Class 8 Science Chapter 7 Swadhyay
Class 8 Science Chapter 7 Swadhyay. Std 8 Science Chapter 7 Swadhyay. ધોરણ 8 વિજ્ઞાન વિષયના એકમ 7 નું સ્વાધ્યાય વાંચી અને લખી શકશો. ધોરણ 8 વિજ્ઞાન પાઠ 7 સ્વાધ્યાય.
ધોરણ : | 8 |
વિષય : | વિજ્ઞાન |
એકમ : 7 | કિશોરાવસ્થા તરફ |
સ્વાધ્યાય
પ્રશ્ન 1. શરીરમાં જોવા મળતાં પરિવર્તનો માટે જવાબદાર અંતઃ સ્ત્રાવી ગ્રંથિઓ દ્રારા સ્ત્રવિત પદાર્થનું નામ શું છે?
ઉત્તર : શરીરમાં જોવા મળતાં પરિવર્તનો માટે જવાબદાર અંતઃસ્રાવી ગ્રંથિઓ દ્રારા સ્ત્રવિત પદાર્થનું નામ અંતઃસ્રાવ છે.
પ્રશ્ન 2. તરુણાવસ્થાની વ્યાખ્યા આપો.
ઉત્તર : જીવનકાળની એ અવસ્થા જેમાં શરીરમાં પ્રજનનની પરિપક્વતાની પ્રાપ્તિ માટેનાં પરિવર્તનો થાય છે તેને તરૃણાવસ્થા કહે છે.
પ્રશ્ન 3. ઋતુસ્રાવ શું છે? વર્ણવો.
ઉત્તર : સ્ત્રીમાં 12-13 વર્ષની વયથી લગભગ 28 – 30 દિવસના અંતરાલે પ્રજનનમાર્ગથી શરીરની બહાર થતા રક્તસ્ત્રાવને ઋતુસ્રાવ કહે છે.
સ્ત્રી ગર્ભવતી ન થાય ત્યાં સુધી 12 – 13 વર્ષની વયથી લગભગ 45 – 50 વર્ષની ઉંમર સુધી પ્રતિમાસ ઋતુસ્રાવ થાય છે.
અંડપિંડમાંથી મુક્ત થયેલા અંડકોષનું જો ફલન ન થાય, તો તેવી સ્થિતિમાં અફલિત અંડકોષ તથા ગર્ભાશયનું અંદરનું સ્તર તેમજ તેની રુંધિરવાહિનીઓ સાથે તૂટવા લાગે છે. તેનાથી સ્ત્રીઓમાં રક્તસ્રાવ થાય છે. તેને ઋતુસ્ત્રાવ કે રજોસ્ત્રાવ કહે છે.
ઋતુસ્ત્રાવ થવો એ સ્ત્રી ગર્ભવતી નથી તેની નિશાની છે.
પ્રશ્ન 4. યૌવનારંભ દરમિયાન જોવા મળતાં શારીરિક પરિવર્તનોની યાદી બનાવો.
ઉત્તર : યૌવનારંભ દરમિયાન જોવા મળતાં શારીરિક પરિવર્તનો :
(1) ઊંચાઈમાં એકાએક વધારો થાય છે.
(2) હાથ અને પગનાં હાડકાંઓની લંબાઈમાં વધારો થાય છે અને વ્યક્તિ ઊંચો લાગે છે.
(3) શરીરના વિવિધ ભાગે વાળ ઊગવા લાગે છે.
(4) છોકરામાં ખભાનો ભાગ ફેલાઈને પહોળો થઈ જાય છે. જ્યારે છોકરીમાં નિતંબનો વધુ વિકાસ થવા લાગે છે.
(5) છોકરામાં સ્વરપેટી મોટી થઈ ગળાના ભાગમાં બહારની તરફ ઊપસી આવે છે અને અવાજ ઘેરો બને છે.
(6) પ્રસ્વેદ અને તૈલગ્રંથિઓનો સ્રાવ વધી જાય છે.
(7) પ્રજનન અંગોનો વિકાસ થાય છે અને પ્રજનનાંગોના વિસ્તારમાં વાળ ઊગે છે.
(8) છોકરામાં દાઢી-મૂછ ઊગવાની શરૂઆત થાય છે.
(9) છોકરીઓમાં સ્તનગ્રંથિનો વિકાસ થાય છે.
પ્રશ્ન 5. બે કૉલમવાળું કોષ્ટક બનાવો જેમાં એક કૉલમમાં અંતઃસ્રાવી ગ્રંથિઓનું નામ અને તેની સામે બીજા કૉલમમાં તેના દ્વારા સ્ત્રવીત અંતઃસ્રાવોનાં નામ લખો.
