Class 7 Science Chapter 10 Swadhyay
Class 7 Science Chapter 10 Swadhyay. Std 7 Science Chapter 10 Swadhyay. ધોરણ 7 વિજ્ઞાન વિષયના એકમ 10 નું સ્વાધ્યાય વાંચી અને લખી શકશો. ધોરણ 7 વિજ્ઞાન પાઠ 10 સ્વાધ્યાય.
ધોરણ : | 7 |
વિષય : | વિજ્ઞાન |
એકમ : 10 | વિદ્યુતપ્રવાહ અને તેની અસરો |
સ્વાધ્યાય
પ્રશ્ન 1. વિદ્યુતપરિપથના વિદ્યુત ઘટકોને રજૂ કરતી સંજ્ઞાઓ તમારી નોટબુકમાં દોરો : જોડાણ તાર, OFF સ્થિતિમાં કળ, વિદ્યુત બલ્બ, વિદ્યુતકોષ (Cell), ON સ્થિતિમાં કળ અને બેટરી.
ઉત્તર :
પ્રશ્ન 2. આકૃતિ 14.21માં દર્શાવેલ વિધુતપરિપથને દર્શાવતી વિદ્યુત રેખાકૃતિ દોરો.
ઉત્તર : આપેલ વિદ્યુતપરિપથની વિદ્યુત રેખાકૃતિ નીચે મુજબ છે :
પ્રશ્ન 3. આકૃતિ 14.22 માં ચાર વિધુતકોષોને લાકડાના બોર્ડ પર ગોઠવેલા છે. તો ચાર વિદ્યુતકોષ ધરાવતી બૅટરી બનાવવા માટે તમે તાર વડે તેના ધ્રુવોને કેવી રીતે જોડશો તે દર્શાવતી રેખા દોરો :
ઉત્તર :
પ્રશ્ન 4. આકૃતિ 14.23માં દર્શાવેલા વિધુતપરિપથમાં બલ્બ પ્રકાશતો નથી. તમે આ સમસ્યાને ઓળખી શકો ખરા? બલ્બ પ્રકાશ આપે તે માટે વિદ્યુતપરિપથમાં જરૂરી ફેરફાર કરો.
ઉત્તર : બે વિદ્યુતકોષને જોડવામાં સમસ્યા છે. બંને ધન ધ્રુવો સાથે જોડાયેલા છે. તેમાં ધન ધ્રુવને ઋણ ધ્રુવ સાથે જોડવાથી સમસ્યાનું સમાધાન થઈ જશે. બલ્બ પ્રકાશતો થશે. વિદ્યુતપરિપથ નીચે મુજબ જોડવો પડે :
પ્રશ્ન 5. વિદ્યુતપ્રવાહની બે જુદી જુદી અસરનાં નામ આપો.
ઉત્તર : વિદ્યુતપ્રવાહની બે અસરો નીચે મુજબ છે :
(1) વિદ્યુતપ્રવાહની ઉષ્મીય અસર (2) વિદ્યુતપ્રવાહની ચુંબકીય અસર
પ્રશ્ન 6. જ્યારે તારમાં વિદ્યુતપ્રવાહ ચાલુ કરવામાં આવે છે ત્યારે તેની નજીકમાં રહેલી હોકાયંત્રની સોય તેની ઉત્તર-દક્ષિણ દિશામાંથી આવર્તન પામે છે. સમજાવો.
ઉત્તર : હોકાયંત્રની સોય એક નાનું ચુંબક છે. તે ઉત્તર-દક્ષિણ દિશામાં સ્થિર થાય છે. જ્યારે હોકાયંત્રની નજીક રહેલા તારમાં વિદ્યુતપ્રવાહ પસાર થાય છે ત્યારે તાર પણ ચુંબક તરીકે વર્તે છે. આથી તારની આસપાસ ચુંબકીય અસર પેદા થાય છે. જેમ હોકાયંત્રની સોયની નજીક કોઈ ચુંબક લાવીએ ત્યારે સોય તેની ઉત્તર-દક્ષિણની સ્થિતિમાંથી આવર્તન પામે છે, તેમ અહીં પણ હોકાયંત્રની સોયને તારનું ચુંબકત્વ અસર કરે છે. આથી હોકાયંત્રની સોય તેની ઉત્તર-દક્ષિણ દિશામાંથી આવર્તન પામે છે.
પ્રશ્ન 7. આકૃતિ 14.24માં દર્શાવેલા વિદ્યુતપરિપથમાં જ્યારે કળ વડે પરિપથ પૂર્ણ કરવામાં આવે ત્યારે શું હોકાયંત્રની સોય આવર્તન દર્શાવશે?
ઉત્તર : ના, અહીં વિદ્યુત પરિપથમાં વિદ્યુતનો કોઈ સ્ત્રોત (જેમ કે, વિધૃતકોષ) જોડાણમાં છે જ નહિ. આથી પરિપથમાં વિદ્યુતપ્રવાહ પસાર થઈ જ શકે નહિ. પરિણામે હોકાયંત્રની સોય આવર્તન દર્શાવે નહિ.
પ્રશ્ન 8. ખાલી જગ્યા પૂરો :
(1) વિદ્યુતકોષની સંજ્ઞામાં લાંબી રેખા……….. ધ્રુવ દર્શાવે છે.
જવાબ : ધન
(2) બે કે બેથી વધુ વિદ્યુતકોષોના જોડાણને…………કહે છે.
જવાબ : બૅટરી
(3) જ્યારે રૂમ હીટરમાં વિદ્યુતપ્રવાહ ચાલુ કરવામાં આવે છે ત્યારે તે…………….
જવાબ : ઉષ્મા ઉત્પન્ન કરે છે.
