Class 8 Science Chapter 10 Swadhyay (ધોરણ 8 વિજ્ઞાન પાઠ 10 સ્વાધ્યાય)

Spread the love

Class 8 Science Chapter 10 Swadhyay
Class 8 Science Chapter 10 Swadhyay

Class 8 Science Chapter 10 Swadhyay

Class 8 Science Chapter 10 Swadhyay. Std 8 Science Chapter 10 Swadhyay. ધોરણ 8 વિજ્ઞાન વિષયના એકમ 10 નું સ્વાધ્યાય વાંચી અને લખી શકશો. ધોરણ 8 વિજ્ઞાન પાઠ 10 સ્વાધ્યાય.

Class 8 Science Chapter 10 Swadhyay

સ્વાધ્યાય

સાચો ઉત્તર પસંદ કરો :

પ્રશ્ન 1. ઘ્વનિ……………માં પ્રસરી શકે.

(A) માત્ર વાયુઓ

(B) માત્ર પ્રવાહીઓ

(C) માત્ર ઘન પદાર્થો

(D) ઘન, પ્રવાહી અને વાયુઓ

ઉત્તર : (D) ઘન, પ્રવાહી અને વાયુઓ

પ્રશ્ન 2. નીચેનામાંથી કોના અવાજની આવૃત્તિ ન્યૂનતમ હોવાની શક્યતા છે?

(A) નાની છોકરીની

(B) નાના છોકરાની

(C) પુરુષની

(D) સ્ત્રીની

ઉત્તર : (C) પુરુષની

પ્રશ્ન 3. નીચેનાં વિધાનોમાંથી જે વિધાનો સત્ય હોય તેની સામે T અને જે વિધાનો ખોટાં હોય તેની સામે F ટિક કરો :

(1) ધ્વનિ શૂન્યાવકાશમાં પ્રસરી શક્તો નથી.

ઉત્તર : T

(2) કંપન કરતી વસ્તુના એક સેકન્ડમાં થતાં દોલનોની સંખ્યાને તેનો આવર્તકાળ કહે છે.

ઉત્તર : F

(3) જો કંપનનો કંપવિસ્તાર મોટો હોય, તો ધ્વનિ દુર્બળ હોય છે.

ઉત્તર : F

(4) મનુષ્યના કાન માટે શ્રવણીય રેન્જ 20 Hz થી 20,000 Hz હોય છે.

ઉત્તર : T

(5) જેમ કંપનની આવૃત્તિ ઓછી તેમ પીચ વધારે.

ઉત્તર : F

(6) અનિચ્છનીય કે અરુચિકર ધ્વનિ સંગીત તરીકે ઓળખાય છે.

ઉત્તર : F

(7) ઘ્વનિ પ્રદૂષણ આંશિક શ્રવણ અશક્તતા ઉત્પન્ન કરી શકે છે.

ઉત્તર : T

પ્રશ્ન 4. યોગ્ય શબ્દો વડે ખાલી જગ્યા પૂરો :

(1) એક દોલન પૂરું કરવા વસ્તુને લાગતા સમયને………….કહે છે.

ઉત્તર : આવર્તકાળ

(2) ધ્વનિની પ્રબળતા વસ્તુના કંપનના……………વડે નક્કી થાય છે.

ઉત્તર : કંપવિસ્તાર

(3) આવૃત્તિનો એકમ……………છે.

ઉત્તર : હર્ટ્ઝ (Hz)

(4) અનિચ્છનીય ધ્વનિને…………….કહેવાય છે.

ઉત્તર : ઘોંઘાટ

(5) કંપનની……………….થી ધ્વનિનું તીણાપણું નક્કી થાય છે.

ઉત્તર : આવૃત્તિ

પ્રશ્ન 5. એક લોલક 4 સેકન્ડમાં 40 વાર દોલન કરે છે. તેનો આવર્તકાળ અને આવૃત્તિ શોધો

ઉત્તર : આવર્તકાળ (T) = 1 દોલન પૂર્ણ કરવા માટે લાગતો સમય

હવે, દોલનોની સંખ્યા/40 =  સમય / 4 સેકન્ડ

1 = (?)

T = 4 સેકન્ડ * 1 / 40

= 1/10

=0.1 સેકન્ડ

આવૃત્તિ (V) = 1 સેકન્ડમાં થતાં દોલનોની સંખ્યા

= દોલનોની સંખ્યા / સમય (સેકન્ડમાં)

= 40 / 4 સેકન્ડ

= 10 Hz

પ્રશ્ન 6. જ્યારે મચ્છરની પોતાની પાંખો 500 કંપન પ્રતિ સેકન્ડના સરેરાશ દરથી કંપન કરે, ત્યારે મચ્છર દ્વારા ધ્વનિ ઉત્પન્ન થાય છે, તો કંપનનો આવર્તકાળ કેટલો હોય?

