Class 7 Social Science Chapter 4 Swadhyay
Class 7 Social Science Chapter 4 Swadhyay. ધોરણ 7 સામાજિક વિજ્ઞાન વિષયના પાઠ 4 નું સ્વાધ્યાય વાંચી અને લખી શકશો. ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પાઠ 4 સ્વાધ્યાય.
ધોરણ : 7
વિષય : સામાજિક વિજ્ઞાન
એકમ : 4. મધ્યુગીન સ્થાપત્યો, શહેરો, વેપારી અને કારીગરો
સત્ર : પ્રથમ
સ્વાધ્યાય
પ્રશ્ન 1. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ઉત્તર લખો :
(1) દિલ્લી સલ્તનતના આ સમયગાળામાં મસ્જિદ, મકબરા અને રોજા એમ ત્રણ સ્થાપત્યોની……………શૈલી પ્રમુખ હતી.
(A) ઇસ્લામ
(B) નાગર
(C) સલ્તનત
(D) આરબ
ઉત્તર : (D) આરબ
(2) આગ્રા : ……….. બાગ, કશ્મીર : ……….. બાગ
(A) લાલ
(B) નિશાંત
(C) આરમ
(D) શાલીમાર
ઉત્તર : (D) આરબ, (B) નિશાંત
(3) મુંબઈ ……….., તાંજોર…………
(A) રાજરાજેશ્વરમંદિર
(B) એલિફન્ટાની ગુફા
(C) રથમંદિર
(D) સુવર્ણમંદિર
ઉત્તર : (B) એલિફન્ટાની ગુફા, (A) રાજરાજેશ્વરમંદિર
(4) વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો પ્રાપ્ત કરનાર સ્થાપત્ય.
(A) અડી-કડીની વાવ
(B) રાણીની વાવ
(C) કાંકરિયા તળાવ
(D) રૂડાદેવીની વાવ
ઉત્તર : (B) રાણીની વાવ
(5) બારીઓમાં વિશિષ્ટ પ્રકારની જાળીઓની કોતરણી ધરાવનાર……..
(A) સીદી સૈયદની જાળી
(B) જામા મસ્જિદ
(C) ડભોઈનો કિલ્લો
(D) ધોળકાની મસ્જિદ
ઉત્તર : (A) સીદી સૈયદની જાળી
પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો :
(1) સ્થાપત્ય એટલે શું?
ઉત્તર : સ્થાપત્ય માટે શિલ્પશાસ્ત્ર શબ્દ પણ વપરાય છે. સ્થાપત્યનો સરળ અર્થ બાંધકામ એવો થાય છે. મકાનો, નગરો, કૂવાઓ, કિલ્લાઓ, મિનારાઓ, સ્મારકો, સ્તંભો, મંદિરો, મસ્જિદો, મકબરાઓ, વાવ વગેરેના બાંધકામને ‘સ્થાપત્ય’ કહે છે.
(2) રાજસ્થાનની કઈ કઈ ચિત્રશૈલીઓ સુવિખ્યાત હતી?
ઉત્તર : રાજસ્થાનની મેવાડ, જયપુર, મારવાડ, કોટા વગેરે ચિત્રશૈલીઓ સુવિખ્યાત હતી.
(3) હમ્પીને કઈ બાબતો દ્વારા હુન્નરકલા તથા વેપાર-વાણિજ્યનું કેન્દ્ર ગણી શકાય?
ઉત્તર : હમ્પીને આ બે બાબતો દ્વારા હુન્નરકલા અને વેપાર-વાણિજ્યનું કેન્દ્ર ગણી શકાય : (1) વિજયનગરના સામ્રાજ્યના પાટનગર શહેર હમ્પીમાંથી સુતરાઉ કાપડ, રેશમી કાપડ અને મસાલા સહિતની ચીજવસ્તુઓની યુરોપના દેશોમાં નિકાસ થતી હતી. (2) હમ્પીમાંથી ત્રણ પ્રકારના સોનાના સિક્કાઓ મળી આવ્યા છે.
(4) મુઘલયુગની સ્થાપત્યકલાનાં નામ આપો.
ઉત્તર : મુઘલયુગની સ્થાપત્યકલાનાં નામ નીચે પ્રમાણે છે : (1) મુઘલકાલીન સ્થાપત્યના શ્રેષ્ઠ નમૂનારૂપ દિલ્લીમાં આવેલો હુમાયુનો મકબરો (કબર) (2) મુઘલ સમ્રાટ અકબરે આગરામાં બંધાવેલ વિશાળ કિલ્લો (3) ફતેહપુર સિક્રીમાં અકબરે બંધાવેલ બુલંદ દરવાજો, બીરબલનો મહેલ, જોધાબાઈનો મહેલ, પંચમહલ, શેખ સલીમ ચિશ્તીનો મકબરો, જામી મસ્જિદ વગેરે મુખ્ય છે. (4) શેરશાહનો સાસારામનો મકબરો, ( 5 ) મુઘલ સ્થાપત્ય-કલાના સર્વોચ્ચ શિખરરૂપ શાહજહાંએ આગરામાં યમુના નદીના કિનારે બંધાવેલ તાજમહાલ (6) શાહજહાંએ દિલ્લીમાં બંધાવેલ સુપ્રસિદ્ધ લાલ કિલ્લો. આ કિલ્લામાં તેણે દીવાન-એ-આમ, દીવાન-એ-ખાસ અને રંગમહેલ જેવી મનોહર ઇમારતો બંધાવી હતી.
