Class 8 Gujarati Chapter 11 Swadhyay (ધોરણ 8 ગુજરાતી અભ્યાસ અને સ્વાધ્યાય)

Spread the love

Class 8 Gujarati Chapter 11 Swadhyay
Class 8 Gujarati Chapter 11 Swadhyay

Class 8 Gujarati Chapter 11 Swadhyay

Class 8 Gujarati Chapter 11 Swadhyay. ધોરણ 8 ગુજરાતી વિષયના પાઠ 11 નું અભ્યાસ અને સ્વાધ્યાય વાંચી અને લખી શકશો. ધોરણ 8 ગુજરાતી પાઠ 11 અભ્યાસ અને સ્વાધ્યાય.

ધોરણ : 8

વિષય : ગુજરાતી

એકમ : 11. વળાવી બા આવી

સત્ર : દ્વિતીય  

અભ્યાસ

પ્રશ્ન 1. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.

(1) ઘરના સભ્યો વારાફરતી વિદાય લઈ રહ્યા છે; કારણ કે…..

(ક) દિવાળીની રજાઓ પૂરી થઈ છે.

(ખ) લગ્નપ્રસંગ પૂરો થઈ ગયો છે.

(ગ) બધાંને પ્રવાસે સાથે જવાનું છે.

(ઘ)  ગામડાના ઘરમાં રહેવું ગમતું નથી.

જવાબ : (ક) દિવાળીની રજાઓ પૂરી થઈ છે.

(2) ભાભીનું ભર્યું ઘર….. એટલે શું?

(ક) સુખી-સમૃદ્ધ ઘર

(ખ) પરિવાર સાથેનું ઘર

(ગ) સામાનથી ખીચોખીચ ભરેલું ઘર

(ઘ) ભાભીએ વસાવેલું ઘર

જવાબ : (ખ) પરિવાર સાથેનું ઘર

(3) સંતાનો દૂર દૂર કેમ વસેલાં છે?

(ક) ધંધાર્થે

(ખ) ઝઘડાના ડરથી

(ગ) પોતપોતાના વિકાસ માટે

(ઘ) અભ્યાસ માટે

જવાબ : (ક) ધંધાર્થે

(4) સંતાનોને કોણ વળાવવા ગયું?

(ક) પાડોશી

(ખ) સગાંસંબંધી

(ગ) બા

(ઘ) મિત્રો

જવાબ : (ગ) બા

(5) કવિ નટવરલાલ કુબેરદાસ પંડ્યાનું ઉપનામ જણાવો.

(ક) દર્શક

(ખ) સ્નેહરશ્મિ

(ગ) સુંદરમ્

(ઘ) ઉશનસ્

જવાબ : (ઘ) ઉશનસ્

પ્રશ્ન 4. નીચેના પ્રશ્નોના એક-એક વાક્યમાં ઉત્તર લખો.

(1) સંતાનો પાછાં વિદાય કેમ થાય છે?

ઉત્તર : દિવાળીની રજાઓ પૂરી થતાં ધંધાર્થે દૂર દૂર વસતાં સંતાનો પાછાં વિદાય થાય છે.

(2) દિવાળીના વૅકેશનમાં બાના ઘરની સ્થિતિ કેવી હતી?

ઉત્તર : દિવાળીના વૅકેશનમાં બાનું ઘર એમનાં પુત્રો, પુત્રવધૂઓ તથા બાળકોથી હર્યુંભર્યું તથા આનંદકિલ્લોલથી ગુંજતું હતું.

(3) ઘર શાંત કેમ થઈ ગયું?

ઉત્તર : સવારે મોટા ભાઈ તેની પત્ની અને બાળકોને લઈને રવાના થઈ ગયા એટલે ઘરમાંથી અરધી વસ્તી ઓછી થઈ ગઈ. આથી આખું ઘર શાંત થઈ ગયું.

(4) ઘરની શાંતિ અલિત થવાનું કારણ કયું હતું?

ઉત્તર : ઘરની શાંતિ અલિત થવાનું કારણ એ હતું કે દિવાળીનું વૅકેશન પૂરું થતાં ધંધાર્થે દૂર દૂર વસતાં બાનાં સંતાનોને એમના પરિવાર સાથે પાછા જવાનું હતું.

(5) બા પગથિયાં પાસે કેમ બેસી ગયાં?

ઉત્તર : પોતાનાં બધાં સંતાનોને એક પછી એક વળાવીને પાછી ફરેલી બા સંતાનોના વિરહના દુઃખથી ભાંગી પડી અને ઘરના પગથિયાં પર જ બેસી ગઈ.

સ્વાધ્યાય

પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો.

(1)  વિદાયની આગલી રાતે વડીલો કેવી લાગણી અનુભવે છે?

ઉત્તર : વિદાયની આગલી રાતે વડીલોનાં ચિત્તમાં સ્વજનોના થનારા વિરહનું દુઃખ હતું. પુત્રો, પુત્રવધૂઓ અને તેમનાં બાળકોની સાથે આનંદ માણી રહેલા વડીલો માટે મિલનની આ છેલ્લી રાત હતી. બીજે દિવસે તો તેમનાં સંતાનો પરિવાર સાથે પોતાના ધંધાર્થે જતાં રહેવાનાં હતાં. ઘર ખાલી થઈ જવાનું હતું. હવે એ સૂમસામ ઘરમાં તેમણે સંતાનો વગરનું પોતાનું એકાકી જીવન વિતાવવાનું હતું.

