Class 7 Science Chapter 7 Swadhyay
Class 7 Science Chapter 7 Swadhyay. Std 7 Science Chapter 7 Swadhyay. ધોરણ 7 વિજ્ઞાન વિષયના એકમ 7 નું સ્વાધ્યાય વાંચી અને લખી શકશો. ધોરણ 7 વિજ્ઞાન પાઠ 7 સ્વાધ્યાય.
ધોરણ : | 7 |
વિષય : | વિજ્ઞાન |
એકમ : 7 | પ્રાણીઓ અને વનસ્પતિઓમાં વહન |
સ્વાધ્યાય
પ્રશ્ન 1. કૉલમ 1 માં આપેલી વિગતોને કૉલમ 2 સાથે સરખાવીને જોડકાં જોડો :
કૉલમ – 1 | કૉલમ – 2 |
(1) પર્ણરંધ્ર | (a) પાણીનું શોષણ |
(2) જલવાહક પેશી | (b) બાષ્પોત્સર્જન |
(3) મૂળરોમ | (c) ખોરાકનું વહન |
(4) અન્નવાહક પેશી | (d) પાણીનું વહન |
(e) કાર્બોદિતનું સંશ્લેષણ |
જવાબ :
(1) પર્ણરંધ્ર – (b) બાષ્પોત્સર્જન
(2) જલવાહક પેશી – (d) પાણીનું વહન
(3) મૂળરોમ – (a) પાણીનું શોષણ
(4) અન્નવાહક પેશી – (c) ખોરાકનું વહન
પ્રશ્ન 2. ખાલી જગ્યા પૂરો :
(1) હૃદયમાંથી રુધિર શરીરના બધા ભાગો તરફ…………..દ્વારા વહન પામે છે.
જવાબ : ધમનીઓ
(2) હિમોગ્લોબિન એ………………કોષોમાં હાજર હોય છે.
જવાબ : રક્તકણો
(3) ધમની અને શિરાઓ એ……………….ના જાળા સ્વરૂપે જોડાયેલ હોય છે.
જવાબ : કેશિકાઓ
(4) હૃદયનું તાલબદ્ધ સંકોચન અને વિસંકોચન એ………….કહેવાય છે.
જવાબ : હૃદયના ધબકારા
(5) મનુષ્યમાં…………….એ મુખ્ય ઉત્સર્ગ દ્રવ્ય છે.
જવાબ : યુરિયા
(6) પરસેવો એ પાણી અને………………..ધરાવે છે.
જવાબ : ક્ષારો
(7) મૂત્રપિંડ એ પ્રવાહી સ્વરૂપે શરીરના કચરાનો નિકાલ કરે છે જેને……………..કહે છે.
જવાબ : મૂત્ર
(8) ઉત્સ્વેદન ખેંચાણ………………દ્વારા રચાય છે જેથી પાણી ખૂબ જ ઊંચાઈ સુધી ઉપર જઈ શકે છે.
જવાબ : બાષ્પોત્સર્જન
પ્રશ્ન 3. સાચો વિકલ્પ પસંદ કરો :
(1) વનસ્પતિમાં પાણી……………..દ્વારા વહન પામે છે.
(A) જલવાહક પેશી
(B) અન્નવાહક પેશી
(C) પર્ણરંધ્ર
(D) મૂળરોમ
જવાબ : (A) જલવાહક પેશી
(2) વનસ્પતિને………………રાખીને પાણીનું શોષણ વધારી શકાય છે.
(A) છાંયડામાં
(B) આછા પ્રકાશમાં
(C) પંખા નીચે
(D) પૉલિથીન બૅગથી ઢાંકીને
જવાબ : (C) પંખા નીચે
પ્રશ્ન 4. વનસ્પતિ અને પ્રાણીઓમાં ઘટકોનું વહન શા માટે જરૂરી છે? સમજાવો.
ઉત્તર : વનસ્પતિ અને પ્રાણીઓને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે ખોરાક, પાણી અને ઑક્સિજનની જરૂર છે. સજીવોને આ બધું શરીરના એક ભાગથી બીજા ભાગમાં પહોચાડવું જરૂરી છે. વનસ્પતિ અને પ્રાણીઓમાં ઉત્પન્ન થતા નકામા પદાર્થો એટલે કે ઉત્સર્ગ પદાર્થો શરીરના જે ભાગમાંથી નિકાલ કરી શકાય ત્યાં પહોંચાડવા પડે છે. આ બધું કરવા માટે પોષક દ્રવ્યો, ઑક્સિજન, ઉત્સેચકો, અંતઃસ્ત્રાવો અને ઉત્સર્ગ પદાર્થોનું એક સ્થાનેથી તેમના કાર્યક્ષેત્રે પહોંચાડવા તે ઘટકોનું વહન કરવું જરૂરી બને છે.
