Class 8 Gujarati Chapter 18 Swadhyay (ધોરણ 8 ગુજરાતી અભ્યાસ અને સ્વાધ્યાય)

Class 8 Gujarati Chapter 18 Swadhyay
Class 8 Gujarati Chapter 18 Swadhyay

Class 8 Gujarati Chapter 18 Swadhyay

Class 8 Gujarati Chapter 18 Swadhyay. ધોરણ 8 ગુજરાતી વિષયના પાઠ 18 નું અભ્યાસ અને સ્વાધ્યાય વાંચી અને લખી શકશો. ધોરણ 8 ગુજરાતી અભ્યાસ અને સ્વાધ્યાય.

ધોરણ : 8

વિષય : ગુજરાતી

એકમ : 18. દુહા-મુક્તક-હાઈકુ

સત્ર : દ્વિતીય  

અભ્યાસ

પ્રશ્ન 1. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો :

(1) માણસ ઉપર વિપત્તિ આવી પડે ત્યારે તેણે શું કરવું જોઈએ?

(A) ઉદ્યમ કરવો

(B) ભગવાનને પ્રાર્થના કરવી

(C) નિષ્ક્રિય થઈ જવું

(D) ઊંઘી જવું

જવાબ : (A) ઉદ્યમ કરવો

(2) ‘સૂકાં પર્ણો….’ મુક્તકના કવિનું નામ જણાવો.

(A) નીતા રામૈયા

(B) ગીતા પરીખ

(C) ધીરુ પરીખ

(D) હીરાબહેન પાઠક

જવાબ : (B) ગીતા પરીખ

(3) જાપાનનો કયો કાવ્યપ્રકાર ગુજરાતી સાહિત્યમાં જાણીતો છે?

(A) સૉનેટ

(B) લિરિક

(C) હાઇકુ

(D) મુક્તક

જવાબ : (C) હાઇકુ

પ્રશ્ન 2. નીચેના દરેક પ્રશ્નનો એક એક વાક્યમાં ઉત્તર લખો.

(1) દુઃખ આવી પડે ત્યારે કેવું વલણ અપનાવવું જોઈએ?

ઉત્તર : દુઃખ આવી પડે ત્યારે માણસે હતાશ થવાને બદલે પુરુષાર્થ કરવો જોઈએ.

(2) વ્યવહારવટ અને ક્ષત્રિયવટ વચ્ચે શો ભેદ છે?

ઉત્તર : વ્યવહારવટ એટલે એકબીજાની સાથે સારો વ્યવહાર કરવો, જ્યારે ક્ષત્રિયવટની રીત એટલે કોઈના અપકાર ઉપર ઉપકાર કરવો.

સ્વાધ્યાય

પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો.

(1) લીલાં અને સૂકાં પાનના દષ્ટાંતથી કવયિત્રી કયો ભાવ પ્રગટ કરે છે?

ઉત્તર : લીલાં અને સૂકાં પાનના દષ્ટાંતથી કવયિત્રી એ ભાવ પ્રગટ કરે છે કે જેમ સૂકાં પાનના ખરખર અવાજથી આખું વન ગાજી ઊઠે છે, પણ લીલાં પાન શાંત હોય છે એમ અધૂરપવાળી વ્યક્તિ બહારથી સારો દેખાવાનો પ્રયત્ન કરતી હોય છે, પણ હકીક્તમાં તો એ પોતાની અધૂરપ ઢાંકવા માટે પ્રયત્ન કરે છે, જ્યારે બહારથી શાંત દેખાતા માણસો ગુણવાન હોય છે.

(2) કોઈ એક હાઇકુનો ભાવાર્થ સ્પષ્ટ કરો.

હાઈકુ : ‘સૂકેલી ડાળે….’

ઉત્તર : પહેલા હાઇકુમાં કવિ પોપટને વૃક્ષની સૂકી ડાળ પર બેઠેલો જુએ છે ત્યારે તેમને લાગે છે કે વૃક્ષ લીલાં પાનથી છવાઈ ગયું છે. આ હાઇકુનો ભાવાર્થ એ છે કે પાનખર ઋતુની જેમ માણસના જીવનમાં પણ ક્યારેક દુઃખના દિવસો આવે છે અને શૂન્યાવકાશ સર્જાઈ જાય છે, પણ ક્યારેક જીવનમાં જરૂર વસંતઋતુ ખીલશે અને સુખ આવશે.

(3) તમારા વિસ્તારમાં ગવાતા દુહા મેળવીને લખો.

ઉત્તર :

(1) “વિપત પડે ના વલખિયે, વલખે વિપત ન જાય;

વિપતે ઉદ્યમ કીજિયે, ઉદ્યમ વિપતને ખાય.”

(2) “ગુણની ઉપર ગુણ કરે, એ તો વેવારો વટ્ટ;

અવગુણ ઉપર ગુણ કરે, ખરી ખત્રિયાં વટ્ટ.”

(3) “ઊગે કમળ પંકમાં, તદપિ દેવ શિરે ચડે;

નહિ કુળથી કિન્તુ, મૂલ મૂલવાય ગુણો વડે.”

