Std 10 Social Science Chapter 15 Mcq Gujarati (ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પાઠ 15 MCQ)

Std 10 Social Science Chapter 15 Mcq Gujarati
Std 10 Social Science Chapter 15 Mcq Gujarati

Std 10 Social Science Chapter 15 Mcq Gujarati, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન MCQ, Class 10 Social Science Chapter 15 MCQ Gujarati, Std 10 Social Science MCQ Gujarati, MCQ Questions for Class 10 Social Science PDF.

નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પાઠ 15 નાં MCQ પ્રશ્નો અને જવાબો વાંચી શકશો. તમારા અભ્યાસમાં આ MCQ પ્રશ્નો ઉપયોગી થશે.

ધોરણ :10
વિષય :સામાજિક વિજ્ઞાન
પ્રકરણ : 15આર્થિક વિકાસ
MCQ :75
Std 10 Social Science Chapter 15 Mcq Gujarati

Std 10 Social Science Chapter 15 Mcq Gujarati (1 To 10)

(1) દેશની કુલ આવકને………….કહેવામાં આવે છે.

(A) આર્થિક આવક

(B) માથાદીઠ આવક

(C) રાષ્ટ્રીય આવક

(D) એકપણ નહીં

જવાબ : (C) રાષ્ટ્રીય આવક

(2) દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગવાથી……………પ્રાપ્ત થાય છે.

(A) માથાદીઠ આવક

(B) આર્થિક આવક

(C) આર્થિક વિકાસ

(D) એકપણ નહીં

જવાબ : (A) માથાદીઠ આવક

(3) આર્થિક વિકાસ એ ગુણાત્મક અને આર્થિક વૃદ્ધિ એ…………….છે.

(A) વિકાસાત્મક

(B) પરિમાણાત્મક

(C) સંશોધનાત્મક

(D) એકપણ નહીં

જવાબ : (B) પરિમાણાત્મક

(4) આર્થિક વૃદ્ધિ એ……………વિકાસ પછીની અવસ્થા છે.

(A) ઔદ્યોગિક

(B) રાષ્ટ્રીય

(C) આર્થિક

(D) એકપણ નહીં

જવાબ : (C) આર્થિક

(5) ……………..દેશોની રાષ્ટ્રીય આવકમાં થતો વધારો એ આર્થિક વૃદ્ધિ કહેવાય.

(A) વિકાસશીલ

(B) વિકસિત

(C) અવિકસિત

(D) એકપણ નહીં

જવાબ : (B) વિકસિત

(6) ……………..દેશોની રાષ્ટ્રીય આવકમાં થતો વધારો એ આર્થિક વિકાસ કહેવાય.

(A) વિકાસશીલ

(B) અવિકસિત

(C) વિકસિત

(D) એકપણ નહીં

જવાબ : (A) વિકાસશીલ

(7) વિકાસશીલ રાષ્ટ્રોમાં…………..મુખ્ય આર્થિક પ્રવૃત્તિ હોય છે.

(A) સેવાઓ

(B) વ્યાપાર

(C) ખેતી

(D) એકપણ નહીં

જવાબ : (C) ખેતી

(8) ………………દેશોમાં અર્થતંત્રનું દ્વિમુખી સ્વરૂપ પ્રવર્તે છે.

(A) અવિકસિત

(B) વિકાસશીલ

(C) વિકસિત

(D) એકપણ નહીં

જવાબ : (B) વિકાસશીલ

(9) ભારત……………..રાષ્ટ્ર છે.

(A) અવિકસિત

(B) વિકાસશીલ

(C) વિકસિત

(D) એકપણ નહીં

જવાબ : (B) વિકાસશીલ

(10) વિશ્વ બૅન્ક 2004ના અહેવાલ મુજબ માથાદીઠ આવક…………..ડૉલરથી ઓછી હોય તે વિકાસશીલ દેશ કહેવાય.

(Α) 980

(Β) 735

(C) 845

(D) 1000

જવાબ : (Β) 735

Std 10 Social Science Chapter 15 Mcq Gujarati
Std 10 Social Science Chapter 15 Mcq Gujarati

Std 10 Social Science Chapter 15 Mcq Gujarati (11 To 20)

(11) આવક મેળવવાના કે ખર્ચ કરવાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિને……………..પ્રવૃત્તિ કહે છે.

