Std 6 Science Chapter 4 Mcq Gujarati (ધોરણ 6 વિજ્ઞાન પાઠ 4 Mcq)

Spread the love

Std 6 Science Chapter 4 Mcq Gujarati
Std 6 Science Chapter 4 Mcq Gujarati

Std 6 Science Chapter 4 Mcq Gujarati, ધોરણ 6 વિજ્ઞાન પાઠ 4 mcq, ધોરણ 6 વિજ્ઞાન પાઠ 4 MCQ, Std 6 Science Mcq Gujarati, Class 6 Science Chapter 4 Mcq Gujarati, Class 6 Science Mcq Gujarati, ધોરણ 6 વિજ્ઞાન Mcq.

નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ધોરણ 6 વિજ્ઞાન પાઠ 4 નાં MCQ પ્રશ્નો અને જવાબો વાંચી શકશો. તમારા અભ્યાસમાં આ Mcq પ્રશ્નો ઉપયોગી થશે.

ધોરણ :6
વિષય :વિજ્ઞાન
પ્રકરણ : 4વનસ્પતિની જાણકારી મેળવીએ
MCQ :50
Std 6 Science Chapter 4 Mcq Gujarati

Std 6 Science Chapter 4 Mcq Gujarati (1 To 10)

(1) વનસ્પતિને તેની ઊંચાઈ અને પ્રકાંડના આધારે નીચેનામાંથી કયા પ્રકારમાં વર્ણવી શકાય નહિ?

(A) છોડ

(B) ક્ષુપ

(C) વૃક્ષ

(D) ઘાસ

જવાબ : (D) ઘાસ

(2) નબળા પ્રકાંડવાળી વનસ્પતિ આસપાસની કોઈ વસ્તુનો આધાર લઈને ઉપર ચડે છે તો તમે તેને કયા પ્રકારની વનસ્પતિ કહેશો?

(A) છોડ

(B) ક્ષુપ

(C) વૃક્ષ

(D) વેલા

જવાબ : (D) વેલા

(3) શ્રેય ખેતરમાં તરબૂચના વેલાને જમીન પર ફેલાયેલા જુએ છે તો તે તેને શું કહેશે?

(A) ભૂપ્રસારી

(B) ક્ષુપ

(C) મૂળ

(D) છોડ

જવાબ : (A) ભૂપ્રસારી

(4) નીચેનામાંથી વનસ્પતિનો કયો ભાગ જમીનમાં રહે છે?

(A) ફળ

(B) પર્ણ

(C) મૂળ

(D) પુષ્પ

જવાબ : (C) મૂળ

(5) મેહુલ, રાહુલને મૂળના પ્રકારો વિશે સમજાવી રહ્યો હતો તો તેને નીચેનામાંથી પ્રકારના મૂળનું વર્ણન કર્યું હશે?

(A) જાલાકાર

(B) તંતુમય

(C) સમાંતર

(D) એકપણ નહિ

જવાબ : (B) તંતુમય

Play Quiz :

ધોરણ 6 વિજ્ઞાન એકમ : 4 MCQ QUIZ

(6) નીચેનામાંથી વનસ્પતિનો કયો ભાગ મૂળ દ્વારા શોષાયેલા પાણી અને ખનીજ ક્ષારોનું વહન કરે છે?

(A) પર્ણ

(B) પુષ્પ

(C) મૂળ

(D) પ્રકાંડ

જવાબ : (D) પ્રકાંડ

(7) ‘વનસ્પતિ સીધી અને ટટ્ટાર ઉભી રહી શકે છેમાટે વનસ્પતિનું કયું અંગ જવાબદાર છે?

(A) મૂળ

(B) ફળ

(C) પ્રકાંડ

(D) પુષ્પ

જવાબ : (C) પ્રકાંડ

(8) પર્ણ નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં ભાગ લેતું નથી?

(A) શ્વસન

(B) પ્રકાશસંશ્લેષણ

(C) ઘનીભવન

(D) બાષ્પોત્સર્જન

જવાબ : (C) ઘનીભવન

(9) એક વનસ્પતિના પર્ણમાં તમને સમાંતર શિરાવિન્યાસ જોવા મળે છે તો તેને આધારે તે વનસ્પતિનાં મૂળ કેવા પ્રકારનાં હશે?