(2) વિદાય થતા ભાઈઓની પત્નીઓને કવિએ શી ઉપમા આપી છે?

ઉત્તર : વિદાય થતા ભાઈઓની પત્નીઓને કવિએ ‘પ્રિયવચનમંદસ્મિતવતી’ કહી છે.

પ્રશ્ન 2. બાને મૂકીને જતા ભાઈઓએ પણ બા જેવી વેદના અનુભવી હશે? વિચારીને ચર્ચા કરો.

ઉત્તર : બાને મૂકીને જતા ભાઈઓને માતાપિતા તથા ફોઈને છોડીને જતાં દુ:ખ જરૂર થયું હશે, પણ તેમણે બા જેવી વેદના નહિ અનુભવી હોય, કેમ કે તેમની સાથે તેમનું કુટુંબ છે. ત્યાં જઈને તેઓ પોતાના ધંધાના કામકાજમાં તથા અન્ય પ્રવૃત્તિઓમાં વ્યસ્ત થઈ જશે. આથી બાની જેમ તેમનું જીવન એકલવાયું નથી.

પ્રશ્ન 3. નીચેની કાવ્યપંક્તિઓ પૂર્ણ કરો :

સવારે ભાભીનું………………પ્રિયવચનમંદસ્મિતવતી.

ઉત્તર : સવારે ભાભીનું ભર્યું ઘર લઈ ભાઈ ઊપડ્યા,

ગઈ અર્ધી વસ્તી, ઘર થઈ ગયું શાંત સઘળું.

બપોરે બે ભાઈ અવર ઊપડ્યા લેઈ નિજની,

નવોઢા ભાયઓ પ્રિયવચનમંદસ્મિતવતી.

પ્રશ્ન 4. નીચેની કાવ્યપંક્તિઓનો ભાવાર્થ તમારા શબ્દોમાં લખો :

“વળાવી બા આવી નિજ સકલ સંતાન ક્રમશઃ,

ગૃહવ્યાપી જોયો વિરહ, પડી બેસી પગથિયે.”

ઉત્તર : ધંધાર્થે દૂર દૂર વસતાં સંતાનો તેમના પરિવાર સાથે દિવાળીની રજાઓમાં જ તેમનાં માતાપિતા અને ફોઈને મળવા આવી શકે છે. તેથી વૃદ્ધજનોના દિવસો આનંદમાં પસાર થઈ જાય છે. દિવાળીની રજાઓ પૂરી થતાં બા પોતાનાં સંતાનોને વળાવીને આવે છે. ઘરમાં અને વૃદ્ધજનોનાં જીવનમાં ફરી પાછી એકલતા છવાઈ જાય છે. વૃદ્ધાવસ્થામાં આ એકલવાયું જીવન તેમનાથી સહેવાતું નથી. આથી સંતાનોને વળાવીને પાછી આવેલી બા વિયોગની વેદના સહન ન થતાં પગથિયે જ બેસી પડે છે. આ પંક્તિઓ માના વાત્સલ્યભાવને પ્રગટ કરે છે.

પ્રશ્ન 5. નીચે આપેલા શબ્દોના બે-બે સમાનાર્થી શબ્દો લખો.

(1) જનની = માતા, જનેતા

(2) રજની = રાત્રિ, નિશા

(3) ભાર્યા = પત્ની, વધૂ

(4) જરઠ = ઘરડું, વૃદ્ધ

(5) નવોઢા = નવપરિણીત, નવવધૂ

પ્રશ્ન 6. નીચે આપેલા શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો.

(1) નિયત x અનિયત

(2) મિલન x વિરહ

(3) મંદ X તીવ્ર

(4) સ્મિત x રુદન

(5) પ્રિય x અપ્રિય

પ્રશ્ન 7. નીચેનાં વાક્યોમાંના શબ્દો યોગ્ય રીતે ગોઠવી કાવ્યપંક્તિ સ્વરૂપે લખો :

(1) સઘળું, શાંત થઈ ગયું ઘર વસ્તી અર્ધી ગઈ.

ઉત્તર : ગઈ અર્ધી વસ્તી, ઘર થઈ ગયું શાંત સઘળું,

(2) કાલે તો જવાનાં ઘર તણાં જનકજનની ને.

ઉત્તર : જવાનાં કાલે તો; જનકજનની ને ઘર તણાં,

(3) આવી બા સકલ નિજ સંતાન ક્રમશઃ વળાવી.

ઉત્તર : વળાવી બા આવી નિજ સકલ સંતાન ક્રમશઃ,

(4) નિયત કરી નિહાળ્યો સો વચ્ચે નિજ જગા બેઠો.

ઉત્તર : નિહાળ્યો સૌ વચ્ચે નિયત કરી બેઠો નિજ જગા,

(5) ભર્યું ભાભીનું ઘર લઈ સવારે ભાઈ ઊપડ્યા.

ઉત્તર : સવારે ભાભીનું ભર્યું ઘર લઈ ભાઈ ઊપડ્યા.

Also Read :

Class 8 Gujarati Chapter 12 Swadhyay


Spread the love
error: Content is protected !!
Scroll to Top