Class 8 Gujarati Chapter 9 Swadhyay
Class 8 Gujarati Chapter 9 Swadhyay. ધોરણ 8 ગુજરાતી વિષયના પાઠ 9 નું અભ્યાસ અને સ્વાધ્યાય વાંચી અને લખી શકશો. ધોરણ 8 ગુજરાતી પાઠ 9 અભ્યાસ અને સ્વાધ્યાય.
ધોરણ : 8
વિષય : ગુજરાતી
એકમ : 9. દીકરાનો મારનાર
સત્ર : પ્રથમ
અભ્યાસ
પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ- અક્ષર પ્રશ્ન સામેના ખાનામાં લખો : (પંક્તિમાં કયો ભાવ રજૂ થયો છે તે ઓળખો.)
(1) ‘‘એલા મે’માનને કોઈ છાંટશો મા !”
(ક) મર્મ
(ખ) ઉપેક્ષા
(ગ) દયા
(ઘ) લાગણી
ઉત્તર : (ગ) દયા
(2) મને રોળશો મા ! ભલા થઈને મને છાંટશો મા ! તમારે પગે લાગુ !’
(ક) હઠ
(ખ) હુકમ
(ગ) આજીજી
(ઘ) સૂચના
ઉત્તર : (ગ) આજીજી
(3) “ખોટી વાત, આજ કોનો દિ’ ફર્યો છે?”
(ક) ગર્વ
(ખ) આશ્ચર્ય
(ગ) જિજ્ઞાસા
(ઘ) દિલેરી
ઉત્તર : (ક) ગર્વ
(4) “હાલો, બેટાની મૈયત કાઢીએ.’’
(ક) અવહેલના
(ખ) ઉદારતા
(ગ) સ્વસ્થતા
(ઘ) મક્કમતા
ઉત્તર : (ગ) સ્વસ્થતા
પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના એક-બે વાક્યોમાં ઉત્તર આપો :
(1) ઝવેરચંદ મેઘાણીને ગાંધીજીએ કયું બિરુદ આપ્યું હતું?
ઉત્તર : ઝવેરચંદ મેઘાણીને ગાંધીજીએ ‘રાષ્ટ્રીય શાયર’ નું બિરુદ આપ્યું હતું.
(2) દેવળિયા ગામમાં કયા તહેવારની ઉજવણી થઈ રહી હતી?
ઉત્તર : દેવળિયા ગામમાં હુતાશણીના તહેવારની ઉજવણી થઈ રહી હતી.
(૩) ગામડાની ધુળેટીમાં ઘેરૈયાઓને શેનાથી રંગવામાં આવે છે?
ઉત્તર : ગામડાની ધુળેટીમાં ઘેરૈયાઓને ગારો, માટી, છાણ જેવી ગંદી વસ્તુઓથી રંગવામાં આવે છે.
(4) મહેમાને પોતાને રંગવાની કેમ ના પાડી?
ઉત્તર : મહેમાને પોતાને રંગવાની ના પાડી, કારણ કે તેને હુતાશણીનો જરાય ઉલ્લાસ નહોતો.
(5) મહેમાનને રંગવાના આગ્રહનું શું પરિણામ આવ્યું?
ઉત્તર : મહેમાને રંગવાની ના પાડી છતાં ઘરેયાઓએ એને રંગવાનો આગ્રહ રાખ્યો. પરિણામે મહેમાન અને ઘેરૈયાઓ વચ્ચે રીડિયારમણ, અચકા, કાલાવાલા, તલવારનાં ઝાંવા અને ધૂળની આંધીનો કોઈ અનોખો મામલો જામી પડ્યો.
સ્વાધ્યાય
પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો :
(1) દેવળિયા ગામમાં ધુળેટીની ઉજવણી કેવી રીતે થઈ રહી હતી?
ઉત્તર : દેવિળયા ગામના લોકો ધુળેટી રમવા એકઠા થયા હતા. વચ્ચે દરબાર મંદોદરખાનનો આઠ વરસનો દીકરો અને એની આજુબાજુ સરખેસરખા જુવાનો ઊભા હતા. આગલા દિવસે હોળીનું પર્વ હતું, તેથી સૌ લીલા, પીળા અને કેસરિયા રંગમાં ગરકાવ હતા અને ધુળેટીના દિવસે સૌ પચરંગી છાંટણામાં દીપતા હતા. ધુળેટીનો તહેવાર ઉજવવા માટે ઘેરૈયા મર્યાદા ઓળંગી ગયા હતા. તેઓ ગાંડાતૂર બનીને ગારો, માટી, છાણ જેવી ગંદી વસ્તુઓથી એકબીજાને રંગી નાખવામાં ગુલતાન હતા. ગામડાની ધુળેટી કાળો કોપ હોય એવી લાગતી હતી!
(2) કુંવરનું મૃત્યુ શી રીતે થયું?
