Std 10 Social Science Chapter 10 Mcq Gujarati (ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પાઠ 10 MCQ)

Std 10 Social Science Chapter 10 Mcq Gujarati
Std 10 Social Science Chapter 10 Mcq Gujarati

Std 10 Social Science Chapter 10 Mcq Gujarati, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન MCQ, Class 10 Social Science Chapter 10 MCQ Gujarati, Std 10 Social Science MCQ Gujarati, MCQ Questions for Class 10 Social Science PDF.

નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પાઠ 10 નાં MCQ પ્રશ્નો અને જવાબો વાંચી શકશો. તમારા અભ્યાસમાં આ MCQ પ્રશ્નો ઉપયોગી થશે.

ધોરણ :10
વિષય :સામાજિક વિજ્ઞાન
પ્રકરણ : 10ભારત : કૃષિ
MCQ :103
Std 10 Social Science Chapter 10 Mcq Gujarati

Std 10 Social Science Chapter 10 Mcq Gujarati (1 To 10)

(1) ભારતની અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર…………..છે.

(A) વ્યાપાર

(B) પશુપાલન

(C) કૃષિ

(D) એકપણ નહીં

જવાબ : (C) કૃષિ

(2) ભારતની શ્રમશક્તિના લગભગ…………..% લોકો ખેતીકામમાં જોડાયેલ છે.

(A) 72

(B) 60

(C) 48

(D) 65

જવાબ : (B) 60

(૩) ભારતના રાષ્ટ્રીય ઉત્પાદનમાં કૃષિનો લગભગ……………..% જેટલો હિસ્સો છે.

(A) 22

(B) 52

(C) 35

(D) 25

જવાબ : (A) 22

(4) ભારતની નિકાસમાં ખેતી-પાકો અને ખેતપેદાશોનો લગભગ……………..% જેટલો હિસ્સો છે.

(A) 24

(B) 12

(C) 18

(D) 20

જવાબ : (C) 18

(5) જીવનનિર્વાહ ખેતીને…………ખેતી પણ કહે છે.

(A) આર્દ્ર

(B) આત્મનિર્વાહ

(C) સ્થળાંતરિત

(D) એકપણ નહીં

જવાબ : (B) આત્મનિર્વાહ

(6) જમીનમાં સંગ્રહાયેલા ભેજના આધારે એક જ પાક લેવામાં આવે છે તેને………….ખેતી પણ કહે છે.

(A) સુકી

(B) સ્થળાંતરિત

(C) જીવનનિર્વાહ

(D) એકપણ નહીં

જવાબ : (A) સુકી

(7) સ્થળાંતરિત ખેતીને…………..ખેતી પણ કહે છે.

(A) ઝૂમ

(B) જીવનનિર્વાહ

(C) આત્મનિર્ભર

(D) એકપણ નહીં

જવાબ : (A) ઝૂમ

(8).…………….ખેતીમાં હેક્ટરદીઠ ઉત્પાદન ઓછું થાય છે.

(A) સઘન

(B) આર્દ્ર

(C) ઝૂમ

(D) એકપણ નહીં

જવાબ : (C) ઝૂમ

(9) …………………..ખેતીમાં વધુ મૂડીરોકાણ, કુશળતા, યંત્રો, ખાતર, સિંચાઈ, પરિરક્ષણ, સંગ્રહણ અને પરિવહનની પૂરતી સુવિધા હોવી જરૂરી છે.

(A) ટકાઉ

(B) આર્દ્ર

(C) બાગાયતી

(D) એકપણ નહીં

જવાબ : (C) બાગાયતી

(10) ……………….ખેતીમાં રોકડિયા પાકોનું વાવેતર વધારે કરાય છે.

(A) સઘન

(B) આર્દ્ર

(C) મિશ્ર

(D) એકપણ નહીં

જવાબ : (A) સઘન

Std 10 Social Science Chapter 10 Mcq Gujarati (11 To 20)

(11) ………………ખેતીમાં હેક્ટરદીઠ ઉત્પાદન વધારે થાય છે.