(A) સોટીમય મૂળતંત્ર

(B) તંતુમય મૂળતંત્ર

(C) સોટીમય મૂળતંત્ર અને તંતુમય મૂળતંત્ર બંને

(D) એકપણ નહિ

જવાબ : (B) તંતુમય મૂળતંત્ર

(10) કોઈ વનસ્પતિના મૂળ સોટીમય મૂળ ધરાવે છે તો તેના પર્ણનો પ્રકાર કયો હશે?

(A) જાલાકાર શિરાવિન્યાસ

(B) સમાંતર શિરાવિન્યાસ

(C) જાલાકાર શિરાવિન્યાસ અને સમાંતર શિરાવિન્યાસ બંને

(D) એકપણ નહિ

જવાબ : (A) જાલાકાર શિરાવિન્યાસ

Std 6 Science Chapter 4 Mcq Gujarati (11 To 20)

(11) નીચેનામાંથી શાનું પ્રકાંડ ખોરાકનો સંગ્રહ કરે છે?

(A) મૂળો

(B) આદું

(C) રતાળું

(D) બીટ

જવાબ : (B) આદું

(12) ડુંગળી એ ખોરાકનો સંગ્રહ કરતું.….….…..છે.

(A) પર્ણ

(B) પુષ્પ

(C) મૂળ

(D) પ્રકાંડ

જવાબ : (A) પર્ણ

(13) નીચેનામાંથી કયું ખોરાકનો સંગ્રહ કરતું મૂળ નથી?

(A) ગાજર

(B) મૂળો

(C) સૂરણ

(D) શક્કરિયું

જવાબ : (C) સૂરણ

(14) વનસ્પતિનો કયો ભાગ રંગીન અને સુગંધીદાર તથા આકર્ષક છે?

(A) પ્રકાંડ

(B) મૂળ

(C) પુષ્પ

(D) પર્ણ

જવાબ : (C) પુષ્પ

(15) પુષ્પનો કયો ભાગ રંગીન અને આકર્ષક હોય છે?

(A) વજ્રપત્ર

(B) દલપત્ર

(C) પુંકેસર

(D) સ્ત્રીકેસર

જવાબ : (B) દલપત્ર

(16) બૂઝોએ પહેલીને કહ્યું કે, હું પ્રથમ ખોરાકનો સંગ્રહ કરતું મૂળ અને ત્યાર બાદ ખોરાકનો સંગ્રહ કરતું પ્રકાંડ બોલીશ તો નીચેનામાંથી કયું વિધાન અસત્ય છે?

(A) ગાજર, બટાટા

(B) રતાળું, હળદર

(C) બીટ, ડુંગળી

(D) મૂળો, સૂરણ

જવાબ : (C) બીટ, ડુંગળી

(17) નીચેનામાંથી કયું વિધાન સત્ય નથી?

(A) પુષ્પનું કળી અવસ્થામાં રક્ષણ કરે છે – વજ્રપત્ર

(B) તે પુષ્પનું નર પ્રજનન અંગ છે – પુંકેસર

(C) તે લીલા રંગની પાંદડી જેવો ભાગ છે – દલપત્ર

(D) તે પુષ્પનું માદા અંગ છે – સ્ત્રીકેસર

જવાબ : (C) તે લીલા રંગની પાંદડી જેવો ભાગ છે – દલપત્ર

(18) નીચેનામાંથી કયો સ્ત્રીકેસરનો ભાગ નથી?

(A) પરાગાસન

(B) પરાગવાહિની

(C) પરાગાશય

(D) બીજાશય

જવાબ : (C) પરાગાશય

(19) નીચેનામાંથી કઈ વનસ્પતિ સોટીમય મૂળતંત્ર ધરાવે છે?

(A) તુલસી

(B) મકાઈ

(C) ઘાસ

(D) ઘઉં

જવાબ : (A) તુલસી

(20) નીચેનામાંથી કઈ વનસ્પતિનો છોડમાં સમાવેશ થતો નથી?