પ્રશ્ન 5. જો રુધિરમાં રુધિરકણિકાઓ ન હોય, તો શું થાય?
ઉત્તર : રુધિર ગંઠાઈ જવાની પ્રક્રિયા રુધિરમાં રહેલી રુધિરકણિકાઓને આભારી છે. આપણા શરીરના કોઈ ભાગમાં ઈજા થાય કે ઘા પડે ત્યારે રુધિર વહેવા માંડે છે. રુધિરમાં રહેલી રુધિરકણિકાઓ વહેતા રુધિરને ગંઠાવી દે છે અને થોડીવારમાં આપમેળે રુધિર વહેતું અટકી જાય છે. જો રુધિરમાં રુધિરકણિકાઓ ન હોય તો ઈજા થતાં કે ઘા પડતાં રુધિર ગંઠાઈ જવાની ક્રિયા ન થાય. આથી શરીરનું બધું રુધિર વહી જાય, જે પ્રાણઘાતક નીવડે.
પ્રશ્ન 6. પર્ણરંધ્ર એટલે શું? પર્ણરંધ્રનાં બે કાર્યો આપો.
ઉત્તર : વનસ્પતિનાં પર્ણોમાં નીચલી સપાટી પર નાનાં છિદ્રો આવેલાં છે. તેને પર્ણરંધ્રો (Stomata) કહે છે. આ પર્ણરંધ્રોની બંને બાજુએ રક્ષકકોષો આવેલા છે.
પર્ણરંધ્રનાં બે કાર્યો નીચે મુજબ છે :
(1) વનસ્પતિનાં પર્ણરંધ્રો દ્વારા વધારાના પાણીનો બાષ્પોત્સર્જનની ક્રિયા દ્વારા બાષ્પ સ્વરૂપે બહાર નિકાલ થાય છે.
(2) વનસ્પતિની પ્રકાશસંશ્લેષણની ક્રિયા અને શ્વસન ક્રિયા દરમિયાન પર્ણરંધ્રોમાં વાતવિનિમય થાય છે.
પ્રશ્ન 7. શું વનસ્પતિમાં બાષ્પોત્સર્જનનો કોઈ મહત્ત્વનો ફાળો છે? સમજાવો.
ઉત્તર : વનસ્પતિમાં થતી બાષ્પોત્સર્જનની ક્રિયા વડે વધારાનું પાણી નિકાલ પામે છે. આથી વનસ્પતિ તથા આજુબાજુ ઠંડક પ્રાપ્ત થાય છે. બાષ્પોત્સર્જન દ્વારા પાણી બાષ્પ સ્વરૂપે ઊડી જાય છે ત્યારે ચૂષક પુલ રચાય છે, જેથી મૂળથી ખૂબ ઊંચાઈએ આવેલાં પર્ણો સુધી પાણી પહોંચાડી શકાય છે, જે પ્રકાશસંશ્લેષણની ક્રિયામાં પર્ણોને ઉપયોગી બને છે. મૂળથી પર્ણો સુધી રચાયેલ પાણીનો સળંગ સ્તંભ જમીનમાંથી પાણી અને ખનીજ ક્ષારો દ્રાવણ રૂપે વનસ્પતિના ભાગોમાં પહોંચાડવા માટેનું શોષક બળ પૂરું પાડે છે. આમ, વનસ્પતિમાં બાષ્પોત્સર્જનનો મહત્ત્વનો ફાળો છે.
પ્રશ્ન 8. રુધિરના જુદા જુદા ઘટકોનાં નામ આપો.
ઉત્તર : રુધિરના ઘટકોનાં નામ : રુધિરરસ, રક્તકણો, શ્વેતકણો અને રુધિરકણિકાઓ.
પ્રશ્ન 9. શા માટે શરીરના બધા જ ભાગોને રુધિરની જરૂરિયાત રહે છે?
ઉત્તર : શરીરના બધા ભાગોને રુધિરની જરૂરિયાત રહે છે, કારણ કે
(1) રુધિરમાં ખોરાકના પોષક દ્રવ્યો અને ઑક્સિજન હોય છે, જે શરીરના બધા ભાગોના કોષોને કાર્ય કરવા માટેની શક્તિ પ્રદાન કરે છે.
