Class 8 Gujarati Chapter 22 Swadhyay (ધોરણ 8 ગુજરાતી અભ્યાસ અને સ્વાધ્યાય)

Spread the love

Class 8 Gujarati Chapter 22 Swadhyay
Class 8 Gujarati Chapter 22 Swadhyay

Class 8 Gujarati Chapter 22 Swadhyay

Class 8 Gujarati Chapter 22 Swadhyay. ધોરણ 8 ગુજરાતી વિષયના પાઠ 22 નું અભ્યાસ અને સ્વાધ્યાય વાંચી અને લખી શકશો. ધોરણ 8 ગુજરાતી અભ્યાસ અને સ્વાધ્યાય

ધોરણ : 8

વિષય : ગુજરાતી

એકમ : 22 કિસ્સા-ટુચકા

સત્ર : દ્વિતીય  

અભ્યાસ

પ્રશ્ન 1.  નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધી તેનો ક્રમ-અક્ષર પ્રશ્ન સામેના બોક્ષમાં લખો :

(1) પાડાનું અંગ્રેજી કરવા અંગે કોને મૂંઝવણ હતી?

(A) લેખકને

(B) છોટુભાઈને

(C) ગોવિંદને

(D) તારમાસ્તરને

જવાબ : (D) તારમાસ્તરને

(2) બાપુજીના સેક્રેટરીનું નામ જણાવો.

(A) નારાયણ દેસાઈ

(B) મોરારજી દેસાઈ

(C) મહાદેવભાઈ દેસાઈ

(D) મગનભાઈ દેસાઈ

જવાબ : (C) મહાદેવભાઈ દેસાઈ

(3) મમ્મીએ મનુને કેટલાં કેળાં આપ્યાં?

(A) ત્રણ

(B) ચાર

(C) પાંચ

(D) એક

જવાબ : (A) ત્રણ

(4) ‘કિસ્સા-ટુચકા’ પાઠના લેખકનું નામ જણાવો.

(A) નરહરિ પરીખ

(B) રતિલાલ બોરીસાગર

(C) બકુલ ત્રિપાઠી

(D) સ્વામી આનંદ

જવાબ : (D) સ્વામી આનંદ

પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના એક-એક વાક્યમાં ઉત્તર લખો :

(1) બે આના ટેક્સ ગાડાવાળા પાસેથી કોણ લેતું હતું?

ઉત્તર : બે આના ટેક્સ ગાડાવાળા પાસેથી નાકાદાર લેતો હતો.

(2) આખી રાત ચકરાવા મારીને બળદો ક્યાં આવી ઊભા રહ્યા?

ઉત્તર : આખી રાત ચકરાવા મારીને બળદો બરાબર ટોલની છાપરી સામે આવીને ઊભા રહ્યા.

(3) આઝાદી પહેલાં પહાડી લોકો કોનાથી ડરતા હતા?

ઉત્તર : આઝાદી પહેલાં પહાડી લોકો અંગ્રેજોથી ડરતા હતા.

(4) સોનલને મોટી બહેને શો પ્રશ્ન કર્યો?

ઉત્તર : મોટી બહેને સોનલને આ પ્રશ્ન કર્યો : “સૂર્ય ઊગે જ નહીં તો શું થાય?”

પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના ત્રણ-ચાર વાક્યોમાં ઉત્તર લખો :

(1) ગાડામાં લાદેલા વાંસ પર ગાડાવાળો લંબાવીને શા માટે સૂઈ ગયો?

ઉત્તર : આખો દિવસ જંગલમાં વાંસ કાપીને ગામડિયો થાકી ગયો હતો. ગાડું હાંકતાં-હાંક્તાં ગાડાવાળાને ઊંઘ આવવા માંડી એટલે તે ગાડામાં લાદેલા વાંસ પર લંબાવીને સૂઈ ગયો.

(2) બાબુ સાથે મનુએ ત્રણ કેળાં કેવી રીતે વહેંચીને ખાધાં?

ઉત્તર : મનુએ સૌથી પહેલાં એક કેળું પોતે ખાધું પછી બાકીનાં બે કેળાંમાંથી એક બાબુને આપ્યું અને બીજું પોતે ખાધું. આ રીતે બાબુની સાથે મનુએ ત્રણ કેળાં વહેંચીને ખાધાં.

સ્વાધ્યાય

પ્રશ્ન : 1 નીચેના પ્રશ્નોના જવાબ આપો :

(1) ટોલવાળા નાકાદારને બે આના ન આપવાની ગામડિયાની યુક્તિ કેમ નિષ્ફળ ગઈ?

ઉત્તર : ટોલવાળા નાકાદારને બે આના ન આપવા પડે તેથી ગામડિયો ગાડું લઈને વહેલી સવારે છાનોમાનો જંગલમાં પેઠો. આખો દિવસ ખૂબ વાંસ કાપ્યા અને ગાડામાં ઠાંસીઠાંસીને ભર્યા. સાંજ પડતાં તે થાકી ગયો એટલે ગાડામાં ગોઠવેલા વાંસ પર સૂઈ ગયો. આખી રાત બળદો જંગલની ઘરેડોમાં આંટા મારીને છેક વહેલી સવારે ટોલની છાપરી સામે આવીને ઊભા રહ્યા. ત્યારે દાતણ કરવા બેઠેલાં ટોલવાળા નાકાદારે ગાડું જોયું અને ગામડિયા પાસે ટોલના બે આના માગ્યા. આમ ટોલવાળા નાકાદારને ટોલના બે આના ભર્યા વગર નીકળી જવાની ગામડિયાની યુક્તિ નિષ્ફળ ગઈ.