(A) બિનઆર્થિક

(B) સેવાકીય

(C) આર્થિક

(D) એકપણ નહીં

જવાબ : (C) આર્થિક

(12) જે પ્રવૃત્તિનો હેતુ આવક મેળવવાનો કે ખર્ચ કરવાનો ન હોય તે પ્રવૃત્તિને………….પ્રવૃત્તિ કહે છે.

(A) આર્થિક

(B) બિનઆર્થિક

(C) ઉત્પાદકીય

(D) એકપણ નહીં

જવાબ : (B) બિનઆર્થિક

(13) ખેતી, પશુપાલન, મત્સ્યઉદ્યોગ, જંગલો, કાચી ધાતુઓનું ખોદકામ વગેરે પ્રવૃત્તિઓનો સમાવેશ અર્થતંત્રના……………….વિભાગમાં કરવામાં આવે છે.

(A) સેવાક્ષેત્ર

(B) માધ્યમિક

(C) પ્રાથમિક

(D) એકપણ નહીં

જવાબ : (C) પ્રાથમિક

(14) નાના અને મોટા પાયાના ઉદ્યોગો, બાંધકામ વગેરે પ્રવૃત્તિઓનો સમાવેશ અર્થતંત્રના ……………વિભાગમાં કરવામાં આવે છે.

(A) માધ્યમિક

(B) પ્રાથમિક

(C) સેવાક્ષેત્ર

(D) એકપણ નહીં

જવાબ : (A) માધ્યમિક

(15) વ્યાપાર, સંદેશાવ્યવહાર, હવાઈ અને દરિયાઈ માર્ગો, શિક્ષણ, આરોગ્ય, બૅન્કિંગ તેમજ વીમાકંપનીઓ, પ્રવાસ અને મનોરંજન વગેરે પ્રવૃત્તિઓનો સમાવેશ અર્થતંત્રના…………. વિભાગમાં કરવામાં આવે છે.

(A) સેવાક્ષેત્ર

(B) પ્રાથમિક

(C) માધ્યમિક

(D) એકપણ નહીં

જવાબ : (A) સેવાક્ષેત્ર

(16) ખેડૂત, કારીગર, વેપારી, શિક્ષક વગેરેની પ્રવૃત્તિને………………પ્રવૃત્તિ કહે છે.

(A) આર્થિક

(B) સેવાકીય

(C) બિનઆર્થિક

(D) એકપણ નહીં

જવાબ : (A) આર્થિક

(17) માતા પોતાના બાળકને ઉછેરે અને વ્યક્તિ સમાજસેવાનાં કાર્યો કરે એ પ્રવૃત્તિને…………પ્રવૃત્તિ કહે છે.

(A) બિનઆર્થિક

(B) આર્થિક

(C) સેવાકીય

(D) એકપણ નહીં

જવાબ : (A) બિનઆર્થિક

(18) સામાન્ય રીતે વિકાસશીલ દેશોમાં…………….ક્ષેત્રનું પ્રભુત્વ હોય છે.

(A) માધ્યમિક

(B) સેવા

(C) પ્રાથમિક

(D) એકપણ નહીં

જવાબ : (C) પ્રાથમિક

(19) ઉત્પાદનનાં સાધનોને…………..ભાગમાં વહેંચવામાં આવ્યાં છે.

(A) ત્રણ

(B) ચાર

(C) પાંચ

(D) એકપણ નહીં

જવાબ : (B) ચાર

(20) ……..….એ ઉત્પાદનનું સજીવ સાધન છે.

(A) મૂડી

(B) જમીન

(C) શ્રમ

(D) એકપણ નહીં

જવાબ : (C) શ્રમ

Std 10 Social Science Chapter 15 Mcq Gujarati (21 To 30)

(21) માનવીની જરૂરિયાતો……………….છે.

(A) અખૂટ

(B) અમર્યાદિત

(C) મર્યાદિત

(D) એકપણ નહીં

જવાબ : (B) અમર્યાદિત

(22) ……………પદ્ધતિને મૂડીવાદી પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે.

(A) બજાર

(B) સામ્યવાદી

(C) સમાજવાદી

(D) એકપણ નહીં

જવાબ : (A) બજાર

Std 10 Social Science Chapter 15 Mcq Gujarati
Std 10 Social Science Chapter 15 Mcq Gujarati

(23) ……………..માં બજાર પદ્ધતિ પ્રવર્તે છે.

(A) ભારત

(B) જાપાન

(C) રશિયા

(D) એકપણ નહીં

જવાબ : (B) જાપાન

(24) ……………માં બજાર પદ્ધતિ પ્રવર્તે છે.

(A) યૂ.એસ.એ.

