Class 8 Gujarati Chapter 13 Swadhyay (ધોરણ 8 ગુજરાતી અભ્યાસ અને સ્વાધ્યાય)

Class 8 Gujarati Chapter 13 Swadhyay
Class 8 Gujarati Chapter 13 Swadhyay

Class 8 Gujarati Chapter 13 Swadhyay

Class 8 Gujarati Chapter 13 Swadhyay. ધોરણ 8 ગુજરાતી વિષયના પાઠ 13 નું અભ્યાસ અને સ્વાધ્યાય વાંચી અને લખી શકશો. ધોરણ 8 ગુજરાતી પાઠ 13 અભ્યાસ અને સ્વાધ્યાય.

ધોરણ : 8

વિષય : ગુજરાતી

એકમ : 13. શરૂઆત કરીએ

સત્ર : દ્વિતીય  

અભ્યાસ

પ્રશ્ન 1. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.

(1) ‘શરૂઆત કરીએ’ કાવ્યનું સ્વરૂપ કયું છે?

(ક) ગીત

(ખ) ગઝલ

(ગ) ભજન

(ઘ) મુક્તક

જવાબ : (ખ) ગઝલ

(2) ‘શરૂઆત કરીએ’ કાવ્યમાં કવિ કહે છે કે…

(ક) ભૂતકાળને ભૂલી જવાની શરૂઆત કરીએ.

(ખ) આવતી કાલને ઉજ્વળ બનાવવાની શરૂઆત કરીએ.

(ગ) આજને સુધારવાની શરૂઆત કરીએ.

(ઘ) દુઃખોથી નહિ ડરવાની શરૂઆત કરીએ.

જવાબ : (ખ) આવતી કાલને ઉજ્વળ બનાવવાની શરૂઆત કરીએ.

(3) પોતાની જાતને કેવી કરવાનું કવિ કહે છે?

(ક) બહારથી દેખાય જેવી સ્વચ્છ સુંદર.

(ખ) દુ:ખોથી ડરી ન જાય તેવી.

(ગ) બહારથી જેવી સ્વચ્છ સુંદર તેની અંદરથી પણ સ્વચ્છ સુંદર.

(ઘ) હોઈએ ત્યાં મહેકતું કરીએ એવી.

જવાબ : (ગ) બહારથી જેવી સ્વચ્છ સુંદર તેની અંદરથી પણ સ્વચ્છ સુંદર.

પ્રશ્ન 2. નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર એક-એક વાક્યમાં આપો.

(1) કવિ શું મહેકતું કરવાનું કહે છે?

ઉત્તર : કવિ આપણે જ્યાં હોઈએ ત્યાં બધું મહેકતું કરવાનું કહે છે.

(2) કવિ પોતાની જાતને કેવી કરવાનું કહે છે?

ઉત્તર : કવિ બહારથી સ્વચ્છ અને સુંદર દેખાતી પોતાની જાતને અંદરથી પણ એવી જ સ્વચ્છ અને સુંદર કરવાનું કહે છે.

(3) કવિ શેને શેને રળિયાત કરવાનું કહે છે?

ઉત્તર : કવિ ઘર, નગર અને સમગ્ર વિશ્વને રળિયાત કરવાનું કહે છે.

સ્વાધ્યાય

પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો.

(1) કવિ આ કાવ્યમાં શું શું કરવાનું કહે છે?

ઉત્તર : કવિ આ કાવ્યમાં આવનારી તમામ ખુશીઓની વાત કરવાનું અને હિંમતથી દુઃખોનો સામનો કરવાનું કહે છે. અંતઃકરણને ગુણોથી સ્વચ્છ અને સુંદર બનાવવાનું કહે છે. જે પરિસ્થિતિમાં હોઈએ તેને અનુકૂળ થઈ જઈ ત્યાં સુવાસ ફેલાવવાનું કહે છે. ઘર, નગર અને સમગ્ર વિશ્વને પણ રળિયામણું બનાવવાનું કહે છે. જીવનમાં જે કંઈ મળે તેને સવાયું કરીને આવનારી પેઢીને એની ભેટ આપી આપણા ભાવિ જીવનને ઉજ્વળ બનાવવાનું કહે છે.

(2) કવિ કઈ કઈ વાતની શરૂઆત કરવાનું કહે છે?

ઉત્તર : કવિ નીચે જણાવેલી વાતની શરૂઆત કરવાનું કહે છે :

(1) જીવનમાં આવનારી સૌ ખુશીની વાતથી એક નવી શરૂઆત કરીએ.

