Four Akbar Birbal Story Gujarati | 4. પુત્રપ્રેમ

Spread the love

Four Akbar Birbal Story Gujarati
Four Akbar Birbal Story Gujarati

Four Akbar Birbal Story Gujarati | 4. પુત્રપ્રેમ

એક વખતે બાદશાહે બીરબલને પૂછયું, “શું તારા ભગવાન કૃષ્ણ પાસે કોઈ પણ સેવક ન હતો ? જ્યારે ત્યારે એ પોતે જ મદદ કરવા દોડી આવતા?”

બીરબલે કહ્યું, “નામવર, એનો જવાબ કાલે આપીશ.”

બીજા દિવસે બીરબલે એક કારીગર પાસે બરાબર નાના શાહજાદાના જેવું જ મીણનું પૂતળું તૈયાર કરાવ્યું. પછી એક નોકરને બોલાવી કહ્યું, “આ પૂતળાને શાહજાદાનાં કપડાં પહેરાવી બાદશાહ જ્યારે બાગમાં ફરતા હોય ત્યારે તે જુવે એવી રીતે ગોદમાં લઈ દોડતો દોડતો હોજમાં પડી જજે.”

નોકરે તે વાત કબૂલ કરી. એ જ દિવસે સાંજના બાદશાહ અને બીરબલ બાગમાં ફરતા હતા. એવામાં બીરબલે પેલા નોકર તરફ જોઈ કહ્યું, “નામવર, જુઓ આજે શાહજાદો તમારી આગળ આવવા માટે કેટલી ઉતાવળ કરે છે !”

આ સાંભળી બાદશાહ શાહજાદાને રમાડવા એકદમ ઉતાવળા બન્યા. એવામાં તો પેલો નોકર પેલા પૂતળાની સાથે જ હોજમાં પડી ગયો. આ જોઈ બાદશાહ એકદમ દોડયા અને પેલા પૂતળાને બહાર કાઢયું.

બાદશાહ પાણીની બહાર આવ્યા કે તરત જ બીરબલે કહ્યું, “નામવર, શું આપની પાસે કોઈ સેવક ન હતો કે તમે પોતે શાહજાદાને બચાવવા દોડી હોજમાં કુદ્યા ? નામવર એ માત્ર મોહનું કારણ છે, જેવી રીતે આપને આપના પુત્ર પર પ્રેમ છે, એવી જ રીતે ભગવાન શ્રી કૃષ્ણને પોતાના ભક્તો પર પ્રેમ છે.  

બાદશાહ પોતાના સવાલનો જવાબ મળી ગયેલો જોઈ ઘણા જ ખુશ થયા.

Also Read :

5. વખત એવાં વાજાં


Spread the love
error: Content is protected !!
Scroll to Top