(B) ભારત

(C) ચીન

(D) એકપણ નહીં

જવાબ : (A) યૂ.એસ.એ.

(25) ………….પદ્ધતિમાં ઉત્પાદનનાં સાધનોની ફાળવણી નફાના આધારે થાય છે.

(A) સામ્યવાદી

(B) બજાર

(C) સમાજવાદી

(D) એકપણ નહીં

જવાબ : (B) બજાર

(26) બજાર પદ્ધતિને…………….તરીકે પણ ઓળખવામાં આવે છે.

(A) મુક્ત અર્થતંત્ર

(B) મિશ્ર અર્થતંત્ર

(C) નિયંત્રિત આર્થિક પદ્ધતિ

(D) એકપણ નહીં

જવાબ : (A) મુક્ત અર્થતંત્ર

(27) …………..માં સમાજવાદી પદ્ધતિ પ્રવર્તે છે.

(A) રશિયા

(B) જાપાન

(C) ભારત

(D) એકપણ નહીં

જવાબ : (A) રશિયા

(28) ….……….માં સમાજવાદી પદ્ધતિ પ્રવર્તે છે.

(A) યૂ.એસ.એ.

(B) ભારત

(C) ચીન

(D) એકપણ નહીં

જવાબ : (C) ચીન

(29) ……………….એ બજાર પદ્ધતિથી વિરોધી છે.

(A) મિશ્ર આર્થિક પદ્ધતિ

(B) સમાજવાદી આર્થિક પદ્ધતિ

(C) નિયંત્રિત આર્થિક પદ્ધતિ

(D) એકપણ નહીં

જવાબ : (B) સમાજવાદી આર્થિક પદ્ધતિ

(30) સમાજવાદી આર્થિક પદ્ધતિમાં ઉત્પાદનનાં બધાં જ સાધનોની માલિકી………ની હોય છે.

(A) રાજ્ય

(B) સમાજ

(C) વ્યક્તિ

(D) એકપણ નહીં

જવાબ : (A) રાજ્ય

Std 10 Social Science Chapter 15 Mcq Gujarati (31 To 40)

(31) ……………..માં મિશ્ર આર્થિક પદ્ધતિ પ્રવર્તે છે.

(A) યૂ.એસ.એ.

(B) રશિયા

(C) ભારત

(D) એકપણ નહીં

જવાબ : (C) ભારત

(32) …………….માં મિશ્ર આર્થિક પદ્ધતિ પ્રવર્તે છે.

(A) જાપાન

(B) ફ્રાન્સ

(C) ચીન

(D) એકપણ નહીં

જવાબ : (B) ફ્રાન્સ

(33) સમાજવાદી પદ્ધતિમાં આવક અને…………….ની અસમાનતા દૂર થાય છે.

(A) શ્રમ

(B) સંપત્તિ

(C) શિક્ષણ

(D) એકપણ નહીં

જવાબ : (B) સંપત્તિ

(34) …………….ને નિયંત્રિત આર્થિક પદ્ધતિપણ કહે છે.

(A) મિશ્ર અર્થતંત્ર

(B) બજાર પદ્ધતિ

(C) સમાજવાદી પદ્ધતિ

(D) એકપણ નહીં

જવાબ : (A) મિશ્ર અર્થતંત્ર

(35) વિશ્વની મોટા ભાગની વસ્તી જીવન અસ્તિત્વ ટકાવી રાખવા……………કરતી જોવા મળે છે.

(A) બચત

(B) પરિશ્રમ

(C) સંઘર્ષ

(D) એકપણ નહીં

જવાબ : (C) સંઘર્ષ

(36) ……………….એ કોઈ પણ દેશની રાષ્ટ્રીય આવકમાં થતો સતત વધારો દર્શાવે છે.

(A) આર્થિક વિકાસ

(B) આર્થિક વૃદ્ધિ

(C) આયાત-નિકાસ

(D) એકપણ નહીં

જવાબ : (A) આર્થિક વિકાસ

(37) …………….રાષ્ટ્રોમાં વસ્તીવધારો વધુ જોવા મળે છે.

(A) વિકાસશીલ

(B) વિકસિત

(C) સમૃદ્ધ

(D) એકપણ નહીં

જવાબ : (A) વિકાસશીલ

(38) વિકાસશીલ રાષ્ટ્રોમાં આવક અને સંપત્તિનું કેન્દ્રીકરણ……………..લોકોમાં થયેલું જોવા મળે છે.

