Class 7 Gujarati Chapter 5 Swadhyay (ધોરણ 7 ગુજરાતી પાઠ 5 અભ્યાસ અને સ્વાધ્યાય)

Spread the love

Class 7 Gujarati Chapter 5 Swadhyay
Class 7 Gujarati Chapter 5 Swadhyay

Class 7 Gujarati Chapter 5 Swadhyay

Class 7 Gujarati Chapter 5 Swadhyay. ધોરણ 7 ગુજરાતી વિષયના પાઠ 5 નું અભ્યાસ અને સ્વાધ્યાય વાંચી અને લખી શકશો. ધોરણ 7 ગુજરાતી પાઠ 5 અભ્યાસ અને સ્વાધ્યાય.

ધોરણ : 7

વિષય : ગુજરાતી

એકમ : 5. રાનમાં

સત્ર : પ્રથમ

અભ્યાસ

પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ-અક્ષર પ્રશ્ન સામેના ખાનામાં લખો.

(1) ‘આકાશ હવે ઊતરશે’ એ શબ્દોનો અર્થ એ કે

(ક) આકાશ નીચું દેખાશે.

(ખ) વરસાદ વરસશે.

(ગ) દિવસ આથમશે.

(ઘ) ધરતીને આકાશ મળશે.

ઉત્તર : (ખ) વરસાદ વરસશે.

(2) વાછંટની શી અસર થશે?

(ક) પાકને પાણી મળશે.

(ખ) દરિયો છલકાશે.

(ગ) ધાબા પરથી પાણી પડવા લાગશે.

(ઘ) વસ્તુઓ ભીંજાશે.

ઉત્તર : (ઘ) વસ્તુઓ ભીંજાશે.

(3) વરસાદ સાથે અત્યંત નજીકનો સંબંધ કોને છે?

(ક) ગાયને

(ખ) મોરને

(ગ) ચકલીને

(ઘ) ગામને

ઉત્તર : (ખ) મોરને

(4) લીલાશ કોના આવવાથી મેદાનમાં આવશે?

(ક) વરસાદના

(ખ) મોરના

(ગ) વાયરાના

(ઘ) વરસાદના

ઉત્તર : (ઘ) વરસાદના

પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના ઉત્તર એક-એક વાક્યમાં આપો :

(1) લીલાશ ક્યાં સૂતેલી છે?

ઉત્તર : લીલાશ વાડ પર સૂતેલી છે.

(2) ધોધમાર વરસાદમાં આપણી સાથે કોણ કોણ રહેશે?

ઉત્તર : ધોધમાર વરસાદમાં આપણી સાથે વાદળ, ઝરણાં, ઘાસ, ડુંગર તેમજ આખું ગામ રહેશે.

(૩) વરસતા વરસાદમાં કોને ઝાડ તળે ગહેકવાનું મન થાય છે?

ઉત્તર : વરસતા વરસાદમાં સૌ કોઈને ઝાડ તળે ગહેકવાનું મન થાય છે.

(4) ‘રાનમાં’ કાવ્યના કવિનું નામ શું છે?

ઉત્તર : ‘રાનમાં’ કાવ્યના કવિનું નામ ધ્રુવ ભટ્ટ છે.

સ્વાધ્યાય

પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના ઉત્તર વિચારીને લખો :

(1) વરસાદમાં ભીંજાવાનો અનુભવ તમારા શબ્દોમાં લખો.

ઉત્તર : વરસાદમાં ઘ૨માં પુરાઈ રહેવું કોને ગમે? અમે સૌ બાળકો ઘર બહાર દોડી જઈએ. વરસાદની જોરદાર ધારાઓ ઝીલવાનો આનંદ લઈએ. અમને પાણીમાં છબછબિયાં કરવાની મજા પડે છે. ‘આવ રે વરસાદ, ઘેબરિયો પરસાદ’ – ગાતાં ગાતાં અમે વરસાદને આવકારીએ છીએ. અમે કાગળની હોડીઓ બનાવી વરસાદના પાણીમાં તરતી મૂકીએ છીએ.

(2) ચોમાસામાં તમારી આસપાસ કયા કયા ફેરફારો જોવા મળે છે?

ઉત્તર : ચોમાસા પૂર્વેનો ઉકળાટ વરસાદ આવતાં શમી જાય છે. ઠંડો પવન ફૂંકાય છે. પશુ, પંખી અને લોકોમાં આનંદ છવાઈ જાય છે. મોર નાચી ઊઠે છે. દેડકાં ડ્રાઉં ડ્રાઉં કરે છે. માટીની સુગંધ ચારે બાજુ ફેલાઈ જાય છે. ખેડૂતો હળ બળદ લઈને ખેતરે જાય છે. નદી, નાળાં, કૂવા, સરોવર અને તળાવમાં નવાં પાણી આવે છે.

(૩) મોટે ભાગે ચોમાસામાં કયાં કયાં પક્ષી-પ્રાણીઓના અવાજ સાંભળવા મળે છે?