(A) ટામેટી

(B) ઘઉં

(C) મકાઇ

(D) લીમડો

જવાબ : (D) લીમડો

Std 6 Science Chapter 4 Mcq Gujarati (21 To 30)

(21) કરેણ કયા પ્રકારન વનસ્પતિ છે?

(A) વેલો

(B) વૃક્ષ

(C) છોડ

(D) ક્ષુપ

જવાબ : (D) ક્ષુપ

(22) કઈ વનસ્પતિનાં મૂળ તંતુમય મૂળતંત્ર ધરાવે છે?

(A) કેળ

(B) આંબો

(C) જાસૂદ

(D) પીપળો

જવાબ : (A) કેળ

(23) કઈ વનસ્પતિના પર્ણમાં જાલાકાર શિરાવિન્યાસ હોય છે?

(A) કેળ

(B) વડ

(C) ઘાસ

(D) મકાઇ

જવાબ : (B) વડ

(24) પુષ્પના એવા ભાગનું નામ આપો જે કીટકોને આકર્ષવાનું કામ કરે છે.

(A) વજ્રપત્ર

(B) દલપત્ર

(C) પુંકેસર

(D) સ્ત્રીકેસર

જવાબ : (B) દલપત્ર

(25) પર્ણનો લીલો રંગ શાને આભારી છે?

(A) ક્લોરોફિલ

(B) ક્લોરોફોર્મ

(C) ક્રોમોઝોમ

(D) એકપણ નહિ

જવાબ : (A) ક્લોરોફિલ

(26) વનસ્પતિ અનુક્રમે શ્વસન અને પ્રકાશસંશ્લેષણની ક્રિયામાં કયા વાયુનો ઉપયોગ કરે છે?

(A) ઑક્સિજન, કાર્બન ડાયોક્સાઈડ

(B) કાર્બન ડાયોક્સાઈડ, નાઇટ્રોજન

(C) A અને B બંને

(D) એકપણ નહિ

જવાબ : (A) ઑક્સિજન, કાર્બન ડાયોક્સાઈડ

(27) ઉનાળાની ગરમીના દિવસોમાં ઝાડ નીચે ઠંડકનો અનુભવ થાય છે, તે માટે કઈ ઘટના જવાબદાર છે?

(A) પ્રકાશસંશ્લેષણ

(B) બાષ્પોત્સર્જન

(C) બાષ્પીભવન

(D) શ્વસન

જવાબ : (B) બાષ્પોત્સર્જન

(28) નીચેનામાંથી કયું વિધાન સત્ય નથી?

(A) મૂળ વનસ્પતિને જમીનમાં સ્થાપિત કરવાનું કાર્ય કરે છે.

(B) કોળાનું પ્રકાંડ જમીન પર ફેલાય છે.

(C) બધી વનસ્પતિને રંગીન પુષ્પો હોય છે.

(D) વટાણા અને ગિલોડા વેલા પ્રકારની વનસ્પતિઓ છે.

જવાબ : (C) બધી વનસ્પતિને રંગીન પુષ્પો હોય છે.

(29) નીચેનામાંથી કયું કાર્ય પ્રકાંડ સાથે જોડાયેલું નથી?

(A) પાણીનું વહન

(B) પ્રકાશસંશ્લેષણ

(C) જમીનમાંથી પાણીનું શોષણ

(D) પુષ્પ અને ફળોને આધાર આપવો

જવાબ : (B) પ્રકાશસંશ્લેષણ

(30) નીચેનામાંથી કયું જોડકું યોગ્ય નથી?

(A) પર્ણદંડ : પર્ણને પ્રકાંડ સાથે જોડે છે.

(B) પર્ણપત્ર : પર્ણનો લીલો સપાટ ભાગ.

(C) પર્ણકિનાર: પર્ણને આકાર આપવો.

(D) શિરાઓ : પર્ણરંધ્રમાંથી ભેજ બહાર કાઢવો.

જવાબ : (D) શિરાઓ : પર્ણરંધ્રમાંથી ભેજ બહાર કાઢવો.

Std 6 Science Chapter 4 Mcq Gujarati (31 To 40)

(31) નીચેનામાંથી કયા જોડકાંનું લક્ષણ ઘાસમાં જોવા મળે છે?

