Class 8 Gujarati Chapter 19 Swadhyay (ધોરણ 8 ગુજરાતી અભ્યાસ અને સ્વાધ્યાય)

Spread the love

Class 8 Gujarati Chapter 19 Swadhyay
Class 8 Gujarati Chapter 19 Swadhyay

Class 8 Gujarati Chapter 19 Swadhyay

Class 8 Gujarati Chapter 19 Swadhyay. ધોરણ 8 ગુજરાતી વિષયના પાઠ 19 નું અભ્યાસ અને સ્વાધ્યાય વાંચી અને લખી શકશો. ધોરણ 8 ગુજરાતી અભ્યાસ અને સ્વાધ્યાય.

ધોરણ : 8

વિષય : ગુજરાતી

એકમ : 19 સાંઢ નાથ્યો

સત્ર : દ્વિતીય  

અભ્યાસ

પ્રશ્ન-1. નીચે આપેલ પ્રશ્નો વિશે વિચારો :

(1) તમારા ગામમાં આવો સાંઢ હોય, તો તેને નાથવા તમે શું કરો?

ઉત્તર : મારા ગામમાં આવો સાંઢ હોય તો મારી શૂરવીર બહેનપણીઓને હાથમાં તીર-કામઠાં લઈને સાંઢ ન દેખે તેમ ખૂણામાં ઊભી રાખું, જેથી જરૂર પડ્યે તેમની મદદ લઈ શકાય. પછી સાંઢને નાથવા હું છાને પગલે તેની પાસે જાઉં. ચંદાની જેમ જ તેની આંખોમાં આંખ પરોવી તેના પર ત્રાટક કરું. તેના શરીર પર હેતથી હાથ ફેરવું. પછી હળવેકથી તેના ચારેય પગ વારાફરતી ઊંચા કરું અને તેના બંને પગમાં ડહકલાનો ગાળો ભેરવી દઉં.

(2) ઘરમાં તમે એકલા સૂતા છો અને એક ચોર ઘરમાં ઘૂસી આવે તો, તમે શું કરશો?

ઉત્તર : મારા ઘરમાં હું એકલી સૂતી હોઉં અને ધીરેથી એક ચોર ઘરમાં ઘૂસી આવે તો હું ઘસઘસાટ ઊંઘી રહી છું એવો ડોળ કરીશ. પછી ચોર ચોરી કરવામાં મશગૂલ હશે ત્યારે હળવેકથી હું રસોડામાં જઈશ, ખાયણી ઉપાડી ચોર પગલે પાછી આવીશ અને પાછળથી તેના માથા પર જોરથી ખાયણી ફટકારીશ. ત્યાર પછી દોડીને બહાર આવી જઈશ અને ‘ચોર ચોર’ની બૂમ પાડીશ.

સ્વાધ્યાય

પ્રશ્ન : 1. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો :

(1) ગામમાં શી આફત આવી પડી?

ઉત્તર : એક તોફાની, મદમસ્ત સાંઢ રખડતો-૨ખડતો ગામમાં આવી ચડ્યો હતો. એને જોઈને સીમાડામાં જતાં ઢોર જીવ લઈને નાસતાં. દિવસે-દિવસે સાંઢનો કેર વધવા માંડ્યો હતો. સાંઢ સીમનો પાક બગાડી નાખતો, પણ કોઈ ચૂં કે ચાં કરી શકતું નહિ. ગામમાં આ આફત આવી પડી હતી.

(2) ચંદાએ ગામના લોકોને વગર પૂંછડાના ઉંદર કેમ કહ્યા?

ઉત્તર : જેમ પૂંછડાવાળા ઉંદર બિલાડીના ગળે ઘંટ બાંધવાની તાકાત ધરાવતા નથી, એમ ગામના લોકોમાં પણ સાંઢને નાથવાની હિંમત નથી. આથી ચંદાએ ગામના લોકોને ‘વગર પૂંછડાના ઉંદર’ કહ્યા.

(3) રયજી કેમ નિરાશ થયો?

