Class 7 Gujarati Chapter 7 Swadhyay
Class 7 Gujarati Chapter 7 Swadhyay. ધોરણ 7 ગુજરાતી વિષયના પાઠ 7 નું અભ્યાસ અને સ્વાધ્યાય વાંચી અને લખી શકશો. ધોરણ 7 ગુજરાતી પાઠ 7 અભ્યાસ અને સ્વાધ્યાય.
ધોરણ : 7
વિષય : ગુજરાતી
એકમ : 7. જીવનપાથેય
સત્ર : પ્રથમ
અભ્યાસ
પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ-અક્ષર પ્રશ્ન સામેના ખાનામાં લખો :
(1) પિતાશ્રી દત્તુને કૉલેજમાં ભણવા ન મોકલવાનું વિચારતા હતા કારણ કે…..
(ક) દત્તુ હોંશિયાર ન હતો.
(ખ) કૉલેજની ફી વધુ (મોંઘી) હતી.
(ગ) દત્તુને કમાતો કરી દેવો હતો.
(ઘ) દત્તુના બધા ભાઈઓ કૉલેજમાં નિષ્ફળ રહ્યા હતા.
ઉત્તર : (ઘ) દત્તુના બધા ભાઈઓ કૉલેજમાં નિષ્ફળ રહ્યા હતા.
(2) ‘જીવનપાથેય’ પાઠમાંના ‘વિચારશૃંખલા’ શબ્દનો અર્થ છે………
(ક) વિચારોની ક્રમિકતા
(ખ) પ્રવાસ
(ગ) ધ્યેય
(ઘ) માન્યતા
ઉત્તર : (ક) વિચારોની ક્રમિકતા
(3) કાકાસાહેબને બાળપણમાં કુટુંબીજનો કયા નામે બોલાવતા?
(ક) સત્તુ
(ખ) દત્તુ
(ગ) કક્કુ
(ઘ) કાકુ
ઉત્તર : (ખ) દત્તુ
(4) લેખકને આખી રાત ગાડીમાં ઊંઘ ન આવવાનું કારણ કયું હતું?
(ક) પસ્તાવો થતો હતો.
(ખ) યોજના બંધ રહી હતી.
(ગ) પિતાજી માન્યા નહીં.
(ઘ) હવે હું કઈ રીતે ભણીશ?
ઉત્તર : (ક) પસ્તાવો થતો હતો.
પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના ઉત્તર એક-એક વાક્યમાં આપો.
(1) લેખકના પિતાશ્રી શા માટે હતાશ થયા હતા?
ઉત્તર : લેખકના પિતાશ્રીએ પોતાના દીકરાઓને અંગ્રેજી કેળવણી આપવા ખૂબ ખર્ચ કર્યો, પણ તેમની આશા ફળી નહિ. તેથી તે ખૂબ હતાશ થયા હતા.
(2) લેખકની શાખ ક્યારે જામી?
ઉત્તર : લેખકે જ્યારે પહેલે જ વર્ષે મેટ્રિક પરીક્ષા પાસ કરી ત્યારે તેમની શાખ જામી.
(૩) વાંક બીજાનો ને સજા મને થાય છે?’ – એમ કોણ વિચારતું?
ઉત્તર : ‘વાંક બીજાનો ને સજા મને થાય છે?’ – એમ કાકાસાહેબ (લેખક) વિચારતા હતા.
(4) લેખકને સાચી કેળવણી ક્યાં મળી?
ઉત્તર : લેખકને સાચી કેળવળી સાંગલી અને પૂર્ણ વચ્ચે ટ્રેનમાં મળી.
પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો :
(1) પૈસાદાર થવા બાબતે લેખકની શી માન્યતા હતી?
ઉત્તર : પૈસાદાર થવા બાબતે લેખક માનતા હતા કે વેપારી થવા માટે મોટી મૂડી જોઈએ અને મૂડી હોય તો પૈસાદાર થવાય, પણ એમાં પ્રતિષ્ઠા નથી. તેથી નોકરિયાતનો ભલે પગાર ઓછો હોય પણ લાંચ લઈને પૈસાદાર થઈ શકાય છે.
