Std 10 Social Science Chapter 6 Mcq Gujarati (ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પાઠ 6 MCQ)

Spread the love

Std 10 Social Science Chapter 6 Mcq Gujarati
Std 10 Social Science Chapter 6 Mcq Gujarati

Std 10 Social Science Chapter 6 Mcq Gujarati, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન MCQ, Class 10 Social Science Chapter 6 MCQ Gujarati, Std 10 Social Science MCQ Gujarati, MCQ Questions for Class 10 Social Science PDF.

નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પાઠ 6 નાં MCQ પ્રશ્નો અને જવાબો વાંચી શકશો. તમારા અભ્યાસમાં આ MCQ પ્રશ્નો ઉપયોગી થશે.

ધોરણ :10
વિષય :સામાજિક વિજ્ઞાન
પ્રકરણ : 6ભારતના સાંસ્કૃતિક વારસાનાં સ્થળો  
MCQ :90
Std 10 Social Science Chapter 6 Mcq Gujarati

Std 10 Social Science Chapter 6 Mcq Gujarati (1 To 10)

(1) અજંતાની ગુફાઓ……………..રાજ્યમાં આવેલી છે.

(A) રાજસ્થાન

(B) મધ્યપ્રદેશ

(C) મહારાષ્ટ્ર

(D) એકપણ નહીં

જવાબ : (C) મહારાષ્ટ્ર

(2) અજંતાની ગુફાઓની કુલ સંખ્યા…………………છે.

(A) 29

(B) 34

(C) 18

(D) 24

જવાબ : (A) 29

(3) અજંતાની ગુફાઓનાં ચિત્રોનો મુખ્ય વિષય………………ધર્મ છે.

(A) બૌદ્ધ

(B) જૈન

(C) હિંદુ

(D) એકપણ નહીં

જવાબ : (A) બૌદ્ધ

(4) …………ની ગુફાઓમાં ચિત્રકલા, શિલ્પકલા અને સ્થાપત્ય કલાનો સુમેળ થયેલો છે.

(A) ઍલિફન્ટા

(B) ઇલોરા

(C) અજંતા

(D) એકપણ નહીં

જવાબ : (C) અજંતા

(5) ઇલોરાની ગુફાઓ…………….રાજ્યમાં ઔરંગાબાદ પાસે આવેલી છે.

(A) મહારાષ્ટ્ર

(B) મધ્યપ્રદેશ

(C) કર્ણાટક

(D) એકપણ નહીં

જવાબ : (A) મહારાષ્ટ્ર

(6) ઇલોરાની ગુફાઓની કુલ સંખ્યા……………..છે.

(A) 14

(B) 24

(C) 34

(D) 28

જવાબ : (C) 34

(7) ઇલોરાની……………નંબરની ગુફામાં કૈલાસ મંદિર આવેલું છે.

(A) 13

(B) 16

(C) 18

(D) 15

જવાબ : (B) 16

(8) ઍલિફન્ટાની ગુફાઓ………………રાજ્યમાં મુંબઈથી 12 કિમી દૂર અરબ સાગરમાં આવેલી છે.

(A) મહારાષ્ટ્ર

(B) કર્ણાટક

(C) કેરલ

(D) ગુજરાત

જવાબ : (A) મહારાષ્ટ્ર

(9) એલિફન્ટાની ગુફાઓની કુલ સંખ્યા……………છે.

(A) 3

(B) 12

(C) 7

(D) 10

જવાબ : (C) 7

(10) એલિફન્ટાની ગુફાઓમાં આવેલી……………..શિલ્પકૃતિની ગણના દુનિયાની સર્વોત્તમ મૂર્તિઓમાં થાય છે.

(A) સૂર્યમંદિર

(B) ત્રિમૂર્તિ

(C) ધારાપુરી

(D) એકપણ નહીં

જવાબ : (B) ત્રિમૂર્તિ

Play Quiz :

ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પાઠ 6 MCQ QUIZ

Std 10 Social Science Chapter 6 Mcq Gujarati (11 To 20)

(11) ઈ. સ. 1987માં યુનેસ્કોએ………………ને વૈશ્વિક વારસાનાં સ્થળોમાં સ્થાન આપ્યું છે.