પ્રશ્ન 3. નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો :
(1) રાણીની વાવ સોલંકીયુગ દરમિયાન બંધાયેલી હતી.
ઉત્તર : ખરું
(2) રાજરાજેશ્વર મંદિર શીખ સંપ્રદાયનું શ્રેષ્ઠતમ સ્થાપત્ય છે.
ઉત્તર : ખોટું
(3) ઉપરકોટનું મૂળ નામ ઇલ્વદુર્ગ હતું.
ઉત્તર : ખોટું
(4) દુનિયામાં એક જ જગ્યાએ પહાડ પર સૌથી વધારે મંદિર હોય તેવું સ્થળ એટલે પાવાપુરી.
ઉત્તર : ખરું
(5) ગુજરાતમાં કચ્છ અને કાઠિયાવાડમાં પાળિયાઓની પરંપરા આજે પણ જીવંત છે.
ઉત્તર : ખોટું
પ્રશ્ન 4. ટૂંક નોધ લખો :
(1) પાળિયા
ઉત્તર : ગુજરાતના સ્થાપત્યોમાં પાળિયાનું એક વિશિષ્ટ સ્થાન છે. તે ગુજરાતનું અજોડ સ્થાપત્ય છે. દુશ્મનો સામે પાળ થઈ ઊભા રહી યુદ્ધમાં શહીદ થનાર વીરપુરુષની યાદમાં જે સ્મારક કે ખાંભી ઊભી કરવામાં આવે છે તેને ‘પાળિયા’ કહેવામાં આવે છે.
જે નીડર સ્ત્રીઓએ જૌહર કર્યું હોય કે તે સતી થઈ હોય તો તેમના પણ પાળિયા બનાવવામાં આવે છે તેને ‘સતીના પાળિયા’ કહેવામાં આવે છે. દરેક પાળિયાની સાથે કોઈ વીરપુરુષની બલિદાનની ગાથા જોડાયેલી હોય છે. યોદ્ધાનો પાળિયો મોટા ભાગે તેના યુદ્ધસ્થળ કે મૃત્યુના સ્થળે બાંધવામાં આવે છે. પાળિયાની વર્ષમાં તેની મૃત્યુતિથિ પ્રમાણે પૂજા-અર્ચના કરવામાં આવે છે. પાળિયાના સ્થળે મેળો પણ યોજાતો હોય છે. લોકો પાળિયાને સિંદૂર લગાવીને એ વીરપુરુષના બલિદાનને બીરદાવે છે. ગુજરાતમાં પાળિયાનાં શ્રેષ્ઠતમ ઉદાહરણોમાં જામનગર પાસે ભૂચર મોરીનો સૂરજ કુંવરબાના પાળિયાનો અને સોમનાથ મંદિર પાસે હમીરજી ગોહિલના પાળિયાનો સમાવેશ થાય છે.
(2) મોઢેરાનું સૂર્યમંદિર
ઉત્તર : મોઢેરાનું સૂર્યમંદિર ઉત્તર ગુજરાતમાં મહેસાણાના મોઢેરા ખાતે આવેલું છે. તે ઈ. સ. 1026માં ભીમદેવ સોલંકીના પ્રથમના શાસનકાળ દરમિયાન બાંધવામાં આવ્યું હતું. આ મંદિરનું પ્રવેશદ્વાર પૂર્વ દિશામાં છે. તેથી વહેલી સવારે સૂર્ય ઊગે ત્યારે તેનાં કિરણો સીધાં ગર્ભગૃહમાં પ્રવેશીને સૂર્યપ્રતિમાના મુગટની મધ્યમાં રહેલા મણિ પર પડતાં સમગ્ર મંદિર પ્રકાશપુંજથી ઝળહળી ઊઠતું હશે. પરિણામે સમગ્ર વાતાવરણમાં દિવ્યતા પ્રગટતી હશે. આ મંદિરના ગર્ભગૃહની બહાર સૂર્યની 12 વિવિધ મૂર્તિઓ અંકિત થયેલી આજે પણ જોઈ શકાય છે. સૂર્યમંદિરની બહારના વિશાળ જળકુંડની ચારે દિશાએ નાનાં નાનાં કુલ 108 મંદિરો (દેરીઓ) આવેલા છે. તેમાં સવાર-સાંજ પ્રગટાવવામાં આવતી દીપમાલાને લીધે નયનરમ્ય દૃશ્ય સર્જાય છે.
મોઢેરાનું સૂર્યમંદિર તેની કલાત્મક સ્થાપત્યરચના અને શિલ્પ સમૃદ્ધિને કારણે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવે છે.