ઉત્તર : ઘેરૈયાના ગાંડા ટોળાથી બચવા અને ઘેરૈયાને પોતાનાથી દૂર રાખવા મુસાફરે બગલમાં દબાવેલી મ્યાન સાથેની તલવાર વીંઝવા માંડી. એ ધમાચકડીથી ધૂળની ડમરી ઊડવા માંડી. આથી મહેમાન મુસાફર કાંઈ જોઈ શક્યા નહોતા. રીડિયારમણ, ચસકા, કાલાવાલા, તલવારનાં ઝાવાં અને ધૂળની આંધીનો કોઈ અનોખો મામલો જામી પડ્યો. એવામાં કમનસીબે મુસાફરની તલવારની ધાર અચાનક કુંવરને વાગતાં તે ધબ દઈને પડ્યા અને મૃત્યુ પામ્યા.
(3) રાજાએ પોતાના દીકરાના મારનારને કેમ છોડી મૂક્યો?
ઉત્તર : ચારણ ભૂખે ટળવળતાં પોતાનાં છોકરાંને કાંઈક મળે એ હેતુથી રાજા મંદોદરખાન પાસે મદદ માગવા આવેલો, પણ ગામમાં પેસતાં જ રોળવા આવેલા ઘેરૈયાથી બચવા એણે મ્યાનમાં બીડેલી તલવાર કાઢીને વીંઝી, પણ ધૂળની આંધીમાં તલવાર અકસ્માત્ રાજાના દીકરાના જ ગળામાં વાગી અને દીકરો મૃત્યુ પામ્યો. આમ અજાણતાં જ ચારણથી આ કૃત્ય થઈ ગયું છે એ જાણીને રાજાએ પોતાના દીકરાના મારનારને છોડી મૂક્યો.
(4) મંદોદરખાનને પાછળ આવતા જોઈ મુસાફરે શું કર્યુ? શા માટે?
ઉત્તર : મંદોદરખાનને પાછળ આવતા જોઈ મુસાફર દોડતાં દોડતાં થંભી ગયો. તેને ખબર પડી ગઈ કે પોતાનો કાળ આવી પહોંચ્યો છે. હવે તે દૂર સુધી દોડી નહિ શકે. તેને થયું કે આમેય મરવું તો છે જ, તો પછી હવે નકામા પ્રયત્ન શા માટે કરવા? અત્યારે કાળને અટકાવાય તેમ નથી અને ખુલાસો કરવાનો વખત પણ નથી. એટલે મંદોદરખાનની સામે ઊભા રહીને મુસાફરે પોતાની તલવાર પોતાને જ ગળે માંડી.
(5) મંદોદરખાને ગામલોકોને શું કહીને શાંત પાડ્યા?
ઉત્તર : ક્રોધે ભરાયેલા ગામલોકોને મંદોદરખાને આમ કહીને શાંત પાડ્યા : ‘આમ ગાંડા ન થવાય. એણે મારા દીકરાને જાણીજોઈને નથી માર્યો. એને ઘરે આવા કેટલા દીકરા ભૂખે મરે છે એ જાણો છો? કોડભર્યો એ મારે ઉંબરે આવ્યો અને દેવગતિએ દીકરો મર્યો એ તો ખુદાતાલાની મરજી. આપણા નસીબમાં નહિ હોય એટલે મરી ગયો, પણ એને ખાતર આ ઊજળે દિવસે મારે એની હત્યાના પાપના ભાગીદાર નથી થવું. ચાલો, બેટાની મૈયત કાઢીએ.’
પ્રશ્ન 2. આ પાઠમાંથી લોકબોલીનાં પાંચ વાક્યો લખો.
ઉત્તર :
(1) “કોક ઊજળે લૂગડે મે’માન વયો આવે.”
(2) “સાચું ! સાચું ! .…… મે’માનને રોળો ! … ગોઠ્ય માગો ! રોળો !”
(૩) “આજ કોનો દી’ ફર્યો છે?”
( 4 ) “ભેંસ્યું. બધી મરી ખૂટી … છોકરાં છાશ-રાબ વગર રોવે છે … નો’તો આવતો,’’
(5) મારી ઓળખાણ અટાણે નહિ, પછી.”