(A) જીવનનિર્વાહ

(B) આર્દ્ર

(C) સઘન

(D) એકપણ નહીં

જવાબ : (C) સઘન

(12) …..……….ખેતીમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ કરવામાં આવતો નથી.

(A) સજીવ

(B) મિશ્ર

(C) બાગાયતી

(D) એકપણ નહીં

જવાબ : (A) સજીવ

Also Read :

ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પાઠ 9 MCQ

ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પાઠ 8 MCQ

(13) ……………..ખેતીની પેદાશોમાં કુદરતી સ્વાદ, મીઠાશ અને સોડમ હોય છે.

(A) બાગાયતી

(B) સઘન

(C) સજીવ

(D) એકપણ નહીં

જવાબ : (C) સજીવ

(14) સજીવ ખેતીને……………..ખેતી પણ કહે છે.

(A) સઘન

(B) જૈવિક

(C) બાગાયતી

(D) એકપણ નહીં

જવાબ : (B) જૈવિક

(15) ………………ખેતીની પેદાશો પોષણયુક્ત હોય છે.

(A) સજીવ

(B) જીવનનિર્વાહ

(C) આર્દ્ર

(D) એકપણ નહીં

જવાબ : (A) સજીવ

(16) ………………ખેતીમાં ખેતીની સાથે સાથે પશુપાલન, મરઘાં-બતકાં ઉછેર, મધમાખીઉછેર જેવી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે.

(A) સજીવ

(B) મિશ્ર

(C) સઘન

(D) એકપણ નહીં

જવાબ : (B) મિશ્ર

(17) ચોમાસાના પાકને……………પાક પણ કહે છે.

(A) જાયદ

(B) રવી

(C) ખરીફ

(D) એકપણ નહીં

જવાબ : (C) ખરીફ

(18) શિયાળુ પાકને……………..પાક પણ કહે છે.

(A) રવી

(B) ખરીફ

(C) જાયદ

(D) એકપણ નહીં

જવાબ : (A) રવી

(19) ઉનાળુ પાકને……………પાક પણ કહે છે.

(A) ખરીફ

(B) જાયદ

(C) રવી

(D) એકપણ નહીં

જવાબ : (B) જાયદ

(20) …………..એ ખરીફ અને જાયદ પાક બંને છે.

(A) ચણા

(B) ઘઉં

(C) ડાંગર

(D) એકપણ નહીં

જવાબ : (C) ડાંગર

Std 10 Social Science Chapter 10 Mcq Gujarati (21 To 30)

(21) ઘઉં અને ચણા એ……………પાકો છે.

(A) ખરીફ

(B) જાયદ

(C) ૨વી

(D) એકપણ નહીં

જવાબ : (C) ૨વી

(22) ભારતમાં કુલ વાવેતર વિસ્તારના લગભગ………………% વિસ્તારમાં ધાન્ય પાકોની ખેતી થાય છે.

(A) 60

(B) 75

(C) 80

(D) 65

જવાબ : (B) 75

(23) ડાંગરના ઉત્પાદનમાં વિશ્વમાં ભારત……………..ક્રમે છે.

(A) પહેલા

(B) ત્રીજા

(C) બીજા

(D) એકપણ નહીં

જવાબ : (C) બીજા

(24) ડાંગર એ………………..કટિબંધીય પાક છે.

(A) ઉષ્ણ

(B) સમશીતોષ્ણ

(C) ઉષ્ણ અને સમશીતોષ્ણ

(D) એકપણ નહીં

જવાબ : (A) ઉષ્ણ

(25) ઘઉં એ………………….કટિબંધીય પાક છે.

(A) ઉષ્ણ

(B) શીત

(C) સમશીતોષ્ણ

(D) એકપણ નહીં

જવાબ : (C) સમશીતોષ્ણ

(26) હરિયાળી ક્રાંતિ પછી………………..નું ઉત્પાદન બમણું થયું છે.

(A) ડાંગર

(B) ઘઉં

(C) ચા

(D) એકપણ નહીં

જવાબ : (B) ઘઉં

(27) ………….ને ‘ઘઉંનો કોઠારકહે છે.

