![Five Akbar Birbal Story Gujarati | 5. વખત એવાં વાજાં 1 Five Akbar Birbal Story Gujarati](https://story.girisheducation.in/wp-content/uploads/2022/05/Akbar-Birbal-Story-Gujarati-Five.jpg)
Five Akbar Birbal Story Gujarati | 5. વખત એવાં વાજાં
એક દિવસ એવું બન્યું કે એક બાજુ બાદશાહની માતા મરણ પામી અને બીજી બાજુ એ જ વખતે શાહજાદાનો જન્મ થયો. આ સમાચાર શહેરમાં ફેલાતા નગરવાસીઓ વિચારમાં પડ્યા કે આનંદ ઊજવવો કે શોક દેખાડવો ! શોક અને આનંદ એકસાથે જાહેર ન જ થઈ શકે એમ હોવાથી છેવટે થાકીને તેઓ બીરબલ પાસે ગયા અને તેની સલાહ માગી.
બીરબલ કહ્યું : “ભાઈઓ ! આજે તમે બધા એકસાથે દરબારમાં જાવ અને જ્યારે બાદશાહ તમારી તરફ જુએ એટલે તમે બધા ઉઘાડા માથે ઊભા થજો. બાદશાહ જો તમારી સામું જોઈ હસે તો તમે પણ હસો અને રડે તો તમે પણ તેમ કરજો.”
બીરબલના કહેવા મુજબ બધા શહેરીઓએ કર્યું. બાદશાહ શહેરીઓનો વિચિત્ર દેખાવ જોઈ હસવા લાગ્યા એટલે બધાએ રાજકુમારના જન્મનો આનંદ મનાવ્યો.
બાદશાહ સમજી ગયા કે બીરબલ સિવાય આ કોની ચાતુરી હોય?
Also Read :