Class 8 Science Chapter 11 Swadhyay
Class 8 Science Chapter 11 Swadhyay. Std 8 Science Chapter 11 Swadhyay. ધોરણ 8 વિજ્ઞાન વિષયના એકમ 11 નું સ્વાધ્યાય વાંચી અને લખી શકશો. ધોરણ 8 વિજ્ઞાન પાઠ 11 સ્વાધ્યાય.
ધોરણ : | 8 |
વિષય : | વિજ્ઞાન |
એકમ : 11 | વિદ્યુતપ્રવાહની રાસાયણિક અસરો |
સ્વાધ્યાય
પ્રશ્ન 1. ખાલી જગ્યા પૂરો :
(1) વિદ્યુતનું વહન કરતા મોટા ભાગના પ્રવાહીઓ એ………… , ……………… અને………….નાં દ્રાવણો હોય છે.
ઉત્તર : એસિડ, બેઈઝ, ક્ષાર
(2) કોઈ દ્રાવણમાંથી વિધુતપ્રવાહ પસાર થવાને કારણે…………….અસર ઉત્પન્ન થાય છે.
ઉત્તર : રાસાયણિક
(3) જો કૉપર સલ્ફેટના દ્રાવણમાંથી વિદ્યુતપ્રવાહ પસાર કરવામાં આવે, તો કૉપર એ બેટરીના…………….છેડા સાથે જોડેલી પ્લેટ પર જમા થાય છે.
ઉત્તર : ઋણ
(4) વિદ્યુતપ્રવાહ દ્વારા કોઈ પદાર્થ પર જરૂરી ધાતુનું પડ ચડાવવાની પ્રક્રિયાને……………..કહે છે.
ઉત્તર : ઇલેક્ટ્રૉપ્લેટિંગ
પ્રશ્ન 2. જ્યારે કોઈ ટેસ્ટરના મુક્ત છેડાઓને કોઈ દ્રાવણમાં ડુબાડવામાં આવે છે ત્યારેચુંબકીય સોય કોણાવર્તન દર્શાવે છે. શું તમે તેનું કારણ સમજાવી શકો?
ઉત્તર : હા.
આપેલું દ્રાવણ એ વિદ્યુતનું વહન કરે છે; વિદ્યુતદ્રાવણમાં વિદ્યુતપ્રવાહ પસાર થવાથી ટેસ્ટરનો પરિપથ પૂર્ણ થાય છે.
વિદ્યુતપ્રવાહ ટેસ્ટરમાંથી પસાર થાય છે ત્યારે ચુંબકીય અસર ઉપજાવે છે. જેના કારણે ચુંબકીય સોય કોણાવર્તન દર્શાવે છે.
પ્રશ્ન 3. એવા ત્રણ પ્રવાહીઓનાં નામ આપો, જેમનું પરીક્ષણ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કરવાથી ચુંબકીય સોય કોણાવર્તન દર્શાવી શકે.
ઉત્તર : (1) નળનું પાણી (2) લીંબુનું પાણી (સાઇટ્રિક એસિડ) ( 3 ) વિનેગર (એસિટિક એસિડ)
પ્રશ્ન 4. આકૃતિમાં દર્શાવેલ વ્યવસ્થામાં બલ્બ પ્રકાશિત થતો નથી. તે માટે શક્ય કારણોની યાદી બનાવો. તમારો ઉત્તર સમજાવો.
ઉત્તર : આફુતિમાં દર્શાવેલ વ્યવસ્થામાં બલ્બ પ્રકાશિત થતો નથી. તે માટે શક્ય કારણો આ મુજબ હોઈ શકે : (1 ) જોડાણ ક્યાંકથી ઢીલું હોય. (2) બલ્બ ઊડી ગયો હોય. (3) સેલ ઊડી ગયો હોય. (4) દ્રાવણ વિદ્યુતનું અવાહક હોય.
પ્રશ્ન 5. બે પ્રવાહીઓ A અનેં B ના વિદ્યુતવહનની તપાસ કરવા માટે એક ટેસ્ટરનો ઉપયોગ કરવામાં આવ્યો. એવું જોવા મળ્યું કે ટેસ્ટરનો બલ્બ પ્રવાહી A માટે તેજસ્વી રીતે પ્રકાશિત થાય છે. જ્યારે પ્રવાહી B માટે ઘણો ઝાંખો પ્રકાશિત થાય છે. તમે તારણ કાઢી શકો કે,
(A) પ્રવાહી A એ પ્રવાહી B કરતાં વધારે સારું વાહક છે.