ઉત્તર :
અંત: સ્ત્રાવી ગ્રંથિ = સ્ત્રવિત અંતઃસ્રાવો
(1) પિટ્યૂટરી ગ્રંથિ = વૃદ્ધિ અંતઃસ્રાવ
(2) થાઇરૉઇડ ગ્રંથિ – થાઇરોક્સિન
(3) સ્વાદુપિંડ – ઇન્સ્યુલિન
(4) એડ્રિનલ ગ્રંથિ – એડ્રિનાલિન
(5) શુક્રપિંડ – ટેસ્ટોસ્ટેરોન
(6) અંડપિંડ – ઇસ્ટ્રોજન
પ્રશ્ન 6. જાતીય અંત: સ્ત્રાવ એટલે શું? તેનું નામકરણ આ પ્રકારે કેમ કરવામાં આવ્યું છે? તેનાં કાર્યો જણાવો.
ઉત્તર : જાતીય અંતઃસ્રાવ એટલે ગૌણ જાતીય લક્ષણોના વિકાસ અને નિયમન નિયંત્રણ કરતા અંત:સ્ત્રાવ
જાતીય અંત:સ્ત્રાવનું નામકરણ આ પ્રકારે કરવામાં આવ્યું છે, કારણ કે તેનો સ્રાવ જાતીય અંગ (જનનપિંડ)માંથી થાય છે અને તેની અસર હેઠળ વિકસતાં લક્ષણો છોકરા અને છોકરીને જુદા દેખાવામાં મહત્ત્વનાં છે.
જાતીય અંત:સ્ત્રાવનાં કાર્યો : ગૌણ જાતીય લક્ષણો જેવાં કે, છોકરાના ચહેરા પર વાળ (દાઢી-મૂછ) ઊગવા, છાતી પર વાળ, છોકરીમાં સ્તનગ્રંથિનો વિકાસ, નિતંબનો વધુ વિકાસ વગેરે કાર્ય કરે છે.
છોકરા અને છોકરીઓ બંનેમાં બગલમાં તથા પ્યુબિક વિસ્તારમાં વાળ ઊગવાનું કાર્ય કરે છે.
પ્રશ્ન 7. સાચો વિકલ્પ પસંદ કરો :
(1) તરૂણોએ તેઓ શું ખાઈ રહ્યા છે તેના વિશે સચેત રહેવું જોઈએ, કારણ કે……
(A) ઉચિત ખોરાકથી તેમના મગજનો [વિકાસ થાય છે.
(B) શરીરમાં થઈ રહેલ તીવ્ર વૃદ્ધિ માટે ઉચિત ખોરાકની આવશ્યક્તા હોય છે.
(C) તરુણને બધા સમયે ભૂખ લાગતી હોય છે
(D) તરુણમાં સ્વાદાંકુરોનો વિકાસ પૂર્ણ થયેલો હોય છે.
ઉત્તર : (B) શરીરમાં થઈ રહેલ તીવ્ર વૃદ્ધિ માટે ઉચિત ખોરાકની આવશ્યક્તા હોય છે.
(2) સ્ત્રીઓમાં પ્રજનન ઉંમરની શરૂઆત ત્યારે થાય છે જ્યારે……….
(A) ઋત્તુસ્ત્રાવની શરૂઆત થાય છે.
(B) સ્તનનો વિકાસ શરૂ થાય છ.
(C) શરીરનું વજન વધે છે.
(D) શરીરની ઊંચાઈ વધે છે.
ઉત્તર : (A) ઋત્તુસ્ત્રાવની શરૂઆત થાય છે.
(3) નીચેનામાંથી ક્યો ખોરાક તરૂણો માટે ઉચિત છે?
(A) ચિપ્સ, નૂડલ્સ, કોકાકોલા
(B) રોટલી, દાળ, શાકભાજી
(C) ભાત, નૂડલ્સ, બર્ગર
(D) શાકાહારી, ટિક્કી, ચિપ્સ તથા લેમન પીણું
ઉત્તર : (B) રોટલી, દાળ, શાકભાજી
પ્રશ્ન 8. નીચેના પર નોંધ લખો :
(a) કંઠમણિ (b) ગૌણ જાતીય લક્ષણો (c) ગર્ભસ્થ શિશુમાં લિંગનિશ્ચયન
ઉત્તર :
(a) કંઠમણિ : યૌવનારંભમાં છોકરાઓની સ્વરપેટી વિકાસ પામીને અપેક્ષાકૃત મોટી થઈ જાય છે. છોકરાઓમાં મોટી થયેલી સ્વરપેટી ગળાના ભાગમાં બહારની તરફ ઊપસી આવે છે. તેને કંઠમણિ (adam’s apple) કહે છે. તેના કારણે છોકરાઓનો અવાજ ઘેરો હોય છે.
