Std 10 Social Science Chapter 16 Mcq Gujarati, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન MCQ, Class 10 Social Science Chapter 16 MCQ Gujarati, Std 10 Social Science MCQ Gujarati, MCQ Questions for Class 10 Social Science PDF.
નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પાઠ 16 નાં MCQ પ્રશ્નો અને જવાબો વાંચી શકશો. તમારા અભ્યાસમાં આ MCQ પ્રશ્નો ઉપયોગી થશે.
ધોરણ : | 10 |
વિષય : | સામાજિક વિજ્ઞાન |
પ્રકરણ : 16 | આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ |
MCQ : | 35 |
Std 10 Social Science Chapter 16 Mcq Gujarati (1 To 10)
(1) રાજ્યની આવક અને ખર્ચ અંગેની નીતિ એટલે શું?
(A) વ્યાપાર નીતિ
(B) ઔદ્યોગિક નીતિ
(C) નાણાકીય નીતિ
(D) રાજકોષીય નીતિ
જવાબ : (D) રાજકોષીય નીતિ
(2) કયા વર્ષની ઔદ્યોગિક નીતિથી ભારતમાં આર્થિક સુધારાનો નવો યુગ શરૂ થયો?
(A) 1998ની
(B) 1988ની
(C) 1991ની
(D) 1985ની
જવાબ : (C) 1991ની
(3) ઈ. સ. 1991ની ઔદ્યોગિક નીતિ દ્વારા કરાયેલ સુધારામાં કઈ એક બાબત નહોતી?
(A) આર્થિક ઉદારીકરણ
(B) ખાનગીકરણ
(C) વૈશ્વિકીકરણ
(D) રાષ્ટ્રીયકરણ
જવાબ : (D) રાષ્ટ્રીયકરણ
(4) વૈશ્વિકીકરણનો ખ્યાલ કોની સાથે સંકળાયેલો છે?
(A) રાજકોષીય નીતિ
(B) દેશની નાણાકીય નીતિ
(C) ઔદ્યોગિક નીતિ
(D) વિદેશ વ્યાપાર અંગેની નીતિ
જવાબ : (D) વિદેશ વ્યાપાર અંગેની નીતિ
(5) વિશ્વ-વ્યાપાર સંગઠનનું વડું મથક ક્યાં આવેલું છે?
(A) સ્ટૉકહોમમાં
(В) જિનીવામાં
(C) લંડનમાં
(D) કોલકાતામાં
જવાબ : (В) જિનીવામાં
(6) વિશ્વમાં કયા દિવસને ‘વિશ્વ પર્યાવરણદિન‘ તરીકે ઊજવવામાં આવે છે?
(A) 8 માર્ચના દિવસને
(B) 11 જૂનના દિવસને
(C) 5 જૂનના દિવસને
(D) 12 માર્ચના દિવસને
જવાબ : (C) 5 જૂનના દિવસને
(7) 5 જૂનનો દિવસ કયા દિવસ તરીકે ઊજવવામાં આવે છે?
(A) વિશ્વ પર્યાવરણદિન
(B) વિશ્વ વનદિન
(C) જૈવ વિવિધતાદિન
(D) વિશ્વ પ્રાણીદિન
જવાબ : (A) વિશ્વ પર્યાવરણદિન
(8) વિશ્વ-વ્યાપાર સંગઠનની સ્થાપના કોણે કરી હતી?
(A) યુરોપીય દેશોએ
(B) અમેરિકન દેશોએ
(C) સંયુક્ત રાષ્ટ્રોના સભ્ય-દેશોએ
(D) યુનેસ્કોએ
જવાબ : (C) સંયુક્ત રાષ્ટ્રોના સભ્ય-દેશોએ
(9) નીચેનામાંથી માત્ર એક જ વખત ઉપયોગમાં લઈ શકાય એવું સાધન કયું છે?
(A) પવનવિદ્યુત
(B) કોલસો
(C) સૌરઊર્જા
(D) જળવિદ્યુત
જવાબ : (B) કોલસો
(10) પ્રદૂષણનો ફેલાવો અટકાવવા બળતણ તરીકે શેનો ઉપયોગ કરવામાં આવે છે?
(A) કેરોસીનનો
(B) પ્રાકૃતિક વાયુ(સી.એન.જી)નો
(C) ડીઝલનો
(D) પેટ્રોલનો
જવાબ : (B) પ્રાકૃતિક વાયુ(સી.એન.જી)નો
Std 10 Social Science Chapter 16 Mcq Gujarati (11 To 20)
(11) ભારતમાં ઈ. સ. 1981માં કેન્દ્ર સરકારે કયો ધારો પસાર કર્યો છે?