(A) ઈલોરા

(B) અજંતા

(C) ઍલિફન્ટા

(D) એકપણ નહીં

જવાબ : (C) ઍલિફન્ટા

(12) સ્થાનિક માછીમારો ઍલિફન્ટાને………………તરીકે ઓળખે છે.

(A) પાવાપુરી

(B) ધારાપુરી

(C) દેવપુરી

(D) એકપણ નહીં

જવાબ : (B) ધારાપુરી

Read Also :

ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પાઠ 7 MCQ

ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પાઠ 5 MCQ

ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પાઠ 4 MCQ

(13) મહાબલિપુરમ્……………..રાજ્યમાં ચેન્નઈથી 60 કિમી દૂર આવેલું છે.

(A) તમિલનાડુ

(B) કર્ણાટક

(C) આંધ્રપ્રદેશ

(D) એકપણ નહીં

જવાબ : (A) તમિલનાડુ

(14) પટ્ટદકલ…………….રાજ્યમાં બદામીથી 10 કિમી દૂર આવેલું છે.

(A) આંધ્રપ્રદેશ

(B) તમિલનાડુ

(C) કર્ણાટક

(D) એકપણ નહીં

જવાબ : (C) કર્ણાટક

(15) પટ્ટદકલનું સૌથી મોટું મંદિર……………..મંદિર છે.

(A) વિરૂપાક્ષનું

(B) બૃહદેશ્વરનું

(C) મીનાક્ષી

(D) એકપણ નહીં

જવાબ : (A) વિરૂપાક્ષનું

(16) ખજૂરાહોનાં મંદિરો………………રાજ્યમાં આવેલાં છે.

(A) મધ્યપ્રદેશ

(B) રાજસ્થાન

(C) મહારાષ્ટ્ર

(D) એકપણ નહીં

જવાબ : (A) મધ્યપ્રદેશ

(17) ખજૂરાહોનાં મંદિરો……………….શૈલીમાં નિર્માણ થયાં છે.

(A) નાગર

(B) મથુરા

(C) દ્રવિડ

(D) એકપણ નહીં

જવાબ : (A) નાગર

(18) કોણાર્કનું સૂર્યમંદિર…………..રાજ્યમાં આવેલું છે.

(A) મધ્યપ્રદેશ

(B) બિહાર

(C) ઓડિશા

(D) એકપણ નહીં

જવાબ : (C) ઓડિશા

(19) કોણાર્કનું સૂર્યમંદિર………………તરીકે પણ ઓળખાય છે.

(A) લાલ પેગોડા

(B) કાળા પેગોડા

(C) સફેદ પેગોડા

(D) એકપણ નહીં

જવાબ : (B) કાળા પેગોડા

(20) બૃહદેશ્વરનું મંદિર……………..રાજ્યમાં તાંજોર(થંજાવુર)માં આવેલું છે.

(A) તમિલનાડુ

(B) કર્ણાટક

(C) આંધ્રપ્રદેશ

(D) એકપણ નહીં

જવાબ : (A) તમિલનાડુ

Std 10 Social Science Chapter 6 Mcq Gujarati (21 To 30)

(21) દિલ્લીમાં આવેલ કુતુબમિનાર…………..સ્થાપત્યનો ઉત્તમ નમૂનો છે.

(A) મધ્યકાલીન

(B) સલ્તનતકાલીન

(C) મુઘલકાલીન

(D) એકપણ નહીં

જવાબ : (B) સલ્તનતકાલીન

(22) કુતુબિમનાર એ ભારતમાં…………માંથી બનેલ સૌથી ઊંચો સ્તંભ મિનાર છે.

(A) પથ્થરો

(B) ઈંટો

(C) આરસપહાણ

(D) એકપણ નહીં

જવાબ : (A) પથ્થરો

(23) હમ્પી…………….રાજ્યના બેલ્લારી જિલ્લાના હોસપેટ તાલુકામાં આવેલ છે.

(A) તમિલનાડુ

(B) કેરલ

(C) કર્ણાટક

(D) એકપણ નહીં

જવાબ : (C) કર્ણાટક

(24) હમ્પી…………..સામ્રાજ્યની રાજધાની હતી.

(A) વિજયનગર

(B) ભુવનેશ્વર

(C) તાંજોર

(D) એકપણ નહીં

જવાબ : (A) વિજયનગર

(25) દિલ્લીમાં આવેલ હુમાયુનો મકબરો…………..સ્થાપત્યનો શ્રેષ્ઠ નમૂનો છે.

