Std 6 Science Chapter 1 Mcq Gujarati (ધોરણ 6 વિજ્ઞાન પાઠ 1 Mcq)

Std 6 Science Chapter 1 Mcq Gujarati
Std 6 Science Chapter 1 Mcq Gujarati

Std 6 Science Chapter 1 Mcq Gujarati, ધોરણ 6 વિજ્ઞાન પાઠ 1 mcq, ધોરણ 6 વિજ્ઞાન પાઠ 1 MCQ, Std 6 Science Mcq Gujarati, Class 6 Science Chapter 1 Mcq Gujarati, Class 6 Science Mcq Gujarati, ધોરણ 6 વિજ્ઞાન Mcq.

નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ધોરણ 6 વિજ્ઞાન પાઠ 1 નાં MCQ પ્રશ્નો અને જવાબો વાંચી શકશો. તમારા અભ્યાસમાં આ Mcq પ્રશ્નો ઉપયોગી થશે.

ધોરણ :6
વિષય :વિજ્ઞાન
પ્રકરણ : 1આહારના ઘટકો
MCQ :50
Std 6 Science Chapter 1 Mcq Gujarati

Std 6 Science Chapter 1 Mcq Gujarati (1 To 10)

(1) ખાદ્ય પદાર્થોમાં કાર્બોદિતની હાજરી ચકાસવા કયા દ્રાવણનો ઉપયોગ થાય છે?

(A) કોસ્ટિક સોડાના દ્રાવણનો

(B) આયોડિનના દ્રાવણનો

(C) કોપર સલ્ફેટના દ્રાવણનો

(D) એકપણ નહીં

જવાબ : (B) આયોડિનના દ્રાવણનો

(2) જો કાર્બોદિત યુક્ત ખોરાક પર આયોડિનના દ્રાવણના ટીપાં નાખવામાં આવે તો કેવો રંગ બનશે?

(A) જાંબલી

(B) લાલ

(C) ભૂરો – કાળો

(D) લીલો

જવાબ : (C) ભૂરો – કાળો

(3) આહારમાં શરીર માટે જરૂરી કેટલાક આવશ્યક ઘટકો હોય છે જેને…………… કહે છે.

(A) પોષકક્ષારો

(B) પાણી

(C) પોષકદ્રવ્યો

(D) ખનીજક્ષારો

જવાબ : (C) પોષકદ્રવ્યો

(4) કયુ પોષક દ્રવ્ય સ્ટાર્ચ અને શર્કરા સ્વરૂપમાં હોય છે?

(A) ચરબી

(B) કાર્બોદિત

(C) વિટામિન

(D) પ્રોટીન

જવાબ : (B) કાર્બોદિત

(5) ઘઉં, ચોખા, બાજરી માંથી કયું પોષક દ્રવ્ય મળે છે?

(A) ચરબી

(B) કાર્બોદિત

(C) વિટામિન

(D) પ્રોટીન

જવાબ : (B) કાર્બોદિત

Play Quiz :

ધોરણ 6 વિજ્ઞાન એકમ : 1 MCQ QUIZ

(6) નીચેનામાંથી કાર્બોદિત શામાંથી મળે છે?

(A) ચણા

(B) વટાણા

(C) મગ

(D) મકાઈ

જવાબ : (D) મકાઈ

(7) નીચે આપેલા કયા આહારમાંથી કાર્બોદિત મળતું નથી?

(A) ચોખા

(B) ચણા

(C) મકાઈ

(D) ઘઉં

જવાબ : (B) ચણા

(8) ખાદ્ય પદાર્થ પર કોપર સલ્ફેટ અને કોસ્ટિક સોડા ના દ્રાવણ ના ટીપા નાખતા કયા પોષક દ્રવ્યોની હાજરી જોવા મળે છે?

