Class 7 Social Science Chapter 14 Swadhyay (ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પાઠ 14 સ્વાધ્યાય)

Class 7 Social Science Chapter 14 Swadhyay
Class 7 Social Science Chapter 14 Swadhyay

Class 7 Social Science Chapter 14 Swadhyay

Class 7 Social Science Chapter 14 Swadhyay. ધોરણ 7 સામાજિક વિજ્ઞાન વિષયના એકમ 14 નું સ્વાધ્યાય વાંચી અને લખી શકશો. ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પાઠ 14 સ્વાધ્યાય.

ધોરણ : 7

વિષય : સામાજિક વિજ્ઞાન

એકમ : 14. સંસાધનોનું જતન અને સંરક્ષણ

સત્ર : દ્વિતીય

સ્વાધ્યાય

પ્રશ્ન 1. નીચે આપેલ પ્રશ્નોના ઉત્તર માટે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો :

(1) સંસાધનોને મુખ્ય કેટલાં જૂથોમાં વહેંચવામાં આવે છે?

(A) બે

(B) ત્રણ

(C) ચાર

(D) પાંચ

જવાબ : (A) બે

(2) નીચેનામાંથી ક્યાં સિંચાઈનાં માધ્યમો છે?

(A) કુવા

(B) નહેર

(C) તળાવ

(D) આપેલ તમામ

જવાબ : (D) આપેલ તમામ

(3) ભારતમાં સૌથી વધુ જંગલો ક્યાં જોવા મળે છે?

(A) ગુજરાત

(B) અસમ

(C) અંદમાન-નિકોબાર

(D) હરિયાણા

જવાબ : (C) અંદમાન-નિકોબાર

(4) નીચેનામાંથી કયું પક્ષી કચ્છના રણમાં જોવા મળે છે?

(A) શાહમૃગ

(B) સુરખાબ

(C) સ્નો પાર્ટરીચ

(D) પેંગ્વિન

જવાબ : (B) સુરખાબ

(5) લદાખમાં કયું વિશિષ્ટ પ્રાણી જોવા મળે છે?

(A) યાક

(B) ઘુડખર

(C) શિયાળ

(D) ગાય

જવાબ : (A) યાક

પ્રશ્ન 2. એક વાક્યમાં ઉત્તર આપો :

(1) સહરાના રણમાં લોકો શાની ખેતી કરે છે?

ઉત્તર : સહરાના રણમાં લોકો ખજૂર અને ઘઉંની ખેતી કરે છે.

(2) ખડકોના નાના-મોટા ટુકડા, કાંકરા અને માટીની રજથી બનેલું પૃથ્વીનું પડ કયા નામે ઓળખાય છે?

ઉત્તર : ખડકોના નાના-મોટા ટુકડા, કાંકરા અને માટીની રજથી બનેલું પૃથ્વીનું પડ ‘રેગોલિથ’ નામે ઓળખાય છે.

(૩) પાણીનો મુખ્ય સ્ત્રોત કયો છે?

ઉત્તર : પાણીનો મુખ્ય સ્રોત વરસાદ (વૃષ્ટિ) છે.

(4) ગુજરાતની નદીઓમાં જોવા મળતું કર્યું પ્રાણી લુપ્ત થવાને આરે છે?

ઉત્તર : ગુજરાતની નદીઓમાં જોવા મળતું ‘જળબિલાડી’ નામનું પ્રાણી લુપ્ત થવાને આરે છે.

(5) ભારતનો કયો પ્રદેશ ‘નાના તિબેટ’ તરીકે ઓળખાય છે?

ઉત્તર : ભારતના લદાખનો ઠંડા રણનો પ્રદેશ ‘નાના તિબેટ’ તરીકે ઓળખાય છે.

પ્રશ્ન 3. (અ) ટૂંક નોંધ લખો.