(b) ગૌણ જાતીય લક્ષણો : છોકરાઓને છોકરીઓથી અલગ પાડતાં લક્ષણોને ગૌણ જાતીય લક્ષણો કહે છે. છોકરા અને છોકરી બંનેમાં બગલમાં તેમજ પ્યુબિક વિસ્તારમાં વાળ ઊગવા, છોકરામાં દાઢી-મૂછ તેમજ છાતી પર વાળ, ઘેરો અવાજ જ્યારે છોકરીમાં સ્તનગ્રંથિનો વિકાસ, તીણો અવાજ વગેરે ગૌણ જાતીય લક્ષણો છે.
(c) ગર્ભસ્થ શિશુમાં લિંગનિશ્ચયન : ગર્ભસ્થ શિશુની જાતિ(લિંગ)નું નિશ્ચયન લિંગી રંગસૂત્રો વડે થાય છે. મનુષ્યમાં સ્ત્રીનો અફલિત અંડકોષ હંમેશાં X લિંગી રંગસૂત્ર શા છે. પુરુષમાં શુક્રકોષો બે પ્રકારના ફક્ત X લિંગી રંગસૂત્ર ધરાવતા અને ફક્ત Y લિંગી રંગસૂત્ર ધરાવતા હોય છે.
ફ્લન થાય તે ક્ષણે જ ગર્ભસ્થ શિશુનું લિંગનિશ્રયન થઈ જાય છે. જો X લિંગી રંગસૂત્ર ધરાવતો શુક્રકોષ ફલનમાં ભાગ લે તો યુગ્મનજનું લિંગ રંગસૂત્ર બંધારણ XX થશે. આ યુગ્મનજ માદા (છોકરી) તરીકે વિકાસ પામે. જો Y લિંગી રંગસૂત્ર ધરાવતો શુક્રકોષ અંડકોષનું ફલન કરે તો યુગ્મનજનું લિંગ રંગસૂત્ર બંધારણ XY થશે. આ યુગ્મનજ નર (છોકરા) તરીકે વિકાસ પામે.
આમ, ગર્ભસ્થ શિશુના લિંગનિશ્ચયન માટે ફ્લનમાં ભાગ લેતા શુક્રકોષમાં રહેલું લિંગી રંગસૂત્ર કે સંતાનના પિતા જવાબદાર છે.
પ્રશ્ન 9. શબ્દ કોયડો ઉકેલવા માટે ચાવીઓના જવાબના અંગ્રેજી શબ્દોનો ઉપયોગ કરો :
(ADAM’S APPLE, ENDOCRINE, TESTOSTERONE, TARGET SITE, ADOLESCENCE, INSULIN, LARYNX, ESTROGEN, HORMONE, PUBERTY, PITUITARY, THYROID)
આડી ચાવી :
(3) છોકરાઓમાં બહારની તરફ ઊપસેલ સ્વરપેટી
(4) નલિકાવિહીન ગ્રંથિઓ
(7) અંતઃસ્ત્રાવી ગ્રંથિ કે જે મગજ સાથે જોડાયેલ છે.
(8) અંતઃસ્ત્રાવી ગ્રંથિઓનો સ્ત્રાવ
(9) સ્વાદુપિંડીય અંતઃસ્ત્રાવ
(10) માદા અંતઃસ્ત્રાવ
ઊભી ચાવી :
(1) નર અંતઃસ્ત્રાવ
(2) થાઇરોક્સિનનો સ્ત્રાવ પ્રેરનાર ગ્રંથિ
(૩) તરુણાવસ્થાનું બીજું નામ
(50 અંતઃસ્ત્રાવો અહીં રુધિર પ્રવાહની મદદથી પહોંચે છે.
(6) સ્વરપેટી
(7) કિશોરાવસ્થામાં આવતાં પરિવર્તનો માટેનો શબ્દ
ઉત્તર :
પ્રશ્ન 10. નીચે આપેલા કોષ્ટકમાં છોકરા અને છોકરીનું આયુષ્ય વૃદ્ધિના સંદર્ભ તેઓની અનુમાનિત ઊંચાઈના આંકડા દર્શાવવામાં આવ્યા છે. છોકરા તેમજ છોકરીઓ બંનેની ઊંચાઈ તેમજ ઉંમરને દર્શાવતા એક જ આલેખ પેપર પર આલેખ દોરો. આ આલેખ પરથી તમે શું તારણ કાઢી શકશો?
ઉત્તર :
આલેખ પરથી તારણ : શરૂઆતમાં છોકરીઓ છોકરાઓ કરતાં ઝડપથી વૃદ્ધિ પામે છે. પરંતુ 18 વર્ષની ઉમરે બંને તેમની મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરી લે છે. જુદી જુદી વ્યક્તિઓમાં ઊંચાઈમાં થતી વૃદ્ધેનો દર જુદો જુદો હોય છે.
Also Read :
ધોરણ 8 વિજ્ઞાન પાઠ 8 સ્વાધ્યાય