(A) ચરબી

(B) કાર્બોદિત

(C) વિટામિન

(D) પ્રોટીન

જવાબ : (D) પ્રોટીન

(9) દિનેશભાઈ પ્રોટીનયુક્ત ખોરાક પર કોપર સલ્ફેટ અને કોસ્ટિક સોડા ના દ્રાવણ ના ટીપા નાખે છે તો કેવો રંગ બનશે?

(A) લાલ

(B) લીલો

(C) જાંબલી

(D) ભૂરો – કાળો

જવાબ : (C) જાંબલી

(10) મગફળીના દાણા કાગળ પર ઘસતા તેલ જેવા ડાઘ પડે છે તો તેમાં કયા પોષક દ્રવ્ય ની હાજરી હશે?

(A) ચરબી

(B) કાર્બોદિત

(C) વિટામિન

(D) પ્રોટીન

જવાબ : (A) ચરબી

Std 6 Science Chapter 1 Mcq Gujarati (11 To 20)

(11) બદામ, સૂર્યમુખી, સરસવ અને સોયાબીનમાંથી આપણને મુખ્યત્વે કયુ પોષક દ્રવ્ય મળે છે?

(A) ચરબી

(B) કાર્બોદિત

(C) વિટામિન

(D) પ્રોટીન

જવાબ : (A) ચરબી

(12) દરેક પ્રકારની દાળ માંથી કયું પોષક દ્રવ્ય મળે છે?

(A) ચરબી

(B) કાર્બોદિત

(C) વિટામિન

(D) પ્રોટીન

જવાબ : (D) પ્રોટીન

(13) શરીર વર્ધક ખોરાક કોને કહે છે?

(A) ચરબીયુક્ત

(B) કાર્બોદિતયુક્ત

(C) વિટામિનયુક્ત

(D) પ્રોટીનયુક્ત

જવાબ : (D) પ્રોટીનયુક્ત

(14) આપણા શરીરને શક્તિ કયા પોષક દ્રવ્યો માંથી પ્રાપ્ત થાય છે?

(A) માત્ર ચરબી

(B) માત્ર કાર્બોદિત

(C) કાર્બોદિત અને ચરબી

(D) માત્ર પ્રોટીન

જવાબ : (C) કાર્બોદિત અને ચરબી

(15) શરીરની વૃદ્ધિ અને સમારકામ માટે કયુ પોષક દ્રવ્ય જરૂરી છે?

(A) ચરબી

(B) કાર્બોદિત

(C) વિટામિન

(D) પ્રોટીન

જવાબ : (D) પ્રોટીન

(16) કેટલાક લોકો પોતાના આહારમાં માસ, માછલી, પનીર, દૂધ, ઈંડા જેવા પ્રાણીજ સ્ત્રોતોનો ઉપયોગ કરે છે તો તેમને કયુ પોષક દ્રવ્ય વધુ પ્રમાણમાં મળશે?

(A) પ્રોટીન

(B) કાર્બોદિત

(C) ખનીજક્ષાર

(D) વિટામિન

જવાબ : (A) પ્રોટીન

(17) કાજલ પોતાના આહારમાં સોયાબીન, વાલ, વટાણા, ચણા, મગ જેવા વનસ્પતિજ સ્ત્રોતોનો ઉપયોગ કરે છે તો તેને કયુ પોષક દ્રવ્ય વધુ પ્રમાણમાં મળશે?

(A) ચરબી

(B) કાર્બોદિત

(C) ખનીજક્ષાર

(D) પ્રોટીન

જવાબ : (D) પ્રોટીન

(18) મુખ્યત્વે શરીરને રોગોથી રક્ષણ આપતું પોષક દ્રવ્ય કયું છે?

(A) ચરબી

(B) વિટામિન

(C) કાર્બોદિત

(D) પાણી

જવાબ : (B) વિટામિન

(19) કલ્પેશભાઈ પંથને સવારે સૂર્યના કોમળ તડકામાં રમાડે છે, તો તેમને ક્યું વિટામીન મળશે?

(A) વિટામિન B

(B) વિટામીન C

(C) વિટામિન D

(D) વિટામિન A

જવાબ : (C) વિટામિન D

(20)  રૂક્ષાંશ એ શું છે?