(A) ગરીબ

(B) પરિશ્રમી

(C) ધનિક

(D) એકપણ નહીં

જવાબ : (C) ધનિક

(39) ……………..એ ઉત્પાદનનું કુદરતી સાધન છે.

(A) શ્રમ

(B) જમીન

(C) મૂડી

(D) એકપણ નહીં

જવાબ : (B) જમીન

(40) ઉત્પાદનનાં સાધનો…………….છે.

(A) અમર્યાદિત

(B) મર્યાદિત

(C) અખૂટ

(D) એકપણ નહીં

જવાબ : (B) મર્યાદિત

Std 10 Social Science Chapter 15 Mcq Gujarati (41 To 50)

(41) ઉત્પાદનનાં સાધનોની ફાળવણીની મુખ્ય કેટલી પદ્ધતિઓ છે?

(A) બે

(B) ત્રણ

(C) ચાર

(D) એકપણ નહીં

જવાબ : (A) બે

(42) …………….માં આર્થિક નિર્ણયો ભાવતંત્રને આધારે લેવાય છે.

(A) સમાજવાદી પદ્ધતિ

(B) મિશ્ર અર્થતંત્ર

(C) બજાર પદ્ધતિ

(D) એકપણ નહીં

જવાબ : (C) બજાર પદ્ધતિ

(43) ………માં ઉત્પાદનનાં સાધનોનો મહત્તમ અને કાર્યક્ષમ ઉપયોગ થાય છે.

(A) બજાર પદ્ધતિ

(B) સમાજવાદી પદ્ધતિ

(C) મિશ્ર અર્થતંત્ર

(D) એકપણ નહીં

જવાબ : (A) બજાર પદ્ધતિ

(44) સમાજવાદી પદ્ધતિમાં સમગ્ર અર્થતંત્રનું સંચાલન……………..દ્વારા થાય છે.

(A) શ્રમિકો

(B) રાજ્ય

(C) સમાજ

(D) એકપણ નહીં

જવાબ : (B) રાજ્ય

(45) ………ના અર્થતંત્રમાં બધા જ આર્થિક નિર્ણયો રાજ્ય દ્વારા લેવામાં આવે છે.

(A) બજાર પદ્ધતિ

(B) મિશ્ર અર્થતંત્ર

(C) સમાજવાદી પદ્ધતિ

(D) એકપણ નહીં

જવાબ : (C) સમાજવાદી પદ્ધતિ

(46) …………..માં આવક અને સંપત્તિની અસમાનતા દૂર થાય છે.

(A) સમાજવાદી પદ્ધતિ

(B) બજાર પદ્ધતિ

(C) મિશ્ર અર્થતંત્ર

(D) એકપણ નહીં

જવાબ : (A) સમાજવાદી પદ્ધતિ

(47) …………….માં બજારો સંપૂર્ણ સ્વતંત્ર હોતાં નથી.

(A) બજાર પદ્ધતિ

(B) મિશ્ર અર્થતંત્ર

(C) સમાજવાદી પદ્ધતિ

(D) એકપણ નહીં

જવાબ : (B) મિશ્ર અર્થતંત્ર

(48) …………માં આર્થિક નિર્ણયોની પ્રક્રિયોમાં આર્થિક આયોજનને મુખ્ય સ્થાન આપવામાં આવે છે.

(A) મિશ્ર અથતંત્ર

(B) બજાર પદ્ધતિ

(C) સમાજવાદી પદ્ધતિ

(D) એકપણ નહીં

જવાબ : (A) મિશ્ર અથતંત્ર

(49) યંત્રો, ઓજારો અને મકાનો ઉત્પાદનનાં આ સાધનોનો…………..સાધનમાં સમાવેશ થાય છે.

(A) મૂડી

(B) શ્રમ

(C) જમીન         

(D) એકપણ નહીં

જવાબ : (A) મૂડી

(50) નીચે દર્શાવેલ વિભાગોમાંથી………….વિભાગનો સેવાક્ષેત્રમાં સમાવેશ થતો નથી.

(A) શિક્ષણ

(B) બૅન્કિંગ

(C) મત્સ્યઉદ્યોગ

(D) એકપણ નહીં

જવાબ : (B) બૅન્કિંગ

Std 10 Social Science Chapter 15 Mcq Gujarati (51 To 60)

(51) દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગતાં જે આંક મળે તે………

(A) સરેરાશ આવક

(B) માથાદીઠ આવક

(C) આર્થિક વૃદ્ધિ આવક

(D) નિરપેક્ષ આવક

જવાબ : (B) માથાદીઠ આવક

(52) આર્થિક વિકાસ કોને કહે છે?

