Class 8 Gujarati Chapter 8 Swadhyay (ધોરણ 8 ગુજરાતી પાઠ 8 અભ્યાસ અને સ્વાધ્યાય)

Class 8 Gujarati Chapter 8 Swadhyay
Class 8 Gujarati Chapter 8 Swadhyay

Class 8 Gujarati Chapter 8 Swadhyay

Class 8 Gujarati Chapter 8 Swadhyay. ધોરણ 8 ગુજરાતી વિષયના પાઠ 8 નું અભ્યાસ અને સ્વાધ્યાય વાંચી અને લખી શકશો. ધોરણ 8 ગુજરાતી પાઠ 8 અભ્યાસ અને સ્વાધ્યાય.

ધોરણ : 8

વિષય : ગુજરાતી

એકમ : 8. આજ આનંદ

સત્ર : પ્રથમ

અભ્યાસ

પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ- અક્ષર પ્રશ્ન સામેના બોક્ષમાં લખો :

(1) લોકોમાં આનંદ વ્યાપ્યો છે, કારણ કે….

(ક) આકાશમાં વાદળો ઉમટ્યાં છે.

(ખ) મહેમાન આવવાના છે.

(ગ) વરસાદ થંભી ગયો છે.

(ઘ) વરસાદ પડી રહ્યો છે.

ઉત્તર : (ક) આકાશમાં વાદળો ઉમટ્યાં છે.

(2) આ કાવ્યમાં ‘ધરતીએ ઓઢ્યાં લીલાં ચીર જો’ એટલે….

(ક) ધરતી પર લીલું વસ્ત્ર ઓઢાડ્યું છે.

(ખ) ધરતી લીલીછમ બની છે.

(ગ) ધરતી પર લીલો રંગ છાંટ્યો છે.

(ઘ) ધરતી પર લીલી ચાદર પાથરી છે.

ઉત્તર : (ખ) ધરતી લીલીછમ બની છે.

(3) ખેડૂત ધોરીડાને તૈયાર કરે છે, કારણ કે…

(ક) વરસાદ પડી રહ્યો છે.

(ખ) વરસાદની ઋતુ છે.

(ગ) વરસાદ આવવાની તૈયારી છે.

(ઘ) વરસાદ થંભી ગયો છે.

ઉત્તર : (ગ) વરસાદ આવવાની તૈયારી છે.

પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો :

(1) વર્ષા આવી રહી છે તે શાના આધારે કહી શકાય?

ઉત્તર : ઉત્તર-દક્ષિણ દિશામાંથી વાદળાં આકાશમાં ચડી આવ્યાં છે અને આકાશમાં ઝીણી ઝીણી વીજળી ઝબૂકવા માંડી છે. આના આધારે વર્ષા આવી રહી છે એમ કહી શકાય.

(2) ખેડૂતો અને એના બળદો શાનાથી શોભી રહ્યા છે?

ઉત્તર : ખેડૂતો એના માથે બાંધેલા લીલા રંગના કસબી ફેંટાથી અને એના બળદો એની કોટે બાંધેલ ઘૂઘરમાળથી શોભી રહ્યા છે.

(3) વીરનું અને એના બળદોનું કલ્યાણ થાય તે માટે શું કરવામાં આવ્યું છે?

ઉત્તર : વી૨નું અને એના બળદોનું કલ્યાણ થાય એ માટે વીરના લલાટે કુંકુમનો ચાંદલો કરવામાં આવ્યો છે અને એના બળદોની ડોકે રાખડી બાંધવામાં આવી છે.

(4) વાવણિયાને કેવી રીતે શણગાર્યું છે?

ઉત્તર : વાવણિયા પર હીરલા જડીને એના પર મોતીની સેર બાંધીને એને શણગાર્યું છે.

સ્વાધ્યાય

પ્રશ્ન 1. આ ગીત આપણા મન આગળ કેટલાંક આબેહૂબ દશ્યો ખડાં કરે છે. આવાં ચાર દશ્યોની યાદી કરો.

ઉદાહરણ : આકાશ વાદળોથી ઘેરાયેલું છે; વીજળીના ચમકારા થાય છે. વાવણી માટે જતા બળદોને શણગાર્યા છે.

ઉત્તર :  (1) ખેડૂતોના માથે લીલા રંગના કસબી ફેંટા શોભી રહ્યા છે. બળદોની કોટે ઘૂઘરમાળ શોભે છે. (2) વીરે શણગારેલા એના વાવણિયા હીરાથી અને મોતીની લટકતી સેરથી શોભી રહ્યા છે. (૩) બળદોની કોટે રાખડી બાંધી છે, વીરના લલાટ પર કુંકુમનો ચાંદલો શોભી રહ્યો છે. (4) ધરતી લીલીછમ બની છે. નદીના પાણીનો પ્રવાહ વેગથી વહી રહ્યો છે અને ગાયો લીલું ઘાસ ચરી રહી છે.

પ્રશ્ન 2. ‘આવી આષાઢી બીજ’ એ વિષય પર દસથી બાર વાક્યો લખો.

ઉત્તર : આવી આષાઢી બીજ

આષાઢ મહિનામાં મેઘરાજાની સવારી વાજતેગાજતે આવી પહોંચે છે. આકાશમાં ઘનઘોર વાદળાં છવાઈ જાય છે. વાદળોના ગડગડાટ અને વીજળીના ચમકારા થાય છે. ઠંડા પવનના સૂસવાટા સાથે ધોધમાર વરસાદ તૂટી પડે છે.

વરસાદના આગમન સાથે જ ચોમેર ખુશીનું વાતાવરણ છવાઈ જાય છે. પશુપંખીઓમાં આનંદ સમાતો નથી. મોર કળા કરી નૃત્ય કરે છે અને ‘ટેહુક’

‘ટેહુક’ ટહુકા કરે છે. કોયલ ‘કૂઉ’ … ‘કૂઉ’ . કરે છે. દેડકાં ‘ડ્રાંઉં’ …‘ડ્રાંઉં’ … કરી વર્ષને વધાવે છે. બાળકો રસ્તા પર આવીને વરસતા વરસાદમાં નહાતાંનહાતાં ગાય છે :

‘આવ રે વરસાદ, ઘેબરિયો પરસાદ,

ઊની ઊની રોટલી ને કારેલાંનું શાક.’

વરસાદ પડતાં જ ખેડૂતોનો હરખ સમાતો નથી. તેઓ ખેતરમાં અનાજની વાવણી કરે છે.

આષાઢી બીજ એટલે વર્ષના શુભ આગમનનો દિવસ. સૌ ‘આવી આષાઢી બીજ’ ગાઈને વર્ષાઋતુને વધાવે છે.

પ્રશ્ન 3. નીચેના શબ્દો માટે કાવ્યમાં ક્યા શબ્દો વપરાયા છે તે લખો :

(1) ઉત્તર : ઓતર

(2) દક્ષિણ : દખણ

(3) જુવાર : જારું

(4) પ્રવાહ : સેરું

(5) ગાય : ગવરી

(6) બળદ : ધોરીડા

Also Read :

Class 8 Gujarati Chapter 9 Swadhyay

error: Content is protected !!
Scroll to Top