(A) સમાંતર શિરાવિન્યાસ અને તંતુમૂળ

(B) સમાંતર શિરાવિન્યાસ અને સોટીમૂળ

(C) જાલાકાર શિરાવિન્યાસ અને તંતુમૂળ

(D) જાલાકાર શિરાવિન્યાસ અને સોટીમૂળ

જવાબ : (A) સમાંતર શિરાવિન્યાસ અને તંતુમૂળ

(32) પ્રકાંડનાં લક્ષણ અને વનસ્પતિના પ્રકારને આધારે નીચેનામાંથી શું સત્ય નથી?

(A) નબળું પ્રકાંડ કે જે સ્થિર રહી શકતું નથી. – ભૂપ્રસારી

(B) લીલું નાજુક પ્રકાંડ – ક્ષુપ

(C) જાડું, મજબૂત કે જેના આધાર પાસેથી શાખાઓ નીકળે છે. – વૃક્ષ

(D) પ્રકાંડ જમીનથી ઘણા ઊંચે, ઉપરના ભાગમાં શાખાઓ આવેલી હોય છે. – છોડ

જવાબ : (D) પ્રકાંડ જમીનથી ઘણા ઊંચે, ઉપરના ભાગમાં શાખાઓ આવેલી હોય છે. – છોડ

(33) પ્રકાશસંશ્લેષણ વિશે નીચેનાં વાક્યો વાંચો અને કયું વિધાન ખોટું છે તે જણાવો.

(A) સૂર્યપ્રકાશ, CO2, ક્લોરોફિલ અને પાણી જરૂરી છે.

(B) ઓક્સિજનનું શોષણ.

(C) પર્ણ દ્વારા પ્રકાશસંશ્લેષણની ક્રિયા.

(D) પ્રકાશસંશ્લેષણની ક્રિયા દરમિયાન સ્ટાર્સનું નિર્માણ.

જવાબ : (B) ઓક્સિજનનું શોષણ.

(34) કયા પુષ્પમાં દલપત્રો જોડાયેલાં હોય છે?

(A) ધતૂરો

(B) કમળ

(C) ગુલાબ

(D) મોગરો

જવાબ : (A) ધતૂરો

(35) ખોરાકના સંગ્રહને આધારે અલગ તારવો.

(A) ડુંગળી

(B) લસણ

(C) કોબીજ

(D) મૂળો

જવાબ : (D) મૂળો

(36) કઈ વનસ્પતિમાં વધુ શાખાઓ હોતી નથી?

(A) છોડ

(B) ક્ષુપ

(C) વૃક્ષ

(D) એકપણ નહિ

જવાબ : (D) એકપણ નહિ

(37) અશોક વનસ્પતિના પર્ણનું અવલોકન કરીને સોટીમય મૂળતંત્ર ધરાવે છે એમ નક્કી કર્યું તો તે નીચેના પૈકી કયું પર્ણ હશે?

(A) ડાંગરનું પર્ણ

(B) બાજરીનું પર્ણ

(C) ઘઉંનું પર્ણ

(D) તુવેરનું પર્ણ

જવાબ : (D) તુવેરનું પર્ણ

(38) બગીચામાં ગયેલ સાનિયા ગેરંગી ફૂલો જોઈને ખુશ થઇ ગઇ તો તે ફૂલનો કયો ભાગ જોઈને ખુશ થઇ હશે?

(A) વજ્રચક્ર

(B) દલચક્ર

(C) પુંકેસર ચક્ર

(D) સ્ત્રીકેસર ચક્ર

જવાબ : (B) દલચક્ર

(39) કલ્પેશભાઈ તેમના પુત્ર પંથને રાત્રે ઝાડ નીચે સૂવાની ના પાડે છે તો તેના પાછળ કઈ ઘટના જવાબદાર છે?

(A) પ્રકાશસંશ્લેષણ

(B) શ્વસન

(C) પ્રકાશસંશ્લેષણ અને શ્વસન બંને

(D) એકપણ નહિ

જવાબ : (B) શ્વસન

(40) નીચેની આકૃતિમાં P શું દર્શાવે છે?