(A) લોકોના જીવનધોરણમાં સુધારાને

(B) આવકમાં થતી વૃદ્ધિને

(C) મોંઘવારીના વધારાને

(D) નિકાસવૃદ્ધિને

જવાબ : (A) લોકોના જીવનધોરણમાં સુધારાને

(53) ઉત્પાદનમાં થતો વધારો અને વધારાનું પ્રમાણ દર્શાવે તેને……….

(A) ઔદ્યોગિક વૃદ્ધિ કહેવાય.

(B) આર્થિક વૃદ્ધિ કહેવાય.

(C) આર્થિક વિકાસ કહેવાય.

(D) રાષ્ટ્રીય વિકાસ કહેવાય.

જવાબ : (B) આર્થિક વૃદ્ધિ કહેવાય.

(54) ચીજવસ્તુઓ કે સેવાના વિનિમય દ્વારા આવક પ્રાપ્ત કરવાની અને ખર્ચ કરવાની પ્રવૃત્તિને કેવી પ્રવૃત્તિ કહે છે?

(A) વિનિમય પ્રવૃત્તિ

(B) વ્યાપાર પ્રવૃત્તિ

(C) આર્થિક પ્રવૃત્તિ

(D) બિનઆર્થિક પ્રવૃત્તિ

જવાબ : (C) આર્થિક પ્રવૃત્તિ

(55) વિકાસશીલ દેશોની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ કઈ છે?

(A) વાહનવ્યવહાર

(B) ઉદ્યોગો

(C) ખેતી

(D) વહાણવટાની સેવાઓ

જવાબ : (C) ખેતી

(56) વિકાસશીલ દેશોનું સામાજિક માળખું કેવું છે?

(A) વિકાસ માટે પ્રોત્સાહક

(B) પ્રગતિશીલ

(C) રૂઢિચુસ્ત

(D) વૈભવી

જવાબ : (C) રૂઢિચુસ્ત

(57) વિકાસશીલ દેશોમાં અર્થતંત્રનું કયું સ્વરૂપ પ્રવર્તે છે?

(A) વિકાસ વિરોધી

(B) વિકાસશીલ

(C) રૂઢિચુસ્ત

(D) દ્વિમુખી

જવાબ : (D) દ્વિમુખી

(58) વિશ્વ બૅન્કના 2004ના અહેવાલ મુજબ માથાદીઠ આવક કેટલા ડૉલરથી ઓછી હોય, તો તે વિકાસશીલ દેશ કહેવાય?

(A) 480 $

(B) 520 $

(C) 735 $

(D) 250 $

જવાબ : (C) 735 $

(59) આર્થિક રીતે ભારત કેવો દેશ છે?

(A) વિકસિત

(B) પછાત

(C) વિકાસશીલ

(D) ગરીબ

જવાબ : (C) વિકાસશીલ

(60) વિકાસશીલ દેશોમાં કયા ક્ષેત્રનું પ્રભુત્વ હોય છે?

(A) વ્યાપાર ક્ષેત્રનું

(B) પ્રાથમિક ક્ષેત્રનું

(C) સેવાક્ષેત્રનું

(D) માધ્યમિક ક્ષેત્રનું

જવાબ : (B) પ્રાથમિક ક્ષેત્રનું

Std 10 Social Science Chapter 15 Mcq Gujarati (61 To 70)

(61) નીચેનામાંથી કઈ આર્થિક પ્રવૃત્તિ પ્રાથમિક ક્ષેત્રની પ્રવૃત્તિ છે?

(A) માર્ગ-પરિવહન

(B) ખેતી

(C) યંત્રોદ્યોગો

(D) આરોગ્ય

જવાબ : (B) ખેતી

(62) નીચેનામાંથી કઈ આર્થિક પ્રવૃત્તિ માધ્યમિક ક્ષેત્રની પ્રવૃત્તિ છે?

(A) અણુશસ્ત્રોનું ઉત્પાદન

(B) બૅન્કિંગ કામગીરી

(C) મત્સ્યોદ્યોગ

(D) પશુપાલન

જવાબ : (A) અણુશસ્ત્રોનું ઉત્પાદન

(63) નીચેનામાંથી કઈ આર્થિક પ્રવૃત્તિ સેવાક્ષેત્રની પ્રવૃત્તિ છે?