(A) પંજાબ

(B) ઉત્તર પ્રદેશ

(C) ગુજરાત

(D) એકપણ નહીં

જવાબ : (A) પંજાબ

(28) ……………….અનાજનો રાજા ગણાય છે

(A) મકાઈ

(B) ડાંગર

(C) ઘઉં

(D) એકપણ નહીં

જવાબ : (C) ઘઉં

(29) ……………ના લોટમાંથી રોટલી, ભાખરી, લાડુ, શીરો, કેક, બિસ્કિટ વગેરે વાનગીઓ બને છે.

(A) ઘઉં

(B) જુવાર

(C) મકાઈ

(D) એકપણ નહીં

જવાબ : (A) ઘઉં

(30) ………………એ ખરીફ અને રવી પાક છે.

(A) ઘઉં

(B) મગફળી

(C) જુવાર

(D) એકપણ નહીં

જવાબ : (C) જુવાર

Std 10 Social Science Chapter 10 Mcq Gujarati (31 To 40)

(31) ……………..એ શ્રમજીવીઓનું ધાન્ય ગણાય છે.

(A) જુવાર

(B) ઘઉં

(C) બાજરી

(D) એકપણ નહીં

જવાબ : (C) બાજરી

(32) ગુજરાતમાં બાજરીના વાવેતરમાં…………………જિલ્લો મોખરે છે.

(A) બનાસકાંઠા

(B) સાબરકાંઠા

(C) સુરત

(D) એકપણ નહીં

જવાબ : (A) બનાસકાંઠા

(33) …………………એ ધાન્ય ખરીફ પાક છે.

(A) ચણા

(B) ઘઉં

(C) મકાઈ

(D) એકપણ નહીં

જવાબ : (C) મકાઈ

(34) …………….નો ઔદ્યોગિક પેદાશમાં ઉપયોગ વધી રહ્યો છે.

(A) મકાઈ

(B) ઘઉં

(C) જુવાર

(D) એકપણ નહીં

જવાબ : (A) મકાઈ

(35) શાકાહારી લોકો માટે………………..એ પ્રોટીનનો મુખ્ય સ્રોત છે.

(A) જુવાર

(B) મકાઈ

(C) કઠોળ

(D) એકપણ નહીં

જવાબ : (C) કઠોળ

(36) તુવેર, અડદ, મગ, મઠ વગેરે કઠોળ………………પાકો છે.

(A) ખરીફ

(B) રવી

(C) જાયદ

(D) એકપણ નહીં

જવાબ : (A) ખરીફ

(37) ચણા, વટાણા અને મસૂર………………પાકો છે.

(A) જાયદ

(B) રવી

(C) ખરીફ

(D) એકપણ નહીં

જવાબ : (B) રવી

(38) ગુજરાતમાં તુવેરનું સૌથી વધુ વાવેતર………………જિલ્લામાં થાય છે.

(A) વડોદરા

(B) પાટણ

(C) કચ્છ

(D) એકપણ નહીં

જવાબ : (A) વડોદરા

(39) ગુજરાતમાં મગ અને મઠનું સૌથી વધુ વાવેતર……………. જિલ્લામાં થાય છે.

(A) મહેસાણા

(B) કચ્છ

(C) પાટણ

(D) એકપણ નહીં

જવાબ : (B) કચ્છ

(40) ગુજરાતમાં અડદનું સૌથી વધુ વાવેતર……………….જિલ્લામાં થાય છે.

(A) પાટણ

(B) મહેસાણા

(C) સુરેન્દ્રનગર

(D) એકપણ નહીં

જવાબ : (A) પાટણ

Std 10 Social Science Chapter 10 Mcq Gujarati (41 To 50)

(41) ……………..એ તેલીબિયાં પાકોમાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે.

(A) તલ

(B) સરસવ

(C) મગફળી

(D) એકપણ નહીં

જવાબ : (C) મગફળી

(42) મગફળીના ઉત્પાદનમાં વિશ્વમાં ભારતનો ક્રમ…………….છે.