(A) અવાજ-પ્રદૂષણ નિયંત્રણ ધારો
(B) વાયુ-પ્રદૂષણ નિયંત્રણ ધારો
(C) ભ્રષ્ટાચાર નિયંત્રણ ધારો
(D) જળ-પ્રદૂષણ નિયંત્રણ ધારો
જવાબ : (B) વાયુ-પ્રદૂષણ નિયંત્રણ ધારો
(12) પર્યાવરણની જાગૃતિ અંગે પ્રથમ ‘પૃથ્વી પરિષદ‘ કઈ સાલમાં યોજવામાં આવી?
(A) ઈ. સ. 1972માં
(B) ઈ. સ. 1951માં
(C) ઈ. સ. 1992માં
(D) ઈ. સ. 2014માં
જવાબ : (A) ઈ. સ. 1972માં
(13) પ્રથમ ‘પૃથ્વી પરિષદ‘નું આયોજન સ્વિડનના કયા શહેરમાં કરવામાં આવ્યું?
(A) અર્સ્ટરસંડમાં
(B) સ્ટૉકહોમમાં
(C) નોરકોપિંગમાં
(D) અપ્સાલામાં
જવાબ : (B) સ્ટૉકહોમમાં
(14) દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની પ્રક્રિયા એટલે……
(A) ખાનગીકરણ
(B) વૈશ્વિકીકરણ
(C) આર્થિક ઉદારીકરણ
(D) આપેલ પૈકી એક પણ નહિ
જવાબ : (B) વૈશ્વિકીકરણ
(15) સ્ટૉકહોમ શહેર કયા દેશમાં આવેલું છે?
(A) નૉર્વેમાં
(B) બ્રિટનમાં
(C) સ્વિડનમાં
(D) પોલૅન્ડમાં
જવાબ : (C) સ્વિડનમાં
(16) ભારતમાં કયા આર્થિક સુધારા દ્વારા ઉદ્યોગો માટેની ફરજિયાત નોંધણી પ્રથા રદ કરવામાં આવી?
(A) ખાનગીકરણ
(B) વૈશ્વિકીકરણ
(C) ઉદારીકરણ
(D) રાષ્ટ્રીયકરણ
જવાબ : (C) ઉદારીકરણ
(17) વિશ્વ વ્યાપાર સંગઠન (WTO) ક્યારથી શરૂ કરવામાં આવ્યું?
(A) 1 જૂન, 1992થી
(B) 1 જાન્યુઆરી, 1995થી
(C) 10 ઑક્ટોબર, 1994થી
(D) 31 ડિસેમ્બર, 1993થી
જવાબ : (B) 1 જાન્યુઆરી, 1995થી
(18) ભેદભાવહીન આંતરરાષ્ટ્રીય વ્યાપારને પ્રોત્સાહન કોણ પૂરું પાડે છે?
(A) WRO
(B) WST
(C) WOT
(D) WTO
જવાબ : (D) WTO
(19) ટકાઉ વિકાસમાં કયાં સંસાધનોની જાળવણી પર ભાર મુકાયો છે?
(A) કુદરતી
(B) પર્યાવરણીય
(C) માનવીય
(D) જળ
જવાબ : (B) પર્યાવરણીય
(20) નીચેના પૈકી કઈ એક બાબત અંગે વૈશ્વિક સમજૂતી થઈ નથી?
(A) અવકાશયાનના કચરાનો નિકાલ
(B) ઓઝોન વાયુનું ગાબડું
(C) જૈવિક વિવિધતાની જાળવણી
(D) પરમાણુ કચરાનો નિકાલ
જવાબ : (A) અવકાશયાનના કચરાનો નિકાલ
Std 10 Social Science Chapter 16 Mcq Gujarati (21 To 30)
(21) વૈશ્વિકીકરણ સાથે કઈ બાબત સંકળાયેલ નથી?
(A) બે દેશો વચ્ચે વ્યાપારના અવરોધો દૂર કરવા.
(B) બે દેશો વચ્ચે મૂડીની હેરફેર સરળતાથી થઈ શકે.
(C) ટેક્નોલૉજીની હેરફેરના અવરોધો દૂર કરવા.
(D) વિશ્વના દેશો વચ્ચે જમીન સીમાના અવરોધો દૂર કરવા.
જવાબ : (D) વિશ્વના દેશો વચ્ચે જમીન સીમાના અવરોધો દૂર કરવા.
(22) ઈ. સ…………..માં નવી ઔદ્યોગિક નીતિ અમલમાં મૂકવામાં આવી.