(B) પ્રવાહી B એ પ્રવાહી A કરતાં વધારે સારું વાહક
(C) બંને પ્રવાહીઓ સમાન રીતે વાહક છે.
(D) પ્રવાહીઓના વાહકતાના ગુણધર્મોની સરખામણી આ રીતે કરી શકાય નહીં.
ઉત્તર : (A) પ્રવાહી A એ પ્રવાહી B કરતાં વધારે સારું વાહક છે.
પ્રશ્ન 6. શું શુદ્ધ પાણી વિધુતનું વહન કરે છે? જો નહિ, તો તેને વાહક બનાવવા માટે આપણે શું કરી શકીએ?
ઉત્તર : ના.
શુદ્ધ પાણી (નિસ્યંદિત પાણી) વિદ્યુતનું વહન કરતું નથી. તેને વાહક બનાવવા માટે તેમાં (1) મીઠું (ક્ષાર કે (2) એસિડ કે (3) આલ્કલી (બેઇઝ) ઉમેરૂ શકાય.
પ્રશ્ન 7. આગ લાગતી વખતે, ફાયરમૅન પાણીની નળીઓનો ઉપયોગ કરતાં પહેલાં તે વિસ્તારના મુખ્ય વિદ્યુત પુરવઠાને બંધ કરી દે છે. તેઓ આવું કેમ કરે છે? સમજાવો.
ઉત્તર : નળનું પાણી નિસ્યંદિત પાણી ન હોવાથી વિઘયુતનું વાહક છે. ફાયરમૅન પાણીની નળીઓનો ઉપયોગ કરતાં પહેલાં તે વિસ્તારના મુખ્ય વિદ્યુત પુરવઠાને જો ચાલુ રાખે તો પાણી મારફતે વિધુતનું વહન થવાથી ઇલેક્ટ્રિક શૉક લાગવાની શક્યતા છે, જે ફાયરમૅન માટે પ્રાણઘાતક સાબિત થઈ શકે છે.
પ્રશ્ન 8. દરિયાઈ વિસ્તારમાં રહેનારો એક બાળક પોતાના ટેસ્ટરથી પીવાના પાણી અને સમુદ્રના પાણીનું પરીક્ષણ કરે છે. તે જુએ છે કે સમુદ્રના પાણી માટે ચુંબકીય સોય વધારે ચલિત થાય છે. શું તમે તેનું કારણ સમજાવી શકો?
ઉત્તર : સમુદ્રના પાણીમાં પીવાના પાણી કરતાં વધુ પ્રમાણમાં ક્ષારો અને ખનીજ દ્રવ્યો હોય છે. તેથી સમુદ્રનું પાણી પીવાના પાણી કરતાં વિદ્યુતનું વધારે વાહક છે. પરિણામે સમુદ્રના પાણીમાંથી પીવાના પાણી કરતાં વધુ મૂલ્યનો વિદ્યુતપ્રવાહ પસાર થાય છે. તેથી ચુંબકીય સોય વધારે ચલિત થાય છે.
પ્રશ્ન 9. શું ધોધમોર વરસાદના સમયે કોઈ ઇલેક્ટ્રિશિયન માટે બહાર મુખ્ય લાઇનની મરામત કરવાનું સુરક્ષિત હોય છે ? સમજાવો.
ઉત્તર : ના.
વરસાદનું પાણી એ નિસ્યંદિત પાણી છે. પણ જ્યારે તે વાતાવરણમાંથી પસાર થઈને જમીન પર (પૃથ્વી પર) આવે છે ત્યારે તેમાં ઘણા ક્ષારો, ધૂળના રજકણો અને પ્રદૂષકો ભળે છે. પરિણામે તે વિદ્યુતનું સારું વાહક બને છે.
હવે, ધોધમાર વરસાદના સમયે જો ઇલેક્ટ્રિશેયન બહાર મુખ્ય લાઇનનું રીપૅરિંગ કામ કરે તો તેને ઇલેક્ટ્રિક શૉક લાગવાની શક્યતા છે જે તેના માટે પ્રાણઘાતક સાબિત થઈ શકે છે.
પ્રશ્ન 10. પહેલીએ સાંભળ્યું હતું કે વરસાદી પાણી એટલું જ શુદ્ધ હોય છે કે જેટલું નિસ્યંદિત પાણી. તેથી તેણે એક સ્વચ્છ કાચના ગ્લાસમાં થોડું વરસાદી પાણી એકત્ર કરીને ટેસ્ટરથી તેનું પરીક્ષણ કર્યું. તેણીને તે જોઈને આશ્ચર્ય થયું કે ચુંબકીય સોય કોણાવર્તન દર્શાવે છે. તેનું કારણ ક્યું હોઈ શકે છે?