(A) ત્રીજો

(B) બીજો

(C) પહેલો

(D) એકપણ નહીં

જવાબ : (B) બીજો

(43) ભારતમાં મગફળીના કુલ ઉત્પાદનમાં ગુજરાત રાજ્ય……………ક્રમે છે.

(A) પ્રથમ

(B) બીજા

(C) ત્રીજા

(D) એકપણ નહીં

જવાબ : (A) પ્રથમ

(44) બધાં તેલીબિયાંમાં………………..સૌથી વધારે તેલનું પ્રમાણ ધરાવે છે.

(A) મગફળી

(B) સરસવ

(C) તલ

(D) એકપણ નહીં

જવાબ : (C) તલ

(45) ગુજરાતમાં તલનું સૌથી વધુ વાવેતર……………જિલ્લામાં થાય છે.

(A) જૂનાગઢ

(B) બનાસકાંઠા

(C) ભાવનગર

(D) એકપણ નહીં

જવાબ : (B) બનાસકાંઠા

(46) વિશ્વમાં ભારત……………….ની સૌથી વધુ નિકાસ કરે છે.

(A) એરંડા

(B) તલ

(C) મગફળી

(D) એકપણ નહીં

જવાબ : (B) તલ

(47) સરસવ એ……………..પાક છે.

(A) જાયદ

(B) ખરીફ

(C) રવી

(D) એકપણ નહીં

જવાબ : (C) રવી

(48) એરંડાના વૈશ્વિક ઉત્પાદનમાં ભારત……… % ના હિસ્સા સાથે મોટો ઉત્પાદક દેશ છે.

(A) 64

(B) 52

(C) 72

(D) 60

જવાબ : (A) 64

(49) ભારતમાં એરંડાના કુલ ઉત્પાદનના લગભગ……………..% ઉત્પાદન ગુજરાતમાં થાય છે.

(A) 80

(B) 70

(C) 90

(D) 85

જવાબ : (A) 80

(50) ચા એ……………..કટિબંધીય પાક છે.

(A) ઉષ્ણ

(B) સમશીતોષ્ણ

(C) ઉષ્ણ અને સમશીતોષ્ણ

(D) એકપણ નહીં

જવાબ : (C) ઉષ્ણ અને સમશીતોષ્ણ

Std 10 Social Science Chapter 10 Mcq Gujarati (51 To 60)

(51) ચાના ઉત્પાદનમાં વિશ્વમાં ભારતનું સ્થાન…………… છે.

(A) પહેલું

(B) બીજું

(C) ત્રીજું

(D) એકપણ નહીં

જવાબ : (B) બીજું

(52) ભારતમાં……………….નો કૂર્ગ પ્રદેશ કૉફીના વધુ ઉત્પાદન માટે જાણીતો છે.

(A) કર્ણાટક

(B) આંધ્ર પ્રદેશ

(C) તેલંગણા

(D) એકપણ નહીં

જવાબ : (A) કર્ણાટક

(53) ચૉકલેટ………………….માંથી બને છે.

(A) ચા

(B) તલ

(C) કોકો

(D) એકપણ નહીં

જવાબ : (C) કોકો

(54) કપાસ…………….પાક છે.

(A) જાયદ

(B) ખરીફ

(C) રવી

(D) એકપણ નહીં

જવાબ : (B) ખરીફ

(55) રૂ ………………માં ‘સફેદ સોના’ તરીકે ઓળખાય છે.

(A) ચીન

(B) ભારત

(C) પાકિસ્તાન

(D) એકપણ નહીં

જવાબ : (B) ભારત

(56) કપાસનો વિસ્તાર, ઉત્પાદકતા, કુલ ઉત્પાદન અને ગુણવત્તામાં ભારતમાં ગુજરાત…………….ક્રમે છે.

(A) બીજા

(B) ત્રીજા

(C) પ્રથમ

(D) એકપણ નહીં

જવાબ : (C) પ્રથમ

(57) વિશ્વમાં ભારત કપાસના ઉત્પાદન, વપરાશ અને નિકાસમાં………………..ક્રમે છે.

