Std 6 Science Chapter 6 Mcq Gujarati, ધોરણ 6 વિજ્ઞાન પાઠ 6 mcq, ધોરણ 6 વિજ્ઞાન પાઠ 6 MCQ, Std 6 Science Mcq Gujarati, Class 6 Science Chapter 6 Mcq Gujarati, Class 6 Science Mcq Gujarati, ધોરણ 6 વિજ્ઞાન Mcq.
નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ધોરણ 6 વિજ્ઞાન પાઠ 6 નાં MCQ પ્રશ્નો અને જવાબો વાંચી શકશો. તમારા અભ્યાસમાં આ Mcq પ્રશ્નો ઉપયોગી થશે.
ધોરણ : | 6 |
વિષય : | વિજ્ઞાન |
પ્રકરણ : 6 | સજીવો – લક્ષણો અને નિવાસસ્થાન |
MCQ : | 40 |
Std 6 Science Chapter 6 Mcq Gujarati (1 To 10)
(1) નીચેનામાંથી ક્યું પ્રાણી પર્વતો પર જોવા મળે છે?
(A) ગાય
(B) હરણ
(C) યાક
(D) સસલું
જવાબ : (C) યાક
(2) રણની ગરમ રેતીથી બચવા માટે ઊંટનું ક્યું અંગ ઉપયોગી છે?
(A) ડોક
(B) લાંબા પગ
(C) પેટ
(D) આપેલ તમામ
જવાબ : (B) લાંબા પગ
(3) વનસ્પતિ કે પ્રાણીઓ પોતાના પર્યાવરણમાં ટકી રહેવા માટે ચોક્કસ લક્ષણો કે આદતો ધરાવે છે તેને……..કહે છે.
(A) ઉત્તેજના
(B) અનુકૂલન
(C) ઉત્સર્જન
(D) નિવાસસ્થાન
જવાબ : (B) અનુકૂલન
(4) નિવાસસ્થાનમાં રહેતા……….અને……….એ તેના જૈવિક ઘટકો છે.
(A) વનસ્પતિ અને ભૂમિ
(B) દવા અને પાણી
(C) ખડકો અને પ્રાણીઓ
(D) વનસ્પતિ અને પ્રાણીઓ
જવાબ : (D) વનસ્પતિ અને પ્રાણીઓ
(5) મોટાભાગની રણની વનસ્પતિના મૂળ કેવા લક્ષણ ધરાવે છે?
(A) ખૂબ ઉંડે સુધી વિસ્તરેલા
(B) મૂળ સુવિકાસિત
(C) પ્રકાંડ અને પર્ણોનો વિસ્તાર ઓછો
(D) આપેલ તમામ
જવાબ : (D) આપેલ તમામ
(6) ક્યા દરિયાઇ જીવોને ચૂઇ હોતી નથી?
(A) ઓકટોપસ
(B) ડોલ્ફિન
(C) વ્હેલ
(D) ડોલ્ફિન અને વ્હેલ બંને
જવાબ : (D) ડોલ્ફિન અને વ્હેલ બંને
(7) પાણી અને જમીન એમ બંને જગ્યાએ રહી શકે તેવા પ્રાણીઓને શું કહે છે?
(A) ખેચર
(B) જળચર
(C) ભૂચર
(D) ઉભયજીવી
જવાબ : (D) ઉભયજીવી
(8) નીચેનામાંથી ક્યું સજીવ નથી?
(A) વિમાન
(B) હોડી
(C) ઘોડો
(D) A અને B બંને
જવાબ : (D) A અને B બંને
(9) દરિયાકિનારે વધુ જોવા મળતી વનસ્પતિ કઈ છે?
(A) નારિયેળી
(B) બાવળ
(C) ખજૂરી
(D) પાઇન
જવાબ : (A) નારિયેળી
(10) મોટાભાગના જળચર પ્રાણીઓ શ્વસન માટે ઑક્સિજન ક્યાંથી લે છે?
(A) હવામાંથી
(B) પાણીમાં ઓગળેલો ઑક્સિજન
(C) A અને B બંને
(D) સંગ્રહાયેલો ઑક્સિજન
જવાબ : (B) પાણીમાં ઓગળેલો ઑક્સિજન
Std 6 Science Chapter 6 Mcq Gujarati (11 To 20)
(11) નીચેનામાંથી ક્યું વિધાન સાચું છે?
(A) વિમાન સજીવ છે.
(B) ઊંટ ઘણા દિવસ સુધી પાણી વગર રહી શકે છે.
(C) વનસ્પતિનું શ્વસન અંગ પ્રકાંડ છે.