(A) અર્વાચીન

(B) મુઘલકાલીન

(C) સલ્તનતકાલીન

(D) એકપણ નહીં

જવાબ : (B) મુઘલકાલીન

(26) તાજમહાલ : શાહજહાં; હુમાયુનો મકબરો : ………………….

(A) હમીદા બેગમ

(B) ગુલબદન બેગમ

(C) જહાંગીર

(D) એકપણ નહીં

જવાબ : (A) હમીદા બેગમ

(27) મુઘલ બાદશાહ શાહજહાંએ જિંદગીના અંતિમ દિવસો……………માં વિતાવ્યા હતા.

(A) ફતેહપુર સિકરી

(B) તાજમહાલ

(C) આગરાના કિલ્લા

(D) એકપણ નહીં

જવાબ : (C) આગરાના કિલ્લા

(28) તાજમહાલ આગરામાં………………….નદીના કિનારે આવેલ છે.

(A) સતલુજ

(B) ગંગા

(C) યમુના

(D) એકપણ નહીં

જવાબ : (C) યમુના

(29) મુમતાજની કબર તાજમહાલની……………….માં આવેલી છે.

(A) મધ્ય

(B) પરસાળ

(C) બાજુ

(D) એકપણ નહીં

જવાબ : (A) મધ્ય

(30) દર વર્ષે 15 ઑગસ્ટના રોજ દિલ્લીના……………પરથી ધ્વજવંદન કરવામાં આવે છે.

(A) લાલ કિલ્લા

(B) કુતુબમિનાર

(C) હુમાયુના મકબરો

(D) એકપણ નહીં

જવાબ : (A) લાલ કિલ્લા

Std 10 Social Science Chapter 6 Mcq Gujarati (31 To 40)

(31) ફતેહપુર સિકરી……………….રાજ્યમાં આવેલું છે.

(A) બિહાર

(B) ઉત્તરપ્રદેશ

(C) મધ્યપ્રદેશ

(D) એકપણ નહીં

જવાબ : (B) ઉત્તરપ્રદેશ

(32) ……………….. એ ફતેહપુર સિકરી વસાવ્યું હતું.

(A) અકબરે

(B) હુમાયુએ

(C) બાબરે

(D) એકપણ નહીં

જવાબ : (A) અકબરે

(33) ફતેહપુર સિકરીમાં આવેલો……………દરવાજો 41 મી. પહોળો અને 50 મી. ઊંચો છે.

(A) બુલંદ

(B) ભૂમરાનો

(C) નાગાર્જુન

(D) એકપણ નહીં

જવાબ : (A) બુલંદ

(34) ગોવા તેના રમણીય……………માટે પણ જાણીતું છે.

(A) બાગ-બગીચા

(B) દરિયાકિનારા

(C) દેવળો

(D) એકપણ નહીં

જવાબ : (B) દરિયાકિનારા

(35) ગુજરાતમાં ચાંપાનેર ગામ…………..જિલ્લામાં આવેલું છે.

(A) ડાંગ

(B) રાજપીપળા

(C) પંચમહાલ

(D) એકપણ નહીં

જવાબ : (C) પંચમહાલ

(36) યુનેસ્કોએ ચાંપાનેરને ઈ. સ. ……………..માં વૈશ્વિક વારસાનાં સ્થળોની યાદીમાં સમાવિષ્ટ કરેલ છે.

(A) 2000

(B) 2004

(C) 2010

(D) 2005

જવાબ : (B) 2004

(37) ધોળાવીરા…………..ના ભચાઉ તાલુકાના ખદીર બેટમાં આવેલ છે.

(A) જૂનાગઢ

(B) જામનગર

(C) કચ્છ

(D) એકપણ નહીં

જવાબ : (C) કચ્છ

(38) દર વર્ષે મહાશિવરાત્રિએ ગિરનારની તળેટીમાં……………નો મોટો મેળો ભરાય છે.

(A) વૌઠા

(B) ભવનાથ

(C) તરણેતર

(D) એકપણ નહીં

જવાબ : (B) ભવનાથ

(39) અતિશય બારીક અને સુંદર વાનસ્પતિક તથા ભૌમિતિક રચનાના કારણે…………..જાળી પ્રખ્યાત છે.