(A) પહેલા

(B) બીજા

(C) ત્રીજા

(D) એકપણ નહીં

જવાબ : (B) બીજા

(58) વિશ્વમાં વાવેતરની દૃષ્ટિએ શેરડીનું સૌથી વધુ વાવેતર……………..માં થાય છે.

(A) બ્રાઝિલ

(B) ચીન

(C) ભારત

(D) એકપણ નહીં

જવાબ : (C) ભારત

(59) ભારતમાં શેરડીના વધુ વાવેતરમાં……………..રાજ્ય મોખરે છે.

(A) ઉત્તર પ્રદેશ

(B) મહારાષ્ટ્ર

(C) ગુજરાત

(D) એકપણ નહીં

જવાબ : (A) ઉત્તર પ્રદેશ

(60) ભારતમાં ખાંડના વધુ ઉત્પાદનમાં…………………રાજ્ય મોખરે છે.

(A) બિહાર

(B) મહારાષ્ટ્ર

(C) ઉત્તર પ્રદેશ

(D) એકપણ નહીં

જવાબ : (B) મહારાષ્ટ્ર

Std 10 Social Science Chapter 10 Mcq Gujarati (61 To 70)

(61) હાલમાં શણના ઉત્પાદનમાં વિશ્વમાં ભારત……………….ક્રમે છે.

(A) પ્રથમ

(B) દ્વિતીય

(C) તૃતીય

(D) એકપણ નહીં

જવાબ : (A) પ્રથમ

(62) .….………ના રેસાને ‘ગોલ્ડન ફાઇબરકહેવામાં આવે છે.

(A) શણ

(B) શેરડી

(C) રબર

(D) એકપણ નહીં

જવાબ : (A) શણ

(63) તમાકુ………………..પાક છે.

(A) ખરીફ

(B) જાયદ

(C) રવી

(D) એકપણ નહીં

જવાબ : (A) ખરીફ

(64) ………………..કુળના રબરના વૃક્ષમાંથી ઝરતા દૂધ(ક્ષીર)માંથી રબર તૈયાર થાય છે.

(A) વેટેક્ષ

(B) રેટેક્ષ

(C) લેટેક્ષ

(D) એકપણ નહીં

જવાબ : (C) લેટેક્ષ

(65) રબરના ઉત્પાદનમાં વિશ્વમાં………………પ્રથમ ક્રમે છે.

(A) બ્રાઝિલ

(B) મલેશિયા

(C) ભારત

(D) એકપણ નહીં

જવાબ : (B) મલેશિયા

(66) જીરું, વરિયાળી અને ઇસબગૂલના ઉત્પાદનમાં વિશ્વમાં……………….પ્રથમ ક્રમે છે.

(A) ગુજરાત

(B) પંજાબ

(C) મધ્ય પ્રદેશ

(D) એકપણ નહીં

જવાબ : (A) ગુજરાત

(67) વિશ્વના મસાલાના કુલ ઉત્પાદનમાં ભારતનો હિસ્સો લગભગ……………..% જેટલો છે.

(A) 55

(B) 65

(C) 35

(D) 40

જવાબ : (C) 35

(68) વિશ્વમાં ફળોના ઉત્પાદનમાં ભારતનો ક્રમ…………………..છે.

(A) પહેલો

(B) બીજો

(C) ત્રીજો

(D) એકપણ નહીં

જવાબ : (B) બીજો

(69) સરકારે દરેક…………….મથકે ખેડૂત તાલીમકેન્દ્રની સ્થાપના કરી છે.

(A) જિલ્લા

(B) તાલુકા

(C) ગ્રામ્ય

(D) એકપણ નહીં

જવાબ : (A) જિલ્લા

(70) ભારતનું કૃષિક્ષેત્ર દેશના કુલ ઘરેલું પેદાશ(GDP)નો લગભગ…………….% હિસ્સો ધરાવે છે.

(A) 12

(B) 27

(C) 17

(D) 20

જવાબ : (C) 17

Std 10 Social Science Chapter 10 Mcq Gujarati (71 To 80)

(71) રોજિંદા ખોરાકમાં વપરાતા બધા પ્રકારના અનાજમાં…………..શ્રેષ્ઠ છે.