(2) લેખકના પિતાશ્રી પૂણે શા માટે જાય છે?
ઉત્તર : લેખકના પિતાશ્રી સાંગલી રાજ્યના ટ્રેઝરી ઑફિસર હતા. તેથી તેઓ સાંગલી રાજ્ય માટે પ્રૉમિસરી નોટો ખરીદવા માટે ત્રણેક લાખ રૂપિયા લઈને પૂણે જાય છે.
(3) લેખકને સાચી કેળવણી ક્યારે મળી?
ઉત્તર : લેખકના પિતાશ્રી સાંગલી રાજ્ય માટે પ્રૉમિસરી નોટો ખરીદવા પૂણે જતા હતા. લેખક લાંચ લઈ પૈસાદાર થવામાં માનતા હતા. તેમણે એમના પિતાજીને સસ્તે ભાવે નોટો ખરીદીને રાજ્યને બજાર ભાવે આપવાની સલાહ આપી. પિતાજીએ એ વાતમાં દીકરાની હીનતા જોઈને કહ્યું કે તારી કેળવણી પર ધૂળ છે. મહેનતના રોટલામાં સંતોષ માનવો. અન્નદાતાને છેતરવો નહિ. લક્ષ્મી તો આજે છે ને કાલે નથી. આબરૂથી રહેવું. લેખકે પિતાજીની વાતને અનુસરવાનું નક્કી કર્યું. આમ લેખકને સાંગલી અને પૂણે વચ્ચે ટ્રેનમાં સાચી કેળવણી મળી.
સ્વાધ્યાય
પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો :
(1) કાકાસાહેબના પિતાશ્રી શરૂઆતમાં એમને કૉલેજમાં મોકલવા કેમ ઇચ્છતા ન હતા? એમનો વિચાર શાથી બદલાયો?
ઉત્તર : કાકાસાહેબના પિતાશ્રી શરૂઆતમાં એમને કૉલેજમાં મોકલવા ઇચ્છતા ન હતા, કારણ કે કાકાસાહેબ સિવાયના અન્ય ભાઈઓની કેળવણી પાછળ ખર્ચ કરવા છતાં એમની આશા ફળી નહોતી. કાકાસાહેબે પિતાશ્રી આગળ દલીલ કરીને કહ્યું કે મારાં અંગ્રેજી-ગણિત સારાં છે ને હવે ઇજનેરી લાઇનમાં જવાની મારી ઇચ્છા છે. પિતાશ્રી એમની દલીલથી પીગળ્યા ને તેઓ કાકાસાહેબને કૉલેજમાં ભણાવવા તૈયાર થયા.
(2) કાકાસાહેબનો વકીલને બદલે એન્જિનિયર થવાનો હેતુ શો હતો?
ઉત્તર : વકીલ થવામાં લાંચ લેવાનું થાય, પ્રજાને હેરાન કરવી પડે ને અન્યાય કરવો પડે, જ્યારે એન્જિનિયર થવામાં લાંચ લેવામાં સરકાર છેતરાય, પ્રજાને હેરાન કરવી ન પડે કે અન્યાય પણ ન થાય. વળી અધર્મમાં પણ ધર્મબુદ્ધિ સાચવવાનું ગૌરવ લઈ શકાય. વકીલને બદલે એન્જિનિયર થવા પાછળનો લેખકનો આ હેતુ હતો.
(૩) લેખકના કયા સૂચનથી એમના પિતાશ્રીને આઘાત લાગ્યો?
ઉત્તર : લેખકે એમના પિતાશ્રીને કહ્યું, ‘‘પ્રોમિસરી નોટોના ભાવ રોજ બદલાય છે. આપણે કંઈક મહેનત કરીશું તો જાહેર ભાવો કરતાં કંઈક સસ્તે ભાવે પ્રોમિસરી નોટો ખરીદી શકીશું, રાજ્યને તો બજારભાવ જ બતાવીશું અને વચમાં જે નફો મળશે તે આપણે લઈશું. કોઈને ખબર નહીં પડે ને સહેજે ભારે નફો થશે.’’ – લેખકના આ સૂચનથી પિતાશ્રીને ભારે આઘાત લાગ્યો.