(A) સિપ્રીની

(B) રૂપમતીની

(C) સીદી સૈયદની

(D) એકપણ નહીં

જવાબ : (C) સીદી સૈયદની

(40) સિદ્ધપુરમાં આવેલ……………જોવાલાયક સ્થાપત્ય છે.

(A) રુદ્રમહાલય

(B) કીર્તિતોરણ

(C) રાણીની વાવ

(D) એકપણ નહીં

જવાબ : (A) રુદ્રમહાલય

Std 10 Social Science Chapter 6 Mcq Gujarati (41 To 50)

(41) ઈ. સ. 2014માં યુનેસ્કો દ્વારા વૈશ્વિક વારસાનાં સ્થળોમાં પાટણમાં આવેલી………….વાવનો સમાવેશ થયો છે.

(A) અડાલજની

(B) રાણીની

(C) અડીકડીની

(D) એકપણ નહીં

જવાબ : (B) રાણીની

(42) ભાવનગર જિલ્લાના પાલીતાણાના……………….પર્વત પર અનેક જૈન દેરાસર આવેલાં છે.

(A) શેત્રુંજય

(B) ગિરનાર

(C) સાપુતારા

(D) એકપણ નહીં

જવાબ : (A) શેત્રુંજય

(43) દક્ષિણ ભારતનાં મંદિરો……………શૈલીનાં હતાં.

(A) નાગર

(B) મથુરા

(C) દ્રવિડ

(D) એકપણ નહીં

જવાબ : (C) દ્રવિડ

(44) ભારતના ચારધામ યાત્રા તેમજ…………….જ્યોતિર્લિંગની યાત્રા પ્રચલિત છે.

(A) એકાવન

(B) છ

(C) બાર

(D) એકપણ નહીં

જવાબ : (C) બાર

(45) ગુજરાતમાં ગિરનાર (લીલી પરિક્રમા), શેત્રુંજય અને……………..ની પરિક્રમાનું પણ અનેરું મહત્ત્વ છે.

(A) સાબરમતી

(B) નર્મદા

(C) તાપી

(D) એકપણ નહીં

જવાબ : (B) નર્મદા

(46) યુનેસ્કોએ વૈશ્વિક વારસાનાં સ્થળોમાં ભારતનાં…………….જેટલાં સ્થળોને સમાવિષ્ટ કર્યાં છે.

(A) 51

(B) 32

(C) 25

(D) 32

જવાબ : (B) 32

(47) ઇલોરાની ગુફાઓમાં……………ધર્મને લગતી ગુફાઓ 1 થી 12 નંબરની છે.

(A) હિન્દુ

(B) બૌદ્ધ

(C) જૈન

(D) એકપણ નહીં

જવાબ : (B) બૌદ્ધ

(48) ઇલોરાની ગુફાઓમાં…………….ધર્મને લગતી ગુફાઓ 13 થી 29 નંબરની છે.

(A) હિન્દુ

(B) જૈન

(C) બૌદ્ધ

(D) એકપણ નહીં

જવાબ : (A) હિન્દુ

(49) ઇલોરાની ગુફાઓમાં……………..ધર્મને લગતી ગુફાઓ 30 થી 34 નંબરની છે.

(A) બૌદ્ધ

(B) હિન્દુ

(C) જૈન

(D) એકપણ નહીં

જવાબ : (C) જૈન

(50) પટ્ટદકલ………….વંશની રાજધાનીનું નગર હતું.

(A) ચોલ

(B) ચાલુક્ય

(C) પલ્લવ

જવાબ : (B) ચાલુક્ય

Std 10 Social Science Chapter 6 Mcq Gujarati (51 To 60)

(51) ખજૂરાહોનાં મંદિરોમાં મોટા ભાગનાં મંદિરો…………….મંદિરો છે.

(A) વૈષ્ણવ

(B) શૈવ

(C) જૈન

(D) એકપણ નહીં

જવાબ : (B) શૈવ

(52) ……………….સાત અશ્વો વડે ખેંચાતા સૂર્યના રથનું સ્વરૂપ પામ્યું છે. એને 12 વિશાળ પૈડાં છે.