(A) ઘઉં

(B) ડાંગર

(C) બાજરી

(D) એકપણ નહીં

જવાબ : (A) ઘઉં

(72) ……………..લીલા પશુચારા તરીકે વધુ વપરાય છે.

(A) બાજરી

(B) જુવાર

(C) મકાઈ

(D) એકપણ નહીં

જવાબ : (B) જુવાર

(73) ભારતમાં ખેતીક્ષેત્રે પૂરતો વિકાસ થઈ શક્યો નથી. આ માટેનાં પરિબળોમાં કયું એક પરિબળ સાચું નથી?

(A) વરસાદનું વધુ પ્રમાણ

(B) સિંચાઈની અપૂરતી સગવડો

(C) નાના કદનાં ખેતરો

(D) વધારે વસ્તી

જવાબ : (A) વરસાદનું વધુ પ્રમાણ

(74) કઈ ખેતીને ‘ઝૂમ ખેતીપણ કહે છે?

(A) જીવનનિર્વાહ ખેતીને

(B) સૂકી ખેતીને

(C) સ્થળાંતરિત ખેતીને

(D) સજીવ ખેતીને

જવાબ : (C) સ્થળાંતરિત ખેતીને

(75) કઈ ખેતીમાં રોકડિયા પાકોનું વાવેતર વધારે કરવામાં આવે છે?

(A) સ્થળાંતરિત ખેતીમાં

(B) સજીવ ખેતીમાં

(C) આર્દ્ર ખેતીમાં

(D) સધન ખેતીમાં

જવાબ : (D) સધન ખેતીમાં

(76) નીચેનાંમાંથી કયું કઠોળ રવી (શિયાળુ) પાક છે?

(A) અડદ

(B) મગ

(C) ચણા

(D) મઠ

જવાબ : (C) ચણા

(77) ભારતમાં અનાજનો સૌથી વધુ મહત્ત્વનો પાક કયો છે?

(A) ઘઉં

(B) જુવાર

(C) બાજરી

(D) ડાંગર

જવાબ : (D) ડાંગર

(78) ભારતના કયા રાજ્યને ‘ઘઉંનો કોઠારકહેવામાં આવે છે?

(A) ગુજરાત

(B) મહારાષ્ટ્ર

(C) પંજાબ

(D) બિહાર

જવાબ : (C) પંજાબ

(79) દેશમાં હરિયાળી ક્રાંતિ પછી કયા પાકનું ઉત્પાદન બમણું થયું છે?

(A) મગફળીનું

(B) એરંડાનું

(C) શેરડીનું

(D) ઘઉંનું

જવાબ : (D) ઘઉંનું

(80) ક્યું ધાન્ય ‘અનાજનો રાજાગણાય છે?

(A) ડાંગર

(B) મકાઈ

(C) ઘઉં

(D) જુવાર

જવાબ : (C) ઘઉં

Std 10 Social Science Chapter 10 Mcq Gujarati (81 To 90)

(81) કઠોળના પાક દ્વારા જમીનમાં પુનઃસ્થાપન શાનું થાય છે?

(A) પોટાશનું

(B) યૂરિયાનું

(C) નાઇટ્રોજનનું

(D) ફૉસ્ફરસનું

જવાબ : (C) નાઇટ્રોજનનું

(82) મગફળીનું ઉત્પાદન કયા રાજ્યમાં સૌથી વધુ થાય છે?

(A) કેરલ

(B) તમિલનાડુ

(C) મધ્ય પ્રદેશ

(D) ગુજરાત

જવાબ : (D) ગુજરાત

(83) કર્ણાટકનો કયો વિસ્તાર કૉફીના વધુ ઉત્પાદન માટે જાણીતો છે?

(A) કૂર્ગ

(B) ધારવાડ

(C) બેલગામ

(D) ચિત્રદુર્ગ

જવાબ : (A) કૂર્ગ

(84) ભારતમાં કર્યો પાક ‘સફેદ સોનાતરીકે ઓળખાય છે?

(A) તમાકુ

(B) મગફળી

(C) જુવાર

(D) રૂ

જવાબ : (D) રૂ

(85) કયા પાકને હિમથી નુકસાન થાય છે?

