Class 7 Science Chapter 2 Swadhyay
Class 7 Science Chapter 2 Swadhyay. Std 7 Science Chapter 2 Swadhyay. ધોરણ 7 વિજ્ઞાન વિષયના એકમ 2 નું સ્વાધ્યાય વાંચી અને લખી શકશો. ધોરણ 7 વિજ્ઞાન પાઠ 2 સ્વાધ્યાય.
ધોરણ : | 7 |
વિષય : | વિજ્ઞાન |
એકમ : 2 | પ્રાણીઓમાં પોષણ |
સ્વાધ્યાય
પ્રશ્ન 1. ખાલી જગ્યા પૂરો :
(a) ……… , ………. , ………… , ………….. અને ………… એ મનુષ્યના પાચન માટેના મુખ્ય તબક્કા છે.
ઉત્તર : અંતઃગ્રહણ, પાંચન, શોષણ, સ્વાંગીકરણ, મળોત્સર્જન
(b) ……………. એ મનુષ્યની સૌથી મોટી ગ્રંથિ છે.
ઉત્તર : યકૃત
(c) જઠર હાઇડ્રોક્લોરિક ઍસિડ અને……………રસોનો સ્રાવ કરે છે જે ખોરાક પર કાર્ય કરે છે.
ઉત્તર : પાચક
(d) નાના આંતરડાની અંદરની દીવાલમાં ઘણા આંગળી જેવા પ્રવર્ષો આવેલા કહે છે, જેને…………..કહે છે.
ઉત્તર : રસાંકુરો
(e) અમીબા ખોરાકનું પાચન…………..માં કરે છે.
ઉત્તર : અન્નધાની
પ્રશ્ન 2. સાચાં વિધાન સામે T પર અને ખોટાં વિધાન સામે F પર નિશાની કરો.
(a) સ્ટાર્ચનું પાચન જઠરમાં થાય છે.
ઉત્તર : F
(b) જીભ ખોરાકને લાળરસમાં ભેળવે છે.
ઉત્તર : T
(c) પિત્તાશય થોડા સમય માટે પિત્તરસનો સંગ્રહ કરે છે.
ઉત્તર : T
(d) વાગોળનાર પ્રાણીઓ ગળી ગયેલું ઘાસ મોંમાં પાછું લાવે છે અને થોડા સમય માટે ચાવે છે.
ઉત્તર : T
પ્રશ્ન 3. સાચો વિકલ્પ પસંદ કરો :
(1) લિપિડનું સંપૂર્ણ પાચન…………….માં થાય છે.
(A) જઠર
(B) મોં
(C) નાના આંતરડા
(D) મોટા આંતરડા
ઉત્તર : (C) નાના આંતરડા
(2) અપાચિત ખોરાકમાંથી પાણીનું શોષણ મુખ્યત્વે……….માં થાય છે.
(A) જઠર
(B) અન્નનળી
(C) નાના આંતરડા
(D) મોટા આંતરડા
ઉત્તર : (D) મોટા આંતરડા
પ્રશ્ન 4. કૉલમ A માં આપેલી વિગતોને કોલમ B સાથે જોડો :
કૉલમ A (ખોરાકના ઘટકો)
(1) કાર્બોદિત
(2) પ્રોટીન
(3) ચરબી
કૉલમ B (પાચનની પેદાશો)
(a) ફૅટિ ઍસિડ અને ગ્લિસરોલ
(b) શર્કરા
(c) એમિનો ઍસિડ
ઉત્તર : (1 – b), (2 – c), (c – a)
પ્રશ્ન 5. રસાંકુરો એટલે શું? તેનું સ્થાન અને કાર્ય જણાવો.
ઉત્તર : નાના આંતરડાની અંદરની દીવાલમાં હજારો આંગળીઓ જેવા નાના પ્રવર્ધો જોવા મળે છે. તેને રસાંકુરો (શોષણકેન્દ્રો) કહે છે.
સ્થાન : રસાંકુરો નાના આંતરડાની અંદરની દીવાલમાં આવેલાં છે.
કાર્ય : રસાંકુરો પાચિત ખોરાકની શોષણ સપાટીમાં વધારો કરે છે. આથી નાના આંતરડામાં ખોરાકનું શોષણ સરળતાથી થાય છે.
પ્રશ્ન 6. પિત્ત ક્યાં ઉત્પન્ન થાય છે? ખોરાકના કયા ઘટકનું પાચન કરવા માટે તે જવાબદાર છે?
ઉત્તર : પિત્ત યકૃતમાં ઉત્પન્ન થાય છે. તે નાના આંતરડામાં થતા ચરબીના પાચનમાં મદદ કરે છે.
પ્રશ્ન 7. વાગોળનાર પ્રાણીઓ કયા કાર્બોદિત ઘટકનું પાચન કરવા માટે સક્ષમ છે અને મનુષ્ય એ કરી શકતા નથી? શા માટે?