(2) દુઃખોથી હારી જવાને બદલે દુઃખોનો હિંમતથી સામનો કરવાની શરૂઆત કરીએ.

(3) બાહ્ય સૌંદર્યની જેમ આંતરિક સૌંદર્યને ખીલવવાની શરૂઆત કરીએ.

(4) જે પરિસ્થિતિમાં હોઈએ તેમાં આપણા ગુણોથી ઘર, નગર અને સમગ્ર વિશ્વને સુંદર બનાવવાની શરૂઆત કરીએ.

(5) જીવનમાં જે કાંઈ મળ્યું છે તેને સવાયું કરીને એની સોગાત આપીને આવનારી પેઢીને ઉજ્વળ બનાવવાની શરૂઆત કરીએ.

(3) દુઃખો વિશે કવિ શું કહે છે?

ઉત્તર : કવિ કહે છે કે દર વખતે દુઃખો આવી પડે તો તેનાથી આપણે શું કામ હારી જવું? આપણે હિંમતથી દુ:ખોને જ પરાજિત કરવાની શરૂઆત કરીએ.

(4) કવિ આવનારી કાલને શું આપવા માગે છે?

ઉત્તર : કવિ આવનારી કાલને જીવનમાં જે મળ્યું છે એને સવાયું કરીને એની સોગાત આપવા માગે છે.

પ્રશ્ન 2. નીચેની પંક્તિઓ સમજાવો :

(1) “હર વખત શું માત થઈ જાવું દુઃખોથી?

ચાલ આ વખતે દુઃખોને માત કરીએ.”

ઉત્તર : જીવનમાં અનેક વાર દુઃખો આવે છે તો શું દર વખતે દુ:ખોથી પરેશાન થઈ જવું? આ તો આપણે દુઃખોથી હારી ગયા કહેવાઈએ. એના જવાબમાં કવિ પડકાર ફેંકે છે કે હવે દુઃખોથી હારવું નથી. હિંમતથી એનો સામનો કરીને દુ:ખોને જ પરાજિત કરીએ.

(2) “બ્હારથી દેખાય જેવી સ્વચ્છ-સુંદર,

દોસ્ત, અંદરથીય એવી જાત કરીએ.”

ઉત્તર : માણસ ભલેને એના શારીરિક રૂપરંગ અને દેખાવથી સુંદર લાગતો હોય, પણ તેને શારીરિક સૌંદર્યની જેમ પોતાના અંતઃકરણને પણ ગુણોરૂપી સૌદર્યથી સુંદર બનાવવાની વાત કરે છે. એનાથી માણસ આંતર-બાહ્ય બંને રીતે સ્વચ્છ અને સુંદર દેખાશે.

પ્રશ્ન 3. નીચેના શબ્દોના અર્થ આપી તેનો વાક્યમાં પ્રયોગ કરો :

(1) રળિયાત = સુંદર

વાક્ય : પ્રકૃતિનું સૌંદર્ય સૃષ્ટિને રળિયાત બનાવે છે.

(2) સોગાત = ભેટ

વાક્ય : પ્રિયાને એના જન્મદિવસ પર ઘણી સોગાત મળી.

(3) માત = હારેલું

વાક્ય : વ્યસનોને માત કરીએ તો જીવન સુધરી જાય.

પ્રશ્ન 4. નીચે શબ્દોને શબ્દકોશના ક્રમ મુજબ ગોઠવો :

સુંદર, સૌથી, સવાયું, સોગાત, શરૂઆત, સ્વચ્છ

ઉત્તર : શરૂઆત, સવાયું, સુંદર, સોગાત, સૌથી, સ્વચ્છ

પ્રશ્ન 5. કાવ્યમાં આવતા વાત-શરૂઆત જેવા પ્રાસવાળા શબ્દોની યાદી બનાવો :

ઉત્તર : (1) માત (2) જાત (3) રળિયાત (4) સોગાત

પ્રશ્ન 6. નીચે એક પંક્તિ આપી છે. તેના આધારે બીજી નવી પંક્તિની રચના કરો :

રોજ સવારે ફરવા જઈએ,

રોજ ઈશ્વરને પ્રાર્થના કરીએ,

રોજ નિયમિત લેસન કરીએ,

રોજ કસરત કરીએ.

Also Read :

Class 8 Gujarati Chapter 14 Swadhyay

error: Content is protected !!
Scroll to Top