(A) કપાસ

(B) ચણા

(C) શેરડી

(D) ડાંગર

જવાબ : (A) કપાસ

(86) ભારતમાં કયા પાકને ગોલ્ડન ફાઇબર’ કહે છે?

(A) શણ

(B) કપાસ

(C) રબર

(D) તમાકુ

જવાબ : (A) શણ

(87) રેતાળ ગોરાડુ જમીન, 20 °સે જેટલું તાપમાન અને 100 સેમી જેટલો વરસાદ તેમજ આબોહવા કરતાં જમીન વધુ નિર્ણાયક પરિબળ – આ કયા પાક માટે અનુકૂળ છે?

(A) કપાસ

(B) ઘઉં

(C) બાજરી

(D) તમાકુ

જવાબ : (D) તમાકુ

(88) નીચેનામાંથી કઈ ખેતીમાં હેક્ટરદીઠ ઉત્પાદન ઓછું હોય છે?

(A) બાગાયતી ખેતીમાં

(B) ઝૂમ ખેતીમાં

(C) સઘન ખેતીમાં

(D) આર્દ્ર ખેતીમાં

જવાબ : (B) ઝૂમ ખેતીમાં

(89) નીચેનામાંથી કઈ ખેતીમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ કરાતો નથી?

(A) સજીવ ખેતીમાં

(B) મિશ્ર ખેતીમાં

(C) બાગાયતી ખેતીમાં

(D) ટકાઉ ખેતીમાં

જવાબ : (A) સજીવ ખેતીમાં

(90) નીચેનામાંથી કયા મસાલા પાકમાં ગુજરાત પ્રથમ ઉત્પાદક રાજ્ય છે.

(A) ઈસબગૂલ

(B) મેથી

(C) સરસવ

(D) ધાણા

જવાબ : (A) ઈસબગૂલ

Std 10 Social Science Chapter 10 Mcq Gujarati (91 To 103)

(91) નીચેના પૈકી કયો પાક ઔષધીય પાક છે?

(A) ઇસબગૂલ

(B) અજમો

(C) વરિયાળી

(D) અશ્વગંધા

જવાબ : (D) અશ્વગંધા

(92) નીચેના પૈકી કયો પાક સુગંધિત પાક છે?

(A) ગળો

(B) ફુદીનો

(C) ગરમર

(D) અશોક

જવાબ : (B) ફુદીનો

(93) હિમાચલ પ્રદેશ, જમ્મુ-કશ્મીર અને લદાખમાં કયું ફળ વિશેષ થાય છે?

(A) સફરજન

(B) કેળાં

(C) દ્રાક્ષ

(D) સંતરાં

જવાબ : (A) સફરજન

(94) ચૉકલેટ શામાંથી બને છે?

(A) તલમાંથી

(B) કોકોમાંથી

(C) રબરમાંથી

(D) ચામાંથી

જવાબ : (B) કોકોમાંથી

(95) ગુજરાતમાં કયા સ્થળે ‘સરદાર પટેલ કૃષિ યુનિવર્સિટીઆવેલી છે?

(A) દાંતીવાડા

(B) વડોદરા

(C) આણંદ

(D) જૂનાગઢ

જવાબ : (A) દાંતીવાડા

(96) કૉફીના ઉત્પાદન માટે નકશામાં દર્શાવેલો કયો પ્રદેશ જાણીતો છે?

Std 10 Social Science Chapter 10 Mcq Gujarati
Std 10 Social Science Chapter 10 Mcq Gujarati

(A) કાનમ

(B) ચરોતર

(C) કૂર્ગ

(D) કોલાર

જવાબ : (C) કૂર્ગ

(97) નીચેનાંમાંથી કયું જોડકું ખોટું છે?

(A) જુવાર, બાજરી – શુષ્ક ખેતી

(B) ચા, કૉફી – જીવનનિર્વાહ ખેતી

(C) ડાંગર, શેરડી – આર્દ્ર (ભીની) ખેતી

(D) રબર, કોકો – બાગાયતી ખેતી

જવાબ : (B) ચા, કૉફી – જીવનનિર્વાહ ખેતી

(98) ભારતમાં હેક્ટરદીઠ ખેતી-પાકોનું ઉત્પાદન ઓછું થાય છે. તેમાં એક કારણ સાચું નથી.

