Class 8 Gujarati Chapter 3 Swadhyay
Class 8 Gujarati Chapter 3 Swadhyay. ધોરણ 8 ગુજરાતી વિષયના પાઠ 3 નું અભ્યાસ અને સ્વાધ્યાય વાંચી અને લખી શકશો. ધોરણ 8 ગુજરાતી પાઠ 3 અભ્યાસ અને સ્વાધ્યાય.
ધોરણ : 8
વિષય : ગુજરાતી
એકમ : 3. જુમો ભિસ્તી
સત્ર : પ્રથમ
અભ્યાસ
પ્રશ્ન 1. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.
(1) જુમાની વેણુ પ્રત્યેની લાગણીને શું કહેવાય?
(ક) માનવપ્રેમ
(ખ) પશુપ્રેમ
(ગ) માનવતા
(ઘ) લાગણીવેડા
જવાબ : (ખ) પશુપ્રેમ
(2) જુમો વેણુને ખવરાવવા રોજ શું ખરીદતો હતો?
(ક) જુવાર
(ખ) બાજરી
(ગ) ગદબ
(ઘ) સૂકું ઘાસ
જવાબ : (ગ) ગદબ
(3) જુમો કોના ઉપર બેસીને પરણવા ગયો હતો?
(ક) હાથી પર
(ખ) ઘોડા પર
(ગ) પાડા પર
(ઘ) વેણુ પર
જવાબ : (ક) હાથી પર
પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના એક-એક વાક્યમાં ઉત્તર લખો :
(1) પાડાનું નામ વેણુ કોણે પાડ્યું હતું?
ઉત્તર : પાડાનું નામ વેણુ જુમાના કોઈ મિત્રે પાડ્યું હતું.
(2) વેણુનો બચાવ શક્ય ન લાગતાં જુમો શું નિર્ણય કરે છે?
ઉત્તર : વેણુનો બચાવ શક્ય ન લાગતાં જુમો વેણુની સાથે મોતને ભેટવાનો નિર્ણય કરે છે.
(3) જુમા સાથેની દોસ્તી વેણુ અંત સમયે કેવી રીતે નિભાવે છે?
ઉત્તર : અંત સમયે પોતાની ગોદમાં ભરાઈને બેઠેલા જુમાને વેણું માથું મારીને પાટાથી દૂર ફેંકી દે છે. આ રીતે અંત સમયે વેણુ જુમા સાથેની પોતાની દોસ્તી નિભાવે છે.
સ્વાધ્યાય
પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો.
(1) જુમો અને વેણ દિવસ દરમિયાન શું કરતા હતા?
ઉત્તર : જુઓ અને વેણુ દિવસ દરમિયાન આ પ્રવૃત્તિ કરતા હતા : જુમો વેણુની પીઠ ઉપર મોટી મોટી મશક ભરીને સવારના પાંચ વાગ્યામાં નીકળી પડતો. બારણે બારણે પાણી ભરી દીધા પછી જુમો ને વેણુ બંને પાછા વળતા. જુમો રસ્તામાંથી એક પૈસાનાં ગાજર ને ટામેટાં કે ભાજી પોતાના શાક માટે અને વેણુ માટે બથ ભરીને ગદબ ખરીદતો. પાછા વળતાં વેણુ ગદબ ખાતો. પછી જુમો બપોરથી છેક સાંજ સુધી હોકો ગગડાવ્યા કરતો અને વેણુ માખીને ઉડાડવા કાન ફફડાવતો, આંખ મીંચીને ઊંઘી જતો અથવા જાગતો પડ્યો રહેતો. પછી સાંજે જુમો અને વેણુ ફરવા નીકળતા અને નદીના કાંઠા સુધી જઈ પાછા વળતા.
(2) જુમાએ વેણુને બચાવવા કયા પ્રયત્નો કર્યા?
ઉત્તર : જુમાએ વેણુને બચાવવા સૌથી પહેલાં પાટામાં ફસાયેલા વેણુના પગને આમતેમ મરડીને બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો, પણ તે ફાવ્યો નહિ. પછી રસ્તે જતા બે યુવાનોને મદદ કરવા વિનંતી કરી, પણ એ યુવાનોએ તેને ફાટકવાળા પાસે જવાનું કહ્યું. એવામાં ટ્રેનની સિસોટી સંભળાઈ. ઝપાટાબંધ ફાટકવાળાની ઓરડી પાસે જઈ તેણે વિનંતી કરી ‘સિગ્નલ ફેરવો મારું જનાવર કચરાઈ જશે’, પણ ઓરડીમાંથી ‘ઘેર કોઈ ભાઈમાણસ નથી’ એવો બેદરકાર જવાબ મળતાં જુમો નિરાશ થઈ ગયો. આમ, જુમાએ પોતાના પ્રિય વેણુને બચાવવા અનેક પ્રયત્નો કર્યા.
(3) વાર્તાના છેલ્લા વાક્યનું શું મહત્ત્વ છે તે સમજાવો.
