Class 7 Social Science Chapter 6 Swadhyay
Class 7 Social Science Chapter 6 Swadhyay. ધોરણ 7 સામાજિક વિજ્ઞાન વિષયના પાઠ 6 નું સ્વાધ્યાય વાંચી અને લખી શકશો. ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પાઠ 6 સ્વાધ્યાય.
ધોરણ : 7
વિષય : સામાજિક વિજ્ઞાન
એકમ : 6. વિચરતી અને વિમુક્ત જાતિઓ
સત્ર : દ્વિતીય
સ્વાધ્યાય
પ્રશ્ન 1. યોગ્ય જોડકાં જોડો.
(અ)
(1) કાંગસિયા
(2) વિચરતી જાતિઓ
(3) વણજારા
(4) માલધારી
(5) વિમુક્ત જાતિઓ હેરફેર
(બ)
(A) ભવૈયા, ગારુડી, વાંસફોડા
(B) નેસમાં રહેનાર
(C) મિયાણા, વાઘેર, ડફેર
(D) અનાજ અને ચીજવસ્તુઓની હેરફેર
(E ) વિચરતી અને વિમુક્ત જાતિઓ પર ખાસ અહેવા
(F) સોંદર્ય પ્રસાધનોનું વેચાણ
જવાબ :
(1) કાંગસિયા = (F) સોંદર્ય પ્રસાધનોનું વેચાણ
(2) વિચરતી જાતિઓ = (A) ભવૈયા, ગારુડી, વાંસફોડા
(3) વણજારા = (D) અનાજ અને ચીજવસ્તુઓની હેરફેર
(4) માલધારી = (B) નેસમાં રહેનાર
(5) વિમુક્ત જાતિઓ હેરફેર = (C) મિયાણા, વાઘેર, ડફેર
પ્રશ્ન-2. ખાલી જગ્યાઓ પૂરો.
(1) એક સ્થાનથી બીજા સ્થાને સતત ફરતી રહેતી જાતિઓને………… કહેવામાં આવતી.
જવાબ : વિચરતી કે વિમુક્ત
(2) વિચરતી અને વિમુક્ત જાતિના બાળકોના અભ્યાસ માટે………અને………….ની સ્થાપના કરવામાં આવી છે.
જવાબ : આશ્રમશાળાઓ, છાત્રાલયો
(3) પોઠનો સમૂહ……………..તરીકે ઓળખાતો.
જવાબ : વણજાર (ટાંડું)
પ્રશ્ન-3. વિધાનો સાચાં છે કે ખોટાં તે જણાવો.
(1) વિચરતી જાતિના લોકો માટે સરકારે ગૃહધિરાણ યોજનાઓ જાહેર કરી છે.
જવાબ : ખોટું
(2) ગુજરાતમાં નટ, બજાણિયા, કાંગસિયા જેવી વિચરતી વિમુક્ત જાતિઓ વસે છે.
જવાબ : સાચું
(3) નટ બજાણિયા નેસમાં રહે છે.
જવાબ : ખોટું
(4) શાહજહાંએ તેના લખાણોમાં વણજારાઓના કાર્યનો ઉલ્લેખ કર્યો છે.
જવાબ : ખોટું
પ્રશ્ન 4. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો :
(1) વિચરતી જાતિના પશુપાલકો અને સ્થાયી ખેડૂતો વચ્ચે કયા પ્રકારનો વિનિમય થતો હતો? શા માટે?
ઉત્તર : વિચરતી જાતિના પશુપાલકો સ્થાયી ખેડૂતો પાસેથી અનાજ, કપડાં, વાસણો અને અન્ય વસ્તુઓ ખરીદતા અને તેના બદલામાં તેઓ સ્થાયી ખેડૂતોને ઊન, ઘી વગેરે વસ્તુઓ આપતા. આ રીતે વિચરતી જાતિના પશુપાલકો અને સ્થાયી ખેડૂતો વચ્ચે ચીજવસ્તુઓનો વિનિમય થતો હતો.
(2) સરકાર દ્વારા વિચરતી-વિમુક્ત જાતિઓના વિકાસ અને ઉત્થાન માટે કરેલા પ્રયત્નો જણાવો.
ઉત્તર : સરકાર દ્વારા વિચરતી-વિમુક્ત જાતિઓના વિકાસ અને ઉત્થાન માટે કરેલા પ્રયત્નો નીચે પ્રમાણે છે :
(1) સ્વતંત્રતા પછી ભારત સરકારે ઈ. સ. 1952માં વિચરતી-વિમુક્ત જાતિઓને ‘ક્રિમિનલ ટ્રાઇબ્ઝ ઍક્ટ – 1871’ના કાયદામાંથી મુક્ત કરીને તેમને વિમુક્ત જાતિઓ’ તરીકે સમ્માનભર્યું સ્થાન આપ્યું.