(A) મોઢેરાનું સૂર્યમંદિર

(B) કોણાર્કનું સૂર્યમંદિર

(C) ઇલોરાની ગુફાઓનું કૈલાસ મંદિર

(D) એકપણ નહીં

જવાબ : (B) કોણાર્કનું સૂર્યમંદિર

(53) દિવ્ય, સાંસારિક અને સજાવટી એમ ત્રણેય પ્રકારનાં કોણાર્કના સૂર્યમંદિરનાં શિલ્પોમાં 13મી સદીની……………..ની સંસ્કૃતિ અને સભ્યતાનું પ્રતિબિંબ પડેલું જોવા મળે છે.

(A) મધ્યપ્રદેશ

(B) બિહાર

(C) ઓડિશા

(D) એકપણ નહીં

જવાબ : (C) ઓડિશા

(54) બૃહદેશ્વર મંદિર……………..શૈલીમાં નિર્માણ પામેલ છે.

(A) નાગર

(B) દ્રવિડ

(C) ઈરાની

(D) એકપણ નહીં

જવાબ : (B) દ્રવિડ

(55) ગોવા ……………ની રાજધાની હતી.

(A) અંગ્રેજો

(B) ફ્રેંચો

(C) પોર્ટુગીઝો

(D) એકપણ નહીં

જવાબ : (C) પોર્ટુગીઝો

(56) આજથી લગભગ 5000 વર્ષ પહેલાં…………..નગરમાં ઘરેણાં અને મણકા બનાવવાનાં કેન્દ્રો જોવા મળે છે.

(A) ધોળાવીરા

(B) લોથલ

(C) હડપ્પા

(D) એકપણ નહીં

જવાબ : (A) ધોળાવીરા

(57) શામળાજી મંદિર……………નદીના કિનારે આવેલું પ્રાચીન યાત્રા સ્થળ છે.

(A) ભાદર

(B) મેશ્વો

(C) સરસ્વતી

(D) એકપણ નહીં

જવાબ : (B) મેશ્વો

(58) જૂનાગઢ નજીક ગિરનારમાં…………….બૌદ્ધ સ્તૂપના અવશેષો પ્રાપ્ત થયા છે.

(A) ઇટવા

(B) તળાજા

(C) ઢાંક

(D) એકપણ નહીં

જવાબ : (A) ઇટવા

(59) અજંતાની ગુફાઓ નીચેનામાંથી કયા રાજ્યમાં આવેલી છે?

(A) મધ્યપ્રદેશ

(B) મહારાષ્ટ્ર

(C) ઓડિશા

(D) ગુજરાત

જવાબ : (B) મહારાષ્ટ્ર

(60) હિંદુ, બૌદ્ધ અને જૈન ધર્મનો સંગમ કઈ ગુફાઓમાં થયેલો છે?

(A) ઇલોરાની

(B) ઍલિફન્ટાની

(C) બાઘની

(D) અજંતાની

જવાબ : (A) ઇલોરાની

Std 10 Social Science Chapter 6 Mcq Gujarati (61 To 70)

(61) તે એક જ પથ્થરમાંથી કોતરીને બનાવેલ છે. તેની લંબાઈ 50 મીટર, પહોળાઈ 33 મીટર અને ઊંચાઈ 30 મીટર છે, તો એ મંદિર કયું છે?

(A) કૈલાસ

(B) વિરૂપાક્ષ

(C) બૃહદેશ્વર

(D) વિષ્ણુ

જવાબ : (A) કૈલાસ

(62) ‘મહાબલિપુરમ્’ તરીકે ઓળખાતા સ્થળ સાથે કયા રાજવીનું  ઉપનામ સંકળાયેલું છે?

(A) પલ્લવ રાજવી નરસિંહવર્મનનું

(B) ચોલ રાજવી કરિકાલનું

(C) પાંડ્ય રાજવી પેરુવલુદીનું

(D) પલ્લવ રાજવી ગોન્ડોફર્નિસનું

જવાબ : (A) પલ્લવ રાજવી નરસિંહવર્મનનું

(63) દેશ-વિદેશના હજારો પ્રવાસીઓ ક્યા મંદિરનાં શિલ્પકલા, વાસ્તુકલા અને મૂર્તિકલા શિલ્પો જોઈ આશ્ચર્યચકિત થઈ જાય છે?

(A) ખજૂરાહોનાં

(B) હમ્પીનાં

(C) કોણાર્કના સૂર્યમંદિરનાં

(D) મોઢેરાના સૂર્યમંદિરનાં

જવાબ : (A) ખજૂરાહોનાં

(64) કયું મંદિર ‘કાળા પેગોડાના નામથી ઓળખાય છે?