(3) રાણીની વાવ
ઉત્તર : સોલંકી રાજા ભીમદેવ પ્રથમનાં રાણી ઉદયમતિએ પાટણ શહેરની પ્રજાને પાણી પૂરું પાડવા માટે વાવ બંધાવી હતી જે રાણીની (રાણકી) વાવના નામે વિશ્વપ્રસિદ્ધ છે.
આ વાવ શિલ્પ-સ્થાપત્યનો અજોડ નમૂનો છે. સાત માળની રાણીની વાવ એક અજાયબી સમાન છે. વાવના સાત માળના દરેક પથ્થર ઉપર બારીક અને સુંદર નકશીકામ થયેલું છે. વાવના સાત ઝરૂખા છે. દરેક ઝરૂખામાં વિષ્ણુ ભગવાન બિરાજમાન થયેલા જોઈ શકાય છે. વાવમાં ભગવાન દશાવતારની સુંદર મૂર્તિ છે. આ ઉપરાંત, અનેક દેવદેવીઓ, અપ્સરાઓ અને સામાજિક જીવનનાં દશ્યોને પથ્થરો પર કંડારવામાં આવેલ છે. ખરેખર, રાણીની વાવ એ પથ્થરમાં કંડારેલું માનવસોંદર્યનું મહાકાવ્ય છે.
ઈ. સ. 2014માં યુનેસ્કોએ રાણીની (રાણકી) વાવને વર્ષ હેરિટેજ સાઇટ (વૈશ્વિક વારસાનું સ્થળ) નો દરજ્જો આપ્યો છે.
(4) મુઘલ સ્થાપત્યકલા
ઉત્તર : મુઘલ સ્થાપત્યકલા વિશિષ્ટ પ્રકારની હતી. (1) દિલ્લીમાં આવેલો હુમાયુનો મકબરો (કબર) મુઘલકાલીન સ્થાપત્યકલાનો શ્રેષ્ઠ નમૂનો છે. (2) મુઘલ બાદશાહ અકબરે આગરામાં વિશાળ કિલ્લો બંધાવ્યો હતો. તેણે આગરાથી 30 કિલોમીટર દૂર ફતેહપુર સિક્રી નગર વસાવી તેમાં બુલંદ દરવાજો , બીરબલના મહેલ, જોધાબાઈનો મહેલ, પંચમહલ, શેખ સલીમ ચિશ્તીનો મકબરો, જામી મસ્જિદ જેવાં બાંધકામો કરાવ્યાં હતા. (3) શેરશાહનો સસારામનો મકબરો એ નોંધપાત્ર મુઘલકાલીન સ્થાપત્ય છે. (4 ) ઈ. સ. 1630માં અવસાન પામેલી પોતાની બેગમ મુમતાજમહલની યાદમાં શાહજહાંએ આગરામાં યમુના નદીના કિનારે ભવ્ય ‘તાજમહાલ’ બંધાવ્યો હતો. દુનિયાના અદ્વિતીય મકબરાઓમાં તેની ગણના થાય છે. તાજમહાલ વિશ્વની સાત અજાયબીઓ પૈકીની એક છે. તે મુઘલ સ્થાપત્યનું ઉત્કૃષ્ટ સર્જન છે. અદ્ભુત સૌંદર્ય ધરાવતો તાજમહાલ મુઘલ સ્થાપત્યકલાના વારસાનું ગૌરવ છે. તે દેશ-વિદેશના પ્રવાસીઓના અનહદ આકર્ષણનું કેન્દ્ર છે. (5) શાહજહાંએ દિલ્લીમાં ઈ. સ. 1638માં લાલ કિલ્લો બંધાવ્યો હતો. મુઘલશૈલીમાં બનેલા આ કિલ્લામાં લાલ પથ્થરનો ઉપયોગ થયેલો છે. શાહજહાંએ આ કિલ્લાની અંદર પોતાના નામ પરથી ‘શાહજહાંનાબાદ’ નામનું નગર વસાવ્યું હતું. તેમાં તેણે દીવાન-એ-આમ, દીવાન-એ-ખાસ, રંગમહેલ, મુમતાજનો શીશમહેલ વગેરે મનોહર ઇમારતો બંધાવી હતી. દીવાન-એ-ખાસ ઇમારતને સોના-ચાંદી અને કીમતી પથ્થરોથી સજાવવામાં આવી છે. શાહજહાંએ દીવાન-એ-ખાસમાં બેસવા માટે સોનાનું કલાત્મક ‘મયૂરાસન’ બનાવડાવ્યું હતું. દિલ્લીનો લાલ કિલ્લો મુઘલ સ્થાપત્યકલાની અદ્દભુત અને ઉત્કૃષ્ટ ઇમારત છે. દર વર્ષે 15 ઑગસ્ટના રાષ્ટ્રીય તહેવારના દિવસે ભારત સરકાર તરફથી લાલ કિલ્લા પરથી ધ્વજવંદન કરવામાં આવે છે. (6) ઓરંગઝેબે પોતાની પત્નીની યાદમાં ઔરંગાબાદમાં રાબિયા-ઉદ્-દૌરાનનો મકબરો બનાવ્યો હતો. જે તાજમહાલ જેટલો જ કલાત્મક છે.
Also Read :
ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પાઠ 12 સ્વાધ્યાય