(D) બાવળનું વૃક્ષ પ્રચલન કરે છે.
જવાબ : (B) ઊંટ ઘણા દિવસ સુધી પાણી વગર રહી શકે છે.
(12) નીચેનામાંથી ક્યું લક્ષણ જલીય વનસ્પતિનું છે?
(A) પ્રકાંડ લાંબા અને પોલા
(B) પાણીની સપાટી સુધી વિકસિત
(C) A અને B બંને
(D) અલ્પવિકસિત
જવાબ : (C) A અને B બંને
(13) રણમાં રહેતા પ્રાણીઓ કયા છે?
(A) ઊંટ
(B) સાપ
(C) ઉંદર
(D) આપેલ તમામ
જવાબ : (D) આપેલ તમામ
(14) નીચેનામાંથી સજીવ ક્યું છે?
(A) વિમાન
(B) વનસ્પતિ
(C) રેડિયો
(D) સંચો
જવાબ : (B) વનસ્પતિ
(15) નીચેના પૈકી નિવાસસ્થાનનો જૈવિક ઘટક ક્યો છે?
(A) વનસ્પતિ
(B) પાણી
(C) તાપમાન
(D) ખડક
જવાબ : (A) વનસ્પતિ
(16) દરિયામાં વનસ્પતિ અને પ્રાણીઓ કેવા પાણીથી ઘેરાયેલા હોય છે?
(A) મીઠું પાણી
(B) ક્ષારયુક્ત પાણી
(C) A અને B બંને
(D) એકપણ નહિ
જવાબ : (B) ક્ષારયુક્ત પાણી
(17) નીચેનામાંથી થોર ક્યું લક્ષણ ધરાવે છે?
(A) પર્ણો નાના અને ઓછા
(B) પર્ણોનું કંટકમાં રૂપાંતર
(C) મૂળ ઉંડે સુધી વિસ્તરેલા
(D) આપેલ તમામ
જવાબ : (D) આપેલ તમામ
(18) વનસ્પતિ અને પ્રાણીઓ કે જે પાણીમાં જીવન જીવે છે તેને ……. કહે છે.
(A) જલીય નિવાસસ્થાન
(B) ભૂ – નિવાસ
(C) A અને B બંને
(D) એકપણ નહિ
જવાબ : (A) જલીય નિવાસસ્થાન
(19) નિવાસસ્થાનમાં રહેલાં ખડકો, ભૂમિ, હવા અને પાણી એ તેના ………… ઘટકો કહેવાય.
(A) અજૈવિક ઘટકો
(B) જૈવિક ઘટકો
(C) A અને B બંને
(D) જલીય ઘટકો
જવાબ : (A) અજૈવિક ઘટકો
(20) રણની વનસ્પતિઓ બાષ્પોત્સર્જન દ્વારા કેટલું પાણી ગુમાવે છે?
(A) વધુ પાણી
(B) ઓછું પાણી
(C) પાણી ગુમાવતા નથી
(D) A અને B બંને
જવાબ : (B) ઓછું પાણી
Std 6 Science Chapter 6 Mcq Gujarati (21 To 30)
(21) ક્યા નિવાસસ્થાન ખૂબ જ ઠંડા અને પવનથી ભરપૂર હોય છે?
(A) પર્વતીય વિસ્તાર
(B) જંગલ વિસ્તાર
(C) A અને B બંને
(D) એકપણ નહી
જવાબ : (A) પર્વતીય વિસ્તાર
(22) જલીય વનસ્પતિના મૂળ કદમાં કેવા હોય છે?
(A) ઘણા મોટા
(B) ઘણા નાના
(C) સામાન્ય મોટા
(D) અલ્પવિકસિત
જવાબ : (B) ઘણા નાના
(23) નીચેનામાંથી કયો સજીવ ઉભયજીવી છે?
(A) માછલી
(B) ઓક્ટોપસ
(C) જેલીફિશ
(D) દેડકો
જવાબ : (D) દેડકો
(24) નીચેનામાંથી ક્યું પ્રાણી હોડી જેવો (ધારારેખીય) આકાર ધરાવે છે?
(A) માછલી
(B) ડોલ્ફિન
(C) વ્હેલ
(D) આપેલ તમામ
જવાબ : (D) આપેલ તમામ
(25) નીચેનામાંથી ક્યું સજીવ છે?
(A) હોડી
(B) વિમાન
(C) લજામણીનો છોડ
(D) આપેલ તમામ
જવાબ : (C) લજામણીનો છોડ
(26) ચામડી દ્વારા કયું પ્રાણી શ્વસન કરે છે?