(A) બૃહદેશ્વર

(B) ખજૂરાહો

(C) કોણાર્કનું સૂર્યમંદિર

(D) વિરૂપાક્ષ

જવાબ : (C) કોણાર્કનું સૂર્યમંદિર

(65) નીચે નકશામાં દર્શાવેલ સ્થાપત્ય કયા રાજ્યમાં આવેલું છે?

Std 10 Social Science Chapter 6 Mcq Gujarati
Std 10 Social Science Chapter 6 Mcq Gujarati

(A) ઑડિશા

(B) ગુજરાત

(C) પશ્ચિમ બંગાળ

(D) આંધ્ર પ્રદેશ

જવાબ : (A) ઑડિશા

(66) નીચે આપેલા નકશામાં * કરીને બતાવેલ નગર કયું છે?

Std 10 Social Science Chapter 6 Mcq Gujarati
Std 10 Social Science Chapter 6 Mcq Gujarati

(A) આગરા

(B) હમ્પી

(C) દિલ્લી

(D) તાંજોર (થંજાવુર)

જવાબ : (B) હમ્પી

(67) શાહજહાંએ જિંદગીના આખરી દિવસો ક્યા કિલ્લામાં વિતાવ્યા હતા?

(A) આગરાના કિલ્લામાં

(B) શાહી કિલ્લામાં

(C) દિલ્લીના લાલ કિલ્લામાં

(D) લાહોરી કિલ્લામાં

જવાબ : (A) આગરાના કિલ્લામાં

(68) ક્યું સ્થાપત્ય મધ્યકાલીન વિશ્વની સાત અજાયબીઓ પૈકીનું એક છે?

(A) ખજૂરાહોનાં મંદિરો

(B) તાજમહાલ

(C) આગરાનો લાલ કિલ્લો

(D) ઇલોરાનું કૈલાસ મંદિર

જવાબ : (B) તાજમહાલ

(69) “સ્વર્ગના બગીચામાં પવિત્ર દિલોનું સ્વાગત છે.” આ વિધાન કયા સ્થાપત્ય સાથે સંલગ્ન છે?

(A) ફતેહપુર સિકરી

(B) લાહોરી દરવાજા

(C) તાજમહાલ

(D) શીશમહલ

જવાબ : (C) તાજમહાલ

(70) દુનિયાનો સૌથી ભવ્ય દરવાજો કયો છે?

(A) સંત સલીમ ચિશ્તીનો દરવાજો

(B) ફતેહપુર સિકરીનો બુલંદ દરવાજો

(C) બિજાપુરનો ગુંબજ દરવાજો

(D) મુંબઈનો ગેટવે ઑફ ઇન્ડિયા

જવાબ : (B) ફતેહપુર સિકરીનો બુલંદ દરવાજો

Std 10 Social Science Chapter 6 Mcq Gujarati (71 To 80)

(71) તાજમહાલની એક મહેરાબ ઉપર ક્યું વિધાન અંક્તિ થયેલું છે?

(A) “તાજના બગીચામાં પવિત્ર દિલોનું સ્વાગત છે.”

(B) “સ્વર્ગના બગીચામાં પવિત્ર લોકોનું સ્વાગત છે.’’

(C) “સ્વર્ગના બગીચામાં પવિત્ર દિલોનું સ્વાગત છે.’’

(D) ‘‘સ્વર્ગના બગીચામાં આવનાર સૌ કોઈનું સ્વાગત છે.”

જવાબ : (C) “સ્વર્ગના બગીચામાં પવિત્ર દિલોનું સ્વાગત છે.’’

(72) ફતેહપુર સિક્રી નગરની સ્થાપના કોણે કરી હતી?

(A) હુમાયુએ

(B) શાહજહાંએ

(C) બાબરે

(D) અકબરે

જવાબ : (D) અકબરે

(73) નીચેના પૈકી ક્યા સ્થળને યુનેસ્કોએ વૈશ્વિક વારસાના સ્થળ તરીકે જાહેર કર્યું છે?

(A) ઇલોરાની ગુફાઓને

(B) ગોવાનાં દેવળોને

(C) ચાંપાનેરને

(D) હમ્પીને

જવાબ : (C) ચાંપાનેરને

(74) ગુજરાતનાં કયાં સ્થળોની પરિક્રમાઓનું અનેરું મહત્ત્વ છે?