ઉત્તર : અહીં મચ્છરની પાંખોની આવૃત્તિ = 500 કંપન / સેકન્ડ = 500 Hz આપેલ છે.

હવે, 500 કંપન કરવા માટે લાગતો સમય = 1 સેકન્ડ છે.

1 કંપન કરવા લાગતો સમય એટલે કે

આવર્તકાળ T = 1 / 500 સેકન્ડ

= 0.002 સેકન્ડ

પ્રશ્ન 7. નીચેનાં વાઘોમાં ધ્વનિ ઉત્પન્ન કરવા જે ભાગ કંપિત થાય છે તેને ઓળખો.

(1) ઢોલક (2) સિતાર (3) વાંસળી

ઉત્તર :

(1) ઢોલક  = ખેંચાયેલી ત્વચા (મેમ્બ્રેન)

(2) સિતાર = તાર

(3) વાંસળી = હવાનો સ્તંભ

પ્રશ્ન 8. ઘોંઘાટ અને સંગીત વચ્ચે શું તફાવત છે? શું સંગીત ક્યારેક ઘોંઘાટ બની શકે?

ઉત્તર :

ઘોંઘાટ

(1) તે અસુખદ ધ્વનિ છે.

(2) તેનાથી ધ્વનિ-પ્રદૂષણ થાય છે.

(3) તેનાથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ ઉદ્ભવે છે.

(4) કોઈ ચોક્કસ વાદ્ય વડે ઘોંઘાટ ઉદ્દભવતો નથી.

સંગીત

(1) તે કર્ણપ્રિય ધ્વનિ છે.

(2) તેનાથી ધ્વનિ-પ્રદૂષણ થતું નથી.

(3) તે સ્વાસ્થ્ય માટે સારું છે.

(4) સંગીત ઉત્પન્ન કરવા ચોક્કસ વાદ્યની જરૂર છે.

= સંગીત ઘોંઘાટમાં પરિવર્તિત થઈ શકે છે.

= સંગીત કાનની ધ્વનિ સાંભળવાની (બીજા શબ્દોમાં સહન કરવાની) મર્યાદાને ઓળંગે, તો તે ઘોંઘાટ કહેવાય છે.

પ્રશ્ન 9. તમારી આસપાસ જોવા મળતા ઘોંઘાટનાં ઉદ્ગમોની યાદી બનાવો.

ઉત્તર : અતિશય અને અનિચ્છનીય ધ્વનિ એટલે કે ઘોંઘાટ ઉત્પન્ન કરતાં ઉદ્દગમો નીચે મુજબ છે :

(1) ખૂબ મોટા અવાજથી ચાલતાં ટેલિવિઝન અને ટ્રાગ્ઝિસ્ટર રેડિયો

(2) વાહનોનો અવાજ, ફેક્ટરીમાં ચાલતાં મશીનોનો મોટો અવાજ

(3) ફટાકડાના ફૂટવાનો અવાજ

(4) વાહનોના હૉર્નનો, લાઉડસ્પીકરોનો અવાજ

(5) મોટાં શહેરના શાકમાર્કેટ, રેલવે સ્ટેશન અને એસ.ટી. સ્ટૅન્ડ

પ્રશ્ન 10. ઘોંઘાટ એ મનુષ્યને કઈ રીતે નુકસાનકર્તા છે તે સમજાવો.

ઉત્તર : ઘોંઘાટ એ અનેક સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનું કારણ છે. સતત પ્રબળ ધ્વનિના પ્રભાવ હેઠળ રહેતી વ્યક્તિઓને નીચે મુજબની સમસ્યાઓ/તકલીફો થઈ શકે છે

(1) ઘોંઘાટ માણસની ઊંઘને ખલેલ પહોંચાડે છે, તેથી માણસને અનિંદ્રાની સમસ્યા થાય છે.

(2) ઘોંઘાટને લીધે અણગમો પેદા થાય છે તથા માનસિક તાણ ઉત્પન્ન થાય છે.

(3) ઘોંઘાટમાં રહેનાર માણસનો સ્વભાવ ચીડિયો થઈ જાય છે અને તેને ચિંતા, માથાનો દુખાવો વગેરે તકલીફ થાય છે.

