Class 8 Gujarati Chapter 10 Swadhyay (ધોરણ 8 ગુજરાતી પાઠ 10 અભ્યાસ અને સ્વાધ્યાય)

Spread the love

Class 8 Gujarati Chapter 10 Swadhyay
Class 8 Gujarati Chapter 10 Swadhyay

Class 8 Gujarati Chapter 10 Swadhyay

Class 8 Gujarati Chapter 10 Swadhyay. ધોરણ 8 ગુજરાતી વિષયના પાઠ 10 નું અભ્યાસ અને સ્વાધ્યાય વાંચી અને લખી શકશો. ધોરણ 8 ગુજરાતી પાઠ 10 અભ્યાસ અને સ્વાધ્યાય.

ધોરણ : 8

વિષય : ગુજરાતી

એકમ : 10. અઢી આના 

સત્ર : પ્રથમ

અભ્યાસ

પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ-અક્ષર પ્રશ્ન સામેના ખાનામાં લખો :

(1) અઢી આના એટલે આજના કેટલા પૈસા થાય?

(ક) બાર

(ખ) પંદર

(ગ) વીસ

(ઘ) પચીસ

ઉત્તર : (ખ) પંદર

(2) લેખકને અઢી આનાની જરૂર શા માટે હતી?

(ક) આશ્રમમાં રહેવા

(ખ) જમવા

(ગ) પુસ્તક ખરીદવા

(ઘ) વાપરવા

ઉત્તર : (ગ) પુસ્તક ખરીદવા

(3) ખૂટતા અઢી આના લેખકને કોની પાસેથી મળ્યા?

(ક) આશ્રમના સાધુ પાસેથી

(ખ) દુકાનદાર પાસેથી

(ગ) ધનિક શેઠ પાસેથી

(ઘ) ફળના ટોપલાવાળા પાસેથી

ઉત્તર : (ઘ) ફળના ટોપલાવાળા પાસેથી

(4) લેખકને કયું પુસ્તક ખરીદવું હતું?

(ક) લઘુકૌમુદી

(ખ) રુદ્રી

(ગ) ગીતા

(ઘ) મહાભારત

ઉત્તર : (ક) લઘુકૌમુદી

(5) લેખકે અઢી આના ક્યારે પરત કર્યા?

(ક) બીજે દિવસે

(ખ) એક માસ પછી

(ગ) ક્યારેય નહિ

(ઘ) સપ્તાહ પછી

ઉત્તર : (ખ) એક માસ પછી

પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના એક-બે વાક્યોમાં ઉત્તર આપો :

(1) માણસમાં યાચનાવૃત્તિ જાગે છે ત્યારે તેને કેવો અનુભવ થાય છે?

ઉત્તર : માણસમાં યાચનાવૃત્તિ જાગે છે ત્યારે તેનું વ્યક્તિત્વ ઢીલુંઢસ થઈ જાય છે, કારણ કે એક વખત માગવાની હિંમત આવે પછી વ્યક્તિમાં સ્વાભિમાન રહેતું નથી. એની ખુમારી અને તેજ ઝાંખા પડી જાય છે. એ લાલચુ બની જાય છે.

(2) લેખક કયો પ્રસંગ ન ભૂલવા સૂચવે છે?

ઉત્તર : સંકટ સમયે જે વ્યક્તિ આપણને મદદ કરે અને એનાથી આપણું કામ સરળ બની જાય એવા પ્રસંગને લેખક કદી ન ભૂલવા સૂચવે છે.

(3) સ્વામીજીને રહેવા માટે કયું સ્થળ મળ્યું?

ઉત્તર : સ્વામીજીને રહેવા માટે વૃંદાવનમાં આવેલ પરમહંસ આશ્રમમાં જગ્યા મળી.

સ્વાધ્યાય

પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો :

(1) સુરપુરાના લોકોએ સ્વામીજીને કેવી રીતે વિદાય આપી?

ઉત્તર : સ્વામીજીને વિદાય આપવા આખું સુરપુરા ગામ હિલોળે ચડ્યું હતું. સૌએ અશ્રુભીંની આંખે સ્વામીજીને વિદાય આપી.

(2) લેખક જમના નદીને સ્વચ્છ ન રાખનાર લોકો માટે શું કહે છે?