(A) નર્મદા, ગિરનાર, શેત્રુંજય

(B) તાપી, ચોટીલા, દ્વારકા

(C) પાલીતાણા, મહીસાગર, પાવાગઢ

(D) ડાકોર, અંબાજી, સાપુતારા

જવાબ : (A) નર્મદા, ગિરનાર, શેત્રુંજય

(75) ગુજરાત : મોઢેરાનું સૂર્યમંદિર / ઓડિશા : …………….નું સૂર્યમંદિર

(A) પટ્ટદકલ

(B) ખજૂરાહો

(C) કોણાર્ક

(D) બૃહદેશ્વર

જવાબ : (C) કોણાર્ક

(76) દિલ્લીનો કુતુબમિનાર : કુતબુદ્દીન ઐબક | આગરાનો કિલ્લો :………………..

(A) બાબર

(B) અકબર

(C) શાહજહાં

(D) જહાંગીર

જવાબ : (B) અકબર

(77) નીચે આપેલાં જોડકાં લક્ષમાં લઈ ચાર વિકલ્પ પૈકી સાચો વિકલ્પ પસંદ કરો:

Std 10 Social Science Chapter 6 Mcq Gujarati

(A) (1 – d), (2 – b), (3 – c), (4 – a)

(B) (1 – d), (2 – b), (3 – a), (4 – c)

(C) (1 – d), (2 – a), (3 – c), (4 – b)

(D) (1 – d), (2 – c), (3 – b), (4 – a)

જવાબ : (D) (1 – d), (2 – c), (3 – b), (4 – a)

(78) પ્રવાસન ઉદ્યોગથી રાજ્યને કયો લાભ થાય છે?

(A) રાજકીય

(B) સાંસ્કૃતિક

(C) આર્થિક

(D) સામાજિક

જવાબ : (C) આર્થિક

(79) જોડકાં જોડી સાચો ક્રમ પસંદ કરો:

Std 10 Social Science Chapter 6 Mcq Gujarati

(A) (1 – d), (2 – c), (3 – b), (4 – a)

(B) (1 – c), (2 – d), (3 – a), (4 – b)

(C) (1 – c), (2 – d), (3 – b), (4 – a)

(D) (1 – c), (2 – b), (3 – d), (4 – a)

જવાબ : (A) (1 – d), (2 – c), (3 – b), (4 – a)

(80) નીચેનાંમાંથી ક્યું વિધાન સાચું નથી?

(A) ઇલોરાની ગુફાઓમાં કૈલાસ મંદિર આવેલું છે.

(B) ઇલોરામાં કુલ 34 ગુફાઓ આવેલી છે.

(C) રાષ્ટ્રકૂટ રાજાઓના સમયમાં હિંદુ ધર્મની ગુફાઓનું નિર્માણ થયું.

(D) ઇલોરાની ગુફાઓને ચાર ભાગમાં વહેંચવામાં આવી છે.

જવાબ : (D) ઇલોરાની ગુફાઓને ચાર ભાગમાં વહેંચવામાં આવી છે.

Std 10 Social Science Chapter 6 Mcq Gujarati (81 To 90)

(81) કૌંસમાં આપેલાં સ્થાપત્યોને તેમનાં નિર્માણના સમયને આધારે ચઢતા ક્રમમાં ગોઠવો:

(સાંચીનો સ્તૂપ, ધોળાવીરા નગર, સહસ્રલિંગ તળાવ, તાજમહાલ, ગોવાનાં દેવળ)

(A) ગોવાનાં દેવળ, સહસ્રલિંગ તળાવ, તાજમહાલ, ધોળાવીરા નગર, સાંચીનો સ્તૂપ

(B) ધોળાવીરા નગર, સાંચીનો સ્તૂપ, સહસ્રલિંગ તળાવ, તાજમહાલ, ગોવાનાં દેવળ

(C) સહસ્રલિંગ તળાવ, ગોવાનાં દેવળ, સાંચીનો સ્તૂપ, તાજમહાલ, ધોળાવીરા નગર

(D) તાજમહાલ, સાંચીનો સ્તૂપ, ધોળાવીરા નગર, સહસ્ત્રલિંગ તળાવ, ગોવાનાં દેવળ

જવાબ : (B) ધોળાવીરા નગર, સાંચીનો સ્તૂપ, સહસ્રલિંગ તળાવ, તાજમહાલ, ગોવાનાં દેવળ

(82) ભારતનાં આ ઐતિહાસિક સ્થળોને ઉત્તરથી દક્ષિણના ક્રમમાં ગોઠવતાં કયો ક્રમ સાચો ગણાય?