ઉત્તર : મોટે ભાગે ચોમાસામાં મોર ટહુકા કરે છે, દેડકાં ડ્રાઉં ડ્રાઉં કરે છે. તમરાંનો તીણો અવાજ સંભળાય છે.

(4) તમારા ગામમાં વરસાદ પડ્યો છે. તમારા મિત્રના ગામમાં વરસાદ પડ્યો નથી, તમારા મિત્રને ફોન કરી બંને વચ્ચે કેવા સંવાદો થાય છે તે લખો.

ઉત્તર : (મહેશ અને નરેશ નામના બે મિત્રો ફોન પર વાત કરે છે.)

નરેશ : મહેશ, કેમ છે? તારા તરફથી હમણાં કશો સમાચાર નથી !

મહેશ : તને મળવા આવવાનો હતો પણ અઠવાડિયાથી વરસાદ જ બંધ રહેતો નથી.

નરેશ : હા ! છાપામાં વાંચ્યું હતું કે તારા ગામ બાજુ વરસાદ બહુ છે.

મહેશ : ખરેખર અહીં વધારે વરસાદ છે. ઘણું નુકસાન થયું છે. ત્રણ-ચાર જૂનાં મકાનો પડી ગયાં છે. પેલી ધરમદાસની જુની હવેલી પણ પડી ગઈ.

નરેશ : ગામના તળાવમાં નવું પાણી આવ્યું હશે !

મહેશ : હવે તો તળાવ છલકાવાની તૈયારીમાં છે.

નરેશ : અમારે ત્યાં તો છાંટોય વરસાદ નથી. ઉકળાટ તો એટલો બધો છે કે પશુ-પંખીઓ અને માણસો ત્રાહિમામ્ પોકારી રહ્યાં છે.

મહેશ : ઉકળાટ છે એટલે વરસાદ આવશે જ – હવામાન ખાતાના સમાચાર હતા કે તમારી બાજુ પણ અઠવાડિયામાં વરસાદ પડવાની શક્યતા છે.

નરેશ : વરસાદ રહી જાય પછી આપણે મળીએ. (ફોન મૂકી દે છે.)

પ્રશ્ન 2. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો :

(1) રાન = જંગલ, અરણ્ય

(2) વાદળ = મેઘ, જળઘર

(૩) પાન = પર્ણ, પાંદડું

(4) સંદેશો = ખબર, સમાચાર

(5) ડુંગર = પર્વત, પહાડ

(6) આકાશ = નભ, આભ

પ્રશ્ન 3. સૂચવ્યા મુજબ કરો.

(1) નીચેની પંક્તિઓમાં દર્શાવેલો ભાવ દર્શાવવા કવિએ કઈ પંક્તિઓ વાપરી છે, તે આ કાવ્યમાંથી શોધીને લખો.

(1) વાડ પરની લીલાશ હવે મેદાનમાં આવશે.

ઉત્તર : ‘વાડ પરે સૂતેલી સઘળી લીલાશ હવે નીતરતી થાશે મેદાનમાં,…

(2) પલળેલો પવન આપણને ચોમાસું બેસવાનો સંદેશો આપશે.

ઉત્તર : ‘ભીંજાતા વાયરાઓ વહેશે સંદેશા કે ચોમાસું ધારધાર બેઠું ….

(૩) કાલ સુધી આપણે એકલા જ મકાનમાં રહેતા હતા તેમાં હવેથી વાછંટ પણ રહેવા લાગશે.

ઉત્તર : ‘કાલ સુધી રેહતા’તા આપણે ને કાલથી તો વાછંટો રહેશે મકાનમાં…

પ્રશ્ન 3. (2)

(1) આ કાવ્યમાં આવતા ‘વાદળ’ શબ્દમાંથી નીચેના જેવા શબ્દો બને છે :

વા, વાદ, વાળ, દળ, દવા

(2) આવો બીજો શબ્દ છે ‘મકાન’. આ શબ્દ પરથી બનતા શબ્દો લખો અને તે દરેક શબ્દને કક્કાવારીના ક્રમમાં ગોઠવો.

ઉત્તર : કાન, કાનમ, કામ, નમ, મન

કક્કાવારીના ક્રમમાં : કાન, કાનમ, કામ, નમ, મન

(૩) આ શબ્દો પરથી વાક્યો બનાવો.

ઉત્તર :

(1) મગન કાનનો કાચો છે.

(2) કાનમ મગનનો દીકરો છે.

(3) કાનમ મગનનો પડતો બોલ ઝીલીને કામ કરે છે.

(4) મગન કહે, ‘બેટા !… નમે તે સૌને ગમે’.

(5) કાનમને મન આ શીખ, એના બાપે આપેલી સાચી સંપત્તિ છે.

પ્રશ્ન 4. આ કાવ્યનો મુખપાઠ કરો.

નોંધ : વિદ્યાર્થીઓ કાવ્યનો મુખપાઠ કરશે.

Also Read :

ધોરણ 7 ગુજરાતી પાઠ 6 અભ્યાસ અને સ્વાધ્યાય


Spread the love
error: Content is protected !!
Scroll to Top