(A) 2001
(Β) 1981
(C) 1991
(D) 1990
જવાબ : (C) 1991
(23) ………..અન્વયે ઉદ્યોગો માટેની ફરજિયાત નોંધણી પ્રથા રદ કરવામાં આવી.
(A) વૈશ્વિકીકરણ
(B) આર્થિક ઉદારીકરણ
(C) ખાનગીકરણ
(D) એકપણ નહીં
જવાબ : (B) આર્થિક ઉદારીકરણ
(24) આર્થિક ઉદારીકરણને લીધે……………ની અસમાનતામાં વધારો થયો.
(A) આવક
(B) શિક્ષણ
(C) સંપત્તિ
(D) એકપણ નહીં
જવાબ : (A) આવક
(25) ………….ને લીધે ઈજારાશાહીને વેગ મળ્યો છે.
(A) આર્થિક ઉદારીકરણ
(B) ખાનગીકરણ
(C) વૈશ્વિકીકરણ
(D) એકપણ નહીં
જવાબ : (B) ખાનગીકરણ
(26) દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની પ્રક્રિયા એટલે…………
(A) ખાનગીકરણ
(B) આર્થિક ઉદારીકરણ
(C) વૈશ્વિકીકરણ
(D) એકપણ નહીં
જવાબ : (C) વૈશ્વિકીકરણ
(27) 1 જાન્યુઆરી………….થી વિશ્વ-વ્યાપાર સંગઠન (WHO) શરૂ કરવામાં આવ્યું.
(Α) 1985
(Β) 1991
(C) 1995
(D) 1990
જવાબ : (C) 1995
(28) વિશ્વ-વ્યાપાર સંગઠન(WHO)નું વડું મથક સ્વિટ્ઝરલૅન્ડના………………ખાતે રાખવામાં આવ્યું છે.
(A) રોમ
(B) જિનીવા
(C) સ્ટ્રૉકહોમ
(D) એકપણ નહીં
જવાબ : (B) જિનીવા
(29) WHO – વિશ્વ-વ્યાપાર સંગઠન ભેદભાવ વગર………….વ્યાપારને પ્રોત્સાહન પૂરું પાડે છે.
(A) આંતરરાષ્ટ્રીય
(B) રાષ્ટ્રીય
(C) પ્રાદેશિક
(D) એકપણ નહીં
જવાબ : (A) આંતરરાષ્ટ્રીય
(30) પર્યાવરણની સુરક્ષા માટે ઈ. સ. 1972માં સ્વિડનના………….શહેરમાં ‘પૃથ્વી પરિષદ‘ યોજવામાં આવી.
(A) જિનીવા
(B) રોમ
(C) સ્ટૉકહોમ
(D) એકપણ નહીં
જવાબ : (C) સ્ટૉકહોમ
Std 10 Social Science Chapter 16 Mcq Gujarati (31 To 35)
(31) પર્યાવરણ જાગૃતિ અંગે ઈ. સ…………..માં પ્રથમ વખત ‘પૃથ્વી પરિષદ‘ યોજવામાં આવી.
(Α) 1972
(B) 1991
(С) 1995
(D) 1990
જવાબ : (Α) 1972
(32) વિશ્વમાં…………ના દિવસને ‘વિશ્વ પર્યાવરણદિન‘ તરીકે 1કરિ ઊજવવામાં આવે છે.
(A) 10 જાન્યુઆરી
(B) 5 જૂન
(C) 12 માર્ચ
(D) એકપણ નહીં
જવાબ : (B) 5 જૂન
(33) ઈ. સ……………માં ભારત સરકારે ‘વાયુ-પ્રદૂષણ નિયંત્રણ ધારો‘ પસાર કર્યો.
(A) 1991
(B) 1995
(C) 1981
(D) 1980
જવાબ : (C) 1981
(34) રાજ્યની આવક અને ખર્ચ અંગેની નીતિ એટલે શું?
(A) વ્યાપાર નીતિ
(B) ઔદ્યોગિક નીતિ
(C) નાણાકીય નીતિ
(D) રાજકોષીય નીતિ
જવાબ : (D) રાજકોષીય નીતિ
(35) કયા વર્ષની ઔદ્યોગિક નીતિથી ભારતમાં આર્થિક સુધારાનો નવો યુગ શરૂ થયો?
(A) 1998ની
(B) 1988ની
(C) 1991ની
(D) 1985ની
જવાબ : (C) 1991ની
Also Read :
ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પાઠ 17 MCQ
ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પાઠ 15 MCQ
ધોરણ 10 સામાજિક વિજ્ઞાન MCQ |
ધોરણ 9 સામાજિક વિજ્ઞાન MCQ |
ધોરણ 8 સામાજિક વિજ્ઞાન MCQ |