(1) કચ્છનું રણ

ઉત્તર : કચ્છનું રણ ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલું છે. તે ગુજરાત રાજ્યની ઉત્તર-પશ્ચિમે આવેલું છે. તેની પશ્ચિમે પાકિસ્તાન દેશ અને ઉત્તર-પૂર્વે રાજસ્થાન રાજ્ય આવેલું છે. કચ્છના રણના બે ભાગ છે : (1) મોટું રણ અને (2) નાનું રણ. કચ્છમાં ઉત્તરે મોટું રણ અને તળ ગુજરાત તથા કચ્છની મધ્યમાં નાનું રણ આવેલું છે. તેમનો કુલ વિસ્તાર આશરે 27,200 ચોરસ કિલોમીટર છે. આ રણપ્રદેશો ખંડીય છાજલી ઊંચકાવાથી રચાયા હોવાનું મનાય છે. કચ્છનું રણ રાજસ્થાનના થરના રણનો એક ભાગ છે. કચ્છનો રણપ્રદેશ નીચાણમાં હોવાથી ચોમાસામાં તેમાં પાણી ભરાઈ જાય છે. કચ્છના મોટા રણ કરતાં નાનું રણ જલદી સુકાઈ જાય છે. પાણી સુકાતાં જમીન પર ક્ષારનો પોપડો જામે છે. જે “સફેદ રણ’નું સ્વરૂપ ધારણ કરે છે. કચ્છના રણની આબોહવા ગરમ અને સૂકી છે. અહીં વરસાદ બહુ ઓછો પડે છે.

(2) જળસંસાધનની જાળવણી

ઉત્તર : જળ સંસાધનની જાળવણી માટેના ઉપાયો નીચે પ્રમાણે છે :

(1) જળ સંસાધનની જાળવણી માટે તેનો વિવેકપૂર્વક ઉપયોગ સૌથી પહેલી આવશ્યકતા છે. (2) બીજી જરૂર છે જળસંચયની. જળસંચય અને જળ-સંરક્ષણ માટે વધુમાં વધુ જળાશયોનું નિર્માણ કરવું. (3) ભૂમિગત જળના સ્તરને ઉપર લાવવાના પ્રયાસો કરવા. (4) નદીઓના પાણીને રોકીને જળસંચયન કરવું. આ માટે નદીઓ પર બંધો બાંધવા. (5) વૃષ્ટિજળને રોકી તેને એકઠું કરવું. આ માટે શોષકૂવા બનાવવા તેમજ ખેત-તલાવડીઓ બનાવવી. નાની નદીઓ પર બંધારા બાંધવા. (6) લોકોમાં જાગૃતિ લાવી, જળ-સંસાધનની જાળવણી માટે લોકભાગીદારી વધારવી. (7) બાગ-બગીચા, શૌચાલયો વગેરેમાં વપરાતા પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો. (8) જળાશયો અને નદીઓનાં પાણીને સ્વચ્છ રાખવા તથા તેમને પ્રદૂષણથી બચાવવાં. (9) ભૂમિગત જળનો ઉપયોગ કરતા એકમો પર પાણીના વપરાશ અંગે દેખરેખ રાખવી.

(3) ભૂમિ-સંસાધન

ઉત્તર : સામાન્ય રીતે પૃથ્વીના પોપડાના ઉપરના પાતળા સ્તરને જમીન કહેવામાં આવે છે કે જેની ઉપર વનસ્પતિ ઊગે છે. જમીન અનેક પ્રકારના કણોથી બનેલી છે. ભૂમિ-આવરણમાં ખડકોના નાના-મોટા ટુકડા, કાંકરા, માટી, રજ વગેરે હોય છે, જેને ‘રેગોલિથ’  કહેવામાં આવે છે. રેગોલિથમાં હવા અને પાણી જેવાં જૈવિક દ્રવ્યો ભળતાં ‘જમીન’ બને છે. ખેતીના સંદર્ભમાં કોઈ પણ દેશનો આર્થિક વિકાસ તે દેશની જમીનની ગુણવત્તા અને તેના પ્રકાર પર આધારિત છે.