ઉત્તર : લેખકે મથુરાનાં તીર્થસ્થાનોમાં ચારે બાજુ ગંદકી જોઈ. લેખક ત્યાંના લોકો વિશે કહે છે કે તેઓ જમના નદીને ખૂબ જ પૂજ્ય માને છે, પણ તેઓ ત્યાં જરાય સ્વચ્છતા રાખતા નથી. તેઓ ‘‘જમના મૈયા કી કૃપા સે” બોલે છે, પણ તેમના આચરણમાં પરમેશ્વરમાં એકબ્રહ્મનિષ્ઠા દેખાતી નથી કે પ્રકૃતિના સૌંદર્યની પ્રતીતિ થતી નથી.

(3) આ પાઠમાંથી આપણને શું શીખવાનું મળે છે?

ઉત્તર : આ પાઠમાંથી આપણને શીખવા મળે છે કે ભણવા માટે અનેક અગવડો વેઠવી પડે તોપણ ભણવું તો ખરું જ. જીવનમાં સ્વાભિમાની રહેવું. યાચનાવૃત્તિ રાખવી નહિ, પણ ક્યારેક નછૂટકે માગવું પડે તો લીધેલી વસ્તુ કે રકમ પરત કરવાની ભાવના રાખવી. વચનપાલનના આગ્રહી રહેવું. ક્યારેક પરિસ્થિતિ પ્રમાણે નિયમોમાં બાંધછોડ કરવી પડે તો તેમ કરવામાં વાંધો નથી.

(4) ફળ વેચનાર માણસની ઉદારતા તમારા શબ્દોમાં વર્ણવો.

ઉત્તર : લેખકે જ્યારે ફળ વેચનાર માણસને કહ્યું કે એને એક સંસ્કૃત પુસ્તક ખરીદવું છે, પણ એને માટે અઢી આના ખૂટે છે. જો એ અઢી આના આપે તો પૈસાની સગવડ થતાં પોતે એ પૈસા તરત જ પાછા આપી દેશે. ફળ વેચનાર માણસે કશો જ વિચાર કર્યા વિના લેખકને અઢી આના આપી દીધા. આ તેની ઉદારતા દર્શાવે છે.

પ્રશ્ન 2. પુસ્તકાલયની મુલાકાત લઈ ત્યાંના તમારા અનુભવો વર્ણવો.

ઉત્તર : હું અને મારા કેટલાક મિત્રો એક પુસ્તકાલયની મુલાકાતે ગયા. પુસ્તકાલયમાં દાખલ થતાં જ સ્ટાફના એક સભ્યે અમને સમગ્ર પુસ્તકાલયનો સંક્ષેપમાં પરિચય કરાવ્યો. પુસ્તકાલય સ્વચ્છ હતું અને ત્યાંનું વાતાવરણ શાંત હતું. એક બાજુ વિદ્યાર્થીઓને વાંચવા માટે ટેબલ-ખુરશીની વ્યવસ્થા હતી. ડાબી બાજુ એક કાઉન્ટર હતું. એ કાઉન્ટરની પાછળ પુસ્તકાલયના સ્ટાફને માટે બેસવાની સગવડ હતી. જમણી તરફ બે-ત્રણ કમ્પ્યૂટર મૂક્યાં હતાં. એ કમ્પ્યૂટર દ્વારા વિદ્યાર્થીઓ અને શિક્ષકોને જરૂરી પુસ્તકો વિશે માહિતી મળી રહે છે. એક સ્લીપમાં જે પુસ્તક જોઈતું હોય તેના વિશેની માહિતી લખીને આપવાથી પુસ્તકાલયનો કર્મચારી તરત જ એ પુસ્તક વિદ્યાર્થીને વાંચવા માટે કે અમુક દિવસ ઘરે લઈ જવા માટે કાઢી આપે છે. એક તરફ મુખ્ય ગ્રંથપાલની કૅબિન છે. ગ્રંથપાલ સમગ્ર પુસ્તકાલયનું સંચાલન કરે છે. આમ, પુસ્તકાલયની અમારી મુલાકાત સુખદ રહી.

પ્રશ્ન 3. નીચે આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દ લખો :

(1) તાલાવેલી = અધીરાઈ, તડપ

(2) અશ્રુ = આંસુ

(3) ખુમારી = ગર્વ, અભિમાન

(4) યાચના = ભિક્ષા

પ્રશ્ન 4. નીચે આપેલા શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો :

ઉદાહરણ : હિત X અહિત

(1) યોગ્ય X અયોગ્ય

(2) મંગળ X અમંગળ

(3) ધર્મ X અધર્મ

(4) વ્યવસ્થા X અવ્યવસ્થા

(5) સ્વીકાર X અસ્વીકાર

(6) માન X અપમાન

Also Read :

Class 8 Gujarati Chapter 9 Swadhyay


Spread the love
error: Content is protected !!
Scroll to Top