Std 6 Science Chapter 4 Mcq Gujarati
Std 6 Science Chapter 4 Mcq Gujarati

(A) પરાગવાહિની

(B) પરાગાસના

(C) બીજાશય

(D) એકપણ નહિ

જવાબ : (C) બીજાશય

Std 6 Science Chapter 4 Mcq Gujarati (41 To 50)

(41) નીચે આપેલી આકૃતિમાં A અને B અનુક્રમે શું દર્શાવે છે?

Std 6 Science Chapter 4 Mcq Gujarati
Std 6 Science Chapter 4 Mcq Gujarati

(A) પુંકેસર અને સ્ત્રીકેસર

(B) દલપત્ર અને વજ્રપત્ર

(C) પરાગાશય અને તંતુ

(D) પુંકેસર અને પરાગાશય

જવાબ : (C) પરાગાશય અને તંતુ

(42) મનુષ્યના કરોડરજ્જુ જેવી બીજાશયની અંત: પટલમાં જોવા મળતી મણકા જેવી રચનાને શું કહે છે?

(A) અંડક

(B) સ્ત્રીકેસર

(C) મધ્યશિરા

(D) પર્ણદંડ

જવાબ : (A) અંડક

(43) નીચે આપેલી આકૃતિમાં P શું દર્શાવે છે?

Std 6 Science Chapter 4 Mcq Gujarati
Std 6 Science Chapter 4 Mcq Gujarati

(A) પર્ણદંડ

(B) પ્રકાંડ

(C) શિરા

(D) પર્ણપત્ર

જવાબ : (A) પર્ણદંડ

(44) તમારા વર્ગના વિદ્યાર્થીઓની સરેરાશ ઊંચાઈ કરતાં ઓછી ઊંચાઈવાળી વનસ્પતિને શું કહેવાય?

(A) છોડ

(B) ગ્રુપ

(C) વૃક્ષ

(D) વેલા

જવાબ : (A) છોડ

(45) બગીચામાં ઊડતું પતંગિયું ફૂલનો કયો ભાગ જોઈને આકર્ષાય છે?

(A) વજ્રચક્ર

(B) દલચક્ર

(C) પુંકેસર ચક્ર

(D) સ્ત્રીકેસર ચક્ર

જવાબ : (B) દલચક્ર

(46) નીચેનામાંથી કઈ વનસ્પતિ ક્ષુપ છે?

Std 6 Science Chapter 4 Mcq Gujarati
Std 6 Science Chapter 4 Mcq Gujarati

(A) a

(B) b

(C) c

(D) આપેલ ત્રણેય

જવાબ : (B) b

(47) ધતૂરાના પુષ્પનો આકાર કોના જેવો હોય છે?

(A) તપેલી જેવો

(B) માટલા જેવો

(C) ગળણી જેવો

(D) છત્રી જેવો

જવાબ : (C) ગળણી જેવો

(48) બાષ્પોત્સર્જનની ક્રિયા વનસ્પતિના કયા ભાગમાં થાય છે?

(A) પ્રકાંડ

(B) મૂળ

(C) પર્ણ

(D) પુષ્પ

જવાબ : (C) પર્ણ

(49)  યોગ્ય રીતે જોડકા જોડો.

રેહાન પાસે રહેલાં કાર્ડસ્નેહાની પાસે રહેલાં કાર્ડ
1. ચીકુડીX. છોડ
2. આસોપાલવY. ક્ષુપ
3. તુલસીZ. વૃક્ષ
Std 6 Science Chapter 4 Mcq Gujarati

(A) 1-Y, 2-Z, 3-X

(B) 1-X, 2-Y, 3-Z

(C) 1-Z, 2-X, 3-Y

(D) 1-Z, 2-Y, 3-X

જવાબ : (A) 1-Y, 2-Z, 3-X

(50) કૃપા તેના ખેતરમાં રહેલી જે વનસ્પતિનું અવલોકન કરે છે તેનું પ્રકાંડ લીલું અને કુમળું હોય છે તો તે વનસ્પતિ કઈ હશે?

(A) લીમડાનું વૃક્ષ

(B) લીંબુનું સુપ

(C) ટામેટાંનો છોડ

(D) ચીકુડી

જવાબ : (C) ટામેટાંનો છોડ

Also Read :

ધોરણ 6 વિજ્ઞાન પાઠ 5 Mcq


Spread the love
error: Content is protected !!
Scroll to Top