Class 8 Gujarati Chapter 2 Swadhyay (ધોરણ 8 ગુજરાતી પાઠ 2 અભ્યાસ અને સ્વાધ્યાય)

Spread the love

Class 8 Gujarati Chapter 2 Swadhyay
Class 8 Gujarati Chapter 2 Swadhyay

Class 8 Gujarati Chapter 2 Swadhyay

Class 8 Gujarati Chapter 2 Swadhyay. ધોરણ 8 ગુજરાતી વિષયના પાઠ 2 નું અભ્યાસ અને સ્વાધ્યાય વાંચી અને લખી શકશો. ધોરણ 8 ગુજરાતી પાઠ 2 અભ્યાસ અને સ્વાધ્યાય.

ધોરણ : 8

વિષય : ગુજરાતી

એકમ : 2. એક જ દે ચિનગારી

સત્ર : પ્રથમ

અભ્યાસ

પ્રશ્ન 1. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.

(1) કવિ ઈશ્વર પાસે શું માગે છે?

(ક) જિંદગી

(ખ) આભઅટારી

(ગ) ધનસંપત્તિ

(ઘ) ચિનગારી

જવાબ : (ઘ) ચિનગારી

(2) તણખો ક્યાં ન પડ્યો?

(ક) ચિનગારીમાં

(ખ) જામગરીમાં

(ગ) સગડીમાં

(ઘ) વિપતમાં

જવાબ : (ખ) જામગરીમાં

પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના એક- એક વાક્યમાં ઉત્તર લખો.

(1) કવિ પોતાની મહેનત એળે ગઈ એમ શા માટે કહે છે?

ઉત્તર : કવિએ પોતાનું જીવન અનેક પ્રકારનાં નિરર્થક કામો કરવામાં ખરચી નાખ્યું, પણ જીવનમાં જ્ઞાનરૂપી પ્રકાશ થયો નહિ. આથી કવિ પોતાની મહેનત એળે ગઈ એમ કહે છે.

(2) કવિ કઈ વાતને ભારે વિપતની ગણે છે?

ઉત્તર : પરમાત્માની એક જ ચિનગારીથી ચાંદો, સૂરજ અને આભની અટારીએ તારા ઝળહળી ઊઠ્યા, પણ કવિની જીવનરૂપી સગડી જ સળગી નહિ. તેથી કવિ આ વાતને ભારે વિપતની ગણે છે.

સ્વાધ્યાય

પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના તમારા શબ્દોમાં ઉત્તર લખો.

(1) કવિ માત્ર એક જ ચિનગારી શા માટે માગે છે?

ઉત્તર : કવિ માત્ર એક જ ચિનગારી માગે છે. કારણ કે જ્ઞાનની એક જ ચિનગારીથી સમગ્ર જીવન પ્રકાશિત થઈ જાય છે.

(2) ‘જીવન ખરચી નાખવું” એટલે શું કરવું?

ઉત્તર : ‘જીવન ખરચી નાખવું’ એટલે અનેક નાનાં-મોટાં કાર્યો કરવામાં જીવન પૂરું કરી દેવું.

(3) ‘મહેનત ફળવી’ એટલે શું?

ઉત્તર : ‘મહેનત ફળવી’ એટલે જીવનમાં સારાં કાર્યો કરવા માટે જે કાંઈ મહેનત કરીએ એમાં સફળતા મળવી.

(4) ‘જામગરી’ શબ્દ અહીં કયા અર્થમાં વપરાયો છે?

ઉત્તર : ‘જામગરી’ શબ્દ અહીં ‘જિંદગી’ ના અર્થમાં વપરાયો છે.

પ્રશ્ન 2. (અ) નીચે શબ્દોના બે-બે સમાનાર્થી શબ્દ લખો :

(1) અનલ = અગ્નિ, આગ

(2) વિપત = વિપત્તિ, આપત્તિ, આફત

(3) ચાંદો = ચંદ્ર, શશી

(4) સૂરજ = સૂર્ય, રવિ

(5) કાયા = દેહ, તન, શરીર

(6) લોઢું = લોખંડ, લોહ

પ્રશ્ન 2. (બ) નીચેના શબ્દોનો ઉપયોગ કરી દસથી બાર લીટીમાં એક ફકરો લખો.

મંદિર, બંદગી, કુરાન, દેરાસર, અગિયારી, કલ્પસૂત્ર, બાઇબલ, ગુરુદ્વારા, ગ્રંથસાહેબ, ત્રિપિટક, પેગોડા, ભગવદ્ગીતા.

ઉત્તર : ભક્તો મંદિરમાં જઈ ભગવાનને પ્રાર્થના કરે છે. દેરાસર એ જૈનોનું ધર્મસ્થાન છે. જૈનો ત્યાં પોતાના ઇષ્ટદેવનાં દર્શન કરવા જાય છે. કુરાનમાં રોજ અલ્લાની બંદગી કરવાનું કહ્યું છે. અગિયારી પારસીઓનું ધર્મસ્થાન છે. ત્યાં આતશ-અગ્નિ સતત પ્રજ્વલિત રાખવામાં આવે છે. કલ્પસૂત્ર જૈનસાધુઓના આચાર વર્ણવતો ગ્રંથ છે. બાઇબલ ખ્રિસ્તીઓનો ધાર્મિક ગ્રંથ છે. ગુરુદ્વારા શીખ સંપ્રદાયનું ધર્મસ્થાન છે અને ગ્રંથસાહેબ શીખ સંપ્રદાયનો ધર્મગ્રંથ છે. એમાં ગુરુ નાનક અને બીજા ભક્તોનાં ભજનો-પદો છે. ત્રિપિટક ત્રણ પ્રકારના બૌદ્ધ ધર્મગ્રંથોનો સમૂહ છે. ભગવાન બુદ્ધના વિશેષ પ્રકારના મંદિરને પેગોડા કહે છે. ભગવદ્ગીતા હિંદુ ધર્મનો પવિત્ર ગ્રંથ છે. તેમાં અર્જુનના નિમિત્તે શ્રીકૃષ્ણ આપણને સૌને ભક્તિ, જ્ઞાન અને કર્મની સાચી દિશા બતાવી છે.

પ્રશ્ન 3. નીચેના શબ્દો વચ્ચેનો સંબંધ સમજાવો.

(1) સગડી અને આભઅટારી

ઉત્તર : સગડી – જીવનનું પ્રતીક છે.

આભઅટારી – આભની અટારી તારાનું પ્રતીક છે.

અર્થાત્ આકાશના તારાને પણ પ્રકાશ મળ્યો છે, પણ મારા જીવનમાં હજી અંધકાર જ વ્યાપેલો છે.

(2) કાયા અને માયા

ઉત્તર : કાયા – દેહ, શરીર

માયા – સંસારની મોહમમતા

અહીં ‘શરીર’ માનવનો દેહ છે અને સંસારની મોહમમતા શરીરમાં રહેલા મન સાથે સંબંધ ધરાવે છે.

(3) થથરે અને ફફડે

ઉત્તર : થથરે – ઠંડીમાં કાયા થથરે છે.

ફફડે – ડરથી માણસ ફફડે છે.

અર્થાત્ ‘થથરાટ’માં કંપનની ક્રિયા છે, ‘ફફડાટ’માં ભયની અનુભૂતિ છે.

Also Read :

Class 8 Gujarati Chapter 3 Swadhyay


Spread the love
error: Content is protected !!
Scroll to Top