(4) ઘોંઘાટના કારણે માણસને હાઈપર ટેન્શન (હાઈ બ્લડ પ્રેશર) ની તકલીફ થાય છે.

(5) લાંબા સમય સુધી ઘોઘાટમાં રહેવાથી અંશતઃ બહેરાશ કે કાયમી બહેરાશ આવે છે.

પ્રશ્ન 11. તમારાં માતાપિતા એક ઘર ખરીદવા જઈ રહ્યાં છે. તેમને એક ઘર રસ્તાની બાજુએ અને બીજું રસ્તાથી ત્રણ ગલી છોડીને આપવાનો પ્રસતાવ કરવામાં આવ્યો છે. તમે તમારાં માતાપિતાને ક્યું ઘર ખરીદવાની સલાહ આપશો? તમારો જવાબ સમજાવો.

ઉત્તર : હું મારાં માતાપિતાને ત્રણ ગલીઓ છોડીને ઘર ખરીદવાનું જણાવીશ, જેથી કરીને પરિવારના દરેક સભ્યના સ્વાસ્થ્યની સુરક્ષા અને મનની શાંતિ જળવાઈ રહે.

રસ્તાની બાજુમાં આવેલ ઘરના નીચે મુજબના ગેરફાયદા છે :

(1) વાહનોની અવરજવરના કારણે ઉદ્ભવતો ઘોંઘાટ

(2) વાહનોની ગતિના કારણે થતું ધૂળ અને ધુમાડાનું નિર્માણ

(૩) જુદાં જુદાં વાહનોના હૉર્નનો મોટો અવાજ વગેરે….

પ્રશ્ન 12. સ્વરપેટી કે કંઠસ્થાન (larynx) ની આકૃતિ દોરો અને તમારા પોતાના શબ્દોમાં તેનું કાર્ય સમજાવો.

ઉત્તર :

Class 8 Science Chapter 10 Swadhyay
Class 8 Science Chapter 10 Swadhyay

(1) મનુષ્યોમાં સ્વરપેટી કે કંઠસ્થાનમાંથી ધ્વનિ ઉત્પન્ન થાય છે

(2) સ્વરપેટી શ્વાસનળીના ઉપલા છેડા પર હોય છે.

(3) બે સ્વરતંતુઓ સ્વરપેટી અથવા કંઠસ્થાનથી એવી રીતે ખેંચાયેલા હોય છે કે જેથી એક સાંકડી તિરાડ (જેને સ્લિટ કહે છે), હવાની અવરજવર માટે બંનેની વચ્ચે રહે.

(4) જ્યારે ફેફસાં તિરાડ દ્વારા હવા ધકેલે છે, ત્યારે સ્વરતંતુઓ કંપન અનુભવે છે અને ધ્વનિ ઉત્પન્ન થાય છે.

(5) સ્વરતંતુ સાથે જોડાયેલા સ્નાયુઓ તંતુઓને ચુસ્ત કે ઢીલા રાખવામાં મદદ કરે છે.

(6) જ્યારે સ્વરતંતુઓ ચુસ્ત અને પાતળા હોય ત્યારે અને જ્યારે સ્વરતંતુઓ ઢીલા અને જાડા હોય ત્યારે અવાજનો પ્રકાર અને ગુણવત્તા જુદા જુદા હોય છે.

પ્રશ્ન 13. આકાશમાં વીજળી અને મેઘગર્જના એક જ સમયે અને આપણાથી સમાન અંતરે થાય છે. આપણને વીજળી પહેલા દેખાય છે અને મેઘગર્જના પછીથી સંભળાય છે. તમે સમજાવી શકો – શા માટે?

ઉત્તર : 22 અંશ C તાપમાને હવામાં ધ્વનિનો વેગ (V) 344 ms-1  છે.

જ્યારે પ્રકાશનો વેગ (c) 3 * 108 ms-1 છે.

તેથી c/v = 3 * 108 / 344 = 106 પરથી સ્પષ્ટ છે કે પ્રકાશનો વેગ, ઘ્વનિના વેગ કરતાં ઘણો વધારે (લગભગ 106 ગણો) છે.

તેથી આકાશમાં વીજળી અને મેઘગર્જના એક જ સમયે અને આપણાથી સમાન અંતરે થાય છે, પણ આપણને વીજળી પહેલા દેખાય છે અને મેઘગર્જના પછીથી સંભળાય છે.

Also Read :

ધોરણ 8 વિજ્ઞાન પાઠ 11 સ્વાધ્યાય


Spread the love
error: Content is protected !!
Scroll to Top