) પાંચાલનો

(D) ચેદિનો

જવાબ : (D) ચેદિનો

Std 6 Social Science Chapter 4 Mcq In Gujarati (31 TO 40)

(31) પ્રખ્યાત તક્ષશિલા કયા મહાજનપદ રાજ્યની રાજધાની હતી?

(A) ગાંધાર

(B) કમ્બોજ

(C) અવંતિ

(D) કાશી

જવાબ : (A) ગાંધાર

(32) કોસલ મહાજનપદ ક્યા ગણરાજ્યની પાસે આવેલ હતું?

(A) અશ્મક

(B) સૂરસેન

(C) મલ્લ

(D) મત્સ્ય

જવાબ : (C) મલ્લ

(33) માળવાનો પ્રદેશ કયા મહાજનપદમાં આવેલો હતો?

(A) મત્સ્ય

(B) અવંતિ

(C) કાશી

(D) ચેદિ

જવાબ : (B) અવંતિ

(34) દક્ષિણ ભારતમાં આવેલા એકમાત્ર મહાજનપદનું નામ જણાવો.

(A) ભૃગુકચ્છ

(B) અંગ

(C) કુરુ

(D) અશ્મક

જવાબ : (D) અશ્મક

(35) ગણરાજ્ય સમયમાં રાજ્યને કર આપવામાં કોનો સમાવેશ થતો નહોતો?

(A) ખેડૂત

(B) સૈનિક

(C) પશુપાલક

(D) વેપારી

જવાબ : (B) સૈનિક

(36) મહાજનપદ સમયમાં કિલ્લાઓ બાંધવામાં કયું કારણ બંધબેસતું નથી?

(A) રાજ્યનું રક્ષણ કરવા માટે

(B) પડી રહેલી ઈંટોનો ઉપયોગ કરવા માટે

(C) પોતાની શક્તિ અને સમૃદ્ધિનું પ્રદર્શન કરવા માટે

(D) લોકોને રોજગારી આપવા માટે

જવાબ : (B) પડી રહેલી ઈંટોનો ઉપયોગ કરવા માટે

(37) નીચેના પૈકી ગણરાજ્ય સમયના સમાજજીવન વિશે કયું વિધાન ખોટું છે?

(A) લોકો સાદાં ઘરોમાં રહેતા હતા.

(B) લોકો માટીનાં વાસણોનો ઉપયોગ વિશેષ કરતા હતા.

(C) માટીનાં વાસણો પર ચિત્રાંકન કરતા ન હતા.

(D) લોકો પશુપાલન પ્રવૃત્તિ સાથે સંકળાયેલ હતા.

જવાબ : (C) માટીનાં વાસણો પર ચિત્રાંકન કરતા ન હતા.

(38) જનપદ એટલે……..

(A) સભા અને સમિતિ

(B) ભારતની પ્રારંભિક રાજકીય સંસ્થાઓ

(C) માણસના વસવાટનું એક ક્ષેત્ર કે સ્થાન

(D) આપેલ પૈકી એક પણ નહિ

જવાબ : (C) માણસના વસવાટનું એક ક્ષેત્ર કે સ્થાન

(39) ગણરાજ્યોની રાજ્યવ્યવસ્થા પૈકી નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

(A) વૈશાલી વજ્જીસંઘનું ગણરાજ્ય કહેવામાં આવતું.

(B) ગણરાજ્યમાં જ્યાં સભા ભરાતી હતી તે સ્થળને સંથાગાર કહે છે.

(C) રાજ્યની બધી જ સત્તા સભ્યો પાસે રહેતી.

(D) ગણરાજ્યમાં પ્રત્યેક સભ્યને રાજા ગણવામાં આવતો ન હતો.

જવાબ : (D) ગણરાજ્યમાં પ્રત્યેક સભ્યને રાજા ગણવામાં આવતો ન હતો.

(40) આપણા દેશના લોકો પોતાના શાસકોની પસંદગી કઈ રીતે કરે છે?

(A) વંશપરંપરાગતથી

(B) ધ્વનિમતથી

(C) મતદાનથી

(D) આપેલ પૈકી એક પણ નહિ

જવાબ : (C) મતદાનથી

Std 6 Social Science Chapter 4 Mcq In Gujarati (41 TO 45)

(41) નીચેનામાંથી કયા ગ્રંથ અનુસાર અનુવૈદિક કાળમાં 16 મહાજનપદો હતાં?

(A) અંગુત્તરનિકાય

(B) ત્રિપિટ્ટક

(C) મહાભારત

(D) આપેલ પૈકી એક પણ નહિ

જવાબ : (A) અંગુત્તરનિકાય

(42) મહાજનપદ કેટલાં હતાં?

(A) 17

(B) 18

(C) 16

(D) 19

જવાબ : (C) 16

(43) મહાજનપદો કયા કાળમાં હતાં?

(A) આધુનિક

(B) વૈદિક

(C) અનુવૈદિક

(D) મધ્યકાલીન

જવાબ : (C) અનુવૈદિક

(44) નીચેનાં રાજ્યોમાંથી કયું રાજ્ય ગણરાજ્ય કહેવાતું હતું?

(A) મગધ

(B) કોસલ

(C) વત્સ

(D) વૈશાલી

જવાબ : (D) વૈશાલી

(45) જનપદોમાં કેટલા પ્રકારની રાજ્યવ્યવસ્થા સ્થાપિત હતી?

(A) એક

(B) બે

(C) ત્રણ

(D) ચાર

જવાબ : (B) બે

Also Read :

ધોરણ 6 સામાજિક વિજ્ઞાન પાઠ 15 Mcq

ધોરણ 6 સામાજિક વિજ્ઞાન પાઠ 5 Mcq

error: Content is protected !!
Scroll to Top