(2) આ જાતિઓના વિકાસ માટે અને તેમની સંસ્કૃતિની જાળવણી માટે સરકારે અભ્યાસ કરાવી, તેને આધારે ઈ. સ. 2008માં એક વિસ્તૃત અહેવાલ તૈયાર કરાવ્યો. એ અહેવાલના આધારે તેમને બંધારણીય રીતે ‘વિચરતી અને વિમુક્ત જાતિઓ’ નો દરજ્જો આપી માનવ અધિકાર આપ્યો.
(3) ભારત સરકારે વિચરતી-વિમુક્ત જાતિઓને અતિ પછાત અને વધુ પછાત જાતિઓમાં મૂકી તેમના વિકાસ માટે વિશિષ્ટ યોજનાઓ બનાવી છે. એ યોજનાઓમાં તેમને સ્થાયી કરવા જેવી બાબતોનો સમાવેશ કર્યો છે. આ જાતિઓનાં બાળકો માટે ખાસ આશ્રમશાળાઓ અને છાત્રાલયો સ્થાપવામાં આવ્યાં છે.
(4) કેન્દ્ર સરકારે અને રાજ્ય સરકારોએ આ જાતિઓના ઉત્કર્ષ માટે કેટલીક વિશિષ્ટ યોજનાઓ બનાવીને તેમને સમાજના સામાન્ય પ્રવાહમાં ભેળવવાના પ્રયત્નો કર્યા છે.
(5) સરકારે શિક્ષણ, સ્વાસ્થ્ય, સ્વચ્છતા, મકાનો વગેરેની સુવિધાઓ આપીને તેમને રોજગારી મળે તેવું વાતાવરણ ઊભું કર્યું છે.
(3) કચ્છના રબારીઓને ઉનાળામાં સ્થળાંતર કરવાની જરૂર કેમ પડતી હશે?
ઉત્તર : કચ્છના રબારીઓ પશુપાલન પર જીવનનિર્વાહ ચલાવે છે. તેઓ ઘેટાં, બકરાં અને ઊંટ પાળે છે. કચ્છનો મોટો ભાગ રણપ્રદેશ છે. અહીં ચોમાસામાં વરસાદ ખૂબ ઓછો પડે છે. તેથી ઉનાળામાં કચ્છમાં પાણી અને ઘાસચારાની ભારે અછત સર્જાય છે. આથી પોતાના પશુધનને બચાવવા પાણી અને ઘાસચારાની શોધમાં કચ્છના રબારીઓને સ્થળાંતર કરવાની ફરજ પડે છે.
(4) નટ લોકો દ્વારા ક્યાં-ક્યાં કરતબો કરી લોકોનું મનોરંજન કરવામાં આવે છે?
ઉત્તર : નટ લોકો દ્વારા જાદુ કરવા, દોરડા અને લાકડી પર ચાલવું જેવા કરતબો તેમજ અન્ય અંગકરતબો કરી લોકોનું મનોરંજન કરવામાં આવે છે.
(5) વણજારા અર્થતંત્ર માટે કેવી રીતે મહત્ત્વપૂર્ણ હતા?
ઉત્તર : વણજારા ભારતની વિચરતી જાતિઓમાં સૌથી અગત્યની જાતિ હતી. દિલ્લી સલ્તનતના સુલતાન અલાઉદ્દીન ખિલજી દિલ્લીનાં બજારો સુધી અનાજ અને અન્ય ચીજવસ્તુઓ લાવવા માટે વણજારાઓનો ઉપયોગ કરતો. મુઘલ બાદશાહ જહાંગીરના સમયમાં વણજારાઓ બળદો પર અનાજ લાદીને શહેરોમાં વેચવા જતા હતા. યુદ્ધ દરમિયાન વણજારાઓ બળદોની પોઠ દ્વારા મુઘલ સૈન્ય માટે અનાજ અને અન્ય માલસામાન લાવતા હતા. તદુપરાંત, વણજારાઓ ભારતમાં અનેક ચીજવસ્તુઓ મધ્ય એશિયામાં લઈ જતા હતા અને ત્યાંથી અનેક ચીજવસ્તુઓ ભારત લાવતા હતા. આમ, તેઓ ભારત અને વિશ્વ વચ્ચે કડીરૂપ કામ કરતા હતા.
આમ, અનાજ અને જરૂરી ચીજવસ્તુઓ એક પ્રદેશથી બીજા પ્રદેશ સુધી લાવવા-લઈ જવાનું કામ કરીને વણજારાઓ અર્થતંત્ર માટે મહત્ત્વપૂર્ણ કામગીરી બજાવતા હતા.
Also Read :
ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પાઠ 14 સ્વાધ્યાય