(A) વિટામિન

(B) પ્રોટીન

(C) ક્ષાર

(D) પાચકરેસા

જવાબ : (D) પાચકરેસા

Std 6 Science Chapter 1 Mcq Gujarati (21 To 30)

(21) અપાચિત ખોરાકને આપણા શરીરમાંથી બહાર કાઢવામાં કોણ મદદ કરે છે?

(A) વિટામિન

(B) પાચકરેસા

(C) ખનીજક્ષાર

(D) ચરબી

જવાબ : (B) પાચકરેસા

(22) નીચેના પૈકી રૂક્ષાંશ (પાચકરેસા) નો સ્ત્રોત કયો નથી?

(A) તાજા શાકભાજી

(B) તાજા ફળો

(C) દાળ

(D) પાણી

જવાબ : (D) પાણી

(23) દૂધ, માછલીનું તેલ, ગાજર, કેરી જેવા ખાદ્ય પદાર્થ કયા વિટામિન ના સ્ત્રોત છે?

(A) વિટામિન B

(B) વિટામિન C

(C) વિટામિન A

(D) વિટામિન D

જવાબ : (C) વિટામિન A

(24) દૂધ, માસ, માખણ, ઈંડા, માછલી જેવા ખાદ્ય પદાર્થ ક્યાં વિટામિનના સ્ત્રોત છે?

(A) વિટામિન B

(B) વિટામિન C

(C) વિટામિન D

(D) વિટામિન A

જવાબ : (C) વિટામિન D

(25) અર્ચના નારંગી, આંબળા, લીંબુ, ટામેટા, જામફળ જેવા ખાટા ફળો નો આહારમાં વધુ ઉપયોગ કરે છે તો તેના શરીરને ક્યું વિટામિન ભરપૂર માત્રામાં મળશે?

(A) વિટામિન B

(B) વિટામિન C

(C) વિટામિન D

(D) વિટામિન A

જવાબ : (B) વિટામિન C

(26) નીચે પૈકી કયું વિટામિન ઘણા બધા રોગોની સામે રક્ષણ આપવાનું કાર્ય કરે છે?

(A) વિટામિન B

(B) વિટામિન D

(C) વિટામિન C

(D) વિટામિન A

જવાબ : (C) વિટામિન C

(27) આહારમાં રહેલ પોષક દ્રવ્યોનું શોષણ કરવામાં આપણા શરીરને કયો ઘટક મદદ કરે છે?

(A) પાણી

(B) પાચકરેસા

(C) ચરબી

(D) કાર્બોદિત

જવાબ : (A) પાણી

(28) શરીરના મૂત્ર તથા પરસેવા જેવા ઉત્સર્ગ દ્રવ્યોને શરીરમાંથી બહાર કાઢવામાં કયો ઘટક મદદ કરે છે?

(A) પાણી

(B) પાચકરેસા

(C) ચરબી

(D) કાર્બોદિત

જવાબ : (A) પાણી

(29) ફળો તથા લીલા પાંદડાવાળા શાકભાજી માંથી આપણને કયુ પોષક દ્રવ્ય મળે છે?

(A) ખનીજક્ષાર

(B) વિટામિન

(C) ચરબી

(D) ખનીજક્ષાર અને વિટામિન બંને

જવાબ : (D) ખનીજક્ષાર અને વિટામિન બંને

(30) શાકભાજી અને ફળોનો ઉપયોગ કરતી વખતે નીચેનામાંથી કઈ કાળજી રાખવાથી તેના પોષક દ્રવ્યો જળવાઈ રહે છે?

(A) ધોયા પછી કાપવાથી

(B) છાલ કાઢી નાખવાથી

(C) કાપ્યા પછી ધોવાથી

(D) કાપીને પાણીમાં રાખી મૂકવાથી

જવાબ : (A) ધોયા પછી કાપવાથી

Std 6 Science Chapter 1 Mcq Gujarati (31 To 40)

(31) હું સંપૂર્ણ અને સમતોલ આહાર છું.