ઉત્તર : ઘાસમાં સેલ્યુલોઝ નામનો કાર્બોદિત હોય છે. વાગોળનાર પ્રાણીઓ સેલ્યુલોઝને પચાવી શકે છે, જ્યારે મનુષ્ય સેલ્યુલોઝનું પાચન કરી શકતા નથી.
કારણ : વાગોળનાર પ્રાણીઓમાં નાના આંતરડા અને મોટા આંતરડા વચ્ચે કોથળી જેવી રચના આવેલી છે, જેને અંદ્યાત્ર કહે છે. અહીં સેલ્યુલોઝનું પાચન કરતાં બૅક્ટેરિયા આવેલાં છે, જે મનુષ્યમાં આવેલાં નથી. આથી વાગોળનાર પ્રાણીઓ ઘાસમાં રહેલા સેલ્યુલોઝને પચાવી શકે છે.
પ્રશ્ન 8. આપણને ગ્લુકોઝમાંથી શા માટે તાત્કાલિક ઊર્જા મળે છે?
ઉત્તર : ગ્લુકોઝ કાર્બોદિતનું સરળ સ્વરૂપ છે. ગ્લુકોઝને ખોરાક તરીકે લેવાથી તેને પાચનના તબક્કામાંથી પસાર થવાની જરૂર નથી. તે સીધો જ રુધિરમાં શોષાઈ શકે તેવો પદાર્થ છે. ગ્લુકોઝ રુધિરમાં શોષાઈ શરીરના કોષોમાં ઑક્સિજન સાથે મંદ દહન પામી શક્તિ મુક્ત કરે છે. તેથી આપણને તાત્કાલિક ઊર્જા મળે છે.
પ્રશ્ન 9. આ પ્રક્રિયામાં પાચનમાર્ગનો કયો ભાગ સમાયેલ છે?
(1) ખોરાકનું શોષણ
ઉત્તર : નાનું આંતરડું
(2) ખોરાકને ચાવવાની ક્રિયા
ઉત્તર : મુખગુહા
(3) બૅક્ટેરિયાને મારવાની ક્રિયા
ઉત્તર : જઠર
(4) ખોરાકનું સંપૂર્ણ પાચન
ઉત્તર : નાનું આંતરડું
(5) મળનિર્માણ
ઉત્તર : મોટું આંતરડું
પ્રશ્ન 10. અમીબા અને મનુષ્યના પાચનમાં એક-એક સામ્યતા અને જુદાપણું સમજાવો.
ઉત્તર :
અમીબા અને મનુષ્યના પાચનમાં સામ્યતા : બંને ખોરાક ગ્રહણ કરે છે, પાચકરસો દ્વારા ખોરાકનું પાચન કરે છે, પચેલા ખોરાકનું શોષણ કરે છે અને અપાચિત ખોરાકને શરીરમાંથી નિકાલ કરે છે.
અમીબા અને મનુષ્યના પાચનમાં જુદાપણું : અમીબા એકકોષી પ્રાણી છે. તેને મનુષ્યની જેમ સુવિકસિત અને જુદાં જુદાં પાચન અંગો ધરાવતું પાચનતંત્ર નથી.
પ્રશ્ન 11. કૉલમ A માં આપેલી વિગતોને કોલમ B સાથે જોડો :
કૉલમ A
(1) લાળગ્રંથિ
(2) જઠર
(3) યકૃત
(4) મળાશય
(5) નાનું આંતરડું
(6) મોટું આંતરડું
કૉલમ B
(a) પિત્તરસનો સ્રાવ
(b) અપાચિત ખોરાકનો સંગ્રહ
(c) લાળરસનો સ્રાવ
(d) ઍસિડનો સ્રાવ
(e) પાચન પૂર્ણ થાય છે
(f) પાણીનું શોષણ
(g) મળનો ત્યાગ
ઉત્તર : (1 – c), (2 – d), (3 – a), (4 – g), (5 – e), (6 – b)
પ્રશ્ન 12. પાચનતંત્ર દર્શાવતી આકૃતિમાં નામનિર્દેશન કરો.
ઉત્તર :
પ્રશ્ન 13. શું આપણે માત્ર કાચાં પાંદડાવાળાં શાકભાજી અથવા ઘાસ પર અસ્તિત્વ ટકાવી રાખી શકીએ છીએ? ચર્ચા કરો.
ઉત્તર : માત્ર કાચાં પાંદડાવાળાં શાકભાજી અથવા ઘાસ એ સેલ્યુલોઝ ધરાવતા ખાદ્ય પદાર્થો છે. સેલ્યુલોઝ આપણે માટે અપાચ્ય પદાર્થ છે. આ પદાર્થો રાંધીને ખાવામાં આવે તોપણ સેલ્યુલોઝ, ખનીજ ક્ષારો અને વિટામિન થોડા પ્રમાણમાં મળે, પરંતુ ખોરાકના બધા ઘટકો મળે નહિ. કાર્બોદિત, ચરબી અને પ્રોટીન જેવા અગત્યના ઘટકો વગર અસ્તિત્વ ટકાવવું શક્ય નથી.
Also Read :
ધોરણ 7 વિજ્ઞાન પાઠ 3 સ્વાધ્યાય