ઉત્તર : વરસાદનું પાણી જ્યારે વાતાવરણમાંથી પસાર થઈને જમીન પ૨ (પૃથ્વી પર) આવે છે ત્યારે તેમાં ઘણાં ક્ષારો, ધૂળના રજકણો અને પ્રદૂષકો ભળે છે. પરિણામે તે વિદ્યુતનું સારું વાહક બને છે. તેથી ટેસ્ટર વડે તેના પરીક્ષણ દરમિયાન ચુંબકીય સોય કોણાવર્તન દ્શવિ છે.
પ્રશ્ન 11. તમારી આસપાસ ઇલેક્ટ્રૉપ્લેટિંગ કરેલી વસ્તુઓની યાદી તૈયાર કરો.
ઉત્તર : ઇલેક્ટ્રૉપ્લેટિંગ કરેલી વસ્તુઓ : (1) કારના અમુક ભાગો (2) બાથરૂમનાં નળ (3) રસોડામાં વપરાતા ગૅસ બર્નર, ચમચા ( 4 ) સાઇકલનાં હૅન્ડલ, પૈડાંઓની રીમ (5) કેટલાંક આભૂષણો (6) ટિનના ડબા (7) પુલ બનાવવા માટે વપરાતાં ગર્ડર.
પ્રશ્ન 12. જે પ્રક્રિયા તમે પ્રવૃત્તિ 14.7 માં જોઈ હતી તે કૉપરના શુદ્ધીકરણ માટે ઉપયોગમાં લેવાય છે. એક પાતળી શુદ્ધ કૉપરની પ્લેટ અને એક અશુદ્ધ કૉપરનો સળિયો ઇલેક્ટ્રૉડ્સ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. અશુદ્ધ સળિયા પરથી કૉપર પાતળી કૉપરની પ્લેટ તરફ જતું દેખાય છે. કયો ઇલેક્ટ્રૉડ બૅટરીના ધન છેડા સાથે જોડવો જોઈએ? શા માટે?
ઉત્તર : અશુદ્ધ કૉપરનો સળિયો બૅટરીના ધન ધ્રુવ (છેડા) સાથે જોડવો જોઈએ અને પાતળી શુદ્ધ કૉપરની પ્લેટ બૅટરીના ઋણ ધ્રુવ સાથે જોડવી જોઈએ.
આ રીતે જોડાણ કરવાથી, જ્યારે કૉપર સલ્ફેટમાંથી વિદ્યુતપ્રવાહ પસાર થાય છે ત્યારે તેનું વિભાજન (વિઘટન) થવાથી કૉપરના ધન આયનો અને સલ્ફેટના ઋણ આયનો બને છે. આ કૉપરના ધન આયનો બૅટરીના ઋણ ધ્રુવ સાથે જોડેલ પાતળી શુદ્ધ કૉપરની પ્લેટ પર જમા થાય છે.
સાથે સાથે અશુદ્ધ કૉપરના સળિયા પરથી સમાન માત્રામાં કૉપર દ્રાવણમાં ભળે છે. આમ, કૉપર સલ્ફેટના દ્રાવણમાંથી જેટલી માત્રામાં કૉપર, કૉપરની પાતળી શુદ્ધ પ્લેટ પર જમા થાય છે તેટલી જ માત્રામાં કૉપર અશુદ્ધ સળિયા પરથી દ્રાવણમાં આવે છે.
આનો અર્થ એ થયો કે કૉપર એક અશુદ્ધ ઇલેક્ટ્રૉડ પરથી બીજા શુદ્ધ ઇલેક્ટ્રૉડ પર સ્થાનાંતરિત થાય છે અને કૉપર સલ્ફેટના દ્રાવણની સાંદ્રતા જળવાઈ રહે છે.
આ રીતે અશુદ્ધ સળિયાનું શુદ્ધીકરણ થાય છે.
આટલું જાણો :
બૅટરીના ધન છેડા (ધ્રુવ) સાથે જોડાયેલ ઇલેક્ટ્રૉડને એનોડ કહે છે.
બૅટરીના ઋણ છેડા (ધ્રુવ) સાથે જોડાયેલ ઇલેક્ટ્રૉડને કૅથોડ કહે છે.
Also Read :
ધોરણ 8 વિજ્ઞાન પાઠ 12 સ્વાધ્યાય