(4) કાકાસાહેબના વિચાર જાણી એમના પિતાશ્રીએ શો ઉત્તર આપ્યો?
ઉત્તર : કાકાસાહેબના વિચાર જાણી એમના પિતાશ્રીએ કહ્યું, “દત્તુ, મેં માન્યું નહોતું કે તારામાં આવી હીનતા હશે. તારી વાતનો અર્થ એ જ છે કે મારે મારા અન્નદાતાને છેતરવા! તારી કેળવણી પર ધૂળ છે. આપણા કુળદેવતાએ આપણને જે રોટલો આપ્યો છે તેટલાથી જ સંતોષ માનવો. લક્ષ્મી તો આજે છે ને કાલે નથી. આબરૂથી રહેવું એ જ મોટી વાત છે. મરીને ઈશ્વર આગળ ઊભો થઈશ ત્યારે શો જવાબ આપીશ? તું કૉલેજમાં ભણીને એવું જ કરવાનો ને? એના કરતાં અહીંથી જ પાછો જાય એ શું ખોટું?’’
(5) પિતાશ્રીનો ઉત્તર સાંભળતાં કાકાસાહેબની શી સ્થિતિ થઈ? એમણે શો નિશ્ચય કર્યો?
ઉત્તર : પિતાશ્રીનો ઉત્તર સાંભળતાં કાકાસાહેબ સડક થઈ ગયા. ગાડીમાં આખી રાત તેમને ઊંઘ ન આવી. એમણે હરામના ધનનો કોઈ કાળે લોભ ન કરવાનો ને પિતાજીના નામને કલંક ન લાગે એમ વર્તવાનો નિશ્ચય કર્યો.
(6) ‘અધર્મમાં પણ ધર્મબુદ્ધિ’ કાકાસાહેબ કઈ રીતે સાચવવા ઇચ્છે છે?
ઉત્તર : લોકો લાંચ લઈને પૈસાદાર થાય છે. તેમને થયું કે મામલતદાર કે મુનસફની લાઇનમાં લાંચ મળે પણ પ્રજાને કનડવી પડે. પ્રજાને અન્યાય થાય એ ઠીક નહિ. એના કરતાં એલ.સી.ઈ. થઈને એન્જિનિયર થવું. એમાં કૉન્ટ્રાક્ટરો પાસેથી લાંચ લેવામાં વાંધો નહિ, કારણ કે એમાં સરકાર છેતરાય, પ્રજાને કનડવાનું એમાં ન હોય. આ રીતે લેખક ‘અધર્મમાં પણ ધર્મબુદ્ધિ’ સાચવવા ઇચ્છે છે.
પ્રશ્ન 2. નીચેનાં વિધાનો કોણ બોલે છે અને કોને કહે છે તે લખો :
( 1 ) પ્રોમિસરી નોટોના ભાવ રોજ બદલાય છે.
ઉત્તર : આ વિધાન કાકાસાહેબ બોલે છે ને એમના પિતાશ્રીને કહે છે.
(2) ‘મેં માન્યું નહોતું કે તારામાં આવી હીનતા હશે.’
ઉત્તર : આ વિધાન કાકાસાહેબના પિતાશ્રી બોલે છે ને કાકાસાહેબ(પુત્ર)ને કહે છે.
(૩) ‘તારી કેળવણી પર ધૂળ છે.’
ઉત્તર : આ વિધાન કાકાસાહેબના પિતાશ્રી બોલે છે ને કાકાસાહેબ(પુત્ર)ને કહે છે.
(4) ‘તું કૉલેજમાં જાય છે ત્યાં ભણીને તું એવું જ કરવાનો ને?’
