Nine Akbar Birbal Story Gujarati | 9. ન્યાયી બીરબલ

Spread the love

Nine Akbar Birbal Story Gujarati
Nine Akbar Birbal Story Gujarati

Nine Akbar Birbal Story Gujarati | 9. ન્યાયી બીરબલ

બાદશાહના દરબારમાં ચાર ચોરોને ઊભા કરવામાં આવ્યા. બાદશાહે બીરબલને કહ્યું :

બીરબલ, આ લોકોનો તું યોગ્ય ન્યાય કર.”

એટલે બીરબલે આ ચારે ચોરોની પૂરતી તપાસ કર્યા પછી એકને પોતાની પાસે બોલાવી કહ્યું, “તને આ કામ શોભતું નથી.” બીજાને કહ્યું, “બદમાશ, ચોર, ચાલ ભાગી જા. ફરી પાછો તારું મોટું દેખાડતો નહિ.” ત્રીજાને કહ્યું, “તને તો ફટકાની સજા કરવી જોઈએ.” આમ કહી એને ચારપાંચ ધોલ લગાવીને કાઢી મૂક્યો. અને ચોથાને એનાં નાકકાન કાપી અવળે ગધેડે બેસાડી કાઢી મૂક્યો.

બીરબલે ઉપર મુજબ આ ચારે ચોરોનો ન્યાય કરેલો જોઈ બધા દરબારીઓ એકબીજાના સામું જોવા લાગ્યા.

બાદશાહે બીરબલને પૂછયું, “બીરબલ, આ ચારે ચોરોનો એકસરખો ન્યાય કરવો જોઈએ એને બદલે તે તો દરેકનો જુદો જુદો ન્યાય આપ્યો છે.”

આ સાંભળી બીરબલે કહ્યું, “નામવર, આ ચારે ચોરોની પછવાડે એકએક માણસ મોકલો અને તે દરેકની ખબર લાવવા કહો.”

બીરબલના કહેવા મુજબ બાદશાહે પેલા ચારે ચોરોની પછવાડે એકએક માણસ મોકલ્યો. બીજે દિવસે ચોરોની પાછળ મોકલાવેલા માણસો સમાચાર લાવ્યા. બીરબલે તેમને પૂછ્યું, “કહો, શું ખબર છે ?”

એક જણે કહ્યું, “નામવર, જેને આપે કહ્યું હતું કે તને આ શોભતું નથી એ માણસ તો ઝેર ખાઈને મરી ગયો.”

બીજાએ કહ્યું, “રાજાસાહેબ, જેને આપે ચોર, બદમાશ કહ્યો હતો તે માણસ આ શહેર છોડીને ચાલ્યો ગયો છે.”

ત્રીજાએ કહ્યું, “મહારાજ, જેને આપે ધક્કા મારી કાઢી મૂક્યો હતો તે માણસ તો પોતાના ઘરની બહાર જ નીકળતો નથી.”

ચોથાએ કહ્યું કે, “મહારાજ, જેને આપે નાક-કાન કાપી કાઢી મૂક્યો તે તો ઘણા જ આનંદથી જાણે કે શહેરમાં ફરવા નીકળ્યો હોય તેમ રૂવાબથી ગધેડા પર બેઠો હતો.”

આ સાંભળી બાદશાહે કહ્યું, “બીરબલ, યોગ્ય ન્યાય તો તું જ કરી શકે છે. બીજાની તાકાત નથી કે અદલ ઈન્સાફ આપી શકે.

Also Read :

10. કયું પાન સૌથી મોટું?


Spread the love
error: Content is protected !!
Scroll to Top