(4) નીચેના દુહાના મુખ્ય બોધ કહો.

(1) “વિપત પડે ના વલખિયે, વલખે વિપત ન જાય;

વિપતે ઉદ્યમ કીજિયે, ઉદ્યમ વિપતને ખાય.”

ઉત્તર : જીવનમાં વિપત્તિ કે દુ:ખ આવી પડે તો માણસે ગભરાઈ જવાની જરૂર નથી, કેમ કે ગભરાઈ જવાથી વિપત્તિ કે દુઃખ દૂર થતાં નથી, પણ વધે છે. એવે સમયે જો એ પુરુષાર્થ કરે તો તેની વિપત્તિ કે દુઃખ દૂર થઈ જાય છે. આમ, વિપત્તિ કે દુ:ખમાંથી ઊગરવાનો શ્રેષ્ઠ ઉપાય ઉદ્યમ છે.

(2) “ગુણની ઉપર ગુણ કરે, એ તો વેવારો વટ્ટ;

અવગુણ ઉપર ગુણ કરે, ખરી ખત્રિયાં વટ્ટ.”

ઉત્તર : સામાન્ય રીતે કોઈ માણસ આપણી સાથે સારી રીતે વર્તે કે આપણી ઉપર ઉપકાર કરે તો આપણે પણ એની સાથે સારો વર્તાવ કરીએ છીએ અને તક મળે ત્યારે એના ઉપર ઉપકાર કરીને ઋણ ચૂકવીએ છીએ. આ તો એક વ્યવહાર છે; પરંતુ જો કોઈ આપણી સાથે સારી રીતે ન વર્તે કે આપણા પર અપકાર કરે તોપણ એ વાતને મનમાં ન રાખતાં એના અપકારની સામે આપણે ઉપકાર કરીએ એમાં જ સાચી વીરતા છે, એ જ સાચો ક્ષત્રિય ધર્મ છે.

(5) ‘ફરતી પીંછી….’ હાઇકુનો મુખ્ય વિચાર કહો.

ઉત્તર : કવિએ ‘ફરતી પીંછી– હાઈકુમાં એક વિચાર રજૂ કર્યો છે. અંધકારરૂપી પીંછી જ્યાં જ્યાં ફરે છે તે તમામ વસ્તુઓને એ પોતાના કાળા રંગથી રંગી દે છે, પણ દીવો તેના કાળા રંગથી કદી રંગાતો નથી. આ હાઇકુનો ભાવાર્થ એ છે કે અજ્ઞાની માણસ પર માયારૂપી અંધકારની અસર થાય છે; પરંતુ જ્ઞાનીને કદી મોહમાયા સ્પર્શી શકતાં નથી.

પ્રશ્ન 2. વિચારવિસ્તાર કરો :

“ઊગે કમળ પંકમાં, તદપિ દેવ શિરે ચડે;

નહિ કુળથી કિન્તુ, મૂલ મૂલવાય ગુણો વડે.”

ઉત્તર : આ પંક્તિઓમાં કવિએ કમળનું ઉદાહરણ આપીને કહ્યું છે કે કમળ ભલે કાદવમાં ઊગતું હોય પણ એ દેવને ચડાવાય છે. એ પ્રમાણે કોઈ પણ વ્યક્તિનું મૂલ્યાંકન તે કયા કુળમાં કે વંશમાં જન્મી છે તેના આધારે નહિ, પરંતુ તેનામાં રહેલા ગુણોને આધારે જ કરવું જોઈએ.

કમળ કાદવમાં ઊગે છે પરંતુ તેનામાં રહેલી સુવાસ અને તેનું સૌંદર્ય તેનું મહત્ત્વ વધારી દે છે. તેને મંદિરમાં બિરાજેલા દેવને શિરે ચડાવી ઊંચું સ્થાન આપવામાં આવે છે. એ જ રીતે મનુષ્ય તેનામાં રહેલા સદગુણો વડે જ સમાજમાં ઉચ્ચ સ્થાને બિરાજી શકે છે. ડૉ. બાબાસાહેબ આંબેડકર એનું જ્વલંત ઉદાહરણ છે. મનુષ્યનો જન્મ કેવા કુળમાં થવો તે તેના હાથની વાત નથી પરંતુ સારા ગુણો કેળવવા તે મનુષ્યના હાથની વાત છે. તે વિદ્યાભ્યાસથી અને સારા ગુણો કેળવીને સમાજમાં મોભાનું સ્થાન પ્રાપ્ત કરી શકે છે અને અનેક લોકો માટે આદરણીય બની શકે છે. આવા જ અર્થનો એક દુહો જાણીતો છે :

“जाति न पूछिए साधु की पूछ लीजिये ज्ञान,
मोल करो तलवार का, पडा रहन दो म्यान ।”
આમ, આપણે કોઈ પણ વ્યક્તિના કુળને મહત્ત્વ ન આપતાં તેનામાં રહેલા સદગુણોને જ મહત્ત્વ આપીએ. આપણે પોતે પણ સારા ગુણો કેળવીએ.

Also Read :

Class 8 Gujarati Chapter 19 Swadhyay