(A) શિક્ષણ

(B) કારખાનાં

(C) વનસંવર્ધન

(D) વીજળી

જવાબ : (A) શિક્ષણ

(64) પશુપાલન વ્યવસાયનો સમાવેશ અર્થતંત્રના કયા વિભાગમાં કરવામાં આવે છે?

(A) માધ્યમિક

(B) પ્રાથમિક

(C) સેવાક્ષેત્ર

(D) આપેલ પૈકી એક પણ નહિ

જવાબ : (B) પ્રાથમિક

(65) ઉત્પાદનનું સજીવ સાધન કયું છે?

(A) શ્રમ

(B) જમીન

(C) ટ્રેકટર

(D) મૂડી

જવાબ : (A) શ્રમ

(66) જમીન, મૂડી, શ્રમ અને નિયોજન શક્તિ શાનાં મહત્ત્વનાં સાધનો છે?

(A) વિકાસનાં

(B) ઉત્પાદનનાં

(C) ઔદ્યોગિક વિકાસનાં

(D) રાષ્ટ્રીય સંપત્તિનાં

જવાબ : (B) ઉત્પાદનનાં

(67) ઉત્પાદનની પ્રક્રિયામાં જમીન, મૂડી અને શ્રમને યોજનાપૂર્વક જોડનારને શું કહેવાય?

(A) નિયોજક

(B) ઉદ્યોગપતિ

(C) જમીનદાર

(D) શ્રમિક

જવાબ : (A) નિયોજક

(68) બજાર પદ્ધતિને કઈ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે?

(A) સામ્યવાદી પદ્ધતિ

(B) મૂડીવાદી પદ્ધતિ

(C) મિશ્ર પદ્ધતિ

(D) સમાજવાદી પદ્ધતિ

જવાબ : (B) મૂડીવાદી પદ્ધતિ

(69) કઈ પદ્ધતિમાં નાણું અને ભાવતંત્ર સર્વોપરી હોય છે?

(A) બજાર પદ્ધતિમાં

(B) સામ્યવાદી અર્થતંત્રમાં

(C) મિશ્ર અર્થતંત્રમાં

(D) સમાજવાદી પદ્ધતિમાં

જવાબ : (A) બજાર પદ્ધતિમાં

(70) કઈ પદ્ધતિને મુક્ત અર્થતંત્ર કહે છે?

(A) સમાજવાદી પદ્ધતિને

(B) મિશ્ર અર્થતંત્રને

(C) બજાર પદ્ધતિને

(D) આપેલ પૈકી એક પણ નહિ

જવાબ : (C) બજાર પદ્ધતિને

Std 10 Social Science Chapter 15 Mcq Gujarati (71 To 75)

(71) ભારતનું અર્થતંત્ર કેવા પ્રકારનું છે?

(A) મિશ્ર

(B) મૂડીવાદી

(C) પારંપરિક

(D) સમાજવાદી

જવાબ : (A) મિશ્ર

(72) નીચેના પૈકી કયા દેશમાં મિશ્ર અર્થતંત્ર પ્રવર્તે છે?

(A) ચીન

(B) યૂ.એસ.એ.

(C) ભારત

(D) યુગોસ્લાવિયા

જવાબ : (C) ભારત

(73) કઈ આર્થિક પદ્ધતિને મૂડીવાદી પદ્ધતિતરીકે પણ ઓળખવામાં આવે છે?

(A) મિશ્ર અર્થતંત્રને

(B) સામ્રાજ્યવાદી પદ્ધતિને

(C) બજાર પદ્ધતિને

(D) આપેલ પૈકી એક પણ નહિ

જવાબ : (C) બજાર પદ્ધતિને

(74) માનવીની જરૂરિયાતો કેવી છે?

(A) અમર્યાદિત

(B) મર્યાદિત

(C) અખંડિત

(D) અંકુશિત

જવાબ : (A) અમર્યાદિત

(75) દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગતાં જે આંક મળે તે………

(A) સરેરાશ આવક

(B) માથાદીઠ આવક

(C) આર્થિક વૃદ્ધિ આવક

(D) નિરપેક્ષ આવક

જવાબ : (B) માથાદીઠ આવક

Also Read :

ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પાઠ 16 MCQ

ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પાઠ 14 MCQ

ધોરણ 10 સામાજિક વિજ્ઞાન MCQ
ધોરણ 9 સામાજિક વિજ્ઞાન MCQ
ધોરણ 8 સામાજિક વિજ્ઞાન MCQ
Std 10 Social Science Chapter 15 Mcq Gujarati
error: Content is protected !!
Scroll to Top