ઉત્તર : વાર્તાનું છેલ્લું વાક્ય : જુમો એના એક માનીતા પથ્થર પર ફૂલ મૂકીને ‘વેણુ …! વેણુ…! વેણુ !’ એમ ત્રણ બૂમ પાડીને ચાલ્યો જાય છે. આ વાક્ય જુમો અને વેણુ બંનેનાં એકબીજા પ્રત્યેનો પ્રેમ અને દોસ્તીની વફાદારીનું મહત્ત્વ સમજાવે છે.
પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના ઉત્તર વિચારીને લખો.
(1) જુમાની જગ્યાએ તમે હો તો શું કરો?
ઉત્તર : જુમાની જગ્યાએ હું હોત તો મેં પાટા પર ઊભા રહીને હાથ લંબાવીને ટ્રેનને રોકવાનો પ્રયત્ન કર્યો હોત.
(2) શું બન્યું હોત તો વેણુ બચી ગયો હોત?
ઉત્તર : પેલા બે યુવાનોએ પાટામાં ફસાયેલા વેણુના પગને બહાર કાઢવામાં મદદ કરી હોત અથવા ફાટકવાળાના ઘરમાંથી કોઈએ સિગ્નલ ફેરવ્યું હોત તો વેણ બચી ગયો હોત.
(3) તમને ગમતા પ્રાણી માટે તમે શું કરો છો?
ઉત્તર : મને ગમતું પ્રાણી ગાય છે. એને હું લીલા ઘાસનો ચારો તથા સારું ખાણ ખવરાવું છું. તેને ચોખ્ખું પાણી પિવડાવું છું. તેની આસપાસની જગ્યા સ્વચ્છ રાખું છું. તેને ટાઢ, તડકો અને વરસાદથી રક્ષણ મળે એ માટે મેં છાપરાની વ્યવસ્થા કરી છે. તે બીમાર પડે તો તરત ઉપચાર કરાવું છું. રોજ સાંજે કેસેટ વગાડીને તેને સંધ્યા આરતી અને ભજનો સંભળાવું છું. તેને રોજ ફરવા લઈ જાઉં છું. હું ગાયને ખૂબ વહાલ કરું છું.
(4) આ વાર્તાનું શીર્ષક ‘વેણુ’ રાખીએ તો તે માટેનાં કારણો આપો.
ઉત્તર : આ વાર્તાનું શીર્ષક ‘વેણુ’ રાખવાનાં કારણો :
મૂક પશુ વેણુને પોતાના માલિક જુમા પ્રત્યે અપાર પ્રેમ છે. એ બોલી શકતો નથી, પણ જુમાની વાણીમાં પ્રગટતા પ્રેમને એ સમજી શકે છે. વેણુ અંત સમયે જુમાને માથું મારીને પાટાથી દૂર ફેંકી દઈને બચાવે છે. એ જુમા પ્રત્યેની વેણુની વફાદારી અને નિઃસ્વાર્થ પ્રેમ સૂચવે છે. વેણુ સમગ્ર વાર્તામાં કેન્દ્રસ્થાને છે. એ દષ્ટિએ આ વાર્તાનું શીર્ષક ‘વેણુ’ રાખીએ તો એ ઉચિત ગણાશે.
પ્રશ્ન 3. નીચે આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દ લખો.
(1) શ્રીમંત = ધનવાન, અમીર
(2) દુર્ગંધ = બદબુ, વાસ,
(3) કર્કશ = તીણો, કઠોર
(4) આનંદ = હર્ષ, ખુશી
(5) ગદબ = રજકો
(6) હાંડલી = માટલી, હાંલ્લી
પ્રૉજેકટ
(1) સ્થાનિક કક્ષાએ થતા પશુપક્ષીઓના અકસ્માતો નિવારવાના ઉપાયો પ્રૉજેક્ટ વર્ક દ્વારા તારવવા.
દા.ત. ઉત્તરાયણ દરમિયાન થતા અકસ્માતો
ઉત્તર : ઉત્તરાયણ દરમિયાન માંજો પાયેલી દોરી રસ્તે ચાલતાં પશુઓના કે આકાશમાં ઊડતાં પક્ષીઓના માથામાં કે પગમાં ભરાઈ જાય છે ત્યારે તેને કાઢવા જતાં ક્યારેક તેના પગ કપાઈ જાય છે તો ક્યારેક પક્ષી લોહીલુહાણ થઈ જાય છે. એ માટે જીવદયાપ્રેમીએ એ સ્થળે દોડી જવું. તરત જ ઘાયલ પશુપક્ષીના પગમાં ભરાઈ ગયેલા માંજાની દોરીને હળવેકથી દૂર કરવી. તેમને પાટાપીંડી કરી અને સલામત સ્થળે લઈ જવાં. તેમને સાજા કરવાના તમામ ઉપાય કરવા.
Also Read :
Class 8 Gujarati Chapter 4 Swadhyay