(4) વિદ્યુતપ્રવાહની ઉષ્મીય અસરને આધારે વપરાતા સુરક્ષા ઉપકરણને……………કહે છે.
જવાબ : ફ્યૂઝ
પ્રશ્ન 9. સાચાં વિધાન સામે T અને ખોટાં વિધાન સામે F પર નિશાની કરો :
(1) બે વિદ્યુતકોષની બૅટરી બનાવવા માટે એક વિદ્યુતકોષનો ઋણ ધ્રુવ, બીજા વિદ્યુતકોષના ઋણ ધ્રુવ સાથે જોડવામાં આવે છે. (T/ F)
જવાબ : F
(2) જ્યારે ફ્યૂઝમાંથી પસાર થતો વિદ્યુતપ્રવાહ તેની અમુક મર્યાદા કરતાં વધી જાય ત્યારે ક્યૂઝ તાર પીગળીને તૂટી જાય છે. (T/ F)
જવાબ : T
(3) વિદ્યુતચુંબક લોખંડના ટુકડાઓને આકર્ષતું નથી. (T/F)
જવાબ : F
(4) વિદ્યુત ઘંટડીમાં વિદ્યુતચુંબક આવેલું હોય છે. (T/F)
જવાબ : T
પ્રશ્ન 10. કચરાના ઢગલામાંથી પ્લાસ્ટિકની થેલીઓને જુદી પાડવા માટે વિદ્યુતચુંબક વાપરી શકાય તેવું તમે વિચારો છો? સમજાવો.
ઉત્તર : ના, કચરાના ઢગલામાંથી પ્લાસ્ટિકની થેલીઓને જુદી પાડવા માટે વિદ્યુતચુંબક વાપરી શકાય નહીં.
કારણ : વિદ્યુતચુંબક (કે કોઈ પણ ચુંબક) માત્ર લોખંડ જેવા ચુંબકીય પદાર્થોને આકર્ષે છે. પ્લાસ્ટિક ચુંબકીય પદાર્થ નથી. તેથી વિદ્યુતચુંબક પ્લાસ્ટિકની થેલીઓને આકર્ષે નહિ. પરિણામે કચરાના ઢગલામાંથી પ્લાસ્ટિકની થેલીઓ જુદી પાડવા વિદ્યુતચુંબક વાપરી શકાય નહિ.
પ્રશ્ન 11. તમારા ઘરમાં ઇલેક્ટ્રિશિયન કેટલુંક સમારકામ કર્યા બાદ, તે ફ્યુઝને બદલવા માટે તારનો ટુકડો વાપરવા ઇચ્છે છે. શું તમે તેની સાથે સહમત છો? તમારા પ્રતિભાવ માટેનું કારણ જણાવો.
ઉત્તર : ના, ઇલેક્ટ્રિશિયન ફ્યૂઝને બદલવા તારનો ટુકડો વાપરવા ઇચ્છે તો તેમ કરવા ન દેવાય. ફ્યૂઝ માટે ખાસ પ્રકારનો ISI માર્કવાળો તાર જ વપરાય છે. ઇલેક્ટ્રિશિયન ઘણી વાર ગમે તે તાર વાપરે છે તે યોગ્ય નથી. આમ કરવાથી ઘણી વાર મોટું નુકસાન થવાની સંભાવના રહેલી છે.
પ્રશ્ન 12. આકૃતિ 14.4 મુજબ ઝુબેદાએ વિદ્યુતકોષના હોલ્ડર વડે વિદ્યુત પરિપથ બનાવ્યો છે. જ્યારે તે પરિપથમાં કળ ‘ON’ કરે છે, ત્યારે બલ્બ પ્રકાશતો નથી. તો પરિપથમાં રહેલી શક્ય ખામીને શોધી કાઢવા માટે ઝુબેદાને મદદ કરો.
ઉત્તર : ઝુબેદાની શક્ય ખામીઓ નીચે મુજબની હોઈ શકે છે :
(1) ઝુબેદાએ બે વિદ્યુતકોષો બરાબર જોડ્યા ન હોય. તેણે ધન ધ્રુવ સાથે ઋણ ધ્રુવ જોડવાને બદલે ધન ધ્રુવ જોડ્યો હશે.
(2) તેણે જોડેલ બલ્બ ઊડી ગયેલ હોવો જોઈએ.
પ્રશ્ન 13. આકૃતિ 14.25માં દર્શાવેલ વિદ્યુત પરિપથમાં
(1) જ્યારે કળ ‘OFF’ સ્થિતિમાં હોય ત્યારે કોઈ પણ બલ્બ પ્રકાશિત થશે?
ઉત્તર : જ્યારે કળ ‘OFF’ સ્થિતિમાં હોય ત્યારે કોઈ પણ બલ્બ પ્રકાશિત થશે નહિ, કારણ કે કળ ‘OFF’ સ્થિતિમાં હોય ત્યારે વિદ્યુતપરિપથમાં વિદ્યુતપ્રવાહ વહે નહિ. તેથી કોઈ પણ બલ્બ પ્રકાશિત થાય નહિ.
(2) જ્યારે પરિપથમાં કળને ON સ્થિતિમાં ખસેડવામાં આવે ત્યારે કયા ક્રમમાં, બલ્બ A, B તથા C પ્રકાશ આપશે?
ઉત્તર : જ્યારે પરિપથમાં કળને ‘ON’ સ્થિતિમાં ખસેડવામાં આવે ત્યારે વિદ્યુત પરિપથમાં તરત જ વિદ્યુતપ્રવાહ વહેતો થઈ જાય છે. આથી બધા બલ્બ A, B તથા C એકસાથે પ્રકાશિત થાય છે.
Also Read :
ધોરણ 7 વિજ્ઞાન પાઠ 11 સ્વાધ્યાય