Class 8 Gujarati Chapter 21 Swadhyay (ધોરણ 8 ગુજરાતી અભ્યાસ અને સ્વાધ્યાય)

Class 8 Gujarati Chapter 21 Swadhyay
Class 8 Gujarati Chapter 21 Swadhyay

Class 8 Gujarati Chapter 21 Swadhyay

Class 8 Gujarati Chapter 21 Swadhyay. ધોરણ 8 ગુજરાતી વિષયના પાઠ 21 નું અભ્યાસ અને સ્વાધ્યાય વાંચી અને લખી શકશો. ધોરણ 8 ગુજરાતી અભ્યાસ અને સ્વાધ્યાય

ધોરણ : 8

વિષય : ગુજરાતી

એકમ : 21 કમાડે ચિતર્યાં મેં…..

સત્ર : દ્વિતીય  

અભ્યાસ

પ્રશ્ન 1. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો :

(1) લાભ-શુભ અને શ્રીસવા કવિએ ક્યાં ચીતર્યા છે?

(A) કમાડ ઉપર

(B) પુસ્તક ઉપર

(C) પાણિયારે

(D) બારણા આગળ

જવાબ : (A) કમાડ ઉપર

(2) સ્નેહના સાથિયા ક્યાં અંજાયા છે?

(A) આભમાં

(B) પ્રિયતમાના પ્રેમમાં

(C) આંખોમાં

(D) ભીંત ઉપર

જવાબ : (C) આંખોમાં

(3) ‘કમાડે ચીતર્યા મેં’ કાવ્યના કવિનું નામ જણાવો.

(A) તુષાર શુક્લ

(B) ચીનુ મોદી

(C) રમેશ પારેખ

(D) સ્નેહરશ્મિ

જવાબ : (A) તુષાર શુક્લ

પ્રશ્ન 2. નીચેના દરેક પ્રશ્નોના એક-એક વાક્યમાં ઉત્તર લખો :

(1) કવિના મતે શું મૂલવી શકાય તેમ નથી?

ઉત્તર : કવિના મતે સુવાસિત જીવનને મૂલવી શકાય તેમ નથી.

(2) કવિએ તરભાણામાં શું લીધું છે?

ઉત્તર : કવિએ તરભાણામાં કંકુ લીધું છે.

(3) કવિ કોને ‘મરજાદી’ કહે છે?

ઉત્તર : કવિ ઉંબરાને ‘મરજાદી’ કહે છે.

(4) આ કાવ્યને અન્ય કોઈ શીર્ષક આપો.

ઉત્તર : આ કાવ્યનું અન્ય શીર્ષક : ‘અવસરનાં તોરણિયાં.’

પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો :

(1) કવિએ કમાડે શું શું ચીતર્યું છે? શા માટે?

ઉત્તર : કવિએ કમાડે લાભ અને શુભ શબ્દો ચીતર્યા છે અને ‘શ્રી૧।‘  લખ્યું છે; કારણ કે કવિ માને છે કે ઘરના કમાડ પર આવા માંગલિક શબ્દો ચીતર્યા હોય તો જીવનમાં એ સરનામે સુખ જરૂર આવશે.

(2) ‘અવસરનાં તોરણિયાં’ દ્વારા કવિ શું કહે છે?

ઉત્તર : અવસરનાં તોરણિયાં હસીને કહે છે, કે તમે હૈયામાં હેત ભરીને આવો. અહીં લાખેણી લાગણીઓ સદાય લહેરાતી હોય છે. આવો વહાલભર્યો લહાવો તમારા જીવનમાં આવ્યો છે, તો તમારાથી એનો આનંદ જેટલો લૂંટાય એટલો લૂંટી લો.

(૩) ઉંબરાને કેવો કહ્યો છે? શા માટે?

ઉત્તર : ઉંબરાને મરજાદી કહ્યો છે; કારણ કે ગૃહિણી ઉંબરાને ઓળંગીને દોડી આવી છે. એને વિશ્વાસ છે કે સુખ અમારે સરનામે જરૂર આવશે.