(A) સામાજિક કારણો, નાનાં ખેતરો, ખેતીલાયક જમીન ઓછી

(B) સિંચાઈની અપૂરતી સગવડો

(C) વૈજ્ઞાનિક અભિગમનો અભાવ

(D) શિક્ષિત ખેડૂતો

જવાબ : (D) શિક્ષિત ખેડૂતો

(99) કૌસમાં આપેલા પાકોને રવી પાક અને ખરીફ પાકોમાં વિભાજિત કર્યા છે. આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.

(મગ, મસૂર, ચણા, અડદ)

(A) રવી પાક – અડદ અને મગ, ખરીફ પાક – મસૂર અને ચણા

(B) રવી પાક – અડદ અને ચણા, ખરીફ પાક – મગ અને મસૂર

(C) ખરીફ પાક – મગ અને ચણા, રવી પાક – અડદ અને મસૂર

(D) ખરીફ પાક – અડદ અને મગ, રવી પાક – મસૂર અને ચણા

જવાબ : (D) ખરીફ પાક – અડદ અને મગ, રવી પાક – મસૂર અને ચણા

(100) હરિયાળી ક્રાંતિનો શો અર્થ થાય છે?

(A) પશુપાલનનો વિકાસ કરી દૂધ-ઉત્પાદન વધારવું.

(B) વધુ વૃક્ષો વાવી વનવિસ્તારમાં વધારો કરવો.

(C) ઔષિધ તરીકે ઉપયોગમાં લેવાય તેવી વનસ્પતિની ખેતી કરવી.

(D) સંસ્થાગત સુધારા, સંકરણ બિયારણ, સિંચાઈ સુવિધા વગેરેના પરિણામે કૃષિ-ઉત્પાદનોમાં વધારો થવો.

જવાબ : (D) સંસ્થાગત સુધારા, સંકરણ બિયારણ, સિંચાઈ સુવિધા વગેરેના પરિણામે કૃષિ-ઉત્પાદનોમાં વધારો થવો.

(101) કયો પાક ઉત્તર ભારતમાં ખરીફ પાક તરીકે અને દક્ષિણ ભારતમાં રવી પાક તરીકે ઉગાડવામાં આવે છે?

(A) એરંડા

(B) તલ

(C) સરસવ

(D) મગફળી

જવાબ : (B) તલ

(102) ચા અને કૉફી બંને પાકો કયાં રાજ્યોમાં થાય છે?

(A) અસમ અને મહારાષ્ટ્રમાં

(B) પશ્ચિમ બંગાળ અને કેરલમાં

(C) તમિલનાડુ અને કર્ણાટકમાં

(D) ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશમાં

જવાબ : (C) તમિલનાડુ અને કર્ણાટકમાં

(103) ICARનું પૂરું નામ જણાવો.

(A) ઇન્ડિયન કાઉન્સિલ ઑફ ઍગ્રિકલ્ચરલ રિસર્ચ

(B) ઇન્ડિયન કૉર્પોરેશન ઑફ ઍગ્રિકલ્ચરલ રિસર્ચ

(C) ઇન્ડિયન કમિટી ઑફ ઍગ્રિકલ્ચરલ રિસર્ચ

(D) ઇન્ડિયન કૉર ઑફ ઍગ્રિકલ્ચરલ રિસર્ચ

જવાબ : (A) ઇન્ડિયન કાઉન્સિલ ઑફ ઍગ્રિકલ્ચરલ રિસર્ચ

Also Read :

ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પાઠ 11 MCQ

ધોરણ 10 સામાજિક વિજ્ઞાન MCQ
ધોરણ 9 સામાજિક વિજ્ઞાન MCQ
ધોરણ 8 સામાજિક વિજ્ઞાન MCQ
Std 10 Social Science Chapter 10 Mcq Gujarati
error: Content is protected !!
Scroll to Top