(A) માછલી
(B) યાક
(C) અળસિયું
(D) વ્હેલ
જવાબ : (C) અળસિયું
(27) સજીવ પોતાના જેવો જ નવો સજીવ ઉત્પન્ન કરે છે તેને …….. કહે છે.
(A) અનુકૂલન
(B) પ્રજનન
(C) ઉત્તેજના
(D) ઉત્સર્જન
જવાબ : (B) પ્રજનન
(28) પર્વત પર કઇ વનસ્પતિ ઊગે છે?
(A) પીપળો
(B) ઓક
(C) સીસમ
(D) આપેલ તમામ
જવાબ : (B) ઓક
(29) કેવા પ્રદેશમાં પાણી ઓછું ઉપલબ્ધ હોય છે?
(A) રણપ્રદેશ
(B) જંગલ
(C) પર્વતો
(D) દરિયામાં
જવાબ : (A) રણપ્રદેશ
(30) જમીન ઉપર રહેનારા પ્રાણીઓ અને વનસ્પતિઓને……….કહે છે.
(A) જલીય
(B) જળકુંભી
(C) ભૂ-નિવાસી
(D) એકપણ નહિ
જવાબ : (C) ભૂ-નિવાસી
Std 6 Science Chapter 6 Mcq Gujarati (31 To 40)
(31) જે પ્રાણીઓ પરિસ્થિતિના બદલાવ સાથે અનુકૂલન સાધી શકતા નથી તેનું શું થાય છે?
(A) મૃત્યુ
(B) ટકી જાય
(C) A અને B બંને
(D) એકપણ નહિ
જવાબ : (A) મૃત્યુ
(32) થોરમાં તમને જે પાંદડાં જેવી રચના દેખાય છે, તે હકીકતમાં તેનું ……….. છે.
(A) પર્ણ
(B) પુષ્પ
(C) પ્રકાંડ
(D) એકપણ નહિ
જવાબ : (C) પ્રકાંડ
(33) હરણ નીચેનામાંથી ક્યું લક્ષણ ધરાવતું નથી?
(A) શિકારીના હલનચલન સાંભળવા માટે લાંબા કાન.
(B) કાન ટુંકા અને ઝડપ ખૂબ ધીમી હોય છે.
(C) માથાની બાજુમાં રહેલી આંખો જે દરેક દિશામાં જોવા માટે
(D) તેની ઝડપ તેને શિકારીથી દૂર ભાગવામાં મદદરૂપ
જવાબ : (B) કાન ટુંકા અને ઝડપ ખૂબ ધીમી હોય છે.
(34) જલીય વનસ્પતિ આમાંથી ક્યું લક્ષણ ધરાવતી નથી?
(A) મૂળ ઘણાં નાના
(B) પ્રકાંડ લાંબા, પોલા અને હલકાં
(C) પર્ણ અને ફૂલ પાણીમાં તરે છે.
(D) મૂળ જમીનમાં ઉંડે હોય છે.
જવાબ : (D) મૂળ જમીનમાં ઉંડે હોય છે.
(35) સૂર્યપ્રકાશ, ગરમી અને પાણી એ નિવાસસ્થાનના……….. ઘટકો છે.
(A) અજૈવિક
(B) જૈવિક
(C) જલીય
(D) એકપણ નહિ
જવાબ : (A) અજૈવિક
(36) જળચર પ્રાણી કયું છે?
(A) કાચબો
(B) દેડકો
(C) મગર
(D) ડૉલ્ફિન
જવાબ : (D) ડૉલ્ફિન
(37) કઇ વનસ્પતિના ફૂલો રાત્રે ખીલે છે?
(A) સૂર્યમુખી
(B) પોયણાના
(C) લજામણી
(D) દેવદાર
જવાબ : (B) પોયણાના
(38) માછલી ………દ્વારા શ્વસન કરે છે.
(A) ચૂઈ
(B) ભીંગડા
(C) નસકોરાં
(D) B અને C બંને
જવાબ : (A) ચૂઈ
(39) કયું પ્રાણી નસકોરાંની મદદથી શ્વસન કરે છે?
(A) માછલી
(B) વ્હેલ
(C) A અને B બંને
(D) અળસિયું
જવાબ : (B) વ્હેલ
(40) સમુદ્ર એ કેવા નિવાસસ્થાનનો પ્રકાર છે?
(A) ભૂમીય
(B) દરિયાકાંઠાના
(C) જલીય
(D) B અને C બંને
જવાબ : (C) જલીય
Also Read :