પ્રશ્ન 4. ‘સુખ આવશે અમારે સરનામે’ માટે તમે કવિની જેમ બીજું શું શું કરી શકો, તે કહો.

ઉત્તર : ‘સુખ આવશે અમારે સરનામે’ એ માટે કવિની જેમ જીવનમાં સ્નેહના સાથિયા પૂરીશું. સત્કર્મોથી જીવનને મહેકતું કરીશું. સુખ અમારું સરનામું શોધતું આવે એ માટે સૌની સાથે હળીમળીને રહીશું. જીવનમાં સોને ઉપયોગી થઈશું.

સ્વાધ્યાય

પ્રશ્ન 1. સૂચના મુજબ કરો :

(1) કાવ્યમાં તમને સૌથી વધુ ગમતા હોય એવા બે શબ્દો લખો અને એ શબ્દો વાપરીને બે વાક્યો બનાવો.

ઉત્તર : તોરણિયા, ઉંબરો

તોરણિયા : લગ્નપ્રસંગે ઘરનાં બારણાં ફૂલોનાં તોરણિયાંથી શોભે છે.

ઉંબરો : ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના.

(2) નીચે આપવામાં આવેલા ઉદાહરણ મુજબ બીજા પાંચ શબ્દો અંતાક્ષરીની રીતે લખો.

ઉદાહરણ : અવસર – રમત – તડકો – કોયલ – લખોટી

ઉત્તર : સાથિયા – યાચના – નાગર – રમકડું – ડુંગર

(૩) નીચેના શબ્દોનો વાક્યોમાં પ્રયોગ કરો.

ઉત્તર : તરભાણું, અવસર, આયખું, સરનામું, સાથિયા, ઉંબરો

(1) તરભાણું – પૂજા કરતી વખતે માએ તાંબાના તરભાણામાં કંકુ ઘોળ્યું.

(2) અવસર – લગ્નના મંગળ અવસર પર કન્યા ઘરચોળું પહેરીને મંડપમાં આવી.

(3) આયખું – માજીએ લોકોનાં દળણાં દળીને આયખું વિતાવ્યું.

(4) સરનામું — સરનામું બરાબર હોય તો ઘર શોધવામાં વાર ન લાગે.

(5) સાથિયા – દીવાળીમાં ઘરઆંગણે સાથિયા પૂરવામાં આવે છે.

(6) ઉંબરો – ભારતીય નારી પોતાના કુળના ઉંબરાની મર્યાદા ક્યારેય ઓળંગતી નથી.

પ્રશ્ન 2. ઉદાહરણ મુજબ કરો :

ઉદાહરણ : લાભ – લાભાલાભ, લાભદાયી, લાભકારી, લાભપ્રદ.

ઉત્તર : શુભ – શુભાશુભ, શુભદાયી, શુભકારી, શુભપ્રદ.

પ્રશ્ન 3. નીચેની ખાલી જગ્યાઓ ઉદાહરણ મુજબ પૂર્ણ કરો :

ઉદાહરણ : ગુડી પડવો

ભાઈબીજ

ગણેશચોથ

લાભપાંચમ

રાંધણછઠ્ઠ

શીતળાસાતમ

ગોકુળઆઠમ

રામનવમી

વિજયાદસમી

દેવપોઢીઅગિયારસ

વાઘબારસ

ધનતેરસ

કાળીચૌદસ

શરદપૂનમ

પ્રશ્ન 4. ‘સુખ આવશે અમારે સરનામે’- આ પંક્તિમાં શબ્દોનો વારાફરતી ક્રમ બદલી પાંચ વાક્યો લખો :

ઉત્તર : (1) અમારે સરનામે સુખ આવશે.

(2) આવશે અમારે સરનામે સુખ.

(3) સરનામે આવશે અમારે સુખ.

(4) સુખ આવશે અમારે સરનામે.

(5) આવશે સુખ અમારે સરનામે.

Also Read :

Class 8 Gujarati Chapter 22 Swadhyay

error: Content is protected !!
Scroll to Top