Class 7 Science Chapter 12 Swadhyay (ધોરણ 7 વિજ્ઞાન પાઠ 12 સ્વાધ્યાય)

Class 7 Science Chapter 12 Swadhyay
Class 7 Science Chapter 12 Swadhyay

Class 7 Science Chapter 12 Swadhyay

Class 7 Science Chapter 12 Swadhyay. Std 7 Science Chapter 12 Swadhyay. ધોરણ 7 વિજ્ઞાન વિષયના એકમ 12 નું સ્વાધ્યાય વાંચી અને લખી શકશો. ધોરણ 7 વિજ્ઞાન પાઠ 12 સ્વાધ્યાય.

Class 7 Science Chapter 12 Swadhyay

સ્વાધ્યાય

પ્રશ્ન 1. જંગલમાં રહેતાં પ્રાણીઓ તેને વૃદ્ધિ અને પુનઃસર્જન માટે કેવી રીતે મદદ કરે છે?

ઉત્તર : જંગલમાં રહેતાં પ્રાણીઓ જંગલની વનસ્પતિ પર સીધી કે આડક્તરી રીતે આધાર રાખે છે. તેઓ પોષણ મેળવે છે અને ઉત્સર્ગદ્રવ્યો બહાર કાઢે છે. આ વનસ્પતિને પોષક દ્રવ્યો પૂરાં પાડે છે. આ પોષક દ્રવ્યો દ્વારા જંગલની વનસ્પતિની વૃદ્ધિ થાય છે. વળી પ્રાણીઓ વનસ્પતિના પરાગનયનમાં અને બીજવિકિરણમાં મદદ કરે છે. આથી વનસ્પતિઓ નવી ઊગતી રહે છે, વૃદ્ધિ પામે છે અને પુનઃસર્જન પામે છે. આમ, જંગલમાં રહેતા પ્રાણીઓ તેને વૃદ્ધિ અને પુનઃસર્જનમાં મદદ કરે છે.

પ્રશ્ન 2. જંગલો પૂરને કેવી રીતે રોકે છે? તે સમજાવો.

ઉત્તર : જંગલોમાં વૃક્ષો મોટી સંખ્યામાં પાસપાસે હોય છે. વૃક્ષોનાં મૂળ જમીનને જકડી રાખે છે. આથી જમીનનું ધોવાણ ખૂબ ઓછું કરે છે. વૃક્ષો પવન અને વરસાદનો માર ઝીલે છે. વળી જંગલો વરસાદી પાણીના કુદરતી શોષકો છે. આથી વરસાદી પાણી જમીનમાં ઊતરે છે. જંગલોમાં જમીન પર પડેલાં પાંદડાં અને મૃત અવશેષો પાણીના પ્રવાહને રોકે છે. પરિણામે પાણીના પ્રવાહનું નિયંત્રણ થાય છે. આમ, બધો જ વરસાદ વહી જતો નથી અને પૂર આવે તેવી પરિસ્થિતિ ઊભી થતી નથી. આમ, જંગલો પૂરને અટકાવવાનું કાર્ય કરે છે.

પ્રશ્ન 3. વિઘટકો શું છે? કોઈ પણ બેનાં નામ આપો. તેઓનો જંગલોમાં શું ફાળો છે?

ઉત્તર : જમીનમાં રહેતા કેટલાંક સૂક્ષ્મ જીવો જટિલ કાર્બનિક દ્રવ્યોનું સરળ સ્વરૂપમાં વિઘટન કરે છે. આવા વિઘટન કરતાં સજીવોને વિઘટકો કહે છે.

કેટલીક ફૂગ અને બૅક્ટરિયા વિઘટકો તરીકેની ભૂમિકા ભજવે છે. પૃથ્વી પર ત્યજાયેલાં મૃત પ્રાણીઓ તથા વનસ્પતિનાં ખરી પડેલાં પાંદડાં અને અવશેષો સડે છે અને કોહવાય છે ત્યારે વિઘટકો તેમનામાં રહેલા જટિલ કાર્બનિક દ્રવ્યોનું સરળ કાર્બનિક સ્વરૂપમાં વિઘટન કરે છે. આ પદાર્થો જમીનમાં ભળી સેન્દ્રિય પદાર્થોમાં ફેરવાય છે. સેન્દ્રિય પદાર્થો વનસ્પતિને પોષક તત્ત્વો તરીકે ઉપયોગી હોઈ વનસ્પતિનાં મૂળ વાટે શોષાય છે. આ રીતે સૂક્ષ્મ જીવો જંગલમાં ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે.