(A) તાજમહાલ, ખજૂરાહોનાં મંદિર, બૃહદેશ્વર મંદિર, ઇલોરાની ગુફાઓ

(B) ઇલોરાની ગુફાઓ, તાજમહાલ, ખજુરાહોનાં મંદિર, બૃહદેશ્વર મંદિર

(C) તાજમહાલ, બૃહદેશ્વર મંદિર, ખજૂરાહોનાં મંદિર, ઇલોરાની ગુફાઓ

(D) તાજમહાલ, ખજૂરાહોનાં મંદિર, ઇલોરાની ગુફાઓ, બૃહદેશ્વર મંદિર

જવાબ : (D) તાજમહાલ, ખજૂરાહોનાં મંદિર, ઇલોરાની ગુફાઓ, બૃહદેશ્વર મંદિર

(83) નીચેનામાંથી સાચું જોડકું જોડી સાચો ક્રમ પસંદ કરો.

Std 10 Social Science Chapter 6 Mcq Gujarati

(A) (1 − d), (2 – c), (3 – b), (4 – a)

(B) (1 − d), (2 – a), (3 – b), (4 – c)

(C) (1 − c), (2 – d), (3 – b), (4 – a)

(D) (1 − c), (2 – b), (3 – d), (4 – a)

જવાબ : (B) (1 − d), (2 – a), (3 – b), (4 – c)

(84) તાજમહાલ : શાહજહાં / હુમાયુનો મકબરો :……………………..

(A) જહાંગીર

(B) હુમાયુ

(C) હમીદા બેગમ

(D) શાહજહાં

જવાબ : (C) હમીદા બેગમ

(85) નીચેનામાંથી કયો વાવનો પ્રકાર નથી?

(A) નંદા

(B) ભદ્રા

(C) તદા

(D) વિજયા

જવાબ : (C) તદા

(86) નીચે આપેલું ચિત્ર કયા સ્થાપત્યનું છે?

(A) ત્રિમૂર્તિનું

(B) તાજમહાલનું

(C) બૃહદેશ્વર મંદિરનું

(D) રથમંદિરનું

જવાબ : (A) ત્રિમૂર્તિનું

(87) નીચે આપેલું ચિત્ર કયા સ્થાપત્યનું છે?

(A) કોણાર્કના સૂર્યમંદિરનું

(B) રથમંદિરનું

(C) મોઢેરાના સૂર્યમંદિરનું

(D) બૃહદેશ્વર મંદિરનું

જવાબ : (D) બૃહદેશ્વર મંદિરનું

(88) નીચે આપેલું ચિત્ર કયા સ્થાપત્યનું છે?

(A) તાજમહાલનું

(B) લાલ કિલ્લાનું

(C) બુલંદરવાજાનું

(D) વડનગરના કીર્તિતોરણનું

જવાબ : (B) લાલ કિલ્લાનું

(89) નીચે આપેલું ચિત્ર કયા સ્થાપત્યનું છે?

(A) લાલ કિલ્લાનું

(B) રાણી સિપ્રીની મસ્જિદનું

(C) બુલંદ દરવાજાનું

(D) સરખેજના રોજાનું

જવાબ : (C) બુલંદ દરવાજાનું

(90) નીચે આપેલું ચિત્ર કયા સ્થાપત્યનું છે?

(A) સીદી સૈયદની જાળીનું

(B) જામા મસ્જિદની જાળીનું

(C) રાણી સિપ્રીની જાળીનું

(D) સરખેજના રોજાની જાળીનું

જવાબ : (A) સીદી સૈયદની જાળીનું

Also Read :

ધોરણ 10 સામાજિક વિજ્ઞાન MCQ
ધોરણ 9 સામાજિક વિજ્ઞાન MCQ
ધોરણ 8 સામાજિક વિજ્ઞાન MCQ
Std 10 Social Science Chapter 6 Mcq Gujarati

Spread the love
error: Content is protected !!
Scroll to Top