(2) શરીરના ભાગોમાં ઉત્પન્ન થયેલ ઉત્સર્ગ દ્રવ્યોનું વહન રુધિર કરે છે અને તેમને ઉત્સર્જનતંત્રના અવયવો સુધી પહોંચાડે છે.
(3) રુધિરમાં ઉત્સેચકો, અંતઃસ્ત્રાવો હોય છે, જેને શરીરના બધા ભાગોમાં પહોંચાડવાના હોય છે.
પ્રશ્ન 10. રુધિરનો રંગ લાલ શેના કારણે હોય છે?
ઉત્તર : રુધિરના રક્તકણોમાં હીમોગ્લોબિન નામનું લાલ રંજકદ્રવ્ય હોય છે. રુધિરમાં હીમોગ્લોબિનની હાજરીને લીધે રુધિરનો રંગ લાલ હોય છે.
પ્રશ્ન 11. હૃદયનાં કાર્યો લખો.
ઉત્તર : હૃદય એ સતત ધબકતું અને પંપ તરીકે કાર્ય કરતું અંગ છે કે, જે રુધિર અને તેમાં રહેલા દ્રવ્યોનું વહન કરે છે. હૃદયના બંને કર્ણકો અને પછી બંને ક્ષેપકો તાલબદ્ધ સંકોચન અને વિસંકોચન (શિથિલન) પામે છે.
(1) હૃદયના કર્ણકો વિસંકોચન પામે છે ત્યારે શરીરનાં અંગોમાંથી એકત્ર થયેલ કાર્બન ડાયૉક્સાઇડયુક્ત (અશુદ્ધ) રુધિર મુખ્ય શિરાઓ દ્વારા જમણા કર્ણકમાં આવે છે. આ સમયે ફેફસાંમાંથી ઑક્સિજનયુક્ત (શુદ્ધ) રુધિર ફુપ્ફૂસીય શિરાઓ દ્વારા ડાબા કર્ણકમાં આવે છે.
(2) હવે બંને કર્ણકો સંકોચન પામે છે ત્યારે જમણા કર્ણકમાંથી કાર્બન ડાયૉક્સાઇડયુક્ત રુધિર જમણા ક્ષેપકમાં અને ડાબા કર્ણકમાંથી ઑક્સિજનયુક્ત રુધિર ડાબા ક્ષેપકમાં આવે છે.
(3) હવે બંને ક્ષેપકો સંકોચન પામે છે ત્યારે જમણા ક્ષેપકમાંથી કાર્બન ડાયૉક્સાઇડયુક્ત રુધિર ફુપ્ફુસીય ધમની દ્વારા ફેફસાંમાં જાય છે અને ડાબા ક્ષેપકમાંથી ઑક્સિજનયુક્ત રુધિર મુખ્ય ધમની દ્વારા શરીરના વિવિધ ભાગોમાં જાય છે.
આમ, હૃદય શરીરના ભાગોમાંથી આવેલ કાર્બન ડાયૉક્સાઇડયુક્ત રુધિરને ફેફસાંમાં મોકલી શુદ્ધ કરાવે છે. આ ઑક્સિજનયુક્ત રુધિરને હૃદયમાં લાવી દબાણપૂર્વક રુધિરને શરીરના વિવિધ ભાગોમાં મોકલે છે.
પ્રશ્ન 12. શા માટે ઉત્સર્ગ દ્રવ્યોનો નિકાલ થવો જરૂરી છે?
ઉત્તર : શરીરમાં થતી જૈવિક ક્રિયાઓ દરમિયાન કોષોમાં કેટલાક બિનઉપયોગી અને નુકસાનકારક ઝેરી પદાર્થોનું નિર્માણ થાય છે. શરીરના કોષોમાં ઉત્પન્ન થયેલા આ ઝેરી પદાર્થોને ઉત્સર્ગ દ્રવ્યો કહે છે. ઉત્સર્ગ દ્રવ્યો ઝેરી અને શરીરને નુકસાનકારક હોવાથી તેમને શરીરમાંથી દૂર કરવા પડે છે. આથી ઉત્સર્ગ દ્રવ્યોનો સમયાંતરે શરીરમાંથી નિકાલ થવો જરૂરી છે.
પ્રશ્ન 13. મનુષ્યના ઉત્સર્જનતંત્રની નામનિર્દેશનવાળી આકૃતિ દોરો.
ઉત્તર :
Also Read :
ધોરણ 7 વિજ્ઞાન પાઠ 8 સ્વાધ્યાય