ઉત્તર : ચંદા સાંઢને નાથવા જવાની છે એ જાણીને રયજીએ ચંદાને ઘણી સમજાવી, પણ ચંદા એકની બે ન થઈ. ચંદાએ ન તો પિતા સાથે દલીલ કરી કે ન પોતાનો વિચાર ફેરવ્યો. આથી રયજી નિરાશ થયો.

(4) આખલાએ શા માટે ચંદા પર હુમલો ન કર્યો?

ઉત્તર : ચંદાની અણિયાળી આંખોથી અંજાયો હોય એમ આખલો પડ્યો-પડ્યો ચંદાને તાકી રહ્યો. ચંદાએ તેની આંખમાં આંખ પરોવી ત્રાટક રચ્યું. સામાન્ય રીતે દૂરથી કોઈ મનુષ્ય કે પશુને આવતો જુએ એટલે આખલો તેની પાછળ પડતો, પણ અહીં તો એ ઊંચી ડોક કરી ચંદા તરફ તાકી જ રહ્યો. ગુમાની આખલાને એ સ્ત્રીક્ષુલ્લક લાગી હતી, કે પછી એનાં સ્ત્રીશક્તિ અને સૌંદર્યથી એ અંજાઈ ગયો હતો. ગમે તે કારણ હોય, પણ આખલાએ ચંદા ઉપર હુમલો ન કર્યો.

(5) ‘વધતો વિજય ઊગતી દયાને ગળી ગયો.’ આ વિધાન પાઠને આધારે સમજાવો.

ઉત્તર : તોફાની, મદમસ્ત આખલો આડફેટે આવતાં લોકો પર કેર વર્તાવતો. એ સીમનો પાક બગાડતો. એને જોઈને સૌ જીવ લઈને નાસતા. આ આખલાને કોઈ નાથી શક્યું નહોતું, પણ ગામના રયજીની બહાદુર દીકરીએ એ આખલાને નાથવાનું બીડું ઝડપ્યું. ચંદા નવો ચણિયો, ઓઢણી ને કાપડું પહેરી, કમરે છરો ખોસી અને હાથમાં ડહકલો લઈને નીકળી, આખલાની પાસે જઈ તેણે આખલાની આંખમાં આંખ પરોવી ત્રાટક રચ્યું. આખલો એનાથી અંજાઈ ગયો હોય એમ એની સામે તાકી રહ્યો. પછી હિંમત કરીને ચંદા એની નજીક ગઈ અને તેનાં કપાળ પર અને આંખો ઉપર પોતાનો હાથ ફેરવીને તેની સાથે ગેલ કરવા લાગી. તેના કુમળા હાથનો સ્પર્શ પોતાના શરીરને સતત થતો રહે એ માટે આખલો ડોક જમીન ઉપર નાખી નિરાંતે સુઈ રહ્યો. આથી ચંદાનો રહ્યો-સહ્યો ભય પણ જતો રહ્યો. આ પરિસ્થિતિનો લાભ ઉઠાવી ચંદાએ તેના માથે અને પગે હાથ ફેરવતાં તેના ચારેય પગ વારાફરતી ઊંચા કરી જોયા. એ વખતે ચંદાને આટલા ગરીબડા થઈ ગયેલા આખલાને જોઈને દયા આવી, પણ એને નાથવાની એ વિજયી ક્ષણ પાસે તેના હૃદયમાં જાગેલી દયા ઓગળી ગઈ. ધીમે રહીને એના બંને પગે વારાફરતી ડહકલાનો ગાળો ભેરવવામાં એ સફળ થઈ. આમ, ચંદાનો વિજય થયો, પણ આખલા પ્રત્યે જાગેલી એની દયાને દબાવી દીધી.