(A) કઠોળ

(B) માછલી

(C) માસ

(D) દૂધ

જવાબ : (D) દૂધ

(32) આપેલ વિધાનો પૈકી સમતોલ આહાર માટે સાચું શું કહી શકાય?

(A) માત્ર પોષક દ્રવ્યો જ લેવા.

(B) બધાં જ પોષક દ્રવ્યો તથા પાણી પર્યાપ્ત માત્રામાં લેવા.

(C) માત્ર ચરબીયુક્ત ખોરાક જ લેવો.

(D) માત્ર પ્રોટીનયુક્ત ખોરાક જ લેવો.

જવાબ : (B) બધાં જ પોષક દ્રવ્યો તથા પાણી પર્યાપ્ત માત્રામાં લેવા.

(33) દૂધમાં કયું વિટામિન હોતું નથી?

(A) વિટામિન B

(B) વિટામિન D

(C) વિટામિન C

(D) વિટામિન A

જવાબ : (C) વિટામિન C

(34) ખોરાક રાંધવાથી સરળતાથી ક્યુ વિટામિન નષ્ટ થઈ જાય છે?

(A) વિટામિન B

(B) વિટામિન C

(C) વિટામિન D

(D) વિટામિન A

જવાબ : (B) વિટામિન C

(35) મેદસ્વિતા માટે જવાબદાર પોષક ઘટક ક્યું છે?

(A) ચરબી

(B) પ્રોટીન

(C) કાર્બોદિત

(D) ખનીજક્ષાર

જવાબ : (A) ચરબી

(36) કોઈ બાળક માં વૃદ્ધિ કુંઠિત થવી, ચહેરો ફૂલી જવો, વાળનો રંગ ફિક્કો પડવો, ત્વચાના રોગો અને ઝાડા જેવા લક્ષણો જોવા મળે છે તો તેને કયા પોષક દ્રવ્ય ની ઉણપ હશે?

(A) ચરબી

(B) કાર્બોદિત

(C) પ્રોટીન

(D) ખનીજક્ષાર

જવાબ : (B) કાર્બોદિત

(37) જો કોઈ વ્યક્તિની વૃદ્ધિ સંપૂર્ણ અટકી ગઈ હોય, વ્યક્તિ ખૂબ જ દુબળી પાતળી હોય, ચાલવામાં પણ તકલીફ પડતી હોય તો તેનામાં કયા પોષક દ્રવ્ય ની ઉણપ હશે?

(A) ચરબી

(B) વિટામિન

(C) કાર્બોદિત અને પ્રોટીન

(D) ખનીજક્ષાર

જવાબ : (C) કાર્બોદિત અને પ્રોટીન

(38) વર્ગખંડમાં છેલ્લી પાટલી પર બેઠેલી ગોપી શિક્ષકને વારંવાર ફરિયાદ કરે છે કે મને પાટિયામાં લખેલું સ્પષ્ટ દેખાતું નથી, તો ગોપી ને કયા વિટામીનની ઊણપ હોઈ શકે?

(A) વિટામિન B

(B) વિટામિન C

(C) વિટામિન D

(D) વિટામિન A

જવાબ : (D) વિટામિન A

(39) વિટામીન A ની ઉણપ થી કયો રોગ થાય છે?

(A) સ્કર્વી

(B) રતાંધણાપણું

(C) બેરીબેરી

(D) સુક્તાન

જવાબ : (B) રતાંધણાપણું

(40) આપણા આહારમાં શાની ઉણપથી બેરીબેરી રોગ થાય છે?

(A) વિટામિન B

(B) વિટામિન C

(C) વિટામિન D

(D) વિટામિન A

જવાબ : (A) વિટામિન B

Std 6 Science Chapter 1 Mcq Gujarati (41 To 50)

(41) પરીનાને દરરોજ સવારે બ્રશ કરતી વખતે પેઢા માંથી લોહી નીકળે છે તો તેને કયા વિટામિનની ઊણપ હોઈ શકે?