(2) મુંબઈના રેલવે-અમલદારો તારને કેમ વાંચ્યા જ કરતા હતા?

ઉત્તર : એક દિવસ રેલના પાટાની કોરાણે ચાલતો પાડો એન્જિનથી અથડાઈને મરી ગયો. રેલવેના કાયદા પ્રમાણે કોઈ અકસ્માત થાય તો સ્ટેશનમાસ્તરે ઉપરી અમલદારને તાર કરીને તરત ખબર આપવા જોઈએ. આથી સ્ટેશનમાસ્તર છોટુભાઈએ પોતાના હાથ નીચેના તારમાસ્તરને તાર કરી દેવા કહ્યું, પણ પાડા માટે અંગ્રેજીમાં કયો શબ્દ વાપરવો એની ખબર ન હોવાથી તારમાસ્તરે છોટુભાઈને પાડાનું અંગ્રેજી પૂછયુ એટલે છોટુભાઈએ કહ્યું, “ભેંસનો વર.” તારમાસ્તરે આમ તાર કર્યો : ONE HUSBAND OF BUFFALO DIED UNDER ENGINE. તેથી મુંબઈના અમલદારો આ તાર વાંચ્યા જ કરતા હતા.

(3) ચાની દુકાને જઈ અંગ્રેજે ખરેખર શું કહ્યું હતું? દુકાનદાર શા માટે ગુસ્સે થઈ ગયો?

ઉત્તર : ચાની દુકાને જઈ અંગ્રેજ બાંકડા પર બેઠો અને દુકાનદારને કહ્યું, “ટુ કપ ટી !” (બે કપ ચા). આ સાંભળી દુકાનદાર ગુસ્સે થઈ ગયો; કારણ કે એને અંગ્રેજી આવડતું નહોતું. એ તો ‘કપટી’ નો અર્થ ‘દગાબાજ’ સમજ્યો. એને એમ થયું કે આ અંગ્રેજે મને કપટી (દગાબાજ) કહ્યો. આથી દુકાનદાર ગુસ્સે થઈ ગયો.

(4) લાલાની મૂંઝવણ શી હતી? એની મૂંઝવણ પહાડીને કેમ ન સમજાઈ?

ઉત્તર : લાલાની મૂંઝવણ એ હતી કે પહાડ તો તંબુ જેવો હોય. તેના છાપરા ઉપર ખાટલો કેવી રીતે ઢાળીને લોકો સૂતા હશે? લાલાની આ મૂંઝવણ પહાડીને ન સમજાઈ. કારણ કે પહાડી પ્રદેશના જીવનથી લાલો અજાણ છે એની પહાડીને નવાઈ લાગી હતી.

પ્રશ્ન 2. “બીજું શું વળી ?” એવો પ્રયોગ પોતે જે વાત કરે છે, તેના સમર્થન માટે વપરાય છે. નીચેનાં ઉદાહરણો જુઓ અને આવાં બે વાક્યો બનાવો :

(1) પાડો એટલે ભેંસનો વર; બીજું શું વળી?

(2) ચારપાઈ એટલે ખાટલો, બીજું શું વળી?

ઉત્તર : (1) આઝાદી એટલે સ્વતંત્રતા; બીજું શું વળી?

(2) સાથિયો એટલે સ્વસ્તિક; બીજું શું વળી?

પ્રશ્ન-3. ‘ક’ વિભાગમાં રૂઢિપ્રયોગ છે અને ‘ખ’ વિભાગમાં તેના અર્થ આડાઅવળા મૂક્યા છે. યોગ્ય જોડકાં જોડો.

વિભાગ – ક

(1) પેટનો ખાડો પૂરવો

(2) પેટનું પાણી ન હાલવું

(3) પેટે પાટા બાંધવા

(4) પેટમાં પેસી નીકળવું

વિભાગ – ખ

(1) કરકસર કરી જીવવું

(2) બીજાની છૂપી વાત જાણવી

(3) ભૂખ સંતોષવી

(4) ગુપ્ત વાત સાચવવી

(5) કોઈ જાતની અસર ન થવી

જવાબ :

(1) પેટનો ખાડો પૂરવો – (3) ભૂખ સંતોષવી

(2) પેટનું પાણી ન હાલવું – (5) કોઈ જાતની અસર ન થવી

(3) પેટે પાટા બાંધવા – (1) કરકસર કરી જીવવું

(4) પેટમાં પેસી નીકળવું – (2) બીજાની છૂપી વાત જાણવી

Also Read :

Class 8 Gujarati Chapter 21 Swadhyay


Spread the love
error: Content is protected !!
Scroll to Top