ભારતીય કૃષિ સંશોધન પરિષદ (ICAR) દ્વારા ભારતની જમીનને તેના પ્રકાર મુજબ આઠ પ્રકારમાં વહેંચવામાં આવી છે : (1) કાંપની જમીન ( 2 ) રાતી અથવા લાલ જમીન (3) કાળી જમીન (4) લેટેરાઇટ જમીન (5) રણ પ્રકારની જમીન (6) પર્વતીય જમીન (7) જંગલ પ્રકારની જમીન અને (8) દલદલ પ્રકારની જમીન.

(4) લદાખનું રણ

ઉત્તર : ભારતની ઉત્તરે જમ્મુ અને કશમીરની બાજુમાં લદાખનો કેન્દ્રશાસિત પ્રદેશ આવેલો છે, લદાખ એ ભારતનું ઠંડું રણ છે. લદાખને ખાપા-ચાન પણ કહે છે, જેનો ‘હીમભૂમિ’ એવો અર્થ થાય છે. લદાખની ઉત્તરે કારાકોરમ પર્વતશ્રેણી અને દક્ષિણે જાસ્કર પર્વતશ્રેણી આવેલી છે. સિંધુ આ ક્ષેત્રની મુખ્ય નદી છે. ઊંચાઈને કારણે લદાખની હવા ખૂબ પાતળી છે. અહીંની આબોહવા ઠંડી અને શુષ્ક છે. અહીં ઉનાળામાં દિવસનું તાપમાન 0° સેથી ઉપર રહે છે, જ્યારે રાત્રે તાપમાન – 30° સેથી પણ નીચે જાય છે. અહીં વરસાદનું પ્રમાણ ખૂબ ઓછું છે. લદાખનું ઠંડું રણ શુષ્ક વાતાવરણ ધરાવતું હોવાથી અહીં વનસ્પતિ ખૂબ ઓછી છે. અહીં માત્ર ટૂંકું ઘાસ જોવા મળે છે.

(5) વન્યજીવ સંરક્ષણ

ઉત્તર : પ્રાચીન સમયમાં મોર્યયુગના સમ્રાટ અશોકના સમયમાં વન્ય જીવોના સંરક્ષણ માટે કાયદા બનાવવામાં આવ્યા હતા. વન્ય જીવોના સંરક્ષણ માટે આજે દેશના મોટા ભાગનાં રાજ્યો માટે ‘સ્ટેટ વાઇલ્ડ લાઇફ’ ની રચના કરવામાં આવી છે. સ્વૈચ્છિક સંસ્થાઓ પણ આ માટે કામ કરે છે. વન્ય જીવોના સંરક્ષણ માટે આ પ્રમાણેના ઉપાયો કરવા જોઈએ :

(1) વન્ય જીવો પર થતા અત્યાચાર અને શિકાર પ્રવૃત્તિને અટકાવવા માટે સરકારે કડક કાયદા બનાવવા જોઈએ અને તેનો કડક અમલ કરવો જોઈએ. (2) વખતોવખત વન્ય જીવોની વસ્તીગણતરી કરવી જોઈએ. (3) જંગલો વન્ય જીવોનું નિવાસસ્થાન છે. તે વન્ય જીવોને કુદરતી સંરક્ષણ પૂરું પાડે છે. તેથી જંગલોનો વિનાશ થતો અટકાવવો જોઈએ. (4) લોકોને વન્ય જીવોનું મહત્ત્વ સમજાવવું જોઈએ. તેઓને વન્ય જીવ સંરક્ષણની સમજ આપવી જોઈએ. (5) જંગલમાં દાવાનળ (જંગલની આગ) નું સળગે તેની પૂરતી તકેદારી રાખવી જોઈએ. જેગલમાં જો આગ લાગે તો તેને ઝડપથી ડામવા માટે તંત્ર સજાગ રહેવું જોઈએ. (6) વન્ય જીવોને તબીબી સારવાર મળી રહે એવા પ્રયત્નો કરવા જોઈએ. (7) વન્ય જીવો માટે સંરક્ષિત ક્ષેત્રોનો વિકાસ કરવો જોઈએ. (8) પ્રચાર અને પ્રસાર માધ્યમો દ્વારા જનજાગૃતિ લાવવી જોઈએ. (9) જંગલમાં વન્ય જીવોને પાણી, ખોરાક, નિવાસ વગેરે. તેમની જરૂરિયાતો પૂરતા પ્રમાણમાં મળી રહે એવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ. (10) જંગલોમાં થતી ગેરકાયદેસર વૃક્ષછેદનની પ્રવૃત્તિ અટકાવવી જોઈએ. વૃક્ષોનાં પોલાણોમાં પક્ષીઓ રહેતાં હોય છે. તેમજ વૃક્ષોની ડાળીઓ પર તે માળા બાંધે છે.