(A) વિટામિન B

(B) વિટામિન C

(C) વિટામિન D

(D) વિટામિન A

જવાબ : (B) વિટામિન C

(42) સમીરને શાળામાં રમત રમતી વખતે પડી જવાથી પગ પર ઘા પડ્યો, ઘામાં રૂઝ આવતા ઘણો વધુ સમય લાગ્યો તો તેને કયા વિટામિનની ઊણપ હોઈ શકે?

(A) વિટામિન B

(B) વિટામિન C

(C) વિટામિન D

(D) વિટામિન A

જવાબ : (B) વિટામિન C

(43) પરમના હાડકા નબળા છે તો તેણે ક્યુ વિટામિન ધરાવતો ખોરાક વધુ લેવો જોઈએ?

(A) વિટામિન B

(B) વિટામિન C

(C) વિટામિન D

(D) વિટામિન A

જવાબ : (C) વિટામિન D

(44) હાડકાના બંધારણ માટે કયું ખનીજ ક્ષાર જરૂરી છે?

(A) આયોડિન

(B) આયર્ન

(C) કેલ્શિયમ

(D) સલ્ફર

જવાબ : (C) કેલ્શિયમ

(45) ગોઈટર (ગલગંડ) ક્યા ખનીજક્ષાર ની ઉણપ થી થતો રોગ છે?

(A) આયોડિન

(B) આયર્ન

(C) કેલ્શિયમ

(D) સલ્ફર

જવાબ : (A) આયોડિન

(46) એનિમિયા (પાંડુરોગ) શાની ઉણપ થી થતો રોગ છે?

(A) આયોડિન

(B) આયર્ન

(C) કેલ્શિયમ

(D) સલ્ફર

જવાબ : (B) આયર્ન

(47) કિશનભાઈના ગરદનમાં આવેલ ગ્રંથિ ફૂલી ગઈ છે તો તેમને ક્યાં ખનીજક્ષાર ની ઉણપ હશે?

(A) આયોડિન

(B) આયર્ન

(C) કેલ્શિયમ

(D) ફોસ્ફરસ

જવાબ : (A) આયોડિન

(48) આપણી શાળામાં દર બુધવારે આપણે ક્યાં ઘટક ની ઉણપ દૂર કરવા માટે ગોળીઓ લઈએ છીએ?

(A) આયોડિન

(B) આયર્ન

(C) કેલ્શિયમ

(D) ફોસ્ફરસ

જવાબ : (B) આયર્ન

(49) સરોજબેનને વાંચન સમયે અને રાત્રીના સમયે જોવામાં મુશ્કેલી થાય છે તો તમે આ સ્થિતિમાં તેમને નીચેનામાંથી શું ખાવાની સલાહ આપશો?

(A) જામફળ

(B) કેરી

(C) આમલી

(D) લીંબુ

જવાબ : (B) કેરી

(50) નીચે આપેલ વિધાનો પૈકી ખોટું વિધાન ક્યું છે?

(A) ત્રુટીજન્ય રોગોનો અટકાવ સમતોલ આહાર ખાવાથી થઇ શકે છે.

(B) શરીર માટે સમતોલ આહારમાં વિવિધતાસભર ખાદ્યપદાર્થો હોવા જોઈએ.

(C) માત્ર ભાત (ચોખા) ખાવાથી આપણે આપણા શરીરની પોષક આવશ્યકતાઓ પૂરી કરી શકીએ છીએ.

(D) દાળને વારંવાર ધોવાથી તેમાં રહેલ પ્રોટીન દૂર થાય છે.

જવાબ : (C) માત્ર ભાત (ચોખા) ખાવાથી આપણે આપણા શરીરની પોષક આવશ્યકતાઓ પૂરી કરી શકીએ છીએ.

Also Read :

ધોરણ 6 વિજ્ઞાન પાઠ 2 Mcq

Leave a Reply