પ્રશ્ન-8. નીચેનાં જોડકાં જોડો :

વિભાગ – અ

(1) ટોળે વળેલા લોકો

(2) ચંદાની ચાલવાની છટા

(3) આખલા પાસે ચંદાનું બેસવું

(4) રયજીને દેખાતા ચંદા અને આખલો

(5) ચંદાનાં પગલાં

(6) આખલા પાસેથી ચંદાનું ઊભા થવું

(7) હાથમાં કામઠા ઉપર ચડાવેલું તીર

વિભાગ – બ

(1) પલાણેલો અશ્વ

(2) અર્જુનને દેખાતું લક્ષ્ય પક્ષીનું માથું

(3) પાણી જતાં રહેલી ભીનાશ

(4) પાળેલા પશુ આગળ માલિકનું બેસવું

(5) પાણીનો રેલો

(6) વગર પૂંછડાના ઉંદરો

(7) ઋષિના તપનો ભંગ કરાવી જતી અપ્સરા

ઉત્તર :

(1) ટોળે વળેલા લોકો – (6) વગર પૂંછડાના ઉંદરો

(2) ચંદાની ચાલવાની છટા – (5) પાણીનો રેલો

(3) આખલા પાસે ચંદાનું બેસવું – (4) પાળેલા પશુ આગળ માલિકનું બેસવું

(4) રયજીને દેખાતા ચંદા અને આખલો – (2) અર્જુનને દેખાતું લક્ષ્ય પક્ષીનું માથું

(5) ચંદાનાં પગલાં – (3) પાણી જતાં રહેલી ભીનાશ

(6) આખલા પાસેથી ચંદાનું ઊભા થવું – (7) ઋષિના તપનો ભંગ કરાવી જતી અપ્સરા

(7) હાથમાં કામઠા ઉપર ચડાવેલું તીર – (1) પલાણેલો અશ્વ

પ્રશ્ન-3. નીચેના ત્રણેય રૂઢિપ્રયોગોનો ઉપયોગ થતો હોય તેવું એક વાક્ય બનાવો :

(1) હાંજા ગગડી જવા (2) જીવ પડીકે બંધાવો (3) ચૂં કે ચાં ન થવું

ઉત્તર : અચાનક વાઘને આવતો જોઈ સૌના હાંજા ગગડી ગયા અને સૌના જીવ પડીકે બંધાયા, કોઈથી ચૂં કે ચાં થયું નહિ.

પ્રશ્ન-4. ભાષાસજ્જતામાં આપેલ નિયમો ધ્યાનમાં રાખી એક અક્ષરવાળા અને બે અક્ષરવાળા શબ્દોની યાદી બનાવો :

ઉત્તર : ભાષાસજ્જતામાં આપેલ નિયમો ધ્યાનમાં રાખી એક અક્ષરવાળા શબ્દોની યાદી :

શ્રી, પી, બી, બૂ, રૂ, શી વગેરે.

ભાષાસજ્જતામાં આપેલ નિયમો ધ્યાનમાં રાખી બે અક્ષરવાળા શબ્દોની યાદી :

કીર, ખીર, ખૂંટ, ગૂટી, ગૂઢ, ચીડ, ચૂડી, છીંક, છૂટ, તીડ, દૂર, ધૂમ, નીડ, પીડ, પુત્ર, વીણા વગેરે.

પ્રશ્ન-5. નીચેનાં વાક્યો કોણ બોલે છે અને કોને કહે છે તે લખો :

(1) ‘ત્યારે તો બકરી બની જાય.’

જવાબ : આ વાક્ય ગામનો એક માણસ બોલે છે અને ગામના લોકોને કહે છે.

(2) ‘પણ ડહકલો નાખવા કોણ જશે?’

જવાબ : આ વાક્ય ચંદા બોલે છે અને ગામના લોકોને પૂછે છે.

(3) ‘બેટા ! પુરુષથી ન થાય તે કામ આજ તેં કર્યું.’

જવાબ : આ વાક્ય રયજી બોલે છે અને દીકરી ચંદાને કહે છે.

(4) ‘તમે પુરુષ દેખતા હો તો – હું તો કોઈને પુરુષ દેખતી નથી.’

જવાબ : આ વાક્ય ચંદા બોલે છે અને તેના પિતા રયજીને કહે છે.

Class 8 Gujarati Chapter 20 Swadhyay


Spread the love
error: Content is protected !!
Scroll to Top