પ્રશ્ન-3 (બ) મુદ્દાસર ઉત્તર આપો :

(1) સંસાધન એટલે શું?

ઉત્તર : પૃથ્વી પર મળતાં હવા, જળ, જમીન, વનસ્પતિ અને ખનીજો જેવાં માનવીને ઉપયોગમાં આવતાં કુદરતી તત્ત્વોને-પદાર્થોને સંસાધન કહે છે. સંસાધનોની કેટલીક ચોક્કસ વિશિષ્ટતાઓ અને ઉપયોગિતાઓ છે. સંસાધનો મર્યાદિત છે. તેથી તેમનો ઉપયોગ કરવા માટે આપણે અનેકવિધ તકનીકોનો ઉપયોગ કરવો જોઈએ. સંસાધનો દેશના અર્થતંત્રની કરોડરજ્જુ ગણાય છે. તે લોકોની શક્તિ અને સમૃદ્ધિના આધારસ્તંભો છે.

(2) જંગલોનું આર્થિક મહત્ત્વ.

ઉત્તર : જેગલોનું આર્થિક મહત્ત્વ નીચે પ્રમાણે છે :

(1) જંગલોની મુખ્ય પેદાશ લાકડું છે. જંગલોમાંથી સાગ,સાલ અને સીસમ જેવાં મજબૂત અને ઇમારતી લાકડાં મળે છે. તેમાંથી ઘરનું ફર્નિચર પણ બને છે. (2) દેવદાર અને ચીડ જેવાં વૃક્ષોનાં પોચાં લાકડાંમાંથી રમતગમતનાં સાધનો, ચા અને દવાના પેકિંગની પેટીઓ; દીવાસળી, કાગળ, કૃત્રિમ રેસા વગેરે વસ્તુઓ બને છે. (૩) વાંસમાંથી કાગળ અને રેયોન તેમજ ટોપલાં, ટોપલી, રમકડાં, સાદડી અને ગૃહ સુશોભનની વસ્તુઓ બને છે. (4) જંગલોમાંથી લાખ, ગુંદર, મધ, ઔષધિઓ વગેરે મળે છે. (5) ખેરના લાકડામાંથી કાથો મળે છે. (6) ચીડના રસમાંથી ટર્પેન્ટાઇન અને યુકેલિપ્ટસનાં પાનમાંથી ઔષધીય તેલ મળે છે. (7) ચંદનનાં વૃક્ષોમાંથી ચંદનનું લાકડું (સુખડ) તેમજ સુખડનું તેલ મળે છે. (8) સુંદરી વૃક્ષના લાકડામાંથી હોડી બને છે.

(3) સહરાના રણનાં વનસ્પતિ અને પ્રાણીજગત વિશે લખો.

ઉત્તર : સહરાના રણની વનસ્પતિ : સહરા રણપ્રદેશ હોવાથી અહીં વનસ્પતિ ખૂબ ઓછી જોવા મળે છે. રણની ધાર પર જ્યાં ખૂબ ઓછો વરસાદ પડે છે ત્યાં ટૂંકું ઘાસ થાય છે. રણપ્રદેશમાં મુખ્યત્વે કેકટસ (એક પ્રકારનો થોર), કાંટાળા છોડ વગેરે વનસ્પતિ થાય છે. અહીંના રણદ્વીપોમાં ખજૂરીનાં વૃક્ષો પુષ્કળ થાય છે.