ઉત્તર : આ વિધાન કાકાસાહેબના પિતાશ્રી બોલે છે ને કાકાસાહેબ(પુત્ર)ને કહે છે.
પ્રશ્ન 3. નીચેના દરેક રૂઢિપ્રયોગનો અર્થ આપી, તેનો વાક્યપ્રયોગ કરો :
(1) ઉમેદ બર ન આવવી – આશા ન ફળવી
વાક્ય : નાપાસ થતાં, નિખિલની એન્જિનિયર થવાની ઉમેદ બર ન આવી.
(2) શાખ જામવી – પ્રતિષ્ઠા ઊભી થવી
વાક્ય : પૌત્રે પેઢી પર બેસીને, દાદાની શાખ ફરી જમાવી.
(૩) એકના બે ન થવું – પોતાની વાત પર મક્કમ રહેવું
વાક્ય : પુજાલાલ ક્યારેય કોઈ વાતે એકના બે થતા નહિ, એવા સિદ્ધાંતનિષ્ઠ હતા.
(4) ગળગળા થવું — ભાવુક થઈ ઊઠવું
વાક્ય : મોરારીબાપુની કથા સાંભળીને ઘણા ભાવિકો ગળગળા થઈ જાય છે.
(5) સડક થઈ જવું – આશ્ચર્યમૂઢ થઈ જવું
વાક્ય : નિર્દોષ માણસને ફાંસીની સજા થતાં ગામનાં સૌ લોકો સડક થઈ ગયાં.
પ્રશ્ન 4. કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો.
(1) પિતાશ્રી પીગળ્યા………. એમણે મને કૉલેજમાં જવાની રજા આપી.
ઉત્તર : અને
(2) આ વિચાર અનેક વાર મનમાં આવતા,………….. કોઈની આગળ એ બોલવાની મારી હિમંત ન હતી.
ઉત્તર : પણ
(૩) આપણી પાસે કંઈ એવી મૂડી નથી………… આપણે વેપાર કરી પૈસાદાર થઈ શકીએ.
ઉત્તર : કે
પ્રશ્ન 5. યોગ્ય વિરામચિહ્નો મૂકો :
(1) મેં એમને કહ્યું તમે જાણો છો કે મારું અંગ્રેજી અને ગણિત બંને સારા છે.
ઉત્તર : મેં એમને કહ્યું, “તમે જાણો છો કે મારું અંગ્રેજી અને ગણિત બંને સારાં છે.”
(2) ત્યાં ભણીને તું એવું જ કરવાનો ને એના કરતાં અહીંથી જ પાછો જાય એ શું ખોટું
ઉત્તર : ‘‘ત્યાં ભણીને તું એવું જ કરવાનો ને ! એના કરતાં અહીંથી જ પાછો જાય એ શું ખોટું?’’
પ્રશ્ન 6. જોડણી ધ્યાનમાં રાખો અને લખો :
(1) ધર્મબુદ્ધિ (2) વિચારશૃંખલા (3) નિશ્ચય (4) પિતાશ્રી
પ્રશ્ન 7. નીચેનાં વાક્યો વાંચી એની સામે એનો કાળ લખો.
(1) વાંક બીજાનો ને સજા મને થાય છે !
ઉત્તર : વર્તમાનકાળ
(2) હું આર્ટ્સ કૉલેજમાં જઈશ.
ઉત્તર : ભવિષ્યકાળ
(3) મારું અંગ્રેજી અને ગણિત બંને સારાં છે.
ઉત્તર : વર્તમાનકાળ
(4) મેં મનમાં વિચાર કરેલો.
ઉત્તર : ભૂતકાળ
(5) એ વખતે પિતાશ્રી ખૂબ હતાશ થયા હતા.
ઉત્તર : ભૂતકાળ
(6) તેમણે અંગ્રેજી કેળવણી પાછળ ભારે ખર્ચ કર્યો હતો.
ઉત્તર : ભૂતકાળ
Also Read :
ધોરણ 7 ગુજરાતી પાઠ 8 અભ્યાસ અને સ્વાધ્યાય