પ્રશ્ન 3. (અ) નીચેના શબ્દોનો વાક્યોમાં પ્રયોગ કરી અર્થસભર ફકરો લખો :
પડછંદ, પાદર, પુરુષ, પાણી, પથ્થર, પાતાળ, પૃથ્વી, પ્રેમ, પડકાર, પગ
ઉત્તર : પડછંદ કાયા ધરાવતા ચારણે ધોળું બાસ્તા જેવું કેડિયું પહેર્યું હતું. ચારણ ગામને પાદર આવી પહોંચ્યો. પાદરમાં પ્રવેશતાં જ એક પુરુષ મોટેથી બોલ્યો, ‘એલા ભાઈઓ ! કોક ઊજળે લૂગડે મે’માન વયો આવે છે.’ ચારણે નદીકાંઠે આવી નદીનું પાણી પીધું. એવામાં એનો પગ પથ્થર સાથે અથડાયો. ત્યાં સામેથી ગામના દરબાર આવી ચડ્યા. દરબારે ચારણને પૂછ્યું, ‘તું કેમ આવ્યો છે? ચારણે કહ્યું, ‘દરબાર, મેં સાંભળ્યું કે તમારા જેવો ઉદાર માણસ સાત પાતાળમાં શોધતાં નહિ જડે.’ દરબારે વિનમ્રતાથી કહ્યું, ‘પણ ‘પૃથ્વી’ પર તો મળે ને!’ ચારણે પ્રેમથી કહ્યું, ‘મને ખબર નથી. તમે મને ઉદાર માણસ શોધી લાવવા પડકાર કરશો તો પણ હું પગે લાગીને કહીશ કે એ મારાથી નહિ બને.’
પ્રશ્ન 3. (બ) નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ લખો :
(1) પ્રભાત = સવાર
(2) જુવાન = યુવાન, તરુણ
(3) ફૂલ = પુષ્પ, કુસુમ
(4) મહેમાન = અતિથિ, પરોણો
(5) નસીબદાર = ભાગ્યશાળી
(6) સુવાસ = સુગંધ
પ્રશ્ન 3. (ક) નીચે શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો :
(1) ભૂંડો X સારો
(2) કોરી × જૂની
(3) પછવાડે X આગળ
(4) મૂરખ × શાણો, ડાહ્યો
(5) ઊલટો X સૂલટો, સીધો
(6) પાતાળ x આકાશ
પ્રશ્ન 4. દીકરાના મારનાર પ્રત્યેની મંદોદરખાનની ઉદારતા’ એ વિશેના વર્ણનનાં વાક્યો પાઠમાંથી શોધી ટૂંક નોંધ લખો.
ઉત્તર : દરબાર મંદોદરખાનનો આઠ વર્ષનો સાત ખોટનો એક દીકરો ચારણથી મરાયો હતો. આ સમાચાર જાણી દરબાર મંદોદરખાને તલવાર સાથે પોતાની રોઝડી ઘોડી ચારણની પાછળ દોડાવી. દરબાર તેની પાસે પહોંચ્યા ત્યારે ચારણે પોતાને મારી નાખવા પોતાની તલવાર પોતાના ગળે જ મૂકી. મંદોદરખાને તેને તેમ કરતાં રોક્યો અને પૂછપરછ કરી. ચારણ પાસેથી સાચી વાત જાણ્યા પછી મંદોદરખાન તેના પ્રત્યે ઉદારતા દર્શાવતાં કહે છે : ‘ગઢવા, આ મારી ઘોડી આપું છું. ચડીને ભાગવા માંડ. વાત કરવાની વેળા નથી. આખું ગામ ઉશ્કેરાયું છે અને તેં એના કુંવરને મારી નાખ્યો છે.
આવી પહોંચતાં જ તારી કાયાના રાઈરાઈ જેવા કટકા જાણજે –’ ચારણ એને ભગાડનાર વ્યક્તિને ઓળખવા માગે છે, ત્યારે મંદોદરખાન કહે છે, ‘મારી ઓળખાણ અત્યારે નહિ આપું, અત્યારે તું ભાગ, નીકર તારાં છોકરાં રઝળી પડશે અને ગામલોકો મારા રોક્યા રહેશે નહિ.’ ચારણ નામ જાણવા માગતાં, ‘અરે નામ ખુદાનું !’ કહીને મંદોદરખાન દોડે છે. ચારણને બાવડે ઝાલીને રોઝડી પર બેસાડી તેના હાથમાં ચોકડું આપે છે અને વાંસેથી રોઝડીને ડચકારે છે. ચારણ ઘોડીએ ચડી અલોપ થઈ જાય છે. મંદોદરખાન ગામલોકો પાસે જૂઠું બોલે છે, ‘માળો લોંઠકો આદમી! મને જીતવા ન દીધો. મારી તલવાર અને ઘોડી બેઉ લઈ ગયો’, પણ ગામલોકો એમની વાત માનવા તૈયાર નથી.
મંદોદરખાન શાંતિથી ગામલોકોને કહે છે, ‘લ્યો, હવે જાતી કરો.’ ગામના લોકો તો ચારણને માફ કરવા તૈયાર જ નહોતા. મંદોદરખાન એમને શાંતિથી સમજાવે છે, ભાઈ! એણે શું મારા દીકરાને જાણીજ્રને માર્યો’તો? એને ઘેર એવા કેટલાં દીકરા ભૂખે મરે છે જાણો છો? કોડભર્યો એ મારે ઉંબરે આવ્યો અને દૈવગતિએ દીકરો મર્યો એ તો ખુદાતાલાની મરજી. આપણા કિસ્મતમાં નહિ હોય. હાલો, હવે બેટાની મૈયત કાઢીએ,’
Also Read :