સહરા રણનું પ્રાણીજગત : સહરાના રણનું મુખ્ય પ્રાણી ઊંટ છે. તે ‘રણનું વહાણ’ કહેવાય છે. રણદ્વીપોમાં ઘેટાં-બકરાં, ઘોડા, ખચ્ચર, ગધેડાં વગેરે પ્રાણીઓ ઉછેરવામાં આવે છે. આ ઉપરાંત, રણપ્રદેશમાં શિયાળ, ઝરખ, વીંછી, કાચિંડા, સાપ, ગરોળી, ઘો વગેરે જોવા મળે છે.

(4) જળતંગી એટલે શું?

ઉત્તર : જળતંગી એટલે પાણીની અછત. ભારતમાં છેલ્લા છ દાયકામાં વસ્તીવિસ્ફોટ થયો છે. નિરંતર વધતી જતી વસ્તી માટે અનાજ અને રોકડિયા પાકોની વધતી માંગ, વધતું જતું શહેરીકરણ અને લોકોના ઊંચે જઈ રહેલા જીવનધોરણના કારણે પાણીના વપરાશમાં ઝડપી વધારો થઈ રહ્યો છે. દરેક પ્રકારની ગંદકી સાફ કરવા માટે પણ પાણીનો ઉપયોગ વધી રહ્યો છે. વળી, વર્તમાન સમયમાં ભૂમિગત જળને ટ્યૂબવેલો દ્વારા બહાર કઢાતાં ભૂમિગત જળસ્તર પણ નીચું ગયું છે. પરિણામે હાલમાં દેશના ઘણા ભાગોમાં જળતંગીનું સંકટ ઘેરું બન્યું છે. આજે ભારતમાં લગભગ 8 % શહેરોમાં અને લગભગ 50 % ગામડાંમાં પીવાલાયક પાણીની તંગી વર્તાય છે. આજે દેશમાં પાણીની ઘટતી ઉપલબ્ધતા અને વધતી જતી અછત જેવી ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.

(5) જમીન-ધોવાણ અટકાવવાના ઉપાયો કયા કયા છે?

ઉત્તર : જમીન-ધોવાણ અટકાવવાના મુખ્ય ઉપાયો નીચે મુજબ છે : (1) જમીન પર થતી ચરાણ પ્રવૃત્તિઓનું નિયમન કરવું. (2) ઢોળાવવાળી જમીનોમાં સમોચ્ચરેખીય પગથિયાંની તરાહથી (રીતેથી) વાવેતર કરવું. (3) પડતર જમીનમાં વૃક્ષારોપણ કરવું. (4) જ્યાં પાણીના વહેણના ખાડા પડ્યા હોય ત્યાં આડબંધો બાંધવા. (5) પાણીનો વેગ ધીમો પાડવા ઢાળવાળા ખેતરમાં ઊંડી ખેડ કરવી. (6) ખેતરોમાં પડ-ધોવાણ થતું અટકાવવા ખેતરોની ફરતે પાળ બાંધવા અને વૃક્ષારોપણ કરવું. આ પાળાઓ ખેતરોની માટીને વહેતા પાણી દ્વારા બહાર ઘસડાઈ જતી અટકાવે છે.

પ્રશ્ન 4. ભારતના નકશામાં નીચેનાં સ્થળો દર્શાવો :

(1) લદાખ (2) કચ્છનું રણ (3) નર્મદા નદી, સાબરમતી નદી (4) અંદમાન અને નિકોબાર દ્વીપસમૂહો

ઉત્તર :

Class 7 Social Science Chapter 14 Swadhyay
Class 7 Social Science Chapter 14 Swadhyay

Also Read :

ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પાઠ 6 સ્વાધ્યાય

error: Content is protected !!
Scroll to Top