પ્રશ્ન 4. જંગલોનો વાતાવરણમાં ઑક્સિજન અને કાર્બન ડાયૉક્સાઇડના સંતુલનમાં ફાળો જણાવો.

ઉત્તર : જંગલોમાં વૃક્ષો મોટી સંખ્યામાં હોય છે. વૃક્ષો દિવસે પ્રકાશસંશ્લેષણ દ્વારા વાતાવરણમાંના કાર્બન ડાયૉક્સાઇડનો ઉપયોગ કરી ખોરાક બનાવે છે અને અક્સિજન વાયુ વાતાવરણમાં મુક્ત કરે છે. પ્રાણીઓ શ્વસનમાં ઓક્સિજન વાયુ લઈ કાર્બનયોક્સાઇડ વાયુ મુક્ત કરે છે. આમ, જંગલોમાં વનસ્પતિની પ્રકાશસંશ્લેષણની ક્રિયા અને પ્રાણીઓની શ્વસનની ક્રિયા દ્વારા વાતાવરણમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ જળવાઈ રહેતાં સંતુલન સ્થપાય છે.

પ્રશ્ન 5. જંગલમાં કંઈ પણ નકામું નથી. સમજાવો :

ઉત્તર : જંગલમાં પ્રાણીઓ મૃત્યુ પામે તો ગીધ, કાગડા, શિયાળ વગેરે મૃતદેહના ભાગો છૂટા કરી ખાઈ જાય છે. વધેલા ભાગો છેવટે સૂક્ષ્મ જીવો અને જીવજંતુઓ સાફ કરી જાય છે. જંગલમાં વનસ્પતિના ખરી પડેલાં પાંદડાં અને અન્ય ભાગો પણ સેન્દ્રિય પદાર્થોમાં ફેરવાઈ પોષક તત્ત્વોના રૂપમાં વનસ્પતિના ઉપયોગમાં આવે છે. આમ, જંગલમાં કોઈ વસ્તુ નકામી પડી રહેતી નથી. પરંતુ કોઈને કોઈ રીતે ઉપયોગી બને છે. તેથી કહી શકાય કે જંગલમાં કંઈ પણ નકામું નથી.

પ્રશ્ન 6. જંગલમાંથી મળતી કોઈ પણ પાંચ પેદાશોનાં નામ જણાવો.

ઉત્તર : જંગલમાંથી મળતી પેદાશો નીચે મુજબ છે : (1) લાકડું (2) જડીબુટ્ટીઓ (3) ગુંદર (4) રેઝિન (5) કાથો

પ્રશ્ન 7. ખાલી જગ્યા પૂરો :

(1) કીટકો, પતંગિયાં, મધમાખી અને પક્ષીઓ સપુષ્પી વનસ્પતિને…………….માં મદદરૂપ છે.

જવાબ : પરાગનયન

(2) જંગલ……………..અને………………… નું શુદ્ધીકરણ કરે છે.

જવાબ : હવા, પાણી

(3) છોડવાઓ જંગલનું……………..સ્તર બનાવે છે.

જવાબ : સૌથી નીચલું

(4) સડેલાં પાંદડાં અને પ્રાણીઓનાં મળ જંગલને…………….બનાવે છે.

જવાબ : સેન્દ્રિય

પ્રશ્ન 8. આપણે જંગલને લગતી પરિસ્થિતિ અને સમસ્યાઓથી શા માટે ચિંતિત થવું જોઈએ?

ઉત્તર : જંગલો વરસાદ લાવે છે, હવા ઠંડી રાખે છે, અવાજનું પ્રદૂષણ ઘટાડે છે, જમીનનું ધોવાણ ઘટાડે છે તથા પૂરને અટકાવે છે. જંગલો આપણને ઔષધીય વસ્તુઓ, લાકડું તથા ઘણી ઉપયોગી પેદાશો આપે છે. જંગલો પૃથ્વીનું સૌંદર્ય છે. જંગલોના આપણા પર ઘણા ઉપકારો છે. તેથી જંગલોની આપણને ચિંતા હોવી જોઈએ. આજે જંગલો કપાતાં જાય છે, ત્યાં ઉદ્યોગો અને વસાહતો સ્થપાય છે. તેથી જંગલમાં વસતા પ્રાણીઓ અને લોકોના કુદરતી રહેઠાણ છીનવાઈ રહ્યા છે. આપણા વિકાસ માટે જંગલોનો નાશ થઈ રહ્યો છે. જંગલો માટે આવી પરિસ્થિતિ અને સમસ્યાઓ ઊભી થઈ રહી છે, તે ખરેખર મનુષ્ય માટે વિચારવા જેવી બાબત છે. આપણા પર્યાવરણને બચાવવા જંગલોની જાળવણી કરવી જરૂરી બની રહી છે.

પ્રશ્ન 9. જંગલમાં વિવિધ વનસ્પતિ અને પ્રાણીઓ શા માટે જરૂરી છે? સમજાવો.

ઉત્તર : વનસ્પતિની વિવિધ જાતિઓને વિકસાવવાથી જંગલો તૃણાહારીઓને ખોરાક અને રહેઠાણની બહોળી તકો પૂરી પાડે છે. આથી તૃણાહારીઓની સંખ્યા વધે છે. તૃણાહારીઓની સંખ્યા વધતા માંસાહારીઓ માટે ખોરાક પૂરતો મળી રહે છે. પરિણામે માંસાહારી પ્રાણીઓની સંખ્યા વધે છે. આથી જંગલ વનસ્પતિઓ, તૃણાહારીઓ અને માંસાહારી પ્રાણીઓથી હર્યુભર્યું લાગે છે. આમ, વનસ્પતિ અને પ્રાણીઓની વિવિધતા જંગલના વૃદ્ધિ અને પુનર્વિકાસ માટે જરૂરી છે.

પ્રશ્ન 10. આકૃતિ 17.15માં ચિત્રકાર, નામનિર્દેશન અને તીર આપવાનું ભૂલી ગયેલ છે. નીચે આપેલ શબ્દો દ્વારા નામનિર્દેશન કરો અને પ્રક્રિયાની દિશા જણાવો.

વાદળો, વરસાદ, વાતાવરણ, કાર્બન ડાયોક્સાઇડ, ઑક્સિજન, વનસ્પતિઓ, પ્રાણીઓ, જમીન, મૂળ, જળસપાટી.

ઉત્તર :

Class 7 Science Chapter 12 Swadhyay
Class 7 Science Chapter 12 Swadhyay

પ્રશ્ન 11. નીચે આપેલામાંથી કઈ જંગલની પેદાશ નથી?

(A) ગુંદર

(B) પ્લાયવુડ

(C) મીણ

(D) કેરોસીન

ઉત્તર : (D) કેરોસીન

પ્રશ્ન 12. નીચે આપેલામાંથી કયું વિધાન સાચું નથી?

(A) જંગલો જમીન ધોવાણની પ્રક્રિયાને અટકાવે છે.

(B) વનસ્પતિ અને પ્રાણીઓ જંગલમાં એકબીજા પર આધારિત નથી.

(C) જંગલો વાતાવરણ અને જળચક્ર પર અસર કરે છે.

(D) જમીન જંગલોની વૃદ્ધિ અને પુનઃસર્જન માટે મદદ કરે છે.

ઉત્તર : (B) વનસ્પતિ અને પ્રાણીઓ જંગલમાં એકબીજા પર આધારિત નથી.

પ્રશ્ન 13. સૂક્ષ્મ જીવો મૃત વનસ્પતિ પર પ્રક્રિયા કરી…………….બનાવે છે.

(A) રેતી

(B) ફૂગ (મશરૂમ)

(C) કળણ

(D) લાકડું

ઉત્તર : (B) ફૂગ (મશરૂમ)

Also Read :

ધોરણ 7 વિજ્ઞાન પાઠ 13 સ